મૃત્યુ દસ્તક - 14 - છેલ્લો ભાગ Akshay Bavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ દસ્તક - 14 - છેલ્લો ભાગ

જેમ જેમ રાત થતી જાય છે તેમ તેમ પલક ની શક્તિઓ પ્રબળ થતી જતી હોય છે. તે હવે એક સાથે ત્રણ શરીર ને કાબૂ માં કરી ને બેઠી હોય છે. વારાફરતી ડો.રજત અને ખુશી માં પ્રવેશ કરી ને તે નીયા ને નુકશાન પહોચાડવા નુ ચાલુ કરે છે. ડો.રજત ના શરીર માં જઈ ને તે નીયા ના હાથ ની એક એક કરી ને આંગળીઓ તોડવાની ચાલુ કરે છે. પિયુષભાઈ પાસે માત્ર બે લીંબુ બચ્યા હોય છે તે પણ તે નીયા ને બચાવવા વાપરી નાખે છે. પણ પલક ને કોઈ ફરક પડતો નથી. થોડી વાર બાદ ડો.રજત નીયા નું માથું બે કાન પાસે થી પકડી ને ઊંચું કરી ને પોતાના પગ ના ઢીચણ સાથે પટકે છે. નીયા નું નાક નું હાડકું તૂટી જાય છે અને લોહી વહેવા લાગે છે.

થોડીવાર પછી તે ડો.રજત ના શરીર માં જ સ્થિર રહી ને ખુશી ને પણ નુકશાન પહોચાડવા નું ચાલુ કરે છે. જય થી આ જોવાતું ન હોવાથી તે ઉભો થવા પ્રયત્ન કરે છે. પણ કાનજીભાઈ તેને રોકી લે છે.
‘ મને પ્લીઝ જવા દો કાનજીભાઈ નહીતો આ મારી નીયા ને મારા થી છીનવી લેશે.’

‘ બેટા, તું બહાર જઈશ તો તારી પણ આ જ હાલત થશે.’

‘ મને ડર નથી લાગતો તમે મારી ચિંતા ન કરો.:

‘ હા, જય મને ખબર છે કે તને ડર નથી લાગતો અને પલક પણ તારા થી ડરે છે. પણ અત્યારે તે વિફરેલી છે અને તેની શક્તિઓ પણ ખૂબ વધી ગઈ છે. તે તારા શરીર પર કાબૂ તો નહિ કરી શકે પણ તને નુકશાન પહોંચાડી શકે છે.પિયુષભાઈ પર ભરોસો રાખ તે માત્ર આ બધું જોઈ જ નથી રહ્યા તે સાથે સાથે મંત્રોચ્ચાર કરી રહ્યા છે.’

જય પરિસ્થિતિ ની ગંભીરતા જોઈ નીચે બેસી જાય છે. પિયુષભાઈ મિસ.ઋજુતા પાસે થી ડો.શર્મા ની રેકોર્ડ બુક અને તેના કેસ ની ફાઈલ લઈ ને તેને યજ્ઞ માં આહુતિ આપી દે છે. આ રેકોર્ડ બુક અને ફાઈલ યજ્ઞ માં જતા ની સાથે જ પલક પણ પોતે આગ માં સળગતી હોય તેમ ચીસો પાડવા લાગે છે. તરત જ પિયુષભાઈ ખુશી ની વાળ ની લટ યજ્ઞ માં નાખે છે.

રેકોર્ડ બુક અને કેસ ની ફાઈલ ના સળગી જવા થી પલક ની શક્તિઓ ખૂબ ઓછી થઈ ગઈ હોય છે. તેના નબળા પડી જવા થી પિયુષભાઈ જય ને બહાર જઈ ને નીયા અને પલક ને કુંડાળા માં ખેચી લાવવાનું કહે છે. જય, પિયુષભાઈ ના કહેવા પ્રમાણે નીયા અને ખુશી ને કુંડાળામાં ખેચી લાવે છે. ડો.રજત તેને રોકવાનો પ્રયાસ કરે છે પણ ઓછી થઈ ગયેલી શક્તિ ને લીધે જય ને રોકી શકતા નથી.

