CHECKMATE - (part-4) Payal Sangani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CHECKMATE - (part-4)

"આઇમ વિવેક... "વિવેકે ફરી કહ્યું. છેવટે કનકએ હાથ મિલાવ્યો અને પાછો હાથ લેવા ગઈ તો વિવેકે તેનો હાથ પકડી રાખ્યો અને કનકના શરીરને બેશરમીની નજરથી જોઈ રહ્યો. દરવાજે ઊભેલી મોના આ બધું જોઈ રહી હતી. તેણીએ અવાજ કર્યો, "વિવેક ડાર્લિંગ, ડેડ તમને બોલાવી રહ્યા છે." વિવેકે કનકનો હાથ છોડ્યો અને મોનાની સામે સ્માઈલ કરતા ત્યાંથી ચાલ્યો ગયો.
મોના કનક પાસે આવી." છોકરીઓ લાઇનમા ઉભી છે, યુવી સાથે લગ્ન કરવા માટે! હવે બહાર નીકળ તો જરા સંભાળીને.... ક્યાંક એ લોકો તારું ખૂન ન કરી નાંખે!! પણ હવે તો તારું અહીંથી બહાર નીકળવું મુશ્કેલ બની જશે! તું આવી તો છે તારી મરજીથી પણ તારી મરજીથી જઈ નહીં શકે...!" કનકને કોઈ હળવી ધમકી આપી મોના ત્યાંથી ચાલી ગઈ.

સાંજે મલ્હોત્રા હાઉસમાં એક પાર્ટી રાખવામાં આવી. જેમાં શહેરના ધનિક અને નામી લોકો, મોટા મોટા બિઝનેસમેન અને અન્ય ઘણા લોકો હાજર રહ્યા હતા. સૂટમાં સજ્જ અધીરાજ મલ્હોત્રા બધાને આવકારી રહ્યો હતો. ગામથી આવેલા લોકોને પણ અધિરાજે નવા કપડા પહેરવા આપ્યા હતા કે જેથી પોતાની પ્રતિભા પર કોઈ આંચ ન આવે.

અધીરાજ માઇક લઈને સ્ટેજ પર આવ્યો, "લેડીઝ એન્ડ જેંટલમેન, આજે મલ્હોત્રા પરિવાર માટે ખૂબજ ખુશીનો દિવસ છે. જી હા... અત્યારે હું ખૂબજ મોટું એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. હંમેશની જેમ કાંઈક અલગ અને બહેતર કરવું એ અમને વારસામાં મળ્યું છે. હું સમાજમાં એક વધુ વખત ઉત્કૃષ્ઠ ઉદાહરણ સ્થાપિત કરવા માગું છું.
આજે મારા નાના દીકરા યુવરાજના લગ્નનું રીશૅપ્સન છે. અમે ખૂબજ સાદાઈથી મારા નાના દીકરાના લગ્ન કર્યા. અને એ પણ સાવ ગરીબ ઘરની છોકરી સાથે. મારું માનવું છે કે ખોટા ધમ પછાડા કરી પૈસાનો દેખાડો કરી લગ્ન કરવા કરતાં સાદગીમાં કરેલ લગ્નની નોંધ સમાજ લેશે.
સો... હવે મારો નાનો દીકરો યુવરાજ અને તેની પત્ની આપણા સૌની વચ્ચે હજાર થઈ રહ્યા છે, જોરદાર તાળીઓ."
કહી અધીરાજ સ્ટેજ પરથી નીચે ઉતર્યો. મલ્હોત્રા પરીવારના બધા સદસ્યો આ સ્પીચ સાંભળીને હેરાન હતા અને એટલા જ હેરાન ગામથી આવેલા લોકો પણ. અધીરાજના મગજની માયાજાળને સમજવી બધાને માટે મુશ્કેલ હતી.
બધાનું ધ્યાન ઉપર સીળીએથી નીચે ઉતરી રહેલ યુવરાજ અને કનક ઉપર ગયું. યુવરાજનું ભરાવદાર શરીર, વાંકળીયા વાળ, રૂપાળો ચહેરો અને સેટ કરેલી દાઢી તેને હમેશાં વધુ આકર્ષક બનાવતા પણ આજે તો બ્લેક સૂટમાં કનકની સાથે તે વધુ જ હેન્ડ્સમ લાગી રહ્યો હતો. કનક પણ રેડ કલરની સાળીમાં ખૂબજ સુંદર લાગી રહી હતી. બધાનું ધ્યાન તેના તરફથી હટતું જ નહતું.
વિવેક તો બસ કનકને જોઈ રહ્યો અને મોના વિવેકને! "વાહ... શું ફટાકડી ગોતીને લાવ્યો છે મારો ભાઈ!!" દારૂની ચૂસ્કી લેતા વિવેક બોલ્યો. "
" હોશમાં રહો... ક્યાંક નશો મગજમાં ચડી ન જાય!" મોનાએ કહ્યું.

