ભાગ ૮
સૌ પ્રથમ તો આપ સૌ વાચક મિત્રોને નો ખૂબ ખૂબ ધન્યવાદ,આભાર 🙏 કે સતત આપના સહકારથી ને પ્રોત્સાહન થી આગળ વધી શકું છું..... કંઈ ભૂલ થઈ હોય લખવા માં તો જણાવતા રહેજો....
આપડે આગળ નાં ભાગમાં જોયું કે શું પ્રકાશભાઈ નુ ફેમિલી સાથ આપવા તૈયાર છે...?? શું મમતાબેન પ્રકાશભાઈ નાં જીવન માં નવા ડગ માંડશે....?? તો આગળ વાંચો...🙏
પ્રકાશભાઈ સોફા પર બેઠા છે, તેમના અસમંજસ ચહેરા પર ની મનોદશા સ્પષ્ટ દેખાઈ રહી છે. કલ્પના ટ્રે માં પાણી નો ગ્લાસ લાવી પણ પ્રકાશભાઈ કંઈક વિચારી રહ્યા હતા. પપ્પા કંયા ધ્યાન છે...?
પાણી,
કલ્પના બોલી
....હ...હાં.... પ્રકાશભાઈ બોલ્યા.... બેટા...
પેલા દરરોજ કચરુ લેવા આવતા તે માડી આવે છે... કચરો લેવા..?? જેને તારી માઁ દરરોજ જમવા નું આપતી.
રેખાબેન નો સ્વભાવ ખૂબ જ દયાળુ હતો. તેમના ઘરે થી કોઈ દિવસ કોઈ વ્યક્તિ ભૂખ્યું ન જતું. અમૂક માણસો નાં તો મર્યા પછી વખાણ થાય પણ રેખાબેન નાં તો જીવતા વખાણ થતાં.. અમૂક લોકો તો તેમના ઘરને સતાધાર ની જગ્યા કહેતા કારણ કે સમય ગમે તે હોય રાત હોય કે દિવસ રામરોટી તો મળી જ રહે.....
જેમ દરિયો હિલોળે ચડ્યો હોય ને મોજા પછી મોજું આવી રહ્યું હોય તેમ....
પ્રકાશભાઈ નાં મગજ પર જાણે પથ્થર મૂક્યા નો ભાર હોય એવું લાગી રહ્યું હતું. તે વિચારી રહ્યા હતા કે હું મારા બાળકો સાથે હું કોઈ અન્યાય તો નથી કરી રહ્યો ને...?, હું બાળકો નાં મનને ઠેસ તો નથી પહોંચાડી રહ્યો ને...? હું મારી જાતને અન્યાય તો નથી કરી રહ્યો ને...? કે નવી આવનાર વ્યક્તિ સાથે કોઈ અન્યાય તો નહીં થાય ને આવાં અવનવા વિચારો થી પ્રકાશભાઈ નું મગજ ભ્રમરી મારી રહ્યું હતું. શું કરવું શું ન કરવું કંઈ જ સમજાતું ન હતું
તેમણે પ્રવિણભાઈ ને ફોન જોડ્યો ને ઘરે આવવા કહ્યું. થોડી વારમાં પ્રવિણભાઈ ઘરે આવી ગયા પ્રકાશભાઈએ પોતાની મનોદશા સ્પષ્ટ કહી. પ્રવિણભાઈ નાના હોવા છતાં પ્રકાશભાઈ થી સુઝબુઝ માં હોંશીયાર...
પ્રવિણભાઈ એ પ્રકાશભાઈ ને સમય પર છોડી દેવા ની સલાહ આપી. સમય બહુ બળવાન હોય છે જે થશે તે જોયું જશે...
રેખા ની સરખામણી તો કોઈ કરી જ ન શકે એ વાત પણ હું સારી રીતે સમજી શકું છું...
માણસ જ્યારે એકલા જિંદગીના પડાવો પાર નથી કરી શકતો ત્યારે જિંદગીમાં સાથ સહિયર ની જરૂર પડતી હોય છે. પ્રકાશભાઈ નાં જીવન માં અજીબ પ્રકારની વિડંબણા આવી પડી હતી. કંઈ સમજાતું ન હતું
કહેવાય તો છે કે સ્ત્રી કમજોર હોય છે પણ પુરુષ ની તો કમજોરી જ સ્ત્રી હોય છે.... છતાં આ સમાજ આજે પણ સ્ત્રી ને કોઈ પ્રાધાન્ય આપવામાં અંચકાય છે.....
