CHECKMATE - (part-8) Payal Sangani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CHECKMATE - (part-8)

ચેયર પર બેઠેલો એ વ્યક્તિ ઊભો થયો અને કનકની તરફ આગળ વધ્યો. તેના હાથમાં એજ છરી હતી. કનક કોઈ પત્થરની જેમ ઉભી હતી. એ છોકરો કનકની સામે આવ્યો. તેના હાથમાંથી છરી નીચે પડી ગઈ અને કનકને ભેટી પડ્યો. કનક પણ એ છોકરાને ભેટી પડી.

"સાહિલ... મારા ભાઈ... તું ઠીક તો છે?" કહેતા કનકની આંખોમાં આંસુ આવી ગયા.

"હા દીદી હું ઠીક છું. તને કઈ નથી થયું ને? " કનકથી દૂર થતાં એ છોકરાએ કહ્યું.

"મને કઈ નથી થયું સાહિલ... જ્યાં સુધી મમ્મી પપ્પાનાં મોતનો બદલો ન લઈ લવ ત્યાં સુધી કઈ થશે પણ નહીં!!" બદલાની ભાવના સાથે કનક બોલી.

"હા દીદી, આપડે બંને થઈને બદલો પૂરો કરશું."

"હું ડરી ગઈ હતી સાહિલ.... જ્યારે ઘરમાં પોલીસ તપાસ ચાલતી હતી તો મને થયું કે ક્યાંક તું પકડાઈ ન જા. " સાહિલના બંને ખભા પકડીને કનકએ ચિંતા જતાવી.

"તું ચિંતા ન કર. મને કોઇજ પકડી નહીં શકે. છેલ્લા બે વર્ષથી આ ઘરમાં આવવા માટે આપડે અનેક પ્લાન બનાવ્યા પણ દર વખતે નિષ્ફળતા જ મળી. છેલ્લે આ પ્લાન સફળ રહ્યો અને તું ઘરમાં પ્રવેશી ગઈ. આપડી મહેનતને બેકાર કેમ જવા દવ હું!! જ્યાં સુધી એ અધીરાજ મલ્હોત્રા સાથે બદલો નહીં લઇ લઈએ ત્યાં સુધી આ જંગ ચાલુ રહેશે. " આત્મવિશ્વાસ સાથે સાહિલ બોલ્યો.

"હા, ઘણી મહેનત બાદ આ ઘરમાં પ્રવેશ મળ્યો છે. હવે એક કદમ પણ પાછળ નથી હટવાનું. "

"પણ દીદી, હું એક વાત ન સમજ્યો. એ રાતે તે કિચનમાં કોને જોયું હતું? હું તો ત્યાં ન હતો!! "

"એ બસ એક નાટક હતું! રીશૅપ્શનની પાર્ટી ચાલુ હતી ત્યારે તું આ ઘરમાં ઘૂસી ગયો છે એ મને ખબર હતી. રાત્રે હું તને જ ગોતવા માટે બહાર નીકળી હતી. પછી ખબર પડી કે મારી પાછળ વિવેક આવી રહ્યો છે! એના ખરાબ ઈરાદાની મને જાણ હતી. પછી કિચનમાં જઈને રાડ પાડી એટલે એ ડરીને ત્યાથી ભાગી ગયો. ત્યાં સુધીમા ઘરના સભ્યો બહાર આવી ગયા હતા. તેમને કોઈ વાતમાં ઉલજાવા માટે જ મેં એમને ખોટું કહ્યું." કનકએ કહ્યું.

"ત્યાર પછી મેં એ હરામી વિવેકને ડરાવ્યો. અને બીજી રાત્રે ફરી અહીં છત પર એને ડરાવ્યો. ડરને લીધે એ નીચે પડ્યો અને મરી ગયો. હવે એ બંધ રૂમની તપાસ કરવાની છે. "

આશ્ચર્ય સાથે કનકએ પૂછ્યું,"તને પણ લાગે છે કે એ રૂમમાં કોઈ છે?! "

"હા, મેં સ્વર્ણાને એ રૂમમાં જતા જોઈ હતી. એ તાળાની ચાવી પણ એની પાસે જ છે. હું એ ચાવીની ડુપ્લીકૅટ ચાવી બનાવી લઈશ. ત્યાર પછી એ રાઝ પરથી પણ પડદો ઉઠી જશે. "

"મેં અધીરાજ મલ્હોત્રાના રૂમની તપાસ કરી હતી. ત્યાં કઈ ખાસ જાણકારી ન મળી. હું એના પર નજર રાખીશ. એના લીધે પપ્પાએ આત્મહત્યા કરી હતી. અને ન જાણે કેટલા લોકો સાથે એણે છળ કપટ કર્યું હશે! એના કર્યાની સજા એને જરૂર મળશે." કહેતા કનકની આંખમાં આંસુ અને ચહેરા પર ગુસ્સો હતો.

