જતીન ભટ્ટ (નિજ) પ્રસ્તુત એક હાસ્ય રચના :
પર્લ: પર્લ ખાઓ લાઇટ હો જાઓ :
પ્રસ્તુત જાહેરાત માં એક છોકરી છોકરાને હાર પહેરાવવા પર્લ ખાઈને હવા માં અધ્ધર થાય છે, તે actually પર્લ ખાવાથી નઈ પણ એનાથી જે ગેસ ઉત્પન્ન થયો છે એનાથી...
પેપ્સી : યે દિલ માંગે મોર :
અલા કોડા (અમે નાના હતા ત્યારે મોટી મોટી આંખો વાળા ભાઈબંધો ને કોડા કહેતા) તારે મોર નું શું કામ, કઈ પ્રોબ્લેમ તો નથી ને તારામાં, માંગે તો ઢેલ માંગ, પણ મોર?!!!!!
બુસ્ટ (energy drink)-બુસ્ટ ઈસ ધ સિક્રેટ ઓફ અવર એનર્જી:
અલા કોડા, એ તો તમને અડધો ડઝન છોકરા થયા ત્યારે જ ખબર પડી ગયેલી,...
માણેકચંદ- ઊંચે લોગ ઊંચી પસંદ :
એ તો તને અને તારી વાઇફ ને જોતા જ ખબર પડી ગયેલી, કેમ કે એ પણ તારી જેમ જ 6.2 ફૂટ ની છે...
માઉન્ટન ડયૂ :ડર કે આગે જીત હૈ:
એતો તમારી પત્ની ને તમારા લફરાં ની ખબર પડી જાય ત્યારે આ તમારું' ડયૂ' પીજો અને બોલજો કે ડર આગે કે જીત હે, લાકડી એ ને લાકડીએ મારશે, પહેલાં ઓર્થોપેડિક ની એપોઇન્ટ મેન્ટ લઈ જ લેજો...
કોકા કોલા : પીઓ સર ઊઠા કે :
હવે ખબર પડી કે પેલો ચંદુ કાયમ કેમ ગળા નું કોલર પહેરે, એને શું ખબર કે આ સ્લોગન કહેવાય, પાણી ને પણ માથું ઊંચું કરીને પીએ, એમાં ભાઈનું ડોકું ઊંચું જ રહી ગયું, ને હવે એ નીચું આવતુ જ નથી...
બિગ બજાર : સબસે સસ્તા ઓર અચ્છા કહી નહીં મિલેગા :
આ વન લાઇનર પર આંધળો વિશ્વાસ કરી , તમારી ધર્મપત્ની એ ખરીદી કરી કરીને દેવું કરી નાખ્યું છે અને તમે હવે માથા ના વાળ ખેંચી ખેંચીને ટાલ કરી નાખી છે એવું અમને તમારી બાજુવાળા એ કીધેલું છે...
મેન્ટોસ - દિમાગ કી બત્તી જલા દે:
જલાવ, જલાવ, તું મેન્ટોસ ખાયા જ કર, એકલું અમને નઈ પણ તારી ઘરવાળી ને પણ ખબર છે કે તારામાં દિમાગ નામની કોઈ વસ્તુ જ નથી...
પ્રિયા ગોલ્ડ બિસ્કીટ : હક સે માંગો :
એ તો તું જાહેરાત નું સ્લોગન વાંચીને વગર પૈસે પેલા મારવાડી ની દુકાન માં માંગવા ગયો હતો અને પેલા એ તને સખત ખખડાવી ને કાઢી મૂકેલો એવું અમને પેલા ચંદુ એ કહ્યું હતું...
રેડિયો મિર્ચી – મિર્ચી સૂનને વાલે ઓલવેઝ ખુશ :
ખાલી સાંભળજે, બીજો કોઈ ઉપયોગ ના કરતો, એમ પણ તારો સ્વભાવ અવળચંડો જ છે...
Vicks– Vicks કી ગોલી લો ખીચ ખીચ દૂર કરો:
તારી ખીચ ખીચ દૂર કરવા અમારે જ લેવી પડે છે...
LIC :જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી :
પેલા ગોટયાએ બે જણ ની પોલિસી સાથે લીધી અને એ પણ 50 50 લાખની, એક એની ઘરવાળી ની અને બીજી..GF.. ની, થઈ ગયું ને જિંદગી(યાને પત્ની) કે સાથ ભી જિંદગી કે બાદ ભી,...
સર્ફ :દાગ અચ્છે હે :
પેલા ચંદુ નો છોકરો પણ ચંદુ જેવો જ, જાહેરાત જોઈ ને કપડા પર ડાઘા પાડીને ઘેર તો ગયો, પછી મમ્મી એ જે લીધો, જે લીધો,જે લીધો, પેલો ચંદુ ય રૂમ ની બહાર ના નિકળ્યો...
રસના : આઇ લવ યુ રસના ... :
અમારો ભગો એક વખત રસના પીને જોર થી બોલ્યો કે આઈ લવ યુ રસના, તો પેલી રચના એ બહુ માર્યો, માંડ માંડ સમજાવી કે રચના નઈ, રસના બોલ્યો હતો... (પણ પછી ભગા એ અમને ખાનગી માં કહેલું કે હું રચના જ બોલેલો)
કોલગેટ : સ્માઇલ કરો ઓર શરૂ હો જાઓ :
આમાં ને આમાં જ આપણા ભારત દેશ ની વસ્તી વધતી જ જાય છે, ને એટલે જ સરકાર ને પણ બે બસ વાળો કાયદો લાવવો પડે છે...
.
.
.
.
..
.
.
.
જતીન ભટ્ટ (નિજ)