અંયાશી નો અજનબી.... The Stranger girl....Apexa...... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંયાશી નો અજનબી....

એક અજાણ્યો વ્યકીત બધાના જીવનમાં ધણા બધા ભાગ ભજવે છે.એમ અંયાશી ની લાઈફમાં પણ કોઈ અજાણ્યો વ્યકીત આવે છે.મુંબઈ શહેરની વાત છે.અંયાશી ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે.મુંબઈ શહેરમાં તેનું ફેમીલી રહે છે.તે દિલ્લી માં જોબ કરતી હોય છે.તેને મુંબઈ જવું હોય છે.6 વાગ્યા હોય છે.શિયાળાની ઠંડી હોય છે.તેથી ટ્રેન નો વેઈટ કરતી હોય છે.આ બાજુ તેની સાથે બીજો કોઈ અજાણ્યો વ્યકિત પણ ટ્રેન નો વેઈટ કરતો હોય છે.

થોડીવાર માં ટ્રેન આવે છે.અંયાશી ટ્રેન માં ચડે છે.તેનો સામાન
મુકે છે.થોડીવાર માં તે અજાણ્યો વ્યકિત પણ ડબ્બામાં બેસે
છે.અંયાશી ની સામેની જ શીટમા હોય છે.તે અજાણ્યો વ્યકીત અંયાશી સામે જોવે છે.અને સ્માઈલ કરે છે.અંયાશી પણ થોડી સ્માઈલ આપે છે.અંયાશી નો સામાન વધારે હોવાથી બધા બેગ સમાઈ જાય છે.પણ એક બેગ વધે છે.તે વ્યકિત બધું જોતો હોય છે........તે વ્યકિત બોલે છે...

તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો તમારું બેગ અહી મુકી શકો છો.....મારા બેગ પાસે....અહી જગ્યા છે...(અંયાશી ને તે વ્યકિત સારો લાગે છે)

થેકસ.....(અંયાશી બેગ સીટ ની નીચે મુકે છે).(અંયાશી)

હાઈ.....આઈ એમ ડો.અંયાશ.....

આઈ એમ ડો.અંયાશી......

બાય ઘ વે વેર આર યું ફોમૅ...?(અંયાશ)

આઈ એમ ફોમૅ મુંબઈ....એન્ડ યુ...?(અંયાશી)

આઈ એમ ફોમૅ અમદાવાદ ........પણ હું દિલ્લી જોબ કરું છું........ઓહ......

હું પણ દિલ્લી જોબ કરું છું.ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છું.....(અંયાશી બોલી)

નાઈસ....હું પણ ન્યુરોસજૅન છું.દિલ્લી ની બેસ્ટ હોસ્પિટલ માં જોબ કરું છું.....નાઈસ ટુ મીટ યુ.....(અંયાશ બોલ્યો)

સેમ ટુ યુ.....તો તમે મુંબઈ કોઈ કામ માટે.....?(અંયાશી)

એકચ્યુઅલી કોઈ કામ તો નહી પણ લાઈફ નું ઈમપોટન્ટ કામ
કરવા જાવ છું.....મતલબ... આઈ મીન છોકરી જોવા જાવ છું......એ પણ મુંબઈ થી છે......(અંયાશ)

વોટ અ કો...ઈનસીડન્ટસ.....સેમ યાર મને પણ કોઈ છોકરો જોવા આવવાનો છે તો જાવ છું ધરે.....એ પણ ડોક્ટર છે.
બટ કોઈ બીજી ડિટેલસ નથી ખબર.... બીકોઝ મને હમણા મેરેજ કરવાની ઈરછા નથી....તો ગુસસા માં જ તેની ડિટેલસ ચેક કરી નથી......ડેડ ની ડાટ પડી એટલે છોકરો જોવા માટે મુંબઈ જાવ છું.......(અંયાશી)

ઓકે.....ઓલ ધ બેસ્ટ.....

સેમ ટુ યુ......

આપણે ડોક્ટર્સ ને ક્યા છુટી મળવાની....24 અવર્સ ડયુટી હોય.....પણ આવા કામ માટે ટાઈમ કાઢવો પડે...(અંયાશ)

યસ....યુ આર રાઈટ...... (બને વચ્ચે મૌન છવાઈ જાય છે)

રાત ની ટ્રેન હોવાથી બારીમાંથી ઠંડો પવન આવતો હોય છે.વિન્ટર ની સીઝન હોવાથી ઠંડી પણ થોડીક વધારે હોય છે.
અંયાશી બારી પાસે બેઠી હોય છે.બારીની બહાર ના દશ્ય ને
તે જોતી હોય છે.અંયાશી ના વાળની લટો પવન થી ઉડતી હોય છે.અંયાશ ની નજર ત્યા જાય છે.પછી અંયાશ તેના મોબાઈલ માં બીઝી થય જાય છે.અંયાશી અંયાશ ના ફેશ ને કયારેક કયારેક જોઈ લેતી હોય છે.......