"દીદી, હવે તું જા. નહિતો કોઈકને શક થઈ જશે."
સાહિલએ ચિંતા જતાવી. કનકએ ફરી એક વખત પોતાના ભાઈને ગળે લાગી ત્યાથી ચાલતી થઈ. એ બંધ રૂમ પાસે તેના કદમ થોભ્યા. એક નજર દરવાજા પર નાખી અને ત્યાથી નીચે ઉતરી ગઈ. રૂમમાં આવી તો યુવરાજ હજી પણ સૂતો જ હતો. દરવાજો બંધ કરી એ તેની બાજુમાં સૂઈ ગઈ.

સવારે કનકએ અધીરાજને ફોન પર વાત કરતા સાંભળ્યો. "મારી જાન હું તને મળવા માટે આવું છું. એજ જગ્યાએ જ્યાં આપડે દર વખતે મળીએ છીએ."
કનકને ખૂબજ નવાઈ લાગી કે અધીરાજ ફોન પર આ રીતે કોની સાથે વાત કરી રહ્યો હતો! તેણીએ તેનો પીછો કરવાનું નક્કી કર્યું. પણ આગલી પળે જ એને યાદ આવ્યું કે જે જગ્યાએ તે જવાનો છે એના વિશે તો તેને કાંઈજ ખબર નહતી. એકાએક તેના મગજમાં આઈડિયા આવ્યો. એ તરત બહાર ગઈ. આજુબાજુ કોઈ જોતું નથી ને એવી તપાસ કરી અને અધીરાજની ગાડીની ડેકીમાં એ છુપાઈ ગઈ.
થોડીવાર પછી અધીરાજ ગાડી પાસે આવ્યો એવો અનુભવ કનકએ કર્યો. ગાડીમાં બેસી અધીરાજ નીકળી પડ્યો. ઘણા લાંબા રસ્તા બાદ ગાડી ઉભી રહી. કારનો દરવાજો ખુલ્યો અને બંધ થયો. કનક સમજી ગઈ કે અધીરાજ નીકળી ગયો છે. થોડીવાર પછી એ પણ હળવેકથી ડેકીની બહાર નીકળી. તેઓ જ્યાં આવ્યા હતા એ ફાર્મહાઉસ હતું. કનકએ આજુબાજુ નજર કરી તો ત્યાં બીજા કોઈ જ ઘર ન હતા. આ ફાર્મહાઉસ શહેરથી ઘણું દૂર હતું.

અધીરાજ મેઇનડોરથી ફાર્મહાઉસમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો. કનક હળવા પગલે આગળ વધી. ત્યાંજ તેનું ધ્યાન ત્યાં આવતી એક સ્ત્રી પર ગયું.કનક વાયુવેગે કારની પાછળ સંતાઈ ગઈ. આ ઘટનાક્રમ એટલી ઝલદી બન્યો કે કનકને એ સ્ત્રીનું મોં જોવાનો પણ વેંત ન રહ્યો. એ સ્ત્રીએ તેને નથી જોઈ એ વાતની ખાતરી થતાં તેણે રાહતનો શ્વાસ લીધો. ડોકું કાઢી મેઇનડોર તરફ જોયું તો એ સ્ત્રી અંદર દાખલ થઈ અને દરવાજો બંધ થયો.

હવે ત્યાં શું થઈ રહ્યું છે એ જાણવાની ઉત્સુકતા તેને ઓર વધી ગઈ. ફરી હળવા પગે આગળ વધી. દરવાજા કરતા બારીએથી તપાસ કરવાનું તેને યોગ્ય લાગ્યું. પણ એ બારી અંદરથી બંધ હતી. એ તરત બીજી બાજુની બારીએ જોવા ગઈ. અંદર કોઈને ખબર ન પડે એ રીતે બારી ધીમેથી ખોલી. સામેના દ્રશ્યને જોઈને તે હક્કી પક્કી રહી ગઈ . તેના મગજમાં જાણે તુફાન મચ્યું હતું. અધીરાજ કોઈ સ્ત્રીની બાહોમાં હતો. પણ એ સ્ત્રીને જોવામાં કનક નિષ્ફળ જઈ રહી હતી. ત્યાંજ અધીરાજએ સ્ત્રીને પોતાની બાહોની આગોશમાં લઈ સોફા પર લઈ ગયો.
હવે કનકને એ સ્ત્રીનો ચહેરો સાફ સાફ દેખાઈ રહ્યો. એ સાથે જ જાણે કનકનું હ્રદય બેસી ગયું. ધબકારા એટલા તેજ થઈ ગયાં કે તેને એ અવાજ ચોખ્ખો સંભળાઈ રહ્યો હતો.

ક્રમશઃ......✍️✍️

(અધિરાજ કોને મળવા ગયો હશે?? આખરે કોણ છે એ સ્ત્રી? શુ કનક પોતાના મકસત માં કામયાબ થશે?? જાણવા માટે વાંચતા રહો......📖📖)