કનક અજાણ્યા લોકો સાથે ડરેલી બેઠી હતી. આખા રસ્તામાં કોઈજ કાંઈ ન બોલ્યું. પૂર ઝડપે ગાડી શહેર તરફ ભાગી રહી હતી. અધીરાજના માનસપટલ પર કનકને ગાડીમાંથી ક્યાંક જંગલમાં ફેંકી દેવાના વિચારો ઘૂમતા હતા. પણ એવું ન કરી શકવાની મજબુરીના લીધે ખૂબજ ગુસ્સામાં ગાડી ચલાવતો હતો.
થોડીજ વારમાં અધીરાજ મલ્હોત્રાનું ઘર આવી ગયું. તેનું ઘર કોઈ મહેલથી ઓછું ન હતું. દિવાલ પર મલ્હોત્રા'ઝ વીલા નામની કાચની નંબર પ્લેટ લાગેલી હતી. ગેટ પાસે ગાડી ઉભી રહી ત્યાંજ બે ગાર્ડએ દરવાજો વચ્ચેથી બંને બાજુ ખોલ્યો. રસ્તાની બંને બાજુ મોટું ગાર્ડન હતું. ગાડી આગળ વધી. ઘરની સાઈડમાં ગાડી ઉભી રાખી બધા નીચે ઉતર્યા. તેમની પાછળ સરપંચની મારુતિ પણ અંદર પ્રવેશી. નોકર પણ તેમની મારુતિને અજીબ હાવભાવ સાથે જોઈ રહ્યા.
બધાં ઘરના પ્રવેશ્યા. મહેલ જેવું ઘર જોઈને કનકના કાકીની તો આંખો જ પહોળી થઈ ગઈ. ખૂબજ સુંદર અને મોટું ઘર હતું. ઘરમાં રહેલ લાઇટસ, ફર્નીચર, સોફા, કાચની વસ્તુઓ, દીવાલે લાગેલી પૈટીંગ્સ, હોલમાં ઉપર લટકતું વિશાળ જુમ્મર અને બીજી અસંખ્ય વસ્તુઓ પોતાની અમૂલ્ય કિંમત દર્શાવતી હતી.
સામેથી અધીરાજનો મોટો દીકરો વિવેક અને તેની પત્ની મોના આવ્યા. તેઓની આશ્ચર્યભરી નજર બધાને સવાલ પૂછી રહી હતી.
"આ બધા કોણ છે ડેડ? "વિવેકએ પૂછ્યું.
"બધાઈ હોં, તારા નાના ભાઈના લગ્ન થઈ ગયા છે" અધિરાજે વિચિત્ર ભાવ સાથે કહ્યું.
"વ્હોટ?!આ શું મજાક છે ડેડ?" મોનાએ કનકની તરફ કતરાતા પૂછ્યું.
તે બંનેને પણ પહેલેથી છેલ્લે સુધી બધી વાત જણાવી. તેઓ પણ હેરાન હતા. વિવેકએ તો સરપંચનો કોલર પકડી લીધો પણ અધિરાજે તેને રોકી દીધો.
"કેમન, મહેમાનોને બહારના ગેસ્ટ હાઉસમાં લઈ જાવ." અધીરાજના કહેવાથી તરત જ એક નોકર તેમની પાસે આવ્યો.
"ઓકે સર." કહી તેણે સાથે આવેલા મહેમાનોને આવવા માટે કહ્યું. ત્યાંજ કનકના કાકી કઈ રીતે ચૂપ રહી શકે! તેઓ તરત બોલ્યા, "ઘરે આવેલી વહુની આરતી નહીં ઉતારો?! "
મલ્હોત્રા પરિવારના દરેક વ્યક્તિ કાકીને ધીત્કારની દ્રષ્ટિએ જોઈ રહ્યા.
સ્વર્ણાએ સામે ઉભેલી નોકર તરફ જોઈ કહ્યું, "નીના, મંદિરમાંથી પૂજાની થાળી લઈ આવ."
નીના તરત પોતાની માલકીનની આગ્નાનું પાલન કરતા મંદિરમાંથી પૂજાની થાળી લઈ આવી. સ્વર્ણાએ કનક અને યુવારાજના કપાળે ચાંદલો કરી આરતી ઉતારી બંનેનું સ્વાગત કર્યું.
"કેમન, હવે મહેમાનો થાકી ગયા હશે એમને એમની જગ્યા બતાવ." અધિરાજે દાંત ભીંસતા કહ્યું. એ બધા લોકો કેમનની સાથે ચાલ્યા ગયા. અહીં કનક એકલી અજાણ્યા ઘરમાં અજાણ્યા લોકો સાથે હતી. યુવરાજ ગુસ્સે થઈ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. મોના હજી પણ કનકને કતરાઈને જોઈ રહી હતી.