પરંતુ પલક હાર માનવા તૈયાર જ નથી હોતી હવે તે ડો.રજત ના શરીર માં રહી ને ડો.રજત ને જ નુકશાન પહોચાડવા લાગે છે. ડો.રજત દીવાલ સાથે પોતાનું જ માથું ખૂબ જોર થી પછાડવા લાગે છે. પિયુષભાઈ સમજી જાય છે કે આ આત્મા ને કેદ કરવી હવે મુશ્કેલ છે તેને હવે સંપૂર્ણ પણે નાશ કરવી અનિવાર્ય છે. જેથી તે જય ને કાન માં કઈક કહે છે.

પિયુષભાઈ ની વાત સાંભળી ને જય કુંડાળા ની બહાર આવી જાય છે. હવે ડો.રજત માં રહેલી પલક અને જય વચ્ચે યુધ્ધ ચાલુ થાય છે. જય માત્ર તેના વાર નો પ્રતિકાર જ કરે છે કારણકે જો જય વાર કરે તો નુકશાન તો ડો.રજત ને થાય. થોડીવાર પછી ડો.રજત ઉભા રહી જાય છે અને જય ને કહે છે.

‘તને આ દુનિયા કોઈ દિવસ નહિ સમજી શકે મારી જેવી હાલત થઈ છે તેવી જ તારી થશે.. તેના કરતાં તું દેહ ત્યાગ કરી દે, આપણે બંને સાથે આત્માંલોક માં રહીશું. તારો નીયા માટે પ્રેમ જોઈ ને હું પણ તને પ્રેમ કરવા લાગી છું.’

જય સ્મિત સાથે ‘ચલ હું એક વાર તારા માટે દેહ ત્યાગ કરી પણ દઉં પણ શું પ્રેમ નો સાચો અર્થ તને સમજાશે ખરા?’

ડો.રજત જવાબ આપે છે ‘ હું સમજુ છું તારા પ્રેમ ને તું એક દિલ નો ચોખ્ખો અને સાચો માણસ છે. તું કોઈ ને દગો ન આપી શકે.’

‘ તું પ્રેમ ને નથી સમજી હજુ પ્રેમ નો અર્થ પામવું નહિ પણ એકબીજા માટે ન્યોછાવર થઈ જવું હોય છે અને હું એ જ કરી રહ્યો છું મે મારા મિત્રો અને નીયા માટે મારો જીવ જોખમ માં મૂક્યો તે મારો તેમની માટે પ્રેમ છે.’ આટલું બોલી ને જય પિયુષભાઈ તરફ જુએ છે અને પિયુષભાઈ તેને ખંજર અને કાળું કપડું આપે છે.
જય જરા પણ વિલંબ કર્યા વગર તે કાળા કપડા ને તેની હથેળી માં પાથરી ને તે કપડા પર લાંબો ચિરો મૂકે છે. આ ચીરા માં લીધે જય ના હાથ માં થી પણ ખૂબ લોહી વહેવા લાગે છે. કપડું લોહી થી ભીંજાતા ની સાથે જ તે કપડું જય ડો.રજત ના ચહેરા પર લપેટી દે છે. અને તેની હથેળી માં થી વહેતું લોહી ડો.રજત ના મોઢા માં છંટકાવ કરે છે.

ડો.રજત ના મોઢા માં લોહી જતા ની સાથે જ પલક ની આત્મા ડો.રજત નું શરીર છોડી દે છે. શરીર વગર ની હાફળી ફાફળી થયેલી આત્મા એટેલે કે એક ધૂંધળી આકૃતિ આમ થી તેમ જવા નો પ્રયત્ન કરતી હોય છે. શક્તિઓ ઓછી થવા ને લીધે શરીર ની શોધ માં વધારે દૂર પણ તે જઈ શકતી નથી. જય તેનો હાથ ઊંચો કરી ને તે ધૂંધળી આકૃતિ પર પોતાનું લોહી છાંટે છે. પલક ની ધૂંધળી આકૃતિ ને જય લોહી સ્પર્શ કરતા ની સાથે જ તેમાં થી કાળા ધુમાડા નીકળવા લાગે છે અને પલક ચીસો પાડવા લાગે છે. તેની ચીસો એટલી તીવ્ર હોય છે કે હોસ્ટેલ માં રહેલી દરેક કાચ ની વસ્તુઓ તૂટવા લાગે છે. જય ખંજર થી પોતાના હાંથ માં બીજો કાપો મૂકે છે અને તે આત્મા પર લોહી રેડે છે. થોડી જ વાર માં તે આત્મા સંપૂર્ણ લોહી થી ઢંકાઈ જાય છે અને અચાનક ચીસો સંભળાતી બંધ થઈ જાય છે આત્મા કાળા ધુમાડા માં ક્યાંક વિલુપ્ત થઈ જાય છે. પિયુષભાઈ એ જણાવ્યા મુજબ ની વિધિ થી જય દુષ્ટ આત્મા નો નાશ કરે છે.