બીજી તરફ મમતાબેન ને પણ આ બીજા લગ્ન નો પ્રસ્તાવ માન્ય ન હતા. પરંતુ તેમનાં જીજાજી એ મમતાબેન ને સમજાવ્યું કે સામે આખી જિંદગી પડી છે જે એકલા આ સમયમાં વ્યતિત ન થાય બહું સમજાવ્યાં બાદ મમતાબેન આ વાત પર તૈયાર થયા
મમતાબેન પણ આવું જ વિચારી રહ્યા હતા કે શું ખરેખર પ્રોપર્ટી પોતાને નામે કરાવવી જોઈએ...?
મમતાબેન ચાર વર્ષથી એકલા રહેતા. તેમના પતિનું અવસાન એક કાર એક્સીડન્ટ માં થયું હતું. તેમને બે દિકરીઓ હતી. એમની બહેન અને બનેવી ની જીદ્દ નાં કારણે પુનઃલગ્ન નો વિચાર કર્યો હતો. મમતાબેન ની મનોદશા પણ અસ્તવ્યસ્ત હતી. કારણકે પોતાની બે દિકરી ઓ ને સાથે લઇ જવી કે એક ને...? અને એક ને લઇ જાય ને તો બીજી દિકરી નું શું તે તો મા-બાપ વગરની થઈ જશે...
બીજી તરફ આરતી એ તો પપ્પા ના પુનઃ લગ્ન માટે સ્વીકાર કરી લીધો પરંતુ કલ્પના સતત પોતાના મનને મનાવવા પ્રયત્ન કરી રહી હતી. પરંતુ જેણે કોઈ દિવસ સહનશીલતા સહાનુભૂતિ કે જજ્બાત કોઈ માટે વિચાર્યું જ ન હોય તો કઈ રીતે ખબર પડે. પણ કલ્પના નાં મન અને મગજ માં ફક્ત ને ફક્ત (તેની મમ્મી)રેખાબેન જ રહેતા તેને કંઈ સુઝતું જ નહીં..
કલ્પના એ તો કંઈ જ વિચાર્યા વગર સીધો જ પ્રવિણભાઈ ને ફોન કર્યો, ઘરે આવો તો મારે કામ છે, તમારું. પ્રવિણભાઈ કંઈ સમજાવે છે પહેલા તો કલ્પના એ ફોન કટ કરી નાખ્યો.
કલ્પના તેનાં પપ્પા અને મમતાબેન નાં બનેવી જસમતભાઈ બંને ની વાત સાંભળે છે તે વાત કરી રહ્યા હતા કે મમતાબેન ની બંને દિકરીઓ સાથે આવશે...
આટલી વાત સાંભળતા તો કલ્પના ના મનોમસ્તિષ્ક ઘુમવા માંડ્યું. આ વાત કલ્પના સાંભળે છે,પણ કોઈ ને જાણ નથી કે કલ્પના બારી પાસે છુપાઈને બહાર ઊભી છે...
રેખાબેન ની જગ્યા કોઈ બીજી વ્યક્તિ લઈ રહ્યું છે તે પણ સહન નથી થતું ઉપર થી બંને દિકરીઓ સાથે લાવવા ની વાત થી તો કલ્પના ડઘાઈ ગઈ...
એટલા માં પ્રવિણભાઈ આવે છે, જસમતભાઈ ને જય શ્રી કૃષ્ણ કરી સીધા જ કલ્પના નાં રૂમ તરફ જાય છે કલ્પના ને પુછે છે... બોલ બેટા કેમ મારું કામ પડ્યું...જુવો કાકા પહેલા તો તમે કહ્યું કે હું મારા પપ્પા ના પુનઃ લગ્ન માટે માની પણ જાવ.. પણ આ જસમતભાઈ કહે છે કે.... કેમ અટકી ગઈ બોલ.... પ્રવિણભાઈ એ કહ્યું
અરે... બંને દિકરીઓ સાથે આવશે તો અમારી વેલ્યુ...?
કલ્પના એ પૂછ્યું
કલ્પના ને બારણાં પાસે કોઈકનો પડછાયો દેખાતા વાત અટકાવી દે છે, જે કલ્પના અને પ્રવિણભાઈ ની વાત છુપાઈને સાંભળી રહ્યું હતું....
મમતાબેન અને પ્રકાશભાઈ નાં લગ્ન થશે...?
શું કલ્પના પોતાના પપ્પા ના પુનઃ લગ્ન માટે માની જશે...
બારણાં પાસે કોણ છુપાઈને કલ્પના અને પ્રવિણભાઈ ની વાત સાંભળી રહ્યું હશે......
વધુ જાણવા માટે વાંચતા રહો "જજ્બાત નો જુગાર"
જો તમે આ ભાગ પ્રથમ વખત વાંચતા હોય તો આગળ નાં ભાગ વાંચવા નું ચૂકશો નહી.....
આપનો કિમતી પ્રતિભાવ આપવા નું ચુકશો નહીં
આભાર...🙏🙏
ક્રમશ....