પછી અંયાશી ને ભુખ લાગતા સેન્ડવીચ ની ડબ્બો કાઢે છે.
તે અંયાશ સાથે શેર કરે છે......

વાવ......ટેસ્ટ ખુબ જ અમેઝીગ છે....તમે બનાવી છે કે તમારા કુકે.....?

થેકસ......મે જ બનાવી છે.....હું મારું જમવાનું હુ જ બનાવુ છું.....

ધેટ'સ ગ્રેટ.....

થોડીવાર પછી અંયાશી ને ઊંઘ આવતા તે સુઈ જાય છે...
અંયાશ અંયાશી ના ચહેરા ને જોતો હોય છે....પછી તે પણ
સુઈ જાય છે.....

આમ રાત નો ઠંડા પવન થી અંયાશી ને ખુબ જ ઠંડી લાગતી હોવાથી અંયાશી ની આંખ ખુલી જાય છે.પણ અંયાશી પાસે ઓઢવા માટે એક જ ચાદર હોય છે.તે ટુટીયુ વાળીને સુતી હોય છે.અંયાશ ની આંખ ખુલતા તે જોવે છે કે અંયાશી ને ખુબ જ ઠંડી લાગી રહી હોય છે.તે અંયાશી ને તેની ચાદર ઓઢાડે છે......

પછી સવાર પડી જાય છે.અંયાશી ની આંખ ખુલે છે અને બીજી ચાદર જોતા તે વિચારે છે કે આ કોની હશે.મને કોને ઓઢાડી હશે....?

અંયાશ ની પણ આંખ ખુલતા અંયાશ અંયાશી ને જોવે છે
પુછે છે....

શું થયું....ગુડ મોર્નિંગ....આર યું ઓકે....?

ગુડ મોર્નિંગ.....આ ચાદર....?

ટેન્શન ન લે...તે મારી છે...તને રાતે ઠંડી લાગતી હતી તે મે
જોયું...એટલે મે તને ઓઢાડી દીધી........

થેકસ......🥰🥰🥰

થોડીવાર માં સ્ટેશન આવી જાય છે.અને બંનેવ બાય કહીને
નીકળી જાય છે.અંયાશી ટેકસી કરીને તેના ઘરે જવા નીકળે છે....આ બાજુ અંયાશ પણ ટેકસી કરીને હોટલ જવા નીકળે છે.....અંયાશી વિચારે છે........

નાઈસ બોય....સટ્રેજર છે તો પણ....મનથી સારો છે......
અને લુક થી પણ...પણ મન સારું હોય તે જરુરી છે...
હું શું કામ આ બધું વિચારું છું......

ખબર નહી ડેડ આજે જોવા માટે કેવા છોકરાને બોલાવ્યો હશે...ના પાડું છે કે મારે હમણા મેરેજ નથી કરવા તો પણ
સમજતા નથી.....

આવી વાતો વિચારતી હોય ત્યા તેનું ઘર આવી જાય છે..
અંયાશી ના મોમ અંયાશી ને જોઈને હગ કરે છે......

મારી દિકરી આવી ગઈ....કેમ છે તને.....

સારુ છે મમ્મી....તું કેમ છે.....

હું પણ સારી છું....અને તું તારા પપ્પા થી નારાજ છે.છોકરો જોવાનુ કીધું એટલે...પણ સારો છોકરો છે.તું જોઈ લે....

હા....સારું મમ્મી.....પપ્પા કયા છે.....?

એ કોઈ કામ માટે ગયા છે...હમણાં આવશે....

ઓકે....તો વિવાન કયા છે....?

એ તેના ફેન્ડ સાથે ગયો છે...હમણા આવશે....

કેટલા ટાઈમ પછી ઘરે આવીને બધા બહાર છે....😏😏

તું ફેશ થય જા....નાસ્તો કરી લે ત્યા તે આવી જશે....તારા ફેવરીટ આલુ પરોઠા બનાવ્યા છે....

હા.....મમ્મી મારા ફેવરીટ છે...પણ આટલું બધું તળેલું ખાવું ન જોઇએ.....એટલે હું પણ નહી ખાઉ......તું બ્રેડ બટર આપી દે......

