અભય ( A Bereavement Story ) - 5 Pooja Bhindi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભય ( A Bereavement Story ) - 5

માનવીની રજાઓ પુરી થવામાં માત્ર ત્રણ દિવસની જ વાર હતી.દિલ્હી એક દિવસ વહેલી જાય તો બધો સામાન શાંતિથી ગોઠવાઇ જાય.તેથી તે પેકીંગ કરી રહી હતી.થોડી વાર બાદ તેના મમ્મી આવ્યા.

બેટા તું આ નાસ્તો તો ભૂલી જ ગઇ.સ્નેહલબેન કહે છે.

મમ્મી, હું હોસ્ટેલે નહીં જતી. ત્યાં તો બધું મળે જ છે ને. તું શા માટે ખોટી મહેનત કરે છે?

અરે બેટા, ઘરનું એ ઘરનું. તારે થઇ ગયું પેકીંગ.

હા હો.બધું કમ્પ્લીટ.

સારું લાવ તને માથામાં તેલ નાખી દવ. ખબર નહીં પાછી તો તું ક્યારે આવીશ. સ્નેહલબેન સોફા ઉપર બેસે છે.
માનવી ત્યાં નીચે બેસી જાય છે.

બેટા તારો હવે આગળનો શું વિચાર છે? સ્નેહલબેને માનવીના વાળ બાંધતા બાંધતા પૂછયું.

બીજું કહીં તો નહીં મમ્મી પણ હું મારી જોબમાં મારું હન્ડ્રેડ પરસન્ટ આપીશ.

હમ્મ.. એ તો તું આપીશ જ. મને તારા પર પુરો વિશ્વાસ છે. પણ તે તારા લગ્ન વિશે કંઇ વિચાર્યું છે?

ના મમ્મી. અત્યારે તો હું ફક્ત મારા કરિઅર ઉપર જ ધ્યાન આપવા માંગુ છુ.માનવીએ ધીમેથી કહ્યું.

કંઇ વાંધો નહીં બેટા. આ તો મારા ધ્યાનમાં એક છોકરો છે એટલે તને પૂછ્યું. આ જો મારા મોબાઇલમાં તેનો ફોટો પણ છે. સ્નેહલબેને પોતાનો મોબાઇલ માનવીને આપતા કહ્યું.

પણ મમ્મી …..

અરે બેટા ખાલી ફોટો તો જોઇ લે.

માનવી ફોન હાથમાં લઇ ફોટા પર નજર કરે છે.

પ્રતીક….માનવી આશ્ચર્યથી બોલી ઉઠે છે.મમ્મી આ તો પ્રતિકનો ફોટો છે.

હા બેટા.પ્રતિકનો જ છે.

હા મમ્મી.પણ તું એને એટલો બધો થોડીને ઓળખે છે કે મારા માટે પસંદ કરી લે.

માનવી,ગઇ વખતે તારી રજામાં આપડે પંજાબ ગયા હતાને. પણ ફ્લાઈટ કેન્સલ થઇ હતી.એટલે તે દિવસે પ્રતિકના ઘરે નહોતાં ગયા.

હા.

હા ત્યારે મને પ્રતિકના મમ્મીનો સ્વભાવ સારો લાગ્યો.એટલે મેં તેમના ફોનનંબર લઇ લીધા હતા.પછીતો અમારી ઘણી વાર વાતો થતી હોય છે.પાછો પ્રતીક તારી સાથે જ છે તેથી તને પણ તેના સ્વભાવની ખબર હશે.કાલે જ્યારે પ્રતિકના મમ્મીનો ફોન આવ્યો ત્યારે તેમણે મને પૂછ્યું હતું તારા વિશે.

તો તે શું જવાબ આપ્યો?

અત્યારે તો મેં એમની પાસે થોડો સમય માંગ્યો છે. એમ પણ મારે મારી દીકરીને થોડો સમય મારી પાસે પણ રાખવી છે.કેટલા સમયથી દુર છો તું.સ્નેહલબેને પોતાની આંખોમાં આવી ગયેલ આંસુ લુછતાં કહ્યું.

અરે આ શું ઇમોશનલ સીન ચાલી રહ્યો છે.માનવીની ભાભી ગતિએ સ્નેહલબેનને રડતાં જોઈને કહ્યું.

પોતાની હાથમાં પકડેલો ચાનો કપ તેણે સ્નેહલબેનને આપ્યો.

અરે કહીં નહીં બેટા. તું માનવીને કંઇ પેકીંગ રહી ગયું હોય તો મદદ કરાવ હું હવે નીચે જાવ.સ્નેહલબેને ચા પીતાં પીતાં કહ્યું.

હા મમ્મી.

સ્નેહલબેન નીચે જાય છે.

મમ્મીએ પ્રતીક વિશે કંઇ વાત કરી?ગતિએ પૂછ્યું.

હમ્મ…

શું વિચાર છે તારો?

માનવી કંઇ જવાબ આપતી નથી.

શું થયું માનવી?

ભાભી પહેલાં મારે મારું લક્ષ્ય પૂરું કરવું છે. અભયને ન્યાય અપાવવો છે.

હમ્મ.તો તને લાગે છે કે પ્રતીક સાથેનું તારું નવું જીવન તારું લક્ષ્ય પુરું કરવામાં અડચણ બની શકે છે. ગતિએ માનવીના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, “જો તું લગ્ન વિશે વિચાર તો અભય માટે તારા મનમાં જે લાગણીઓ હતી એ પુરી થઇ જશે?શું પ્રતીક સાથે તારું દાંપત્યજીવન શરૂ કર્યાં બાદ તારું લક્ષ્ય ભુલાઈ જશે?શું પ્રતીકને ન્યાય અપાવવાનાં તારા પ્રયત્નો ઓછા થઇ જશે?શું તું જીવનમાં આગળ વધીને અભય સાથે અન્યાય કરીશ?"

માનવી ગતિની સામે જુએ છે.ગતિએ માનવીના માથામાં હાથ ફેરવ્યો અને કહ્યું, “મારી વ્હાલી નણંદ, જીવન ઘણું લાબું છે. એને એકલા પસાર ન કરી શકાય. શું તું અભયને તારી એકલતાનું કારણ બનાવવા માંગે છે?

માનવી નકારમાં માથું હલાવે છે.

તું તારે તારો સમય લે.તારા પર કોઈજ દબાણ નથી.સરખું વિચારી જો પણ નિર્ણય સાચો લેજે.

હમ્મ.માનવી ગતિના ખોળામાં માથું રાખી સુઇ જાય છે.


( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)