મારા કાવ્યો - ભાગ 11 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા કાવ્યો - ભાગ 11

પ્રકાર:- કાવ્યો
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



ઉગતો છોડ

ઉગતો છોડ જુઓ પાર કરે
વિઘ્નો કેટલાંય - માટી, પાણી,
વરસાદ, ભૂકંપ, રેલ, દુકાળ...
ને તોય મક્કમ મનોબળ એનું,
નીકળે એની કૂંપળો હળવેથી!!!
ન હારે હિંમત એ, ઉગે જોઈ આકાશ...
આ જ શીખો જોઈને આ
ઉગતો છોડ, ન હારવું ક્યારેય
આવે પરિસ્થિતી ગમે તેવી!!!

આવું જ છે એક નાનું બાળ,
એ તો છે એક ઉગતો છોડ,
જેવું સિંચન તેવો પાક!!!
શીખવો એને માનવતાનાં પાઠ,
એ તો છે એક ઉગતો છોડ...
વળી જશે એ જેમ વાળશો એમ,
થશે જ્યારે એક મજબૂત ઝાડ,
નહીં વાળી શકો એને કરો
પ્રયત્ન વારંવાર...
બનશે એ ઝાડ તો તોડવું પડશે એને
પણ ઝુકશે નહીં એ ક્યારેય.....

છે સમય એને નાજુક બનાવવાનો,
જ્યારે છે એ ઉગતો છોડ......
શીખશે એ બધું જ અનુકરણ થકી,
તો કરીએ આચરણ રાખી સંભાળ!!!

શીખવે એ ઉગતો છોડ, ઉગવું ત્યાંથી
જ્યાંથી કાપ્યા કોઈએ, ન માનવી હાર
કોઈનાં શબ્દો થકી.
કરવું સ્વવિકાસ વિના થયે નિરાશ,
દુનિયા તો છે વિવિધરંગી,
આજે સાથે ને કાલે સામે!!!

છે ઉગતો નાનો છોડ બાગમાં,
છે ઉગતો નાનો બાળ ઘરમાં!
માંગે બંને જ કાળજી બહુ...
રાખવું બંનેને સંભાળીને બહુ...



સામો પ્રવાહ

હોય લાગણીમાં જ્યારે ઓટ,
લાગે બધું સામા પ્રવાહે!

હોય અપેક્ષાઓ જ્યારે વધારે,
લાગે બધું સામા પ્રવાહે!

હોય પ્રેમ જ્યારે એકતરફી,
લાગે બધું સામા પ્રવાહે!

કરવું પડે જ્યારે સમાધાન,
લાગે બધું સામા પ્રવાહે!

મન જ્યારે અટવાય વિચારોમાં,
લાગે બધું સામા પ્રવાહે!

થાય દિલમાં કોઈક અણસાર,
લાગે બધું સામા પ્રવાહે!



લાગણી

ભીંજવે ચોમાસું કોઈનાં તનને,
તો ભીંજવે ચોમાસું કોઈનાં મનને!
થાય છે કોઈક ખુશ વરસાદમાં પલળીને,
તો ખુશ છે કોઈ લાગણીમાં પલળીને!

નથી જોઈ શકાતા આંસું એનાં જે
પલળે છે વરસાદમાં, અને
નથી રોકાતા આંસું એનાં જે પલળે
છે લાગણીની ભીનાશમાં.

ચોમાસું તો આવશે બે ત્રણ મહિના,
પલાળી જશે લાગણીઓને સદા માટે!
રચાશે કંઈ કેટલીય પ્રણયકથાઓ,
પલળતા વરસાદમાં,
છોડી જશે એમાંની કેટલીક,
આંસું આંખોમાં......

મજા કરે છે કોઈક ચોમાસું આવતાં,
ને ચિંતા કરે છે કોઈક ક્યાં રહીશ
ચોમાસું આવતાં?
નીકળે છે વરસાદમાં પલળવાને કોઈક,
તો મજબૂરી છે કોઈની પલળવાની!



છેલ્લો પ્રેમ

પ્રેમ કર્યો માતા પિતાને,
પ્રેમ કર્યો ભાઈ બહેનને,
પ્રેમ કર્યો મિત્રોને,
પ્રેમ કર્યો સગા સંબંધીઓને,
પ્રેમ કર્યો ગુરૂજનોને,
પ્રેમ પ્રેમ કર્યો વિદ્યાર્થીઓને,
.
.
.
ન મળ્યો તોય સંતોષ તો
પ્રેમ કર્યો પુસ્તકોને!!!
મળ્યો ઘણો આનંદ અને
મળ્યું પુષ્કળ જ્ઞાન!!!
.
.
.
તોય લાગ્યું કે છે કંઈક અધૂરું,
તો સમય કાઢ્યો કરવા
પોતાની જાતને પ્રેમ,
થયો સંતોષ, ઓળખી પોતાની જાતને!!!
અને તોય હજુ લાગ્યું કંઈક ખૂટતું,
ન પડી સમજ કે કેમ થાય આવું?
.
.
.
અંતે
શરુ કર્યો પ્રેમ પ્રભુ પ્રત્યે,
ને શરુ થયો ઉત્સવ નિજાનંદમાં રહેવાનો!
થઈ કંઈક અલગ જ અનુભૂતિ,
બન્યું વ્યાકુળ મન અચાનક જ શાંત!
ન રહ્યું દુઃખ કોઈનાં દુઃખી કરવાથી,
કે ન થયું દુઃખ કોઈનાં ચાલ્યા જવાથી!
.
.
.
શરુ કર્યો પ્રેમ જ્યારથી પ્રભુને,
શરુ થયો મેળવવાનો લ્હાવો જીવનનો!!!
થયું મન દુનિયાથી અલિપ્ત,
મળવા લાગ્યો આંતરિક આનંદ!!!
.
.
.
બસ, આ જ છે મારો છેલ્લો પ્રેમ,
મારા ભગવાન સાથેનો મારો પ્રેમ🙏



રેતીનું શહેર

દરિયાકિનારે બાંધ્યું એક રેતીનું ઘર,
નાનું પડયું તો બાજુમાં ફરી બાંધ્યું
એક મોટું ઘર,
આમ કરતાં કરતાં બંધાઈ ગયું
એક મોટું રેતીનું શહેર!!!

શીખ્યું એ નાનું બાળક બાંધતા આ
રેતીનું શહેર,
હોય વ્યક્તિ પાસે ગમે એટલું તોય
પડશે એને ઓછું જ.....

થોડો સમય થયો ત્યાં તો આવ્યું
એક જોરદાર મોજું!
લઈ ગયું પોતાની સાથે આખુંય એ
રેતીનું શહેર.....

ફરીથી શીખ્યું એ બાળક,
નથી કંઈ પણ સ્થાયી અહીં,
શાને રાખવી મોહમાયા, કરવું
ભેગું ખપ પૂરતું જ!!!!!



આભાર🙏

સ્નેહલ જાની