તું પહેલાં મારી વાત સાંભળ.....તું ડોક્ટર હશે હોસ્પિટલ માં
ત્યા તારા પેશન્ટ ને બધું કહેજે...આ ન ખાવું ને તે ન ખાવુ.....અહી તારે બધું ખાવાનું છે.(કોમલબેન)

ત્યા કલ્પેશ ભાઈ આવે છે.(અંયાશી ના ફાધર)

મા-દિકરી ની ફાઈટ ચાલું થય ગઈ.અંયાશી આવી ત્યા જ..
મારી દિકરીને થાક તો ઉતારવા દે....કેટલા ટાઈમ પછી આવી છે......(કલ્પેશ ભાઈ)

પપ્પા....મારે તો તમારી સાથે વાત જ કરવી નથી.મે ના જ પાડી હતી કે મારે છોકરો જોવો નથી તો પણ તમે જોવાનું ગોઠવ્યું......(અંયાશી)

જો મારી દિકરી મારી વાત સાંભળ.છોકરો ખુબ સરસ છે... ન્યુરોસજૅન છે.તે પણ દિલ્લી માં છે.ફેમીલી પણ ખુબ સારું છે....ધરમા પણ સારું છે......છોકરો ના સંસ્કાર પણ સારા છે......તું જોઈ લે ન ગમે તો ના પાડી દેજે....આ જ યોગ્ય ઉંમર છે મેરેજ ની....અને તારું કરીયર પણ સેટ થય ગયું છે એટલે હવે મેરેજ માટે વિચારવુ જોઈએ......આપણા બિઝનેસ પાટૅનર ના રીલેટીવસ નો છોકરો છે......તે મુંબઈ કોઈ સેમીનાર માટે આવે છે તો તે તને પણ જોઈ લે.....

અને આજે સાંજે જ એ લોકો જોવા આવવાના છે.....તારે હોસ્પિટલ પણ જવાનું છે એટલે આજે જ આ કાયૅકમ ગોઠવી દીધો.....અને આજે છોકરો જ આવવાનો છે.પછી
જો આગળ વાત વધશે તો તેના પેરેન્ટ્સ આવશે.....

ત્યા જ વિવાન આવે છે......અંયાશી ને જોતા......

આવી ગઈ પપ્પા ની ચમચી....હા...પપ્પા એને મોકલી દયો એટલે શાંતિ....આ ચમચી થી😄😄(વિવાન)

તું આવીને ચાલું થય ગયો..... પપ્પા આને કંઈક કહો ને...(અંયાશી)

મારી દીકરી ને ચીડવ નહી તું......😄😄(કલ્પેશ ભાઈ)

પછી અંયાશી ફેશ થય જાય છે.અને નાસ્તો કરે છે.પછી
કોમલબેન પાસે બેસીને વાતો કરે છે.કોમલબેન તેના માટે
આઉટફીટ રેડી કરાવીને રાખેલું હોય છે.તે અંયાશી ને ખુબ જ ગમી જાય છે........

વાવ....મમ્મી...નાઈસ....થેકયું સો મચ......

પછી અંયાશી આરામ કરે છે.તેની ફેન્ડસ સાથે વાતો કરે છે.
આમ ને આમ 4 વાગી જાય છે.પછી અંયાશી તે છોકરા વિશે
વિચારતી હોય છે........

આ બાજુ કોમલબેન પણ ધરની થોડી સાફ-સફાઈ કરતી હોય છે.તે જોતા જ અંયાશી બોલે છે.

શું મમ્મી તું પણ.....ખાલી છોકરો જોવા આવવાનો છે.એ પણ મને જોવા આવવાનો છે.તો આટલું બધું કરવાની શું જરુર છે......(અંયાશી)

અરે દીકરી......બધું જ કરવું પડે....ખાલી તને જ ન જોવે..
ધરને પણ જોઈને તે અનુમાન લગાવે કે છોકરી કેવું કામ
આવડે છે અને કેટલી કુશળ છે કામમા....ખાલી ડોક્ટર બની
ગયા તો લાઈફ અહી પુરી નથી થય જતી......

ડોક્ટર ની પરીક્ષા મા તો પાસ થય ગઈ પણ જીંદગી ની પરીક્ષા માં પાસ થવું ખુબ અઘરું છે.બધાના મન જીતવા,બધાને સાથે લઈને ચાલવું,તેની ખુશીમાં આપણી ખુશી શોધવી.....અને મને ખબર છે કે તું આ બધા કામમાં કુશળ છે....તું મારા કરતા પણ સારી પત્ની અને મા બનીશ.

બસ...બસ...મમ્મી.આટલું બધું જ્ઞાન ન આપ