નીચે આવી બંને મહેમાનોને મળ્યા. થોડીવાર પછી બધા લોકો પોત-પોતાની રીતે પાર્ટી એન્જોય કરી રહ્યા હતા. કનકના કાકી તો કાઉન્ટર પર રહેલ વિવિધ વાનગીઓ પર તૂટી પડ્યા. તેઓ રઘવાયા બની વિવિધ કીમતી વસ્તુઓને અડી રહ્યા હતા. યુવરાજ ગેસ્ટ સાથે વાત કરવામાં મશગુલ હતો. કનક એક બાજુ ખૂણામાં એકલી ઉભી હતી.
તેની સામે ઉભેલા વ્યક્તિઓના ટોળામાંથી તેને એવી વાત સંભળાઈ કે તેના કાનએ તરફ વળ્યા. પણ એ લોકોને કનકના ત્યાં હોવાનો ખ્યાલ ન હોવાથી પોતાની વાતોમાં મશગુલ હતા.
"હવે આ નવો પેંતરો લાવ્યા નહીં..!? આમ અચાનક યુવરાજના લગ્ન કરી નાખ્યા! જરૂર કાંઈક નવી ચાલ હશે! "એક વ્યક્તિ બોલ્યો.
" હા હોઈ શકે. આમ પણ મિસ્ટર અધીરાજ મલ્હોત્રાએ પોતાના સ્વાર્થ વગરનું કોઈજ કામ નથી કર્યું. અને એમાં નવાઈ પણ શું છે!? આ મલ્હોત્રા ફેમિલી છે.... છળ કપટ તો એના લોહીમાં સમાયેલ છે!" કહી બીજો વ્યક્તિ હસવા લાગ્યો અને હાથમાં રહેલ ડ્રિંક ગળે ઊતારી ગયો.

"હા એ વાત તો છે અહીં બધા લોકો બે ચહેરા લઈને ફરે છે! દરેકે છળ કપટના મુખોટા પહેર્યા છે.... એ તો જેને અનુભવ થયો હોય એજ જાણે...!" ત્રીજા વ્યક્તિની આંખમાં જાણે પ્રતિશોધની જ્વાળા સળગતી જણાઈ.

