એક ભયાનક સાંજ પરથી આપણા જીવનમાં ધણી બધી બનતી ધટના હોય છે જે આપણને યાદ આવી જતી હોય છે
તેવી જ વાત આજે બહારના જીવનમાં બની હતી.બહારને આજે તે ભયાનક સાંજ યાદ આવી ગઈ જે 5 વષૉ પહેલા
બની હતી.આજે બહાર કેનેડામા તેના ઘરની બાલ્કનીમાં
બેઠી હતી.અને તે ભુતકાળમાં સરી પડી.આજે તેને તેના ડેડ
જીતેશભાઈ ની યાદ આવતી હતી.
5 વષૅ પહેલા બહાર કેનેડામા સ્ટડી કરતી હતી.કોમ્પ્યુટર એન્જીનીયર હતી.ખુબ જ ભણવામા હોશિયાર હોવાથી જીતેશભાઈ એ સ્ટડી માટે તેને કેનેડા મોકલી હતી....
જીતેશભાઈ પણ એટલા કેપેબલ હતા કે તે બહારને સ્ટડી
કરવા માટે બહાર મોકલી શકે...બહારની મોમ ન હતી.....બહાર જીતેશભાઈ ને ઓલવેઝ કહેતી
ડેડ...મારી જોબ લાગી જાય પછી તમે પણ કેનેડા આવી જજો..પછી આપણે અહીં સાથે રહીશું.......
ના...બહાર..અહીં મારો આટલો મોટો બિઝનેસ છે.કોણ સંભાળશે તે....
નીરવ ભાઈ છે ને...તે બધું જ સંભાળી લેશે....
આ બાજુ જીતેશભાઈ ને અચાનક ચકકર આવે છે અને પડી જાય છે ત્યાની ઓફીસ સ્ટાફ તેને હોસ્પિટલ લઈ જાય છે.અને ડોકટર ચેક કરીને કહે છે
તમારી સાથે કોઈ છે....?
કેમ શું થયું ડોક્ટર....?મારી સાથે કોઈ નથી.મારી એક દિકરી છે બહાર... તે કેનેડા સ્ટડી કરે છે....
ઓકે....તો કોઈ બીજું કે જેના પર તમે ભરોસો કરતા હોય...
હા...આ મારી ઓફીસનો બધો કારોબાર સંભાળતો મારા દિકરા જેવો છે તેનું નામ છે નીરવ....
તો તમે તેને બોલાવો....મારે કામ છે તેનું....
શું થયું ડોક્ટર...કંઈ થયું છે મને....
ના...જીતેશભાઈ યુ આર ફાઈન....મારે થોડુ મેડીસીન નું કામ છે એટલે...
ઓકે...ડોક્ટર...હમણા બોલાવી લવ....
જીતેશભાઈ નીરવ ને ફોન કરીને હોસ્પિટલ બોલાવે છે.ડોક્ટર ની કેબિનમાં જાય છે.અને ડોકટર કહે છે...
તમે જીતેશભાઈ ને કેન્સર હોસ્પિટલ લઈ જાવ...હું તમને એડ્રેસ આપું છું....શાયદ જીતેશભાઈ ને કેન્સર છે....
નીરવ આ વાત સાંભળીને શોક થય જાય છે અને આંખમાંથી આંસુ આવી જાય છે.તે પોતાને સંભાળીને જીતેશભાઈ ને કેન્સર હોસ્પિટલ લઈ જાય છે.બધા રીપોર્ટ થાય છે અને જીતેશભાઈ ને કેન્સર હોય છે અને તે છેલ્લા સ્ટેપ પર હોય છે એટલે હવે જીતેશભાઈ 2-3 મહીના જ રહીં શકે એમ હતા આ બાજુ જીતેશભાઈ ને શક તો થય જાય છે કે તેને કંઈક થયું છે.....તે નીરવને પગે પડીને બોલે છે....
તું તો મારો દિકરો છે અને તું પણ મને ડેડ માને છે તો બોલ મને શું થયું છે....
અંકલ....તમને કેન્સર છે અને તે પણ છેલ્લા સ્ટેપ પર છે.હવે
તમે 2-3 મહીના.....
જીતેશભાઈ ખુબ રડે છે અને નીરવ તેને સંભાળે છે પછી બોલે છે.....આ વાત બહારને ખબર ન પડવા જોઈએ તો તે
ભણવાનું મુકીને અહીં આવી જશે..તેનું છેલ્લુ વર્ષ છે આ
મારા લીધે તેની જીંદગી ખરાબ નહીં થવા દઉ.અને કાલે જ
તું વકીલ બોલાવી લે...મારે કામ છે તેનું....
ઓકે...અંકલ....આઈ અડરસટેન્ડ.....બહાર માટે તમે કંઈ પણ કરી શકો છો....પણ અંકલ બહાર ને ખબર પડશે તો તેને કેટલું દુઃખ થશે.....કે તમે આટલી મોટી વાત છુપાવી તેનાથી.....
હા....પણ તે તેની પપ્પા ની વાત ને સમજશે.......મારા ગયા પછી મારી આખી ઓફીસ તારે સંભાળવાની છે.આજથી તેનો માલિક તું છે.....અને મને વિશ્વાસ છે કે એક દિવસ મારા કરતા પણ સારો બિઝનેસમેન બનીશ....
