હમ્મ.માનવી ગતિના ખોળામાં માથું રાખી સુઇ જાય છે.
…
દિલ્હી
માનવી એરપોર્ટની બહાર નીકળી પ્રતીકને શોધે છે. ત્યાં જ સામે પ્રતીક હાથ ઉંચો કરતો દેખાયો.બધો સામાન ગાડીની ડેકીમાં રાખી તેઓ એરપોર્ટથી નીકળ્યા.
મોટેભાગે પ્રતીક ચુપ ન રહેતો પણ આજે અડધો રસ્તો કપાઇ ગયો હતો છતાં પણ પ્રતીક કંઇ બોલ્યો નહતો.
પ્રતીક કેવું રહ્યું વેકેશન?માનવીએ વાત ચાલુ કરતાં પૂછ્યું.
હે….હા સારું રહ્યું.પ્રતિકે વિચારોમાંથી બહાર આવતાં કહ્યું.
માનવી, આઈ એમ સો સોરી.પ્રતીકે માનવીની સામે જોતા કહ્યું.
સોરી પણ કેમ?
સ્નેહલઆન્ટીએ તને કઇં વાત કરી?
અ.. હા. માનવીએ ટુંકમાં જવાબ આપ્યો.
યાર મને તો કંઇ ખબર જ નહોતી. મને તો બીજે દિવસે સવારે ખબર પડી. તું પ્લીઝ મારા વિશે કંઇ ખોટું ન વિચારતી.
નો નો. ઇટ્સ ઓકે. આમાં તારે કંઇ સોરી ફીલ કરવાં જેવું નથી.
થેન્ક્સ.પ્રતીક સાઈડમાં ગાડી ઉભી રાખે છે.
માનવી,તું થોડી વાર ગાડીમાં બેસ.મારે અહીંથી એક પાર્સલ લેવાનું છે. હું લઇ આવું.
ઓકે.
પ્રતીક પાર્સલ લેવા ગયો.એકલી પડેલી માનવી આજુબાજુની બિલ્ડીંગ જુએ છે.એક બિલ્ડિંગ જોઈને તેની નજર ત્યાં સ્થિર થઇ ગઇ.બિલ્ડિંગમાં મોટા અક્ષરે લખ્યું હતું “સાક્ષી હોસ્પીટલ”.
…
દિલ્હી ૨૦૧૨
માનવીને ફૂડ પોઇઝનિંગ થયું હતું. તેથી તેને સાક્ષી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા.સવારના છ વાગ્યાં હતાં. માનવી રૂમ નંબર 37માં આરામ કરી રહી હતી. સ્નેહલબેન પલંગની સમેના સોફા પર જ સુઇ ગયા હતાં. માનવીના પપ્પા રાકેશભાઈ વ્હેલી સવારે ફ્રેશ થવા માટે ઘરે ગયા હતાં.
રૂમ નંબર 37નો દરવાજો ખોલી અભય અંદર આવ્યો.દરવાજાના અવાજથી સ્નેહલબેન જાગી ગયા.
કેમ છે માનવીને હવે?
અત્યારે સારું છે બેટા.
આંટી આ મમ્મીએ તમારા માટે નાસ્તો અને ચા મોકલાવી છે. અભયે થેલી આપતા કહ્યું.
અરે બેટા એની શું જરૂર હતી.
આન્ટી તમે ફ્રેશ થઇ જાવ.હું માનવી સાથે છું.
પણ બેટા આજેતો સ્કૂલમાં પ્રોગ્રામ નથી.
હા છેને. પણ મારે તો સાત વાગ્યે પહોવાનું છે.
ઠીક છે બેટા. પણ માનવી પાસે જ રહેજે.
હા આન્ટી. તમે ચિંતા ન કરો. સ્નેહલબેન રૂમ સાથે અટેચડ બાથરૂમમાં નહાવા જાય છે.
અભય માનવીની બાજુમાં ખુરશી રાખીને બેઠો. તેણે માનવીનાં માથાં પર હાથ ફેરવ્યો. માનવીએ ધીમે ધીમે આંખો ખોલી.