કનક ત્યાંથી ચાલી ગઈ. એણે જે સાંભળ્યું હતું એ સામાન્ય ન હતું. તેના મગજમાં સવાલોનું પુર ઘસી આવ્યું. હોલમાં થઈ રહેલા શોર શરાબાને લીધે તેનું મગજ ફાટી રહ્યું હતું. તેની આંખોમાં દરેક વસ્તુઓના બે પ્રતિબિંબ દેખાવા લાગ્યા. મગજ સુન્ન બની ગયું અને તે જમીન પર ઢળી પડી. સ્વર્ણાનું ધ્યાન તેના પર જતા એ ઝડપથી કનકની પાસે આવી. બીજા લોકોનું ધ્યાન પણ હવે તેમના તરફ ગયું.
"કનક... કનક... આંખ ખોલ... " સ્વર્ણાએ તેના ગાલ થપથપાવતાં કહ્યું.
"લાગે છે બેહોંશ થઈ ગઈ છે. તેને સખ્ત આરામની જરૂર છે. અત્યારે એવો આરામ તો યુવી સિવાય બીજું કોઈ આપી નહીં શકે..!! "મોનાએ હળવેકથી પણ કટાક્ષમાં કહ્યું.
સ્વર્ણા તેની સામે કતરાઈ અને યુવી તરફ જોઈ કહ્યું,"યુવી કનકને તારા રૂમમાં લઈ જા."
યુવરાજે થોડી વાર કોઈજ પ્રતિક્રિયા ન આપતાં અધિરાજે યુવરાજની સામે આંખો પહોળી કરતા કહ્યું," યુવી... "
યુવરાજે કનકને પોતાની બાહોમાં ઉઠાવી અને સીળીઓ ચડવા લાગ્યો. રૂમમાં આવી કનકને પોતાના બેડ પર સુવડાવી. કનકના માસુમ ચહેરાને એ તાકી રહ્યો અને બાજુના ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને કનકની માથે ફેંકવા જતો જ હતો કે પાછળથી સ્વર્ણાનો અવાજ સંભળાયો," યુવી.... આ શું કરે છે તું?!" સ્વર્ણાએ યુવરાજના હાથમાંથી ગ્લાસ લઈ લીધો અને ગુસ્સાથી તેની સામે જોઈ રહી. યુવરાજ પણ ગુસ્સામાં હતો.
"પ્લીઝ યુવી, હવે એ તારી પત્ની છે એ વાત બધાને ખબર છે. સારું રહેશે કે તું પણ ઝલદીથી સ્વીકારી લે. અને પ્લીઝ તેની સાથે ખરાબ વ્યવહાર ન કરતો. " કહી સ્વર્ણાએ કનક પર પાણીના છાંટા નાંખ્યા. થોડીજ વારમાં કનકને હોંશ આવી ગયો. એ ઊભી થઈ પણ સ્વર્ણાએ તેને આરામથી બેસવા કહ્યું. કનક તેની સામે ઉભેલા યુવરાજને જોઈ રહી. જાણે સિંહ તેના શિકારને જોઈ રહ્યો હોય એવી રીતે યુવરાજ તેને ઘૂરી રહ્યો હતો.
નોકરાણી કનક માટે જ્યુસ લઈને આવી. સ્વર્ણાએ તેને જ્યુસ આપતા કહ્યું, "થાકને લીધે તને ચક્કર આવી ગયા હશે. આ જ્યુસ પી લે સારુ લાગશે." કનકએ જ્યુસ પી ગ્લાસ નોકરાણીને આપી દીધો. સ્વર્ણા પણ ત્યાંથી ચાલી ગઈ.
રાત વધુ થઈ ગઈ હતી એટલે મહેમાનો પણ ચાલ્યા ગયા. વધ્યા હતા તો ગામેથી આવેલા લોકો. અધીરાજ તેમની પાસે આવ્યો અને કહ્યું,"હવે તમે જઈ શકો છો."
"હા હવે અમારે જવું જોઈએ. બધું બરોબર થઈ ગયું પણ હા કનકને કાંઈ પણ થયું છે ને તો..." સરપંચએ કહ્યું. તેની વાતને નજરઅંદાજ કરી અધિરાજે કનકના કાકીને કહ્યું, "આ ઘરની દરેક વસ્તુઓ કિંમતી છે. અહીંયાની ધૂળ પણ!! અક્સર લોકો ઘરની ચકાચૌન જોઈને લલચાઈ જાય છે. "
અધીરાજની વાત કાકી સમજી ગયા અને પોતાના હાથમાં રહેલ થેલીમાંથી બે ત્રણ સોપીસ કાઢ્યા અને બાજુના ટેબલ પર મૂકી દીધા. આ કરતા સમયએ તેના ચહેરા પર સંકોચના ભાવ સાથે પોતાની હરકત પર શરમના ભાવ પણ હતા. એ લોકો ત્યાંથી ચાલ્યા ગયા.
અધીરાજ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. ફ્રેશ થઈને બાથરૂમની બહાર નીકળ્યો ત્યાં સામે સ્વર્ણા ઉભી હતી. તેને એ રીતે જોઈ અધીરાજ બોલ્યો, "કેમ હવે શું થયું?"

"તમે પાર્ટીમાં જે સ્પીચ આપી એને લીધે હું હેરાન છું."
"આવેલી આફતને અવસરમાં બદલી છે બસ."
બેડ પર આરામ ફરમાવતા અધિરાજે કહ્યું.
"કઈ સમજાયું નહીં... આ લગ્નને લઈને તમે તો ખૂબજ ગુસ્સામાં હતા." સ્વર્ણાએ કહ્યું.

"અધીરાજ મલ્હોત્રા ગમે તેવી પરિસ્થિતિને બદલી શકે છે. એ સ્પીચનો ફાયદો એ થશે કે કાલે બધીજ ન્યૂઝ ચેનલો મારા કાર્યના વખાણ કરતાં નહીં થાકે. આખરે મેં મારા દીકરાના લગ્ન ખૂબજ સાદાઈથી કરીને સમાજમા એક શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપ્યું છે!! " કહેતા અધીરાજના ચહેરા પર વિચિત્ર હાસ્ય હતું.