સ્વર્ણાએ બીજી એક નોકર તરફ જોતા કહ્યું,
"ટીના.... મેડમને અંદર લઈ જા અને સાંજના રિસેપ્શન માટે તૈયાર કર. યાદ રહે મલ્હોત્રા ફેમિલીની વહુ છે એ."
મોના મન હી મન વિચારતી હતી,'મોમ અને ડેડ ક્યાથી આ છોકરીને ઉપાડી લાવ્યા છે! એના કરતાં તો આ નોકરાણીએ કાંઈક સારા કપડા પહેર્યા છે. '
ટીના સ્વર્ણાની પાસે આવી અને બોલી, "જી મેમ, હું ખૂબજ સુંદર રીતે તૈયાર કરી દઈશ. આમ પણ મેડમ ખૂબસૂરત તો છે જ."
ટીના કનકને લઈને ઉપર રૂમમાં પહોંચી. કનકને માટે આ બધું જ નવીન હતું. તેનો એ ઘરમાં દમ ઘૂટાઈ રહ્યો હતો છતાં એ ચાહીને પણ ત્યાંથી જઈ શકે એમ ન હતી. ટીના જે રૂમમાં લઈ આવી હતી એ રૂમમાં બ્યુટી પાર્લરની તમામ વસ્તુઓ અને મોંઘી બ્રાંડ્સની કોસ્મેટિક આઇટમ મૌજૂદ હતી. ટીનાએ કનકને ફ્રેશ થવા કહ્યું અને પોતે કબટમાં રહેલ મોંધા કપડાઓ જોવા લાગી. કનક બાથરૂમની બહાર આવી તો ટીનાએ કોઈ એક વનપીસ સિલેક્ટ કરવા કહ્યું. જે કપડા તે જોઈ રહી હતી એ બધાજ સ્લીવલેસ નજરએ ચડતા હતા. કનકએ તેમાંથી કોઇજ કપડાં સિલેક્ટ ન કર્યા.
"બટ મેમ સાંજે તમારું રીશૅપ્શન છે, તમારે સૌથી વધુ ખૂબસૂરત દેખાવાંનું છે. જો એવું ન થયું તો સ્વર્ણામેમ મને જોબ પરથી કાઢી મૂકશે. "
"સ્લીવ લેસ પહેરવાની મને આદત નથી. હું કોઈ સાળી ન પહેરી શકું?" કનકે કહ્યું.
"અરે મેમ કેવી વાત કરો છો... તમારે મને થોડું પૂછવાનું હોય. હું હમણાં જ તમને મહેંગી અને ખૂબજ સુંદર સાળીઓ બતાવું છું." ટીનાએ કહ્યું અને બીજા કબટમાંથી સાળીઓ બતાવવા લાગી. તેમાંથી એક રેડ સાળી કનકે પસંદ કરી. જે સાવ પ્લેઈન પણ ચમકીલા દોરાથી બનેલી હતી. વ્હાઈટ બ્લાઉઝ અને સાળીની ફરતે કોરે વ્હાઇટ કલરની ચમકીલી પટ્ટી હતી જે સાળીને વધુ સુંદર બનાવતી હતી.
"વાવ મેમ તમારી પસંદ ખૂબજ સુંદર છે. પણ આ સાળી વધુ સુંદર ત્યારે લાગશે જ્યારે તમે આ સાળી પહેરશો. " ટીનાએ કહ્યું.
કનક હજી પણ ઉદાસ હતી. તેની લાલ આંખો જણાવતી હતી કે બાથરૂમમાં જઈને તે ખૂબ રડી હતી. તે પોતાની જાતને કોઈ કઠપૂતળી સમાન મહેસુસ કરી રહી હતી.
ટીનાએ કનકને ચેર પર બેસાડી પોતે અલગ અલગ સાધનો લઈ તેના વાળ સ્ટ્રેટ કરવા લાગી. કનક સામેના કાચમાં દેખાઈ રહેલા પોતાના પ્રતિબિંબને તાકી રહી. ટીના કનકને સાળી પહેરાવા લાગી ત્યાંજ જોરથી દરવાજો ખુલ્યો. જે દિવાલ સાથે અથડાતાં ટીના અને કનક થડ્કી ગઈ. સામે યુવરાજ ખૂબજ ગુસ્સામાં ઉભો હતો. કનકએ ત્યારે પુરી સાળી પણ પહેરી ન હતી. તેની સાળીનો પલ્લું ટીનાના હાથમાં હતો.
"સ.. સર તમે.... હું મેડમને તૈયાર...." ટીનાના હાથમાં રહેલ કનકની સાળીનો પલ્લું નીચે પડી ગયો.
