જજ્બાત નો જુગાર - 22 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જજ્બાત નો જુગાર - 22

જજ્બાત નો જુગાર

રોડ પરની ધૂળની ઉડતી ડમરીઓ રસ્તો વિંધી સૂરજનો તાપ ધરતી દઝાડી સૂમસાન રસ્તાઓ પર આ એક જ પંકચરનુ કેબીનનો જરીક જેટલો છાંયો, ને છાંયામાં એકબીજાના હાથમાં હાથ પરોવીને બેઠેલા. કલ્પના અને વિરાજ ટાયર બદલાવીની રાહ જોયા વગર કંઈ રસ્તો ન હતો.
કલ્પનાએ આગળના દિવસે જોયેલા સ્વપ્નની વાત કરી. ને વિરાજે વાત વાતમાં કહ્યું, સાકાર કરીએ તારું સ્વપ્ન. કલ્પના વિરાજની આંખોમાં જોઈ રહી. વિરાજે કહ્યું તારા બધા સપના કોડ હું પૂરાં કરીશ. તારી ઈચ્છા, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ તું મને કહેતી જા, હું પૂરાં કરતો જાવ. દુનિયાની તમામ સુખો મળી ગયા હોય તેવો અહેસાસ થયો કલ્પનાને. "તમારી ગાડી સરખી થઈ ગઈ" વચ્ચે જ બોલ્યો પેલા મેકેનીક કલ્પના અને વિરાજ બંને જાગૃત થયા. સુતાં ન હતાં પરંતુ એકમેકની વાતો માંથી. વિરાજે પુછ્યું બોલો શું કરવું છે, એમ્યુજમેન્ટ પાર્ક જવું છે કે ઘરે પરત ફરવું છે!? "ના હવે તો એમ્યુજમેન્ટ પાર્ક જ જવું છે." કલ્પના બોલી
એમ્યુજમેન્ટ પાર્ક પહોંચી પહેલા બંનેએ બપોરનું ભોજન લીધું પછી ખૂબ એન્જોય કર્યું. સાંજે પણ હોટલમાં સાથે ભોજન કરીને વિરાજ નીકળી ગયો.
કલ્પના ફરી વિરાજની આગમનની આતુરતાથી રાહ જોવા લાગી. રાત જાય તો દિવસ ન જાય, ને દિવસ થાય તો રાત ન થાય એવી બેબાકળી બની જાય. વિચારોમાં ફક્ત ને ફક્ત વિરાજ.
બંનેના લગ્નની તારીખ નક્કી કરવા વિરાજનાં પપ્પા આવ્યા. લગ્નની તારીખ નક્કી થઈ. બધાંએ મીઠા મોં કર્યો. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં થવા માંડી. "લગ્નની ખરીદી એવી કરો કે કશાશ ન રહે" પ્રકાશભાઈએ પ્રવિણભાઈને કહ્યું.
કલ્પેશની સગાઈ થઈ ગઈ હોતતો ભાઈ બહેનના લગ્ન ગોઠવ્યા હોત પણ આ વખતે પણ કલ્પનાના એકનાં જ લગ્ન થશે, એવું બોલતા બોલતા પ્રકાશભાઈ બંગલાની બહાર નીકળી ગયા. ભગવાનની મરજી વગર પાંદડું ક્યાં હલે છે.
લગ્નની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી હતી. લીસ્ટ માની બધી વસ્તુઓ લેવાઈ ગઈ હતી.
આ બાજુ વિરાજનાં ભાઈ ભાભી પણ તે સીટીમાં રહેવા આવી ગયા હતા. વિરાજના ભાઈ ભાભીએ નવા ઘરમાં પ્રવેશ માટે સજાવટ કરવા કલ્પનાને બોલાવી. કલ્પના પણ હોંશે હોંશે અંતરના ઉમળકાથી ભાવી કહેવાતા ઘરમાં સજાવટ માટે ગઈ.
આખરે દિવસ પછી દિવસો વિતતા ગયા ને લગ્નની તારીખ નજીક આવતી ગઈ. લગ્ન પાર્ટી પ્લોટમાં ગોઠવવાનું નક્કી થયું. કંકુવત્ત ચોખા સહિત લગ્ન હરખ વિરાજના ઘરે મોકલાવાયા. કલ્પનાના હાથમાં વિરાજના નામની મહેંદી રચાઇ. લગ્નની આગળનાં દિવસે મંડપ મૃહર્ત કર્યું. મહેમાનો થી ઘેરાયેલું ઘર, માણસોની અવરજવર, દરેક સ્ત્રીઓનાં હાથમાં મહેંદી, શણગારમાં ન ઉણપ કોઈ.