આ બાજુ યુવરાજના રૂમમાં ટીના કપડા લઈને આવી."આઇમ સોરી સર એન્ડ મેમ... તમને ડિસ્ટર્બ કર્યા. સ્વર્ણા મેમએ કનક મૅડમ માટે કપડાં મંગાવ્યા હતા." કહેતા એ કનક તરફ આગળ વધી. "મેં તમારી પસંદના કપડા જ સિલેક્ટ કર્યા છે."
"જી થેન્ક યુ." કનકએ કહ્યું.
કપડા મૂકી ટીના ત્યાંથી ચાલી ગઈ. યુવરાજે જઈને દરવાજો અંદરથી બંધ કરી દીધો. પાછળ વળી બેડ પર બેઠેલી કનકને ઘૂરવા લાગ્યો. યુવરાજનું પોતાની સામે આવી રીતેથી જોવું દર વખતે તેને ડરાવી દેતું હતું.
"તમે પ્લીઝ આવી રીતે મને ન જોવો. આ લગ્નમાં કોઈએ મારી મંજૂરી પણ પૂછી ન હતી."
અટ્ટહાસ્ય કરતા યુવરાજ બોલ્યો, "કરોડપતિ બાપના દીકરા સાથે લગ્ન કરવાની તુ ના પાડત?!પરેશાન તું નથી થઈ રહી પણ હું થઈ રહ્યો છું. તને તો એશો-આરામની જિંદગી મળી ગઈ."
એ સાંભળી કનકની આંખમાં આંસુ આવી ગયા. "મારા મમ્મી પપ્પા આ દુનિયામાં હોત તો એ ક્યારેય આ લગ્ન ન થવા દેત. તેઓ ક્યારેય મારા પર ચરિત્રહીનનો આરોપ ન લાગવા દેત. તેઓ નથી એટલે જ આ બધું થયું." એટલું કહેતા કનકનો અવાજ ગળગળો થઈ ગયો. યુવરાજને તેની આંખોમાં દર્દ દેખાયું. એ આવું કરવા માંગતો ન હતો પણ પરેશાનીને લીધે એ કનક પર ગુસ્સે થઈ ગયો. જે વાતનો હળવો અફસોસ તેને કનકની આંખોમાં આવેલા આંસુઓને જોઈને થયો.
કાંઈજ બોલ્યા વગર એ વોશરૂમમાં ચાલ્યો ગયો. બહાર નીકળ્યો તો કનક સોફા પર સૂતી હતી.
"તું બેડ પર સૂઈ શકે છે." યુવરાજે કહ્યું.
"વાંધો નહીં મને અહીયા નીંદર આવી જશે."

"નહીં.... બેડ પર જ સૂઈ જા. નહીં તો મોમ મને જ સંભળાવશે. " કહી યુવરાજ બેડની એક બાજુએ સૂઈ ગયો. કનક પણ ઊભી થઈ બીજી બાજુ સૂઈ ગઈ.

" આ મલ્હોત્રા ફેમિલી છે.... છળ કપટ તો એના લોહીમાં સમાયેલ છે!!!......
તું તારી મરજીથી આવી તો છે પણ તારી મરજીથી જઈ નહીં શકે!!!.....
અહીં બધા લોકો બે ચહેરા લઈને ફરે છે!!! દરેકે છળ કપટના મુખોટા પહેર્યા છે.... એ તો જેને અનુભવ થયો હોય એજ જાણે...!!!"

એ સફાળી બેઠી થઈ ગઈ. શ્વાસ જાણે અધ્ધર ચડી ગયો હતો. એ. સી. વાળા રૂમમાં પણ કપાળે પરસેવો ઉપસી આવ્યો. ગળું સાવ સુકાઈ ગયું હતું. બાજુના ટેબલ પર રાખેલી બોટલ લીધી પણ ખાલી!
રાતના બે વાગ્યા હતા. પોતાની જમણી બાજુ નજર કરી તો યુવરાજ પડખું ફરીને સૂતો હતો. બોટલ લઈ રૂમની બહાર નીકળી. આખા ઘરમાં અંધારું છવાયેલ હતું. આમ તો એને અંધારાથી ખૂબ ડર લાગતો પણ તરસ ખૂબ લાગી હતી એટલે નીચે કિચન તરફ જવા લાગી. સીળીના એક એક પગથિયે ડરતા ડરતા અને સમજીવિચારીને પગ મુકતી હતી.

એ મુખોટા વાળી વાત હજી તેના મગજમાં ઘૂમતી હતી. આખરે કનક જાણતી જ શું હતી આ પરિવાર વિશે..!
કિચનમાં આવી ફ્રીઝમાંથી પાણીની બોટલ લીધી. પણ એ સાથે જ એક ડરાવનો અનુભવ થયો. જાણે વાયુવેગે કોઈ તેની પાછળથી પસાર થયું! તેની પાછળ જાણે કોઈ ઊભું છે એવા ડરથી એ તરત પાછળ ફરી.....

ક્રમશઃ......✍️✍️✍️