"હવે મારે કહેવું પડશે કે રૂમની બહાર જા..!" યુવરાજે ટીના સામે ગુસ્સાથી જોતા કહ્યું. કનકની આંખો તેને ન જવા માટે કહી રહી હતી. ટીના નીચું જોઈ ખૂબજ ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ. યુવરાજ કનક તરફ આગળ વધ્યો. કનકના ધબકારા ડરને કારણે વધી ગયા. તેણીએ નીચે પડેલો સાળીનો પલ્લું ઉઠાવ્યો ત્યાં સુધીમાં યુવરાજ તેની સામે હતો. અને સાળીના પલ્લું પર તેનો પગ આવી જતાં કનક પલ્લુંને બ્લાઉઝ પર વીંટી ન શકી. એ સમયએ તેના ચહેરા પર ડર, શરમ અને અસહાયતાના ભાવ ઉપસી આવ્યા.
યુવરાજે કનકના બંને હાથ કોણીથી ઉપર ખૂબજ જોરથી પકડ્યા અને પાછળ દિવાલ સુધી લઈ ગયો.
"શું સમજે છે મને હ.... આમ ભોળું બનવાનું નાટક ન કર."
કનક પોતાની બંને આંખો બંધ કરીને ચહેરો બાજુ પર કરી દીધો. યુવરાજ તેની ખૂબજ નજીક હતો.
"હવે કઈ બોલીંશ મોઢા માંથી? આમ ચૂપ રહેવાનો શું અર્થ છે. તારા કાંઈજ ન બોલવાના કારણે આજે મારા લગ્ન તારી સાથે થઈ ગયા." યુવરાજ ખૂબજ જોરથી બોલ્યો.
"પ્લીઝ મને છોડો... મારા માટે પણ આ લગ્ન મજબૂરીમા થયા છે." કહેતા કનકની આંખોમાં આંસુ આવી ગયા હતા.
"તારે કારણે આ બધું થઈ રહ્યું છે... "યુવરાજે પોતાની પકડ વધુ મજબૂત કરી અને કનકને પોતાના તરફ ખેંચતા કહ્યું. કનકના હાથ યુવરાજની છાતી પર અથડાયા. કનકના નાજુક હાથ પર યુવરાજના હાથની ભીંસ તેને દર્દ આપી રહ્યા છે એવા ભાવ તેના ચહેરા પર ઉપસી આવ્યા.
"યુવી... આ શું કરી રહ્યો છે...?! " પાછળથી સ્વર્ણાનો અવાજ સંભળાયો. યુવરાજે કનકને છોડી અને તેનાથી દૂર થયો. કનકએ ઝડપથી નીચે પડેલો પલ્લું ઉઠાવી બ્લાઉઝ પર રાખ્યો. સ્વર્ણા તેને જોઈ રહી હતી. ફરી યુવરાજ સામે ગુસ્સાથી જોઈ બોલી, "આ શું કરે છે યુવી? કોઈ આવો વ્યવહાર કરે? આ લગ્ન તેના માટે પણ એક મજબૂરી હતી."
ત્યાંજ અધીરાજ પણ ત્યાં પહોંચ્યો, "યુવી ચાલ મારી સાથે.... યુવી તને કહું છું... ચાલ અહીંથી"
યુવરાજ ગુસ્સામાં ત્યાથી ચાલ્યો ગયો.
સ્વર્ણા કનકની પાસે આવી અને શાંતિથી કહ્યું, "યુવી તરફથી હું માફી માંગુ છું. એ થોડો પરેશાન છે એટલે તારી સાથે આવો વ્યવહાર કર્યો. એની જગ્યાએ કોઈ બીજું હોત તો એ પણ આવો જ વ્યવહાર કરત. તું યુવીની વાતનું ખોટું ન લગાડતી. "
કનકએ ખાલી માથું હકારમાં હલાવ્યુ.
"હું ટીના સાથે જમવાનું પણ મોકલુ છું. પહેલા જમી લેજે, સાંજે જમવાનું મોડું પણ થાય એટલે."
કહી સ્વર્ણા ત્યાંથી ચાલી ગઈ.
કનક પોતાના આંસુ લુછી જ રહી હતી કે ત્યાંજ વિવેક રૂમમાં પ્રવેશ્યો."કેમ કાંઈ થયું છે? શાયદ મેં તમારી આંખમાં આંસુ જોયા."
કનકએ કાંઈ જવાબ ન આપ્યો અને નકારમાં માથું ધુંણવ્યું. વિવેક કનકના શરીરને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો હતો. "બાય ધ વે આઇમ વિવેક. યુવીનો મોટો ભાઈ." કહી વિવેકે પોતાનો હાથ કનકની સામે ધર્યો. તેની સાથે હાથ મિલાવવો કે નહીં એ કંફ્યુઝનમાં પડેલી કનકએ કાંઈજ પ્રતિભાવ ન આપ્યો.
"આઇમ વિવેક... "વિવેકે ફરી કહ્યું. છેવટે કનકએ હાથ મિલાવ્યો અને પાછો હાથ લેવા ગઈ તો વિવેકે તેનો હાથ પકડી રાખ્યો અને કનકના શરીરને બેશરમીની નજરથી જોઈ રહ્યો.
ક્રમશઃ.....✍️✍️✍️