વાજતે ગાજતે વિરાજે જાન જોડી. ભવ્ય સામૈયા થયાં. વિરાજ હરખ નુ હેલુ લઈ આવ્યો. આશોપાલવના લીલા તોરણોથી માંડવા સુશોભીત થયાં. અંતરના ઉમળકાભેર સ્વાગત માટે ફુલોની કેડી કંડારી.સપ્તપદીના ફેરા થયા, જવતલાએ જવતલ હોમ્યા. વર કન્યાનાં હાથ મળ્યા હસ્તમેળાપ થયો. ભવ્ય લગ્ન સમારંભ યોજાયો. રૂડી જાનને જમાડી કલ્પનાની વસમી વિદાયની વેળાઓના ચોઘડિયા આખરે આવી ગયા.
લગ્ન એટલે પવિત્રતાનું આજીવન પર્વ. બે હાથ જોડાઈ છે, લગ્નમાં બે હૈયા જોડાય છે. જોડાવું એ જ પવિત્રતાનો પર્યાય છે લગ્નજીવન નો આરંભ ભલે અગ્નિની સાક્ષીએ થતો હોય એની સહયાત્રા તો આત્મા ની સાક્ષી એ જ થઈ શકે. લગ્ન વિધિ ના રહસ્યોની રોમાંચક વાતોનો સાગર એટલે લગ્નસાર.
નવદંપતીના આગતાસ્વાગતા કંકુ પગલાંઓની રસમો થઈ. કોડીકવડાની રમત રમાડી. આખરે લગ્નની અર્ચના પૂજાવિધિ સમાપ્ત થયા. અંતે વિરાજની આતુરતાનો પણ અંત આવ્યો. વિરાજે પોતાના મિત્રોને પોતાનું બેડ ડેકોરેશન કરવા બોલ્યા. વિરાજના મિત્રોએ ટીખળ કરવાં એક ડોલમાં આર્લામ ગોઠવ્યો. એમાં સમય બરાબર મધ્ય રાત્રિનો ગોઠવ્યો. વિરાજની મધુરજની વખતે ભંગ પાડવા આવી મસ્તી કરી હતી. આખરે કલ્પના અને વિરાજની મધુરજની મનાવાઈ. કલ્પનાને અજુગતું લાગ્યું કે વિરાજ શું ચેક કરે છે. કલ્પનાનાં શરીર પર કોઈ ડાઘા તો નથી એવું ચેક શા માટે કર્યું!? વિરાજને પુછતા કંઈ બોલ્યો નહિ.
કલ્પના રાત-દિવસ એક જ વિચાર આવતો કે વિરાજે એ મધુરજની બરાબર ન માણતા આવું વર્તન કેમ કર્યું હશે.
લગ્નનાં ચાર દિવસ બાદ જ વિરાજ હનીમૂનમાં જવાની ટીકીટ બુક કરાવી લાવ્યો. આ વાત કલ્પનાને ન કરી. ખાલી પેકિંગ કરવાનું કહ્યું. આ વાત થી કલ્પના વધારે ચિંતામાં મુકાય કે શા માટે વિરાજે પેકિંગ કરવાનું કહ્યું. મારામાં કંઈ ખોટ છે !? મને પપ્પાના ઘરે મૂકી જશે!? કલ્પનાએ વિચાર્યું કે જે થવું હોય તે હું વિરાજને પૂછીશ આવું વર્તન કેમ કરે છે. મારા થી કંઈ ભૂલ થઈ છે, તો હું માફી માંગી લઈશ.
વિરાજ જેવો ઘરે આવ્યો કે તુરત જ કલ્પના કલ્પાંત કરવા લાગી. તમે મને પેકિંગ કરવાનું શા માટે કહ્યું. હું પપ્પાના ઘરે નહીં જાવ. કલ્પના ખૂબ જ દુઃખી થઈ ગઈ.


શું વિરાજ કલ્પનાને હકીકત કહેશે કે...


આગળ શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જજ્બાત નો જુગાર" સાથે આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.


વાંચક મિત્રોનાં સાથ અને સહયોગ થી અંહી સુધી પહોંચી છું તો વાંચક મિત્રોને વાર્તા વાંચીને પ્રતિભાવ આપતાં રહોને મારી કોઈ ભૂલો થાય તો જણાવતા રહો...
પ્રતિભાવ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