જજ્બાત નો જુગાર - 21 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

જજ્બાત નો જુગાર - 21

સૂરજ આથમવાની તૈયારી માં હતો. પશ્ચિમ તરફ પ્રયાણ કરી આછાં કેસરી રંગના વાદળો વાતાવરણને રોમાંચક બનાવી સૂર્યને ધીમે ધીમે વાદળની ચાદર ઓઢાડી રહ્યા હતા. પંખીઓ પોતાના માળા તરફ જવા પ્રયાણ કરી કલરવ ભર્યું અવકાશ વગર મેઘધનુષે જ રંગબેરંગી અવાજ થી જ હર્યુ ભર્યું બની ગયું હતું. નૈસર્ગીક વાતાવરણ સૌ તરફ હવા થી જાણે ભીંજાતી ઝાડની ડાળીઓના પાન ખડખડાટ હસી રહ્યા હોય તેમ ઝૂમી રહ્યાં હતાં. વિરજનો એક હાથ કલ્પનાની કમર પર પોતાના તરફ ખેંચીને બીજો હાથ કલ્પનાના હાથમાં. સંગીતના સૂર વગર જ બંને એકમેકમાં દુનિયાનું ભાન ભૂલી ઝાડની ડાળી પરનાં પાંદડાની માફક ઘુમી રહ્યા હતા. અપેક્ષા ભગવાનની આરાધ્યા થી દેવોને ટંકોરીના નાદ થી રીઝવી રહી હતી, ત્યાં તે નાદ થી કલ્પનાની આંખો ખુલી ગઈ ને ઉઠીને અપેક્ષા પર જોરથી ત્રાટકી ને બોલી. મને ઉઠાડાયને તને કહ્યું તો હતું તારા જીજુ મને લેવા આવવાના છે, લેટ થશે, હું તૈયાર ક્યારે થઈશ, ગઈ વખતની જેમ આ વખતે પણ નાસ્તાના ટાઈમ પહેલા જ આવી જશે એકી શ્વાસે બોલી ગઈ. અપેક્ષાની સામે જોઈ પછી રૂમમાં અને બહાર જોઈ ખ્યાલ આવે છે કે સાંજ છે. બંને બહેનો એક સાથે બોલે છે. "ઓહ હજુ તો સાંજ છે" બંને ખડખડાટ હસી પડી.
વિરાજ મેનેજર હોવાથી ફક્ત એક જ દિવસ રવિવારની રજા મળતી તો તે શનિવારે રાત્રે ત્યાંથી બસમાં બેસેને રવિવારની સવારે કલ્પના પાસે પહોંચી જાય.
કલ્પના બીજા દિવસે સવારે વિરાજ આવે તે પહેલા જ રેડી થઈ જાય છે. આ વખતે અમ્યુજમેન્ટ પાર્કમાં જવાનું નક્કી કર્યું હતું. કલ્પના વિરાજની રાહ જોવા લાગી. થોડીવારમાં વિરાજ ટુ વ્હીલર ગાડી લઈને આવે છે ને બંને ઉપડી ગયા એક નવી સફર તરફ.
થોડા દૂર પહોંચ્યાં હતાં ત્યાં જ ટુ વ્હીલર ગાડીએ સાથ છોડી દિધો. ગાડીનું ટાયર પંકચર થઈ ગયું. વિરાજ આઉટ ઓફ સીટીમાં રહેતો હોવાથી ટુ વ્હીલર તો પોતાનું તો ન હોય, તો માંગીને જ લાવ્યો હોય. ગાડીનું પંકચર પણ એવી જગ્યાએ થયું ન તો ઘર તરફ જઈ શકાય ન તો એમ્યુજમેન્ટ પાર્ક તરફ બરાબર વચ્ચે જ. વિરાજ વિચાર કરે છે, કેટકેટલા અરમાન હતાં. બંને થોડીવાર ખૂબ નિરાશ અને હતાશ થઈ ગયા. એ સમય પણ એવો હતો. આજના સમય જેવો હોય તો કોઈને મોબાઈલ ફોન કરીને જાણ કરી શકાય પરંતુ તે સમય લેન્ડલાઈન ફોનનો હતો. તો શું કરવું કંઈ સમજાતું ન હતું. એમાંય કલ્પનાએ ત્રણ ઇંચની હીલ વાળી સેન્ડલ પહેરેલી. જે કોઈ દિવસ ટુ વ્હીલર પર બેસીને બહાર જ નથી ગઈ. હંમેશા ફોર વ્હીલરમાં ફરનારને આજે અણધાર્યા અચાનક અણધારી આફત આવી પડી. ઉપર સૂર્ય આગ ઓકતો હોય એવો તડકો નીચે કાળો ધમધમતો ડામરનો રોડ. ગાડીમાં પંકચર હોવાથી તેના પર બેસીને આગળ જવું તો અશક્ય હતું. વિરાજે ગાડીને ઘણે દૂર સુધી દોરી, આમતેમ નજર કરી પણ સૂમસાન રસ્તા પર પંકચરની કોઈ દુકાન દેખાઈ નહીં. વિરાજ પંકચર વાળી ગાડી દોરે ને કલ્પના પાછળ પાછળ ચાલે. કલ્પનાએ કોઈ દિવસ ચાલીને સફર ન કરી હોવાથી થાકી ગઇ. એક ડગ પણ આગળ ચાલી શકે એવી હાલત થઈ ગઈ. કલ્પનાએ વિચાર્યું કે સેન્ડલ કાઢી ને ચાલશે તો થાક થોડો હળવો થઈ જશે.