જય ખૂબ લોહી વહી ગયું હોવાથી ત્યાં ઢળી પડે છે. કાનજીભાઈ અને પિયુષભાઈ, નેહા અને મિસ.ઋજુતા ની મદદ લઈ ને ડો.રજત, ખુશી નીયા અને જય ને તાત્કાલિક સારવાર હેતુ હોસ્પિટલ માં લઇ જાય છે. સામાન્ય સારવાર બાદ ડો.રજત ભાન માં આવી જાય છે, ત્યાર બાદ થોડા જ સમય માં ખુશી પણ ભાન માં આવી જાય છે. પરંતુ નીયા અને જય ની હાલત વધારે ખરાબ હોવાથી જય ને તાત્કાલિક લોહી ચઢાવવામાં આવે છે અને નીયા ને નાક નું હાડકું તૂટી ગયું હોવાથી તેને શ્વાસ લેવા માં તકલીફ પડતી હોવાથી તેને આઇસીયુ માં દાખલ કરવી પડે છે. ડોક્ટરો ની મહેનત થી બે કે ત્રણ દિવસ માં નીયા પણ ભાન માં આવી જાય છે. જય ને પણ પૂરતું લોહી ચડાવવા થી તે પણ સ્વસ્થ થઈ જાય છે. ડો.રજત નીયા ના પરિવાર ને તાત્કાલિક ઘટના ની જાણ કરે છે અને નીયા ને ભાન માં આવ્યા બાદ તેને થોડા દિવસ હોસ્પીટલ માં રાખે છે અને સ્વસ્થ થતાં થોડા દિવસ ઘરે રહી આરામ કરવા જણાવે છે.

ડો.રજત ને નીયા અને જય મૃત ગાર્ડ ના પરિવાર ના ભરણપોષણ ની જવાબદારી સ્વીકારવાની વાત કરે છે. ડો.રજત ગાર્ડ ના પરિવાર ને બોલાવી ને તમામ વાત કરે છે અને જય અને નીયા તેમની જવાબદારી લેવા તૈયાર છે તેવું પણ જણાવે છે. સામાન્ય માણસો હોવા ને લીધે તે લોકો પણ કોઈ પોલીસ કેસ ની માથાકૂટ માં પાડવા નથી માગતા તેવુ જણાવે છે.નિલેશભાઈ નો પરિવાર દુઃખી હૃદય એ ભગવાન ને મંજુર હતું તે થયું તેમ નિલેશભાઈ ના માઠા સમાચાર સ્વીકારે છે. બાકી ના ખૂન ક્યાં અને કેવીરીતે થયા તેની કોઈ ને જાણ ન હતી. નીયા નો પરિવાર ભવિષ્ય માં કોઈ ખૂન નો આરોપ નીયા પર આવશે તે વિચારી ને ચિંતા કરતા હતા. ડો.રજત તેમને સમજાવે છે અને કહે છે કે જો આવો કોઈ કેસ થાય તો પેરાનોર્મલ એક્સપર્ટ ની મદદ થી નીયા ને નિર્દોષ સાબિત કરી શકાશે તેવી સાંત્વના આપે છે.

જય અને નીયા પણ નીયા ના સ્વસ્થ થવા પછી પોતાનું ભણતર પૂર્ણ કરી ને લગ્ન ગ્રંથિ થી જોડાય છે આજે પણ જ્યારે જ્યારે નીયા ને પોતે કરેલા કતલ ની યાદ આવે છે ત્યારે તે દુઃખી થઈ જાય છે પણ જય તેને જે થયું તે તારા થી અજાણતા અને પલક ના વશ માં રહી ને થયું છે તેવી સાંત્વના આપી સમજાવી લે છે.

સમાપ્ત

મારી આ રચના વાંચવા બદલ દરેક વાંચક નો હું આભાર વ્યક્ત કરું છું. અને જો કોઈ નાની મોટી ક્ષતિઓ કે ટાઇપિંગ મિસ્ટેક રહી ગઈ હોય તો તે બદલ હું ક્ષમા ચાહું છું.