બીજા દિવસે વકીલ આવે છે.અને નીરવ અને બહાર ના નામે અડધી અડધી પ્રોપર્ટી કરે છે અને પેપર પણ તે નીરવને આપે છે....આ બાજું બહારનો ફોન આવે છે જીતેશભાઈ ને.....
હલ્લો...ડેડ...શું કરો છો...?
બસ...બેટા અહીં બહાર ટહેલવા માટે આવ્યો છે અને તું.
હું કોલેજ જાવ છું...હમણાં તો સ્ટડી પણ પુરું થય જશે..
પછી જોબ પણ લાગી જશે....
હા...મારી દિકરી હવે મોટી થય ગઈ છે.હવે કોઈ ચિંતા નથી
મને....અને પછી તો તારો રાજકુમાર તને આવીને લઈ જશે....
ડેડ...બસ..બસ...હજી તો વાર છે મારે....અને આજે તમે કેમ આવી વાતો કરો છો.....
એમજ...બેટા...પછી વાત કરજે..તારે કોલેજ જવાનું લેટ થશે....
ઓકે...ડેડ...બાય....
આ બાજુ બહાર એવું વિચારે છે કે ડેડને શું થયું હતું આજે
કેમ આવી વાતો કરતા હતા.આ બાજું જીતેશભાઈ ની આંખમા પણ આંસુ આવી જાય છે.આમ ને આમ 2 મહીના
વીતી જાય છે.અને જીતેશભાઈ ની તબિયત પણ વધારે ખરાબ થવા લાગે છે.અને હમણા જીતેશભાઈ પણ બહાર સાથે ઓછી વાત કરતા હોવાથી તે વિચારે છે કે ડેડ કેમ હમણા ઓછી વાત કરે છે...કંઈ થયું તો નથી...હું પણ શું વિચારું છું...શાયદ ઓફીસમાં કામ વધારે હશે એટલે જ...
ત્યા જીતેશભાઈ નો કોલ આવે છે બહાર પર....
હલ્લો...ડેડ...કેમ છે...?
સારું જ હોય ને...તારા જેવી દિકરી હોય તો મને શું પ્રોબ્લેમ....
ઓકે...પણ હમણા કોલ કેમ તમે રોજ નથી કરતા...નહી તો રોજ વાત કરતા..એક દિવસ પણ તમારો દિવસ મારી સાથે
વાત કર્યા વિના નથી જતો....હવે તો હું પણ ફી થય ગઈ છું.
મારું સ્ટડી પણ કમ્પલીટ થય ગયું છે.અને હવે થોડા ટાઈમ પછી જોબ પણ લાગી જશે....
અરે બેટા મને ખબર છે પણ હમણા કામ વધારે છે એટલે ટાઈમ નથી મળતો...
ડેડ...હું તમારી એક જ દિકરી છું...10 મિનિટ જ વાત કરજો પણ કોલ કરજો અને તમારા અવાજ ન સાંભળુ તો
મને ઉંધ નથી આવતી....
ઓકે..બહાર....હવે પછી વાત કરીશ...તું આરામ કર...
ઓકે...ડેડ...બાય....
પછી જીતેશભાઈની આંખોમા આંસુ આવી જાય છે.અને બહાર ને યાદ કરતા હોય છે.....આ બાજું બહાર કેનેડાથી અમદાવાદ આવવાનું વિચારે છે...હું ડેડને સરપ્રાઈઝ આપીશ....ખુશ થય જશે...મને જોઈને.....
અને 2 દિવસ પછી બહાર કેનેડાથી અમદાવાદ આવે છે અને
આ બાજું જીતેશભાઈ ની ડેથ થય ગઈ હોય છે.નીરવ બહારને કોલ લગાવતો હોય છે.પણ કોલ સ્વીચ ઓફ આવતો હોય છે.આ બાજુ એમ્બ્યુલન્સ બહાર ના ઘરે પહોચે છે.અને આ બાજું બહાર પણ સાંજે તેના ધરે પહોંચે છે.બહાર એમ્બ્યુલન્સ જોઈને શોક થય જાય છે અને તેમા જીતેશભાઈની બોડી જોઈને ત્યા જ શોક થય જાય છે.
અને અવાજ નીકળતો નથી.જીતેશભાઈ ની પાસે જઈને
ડેડ...ડેડ.....બોલતી બોલતી રડે છે...અને નીરવ તેને સંભાળે છે.....નીરવે બહાર ને બધી જ વાત કરી અને બહાર આ બધું સાાંભળી ને ખુબ જ રડે છે.....ને નીરવ તેેેને સાંત્વના આપી....
બહારની લાઈફમાં આજના દિવસની સાંજ તેની લાઈફની ભયાનક સાંજ હતી.ત્યા બહારની આંખમા આંસુ હોય છે
ત્યા પાછળ થી જીતેશભાઈ આવીને બહારને હગ કરે છે
અને કહે છે....
મારી દિકરી રડશે નહીં મને યાદ કરીને...રડતી સારી લાગતી નથી...ચલ...સ્માઈલ કર....
બહાર હસે છે ત્યા પાછળ જોવે છે તો કોઈ હોતું નથી.....
પછી તેની આંખમા આંસુ આવી જાય છે......
.....✍️✍️✍️.......