આખરે સફર કારગાત નીવડી ને એક નાની એવી ટુ વ્હીલર ગાડીની પંકચરની દુકાન દેખાઈ. બંને થોડા ઉતાવળા પગલે ચાલવા લાગ્યા. હાશ કારો અનુભવ્યો. આંખોમાં તેજ વધી ગયું. જાણે અચાનક શક્તિ સંચાર થઈ હોય તેમ થોડાં વધારે ઝડપથી ચાલવા લાગ્યા. દુકાન જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ વધુ ઉલ્લાસમાં આવી ગયા બંને. સાવ નજીક જઈને જોયું તો દુકાન પર કોઈ નહીં. આસપાસ નજર નાખી કોઈ દેખાયું નહીં. વિરાજે બુમો પાડી કોઈ છે, હેલ્લો.... હેલ્લો. પરંતુ કોઈ આવ્યું નહીં.
પરસેવે રેબઝેબ બંને ફરી મુંજવણમાં હાંફતા હાંફતા ત્યાં જ નાના ઓટલે બેસી ગયા. અને દુકાનદારની રાહ જોવા લાગ્યા. ધમધમતા તડકામાં કોઈ વ્યક્તિની અવર જવર પણ ન હતી. વિરાજે વિચાર્યું કોઈ નીકળે તો પુછું બીજી દુકાન હોય તો ત્યાં પંકચર કરાવી લાવું. એટલામાં એક ટુ વ્હીલર નીકળ્યું, તેનાં પર બેસેલ મુસાફરને વિરાજે પુછ્યું આટલામાં પંકચરની બીજી કોઈ દુકાન છે!? મુસાફરે સરનામું આપ્યું. પરંતુ તે બહુ દુર હતું. કલ્પનાને એકલી મૂકીને આટલું દૂર ન જવાય વિરાજે ત્યાં જ દુકાનદારની રાહ જોવાનું નક્કી કર્યું. વિરાજે આમતેમ નજર ફેરવી. થોડે દૂર એક ઠંડાં પીણાંની દુકાન દેખાઈ. ત્યાંથી કલ્પના માટે ઠંડાપીણા અને પાણી લઈ આવ્યો. બંને ત્યાં જ શાંતિ થી બેઠા.
એટલામાં દૂરથી કોઈ આવતું દેખાયું. બંને એક આશ સાથે બેઠા હતા કે દુકાનદાર આવશે ને બધું બરાબર થઈ જશે. દૂર થી આવતું વ્યક્તિ દુકાનદાર જ હશે એવી આશા હતી. પરંતુ એ પણ આગળ નીકળી ગયા. એક બીજી વ્યક્તિ આવતી દેખાઈ પણ આવખતે આશા છોડી દીધી કે દુકાનદાર હશે. બંને નિરાશા થી ઘારાયેલા પાપડ જેવા મોં કરીને બેસી રહ્યા. ત્યાં પેલી વ્યક્તિએ આવી ને પૂછ્યું બોલો ભાઈ શું થયું છે!? વિરાજ અને કલ્પના બંને ખુશ થઈ ગયા. બંનેનું આંખોનું તેજ અનોખા અંદાજમાં આવી ગયું. નવી કળીઓ માં ફુલો ખીલીને મહેકતા પ્રસરી જાય તેમ એમ વાતાવરણ માં માદકતા ફેલાઈ ગઈ.


શું વિરાજની ગાડી સરખી થશે !? શું વિરાજને કલ્પના એમ્યુજમેન્ટ પાર્ક જશે કે ઘરે પરત ફરી જશે!?
આગળ શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જજ્બાત નો જુગાર" સાથે આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.


વાંચક મિત્રોનાં ખૂબ સારાં પ્રત્યુતર મળતાં રહે છે. આગળ પણ પ્રતિભાવ આપીને મને પ્રોત્સાહિત કરતા રહો તે બદલ હું આપની અઢળક આભારી છું🙏🙏🙏🙏