કેમ છે તને?
અત્યારે તો થોડુંક સારું છે. માનવીએ ઉભી થવાનો પ્રયત્ન કર્યો પરંતુ વિકનેસ હોવાથી તે ઉભી ન થઇ શકી.તેથી અભયે તેને ટેકો દઇ ઉભી કરી અને ઓશીકાનાં ટેકે બેસાડી.
શું યાર માનવી તારે અત્યારે જ બીમાર થવું ‘તું.હવે પ્રોગ્રામમાં મારા ફોટા કોણ પાડશે.
એટલે તને ચીંતા મને ફૂડ પોઇઝનિંગ થયું એની નથી પણ તારા ફોટા કોણ પાડશે એની છે એમ.
હાસ્તો વળી.
યુ…તો જા અહીંથી મારે તારું કઇં કામ નથી.
હા તો મને ક્યાં અહીં રહેવાનો શોખ છે.આતો આન્ટીએ કહ્યું એટલે હું ના ન પાડી શક્યો.
હમ્મ…માનવીએ ટુંકમાં જવાબ આપ્યો.
અરે શું થયું મેડમ?
અભય, હું કેટલી એક્સાઇટેડ હતી આજના કોમ્પિટિશન માટે. છેલ્લા એક મહિનાથી હું ડાન્સની પ્રેકટીસ કરું છું. અને છેલ્લી ઘડીએ હું બીમાર પડી.
કંઇ વાંધો નહીં માનવી.કોમ્પિટિશન તો આવતા રહેશે. તું બીજા કોમ્પિટિશનમાં ભાગ લઇ લેજે. અને એમ પણ આ વખતે બેસ્ટ પર્ફોર્મન્સનો અવોર્ડતો મારી સ્પીચને જ મળવાનો છે ને.તારે ખોટે ખોટું હારી જવું એના કરતાં વધારે સારું તો એજ છેને કે તું ભાગજ ના લે.
હમ્મ.. પેલા તો હું ખાલી વિચારતી જ હતી પણ હવે તો પાકું જ છે. નક્કી તે જ મારા નાસ્તામાં કંઇક ભેળવી દીધું હશે.કારણકે મારો પર્ફોર્મન્સ એટલો સરસ હતો કે તારી સ્પીચ તો એને ટક્કર મારી જ ના શકત.એટલે તે આ રસ્તો લીધો.માનવી હસતાં હસતાં કહે છે.
અભયે માનવીનો હાથ પકડ્યો.આજે માનવીને અભયનો સ્પર્શ કંઇક અલગ જ લાગ્યો.
માનવી,શું તને લાગે છે કે હું એક એવોર્ડ જીતવા તને નુકશાન પહુચાડું.અભયે માનવીની આંખોમાં જોઇ ગંભીરતાથી પૂછ્યું
.
અરે અભય હું તો મજાક કરતી હતી. તું તો સિરિયસ થઇ ગયો.માનવીએ નીચી નજર કરી કહ્યું.
અરે ના માનવી. અભયે પોતાનો હાથ પાછો લઇ લીધો.
અમમ..હું સ્કુલથી સીધો અહીં જ આવીશ.
લગભગ તારે અહીં ધકો ખાવાની જરુર નહીં પડે.પપ્પાએ ડોક્ટરને પૂછ્યું ‘તું.અત્યારે એક બાટલો ચઢાવી,ચેકઅપ કરી રજા આપી દેશે.એટલે સીધા હવે ઘરે જ મળીશું.
હા બેટા,હવે તારે અહીં ધકો ખાવાની જરૂર રહેશે નહીં. સ્નેહલબેને બહાર આવતાં કહ્યું.
ઓકે આન્ટી.હું હવે જાવ.
બાય માનવી. ટેક સર.
બાય અભય બપોરે મળ્યા.
પણ બંનેમાંથી કોઈને ખબર નહતી કે આ બંનેની છેલ્લી મુલાકાત હતી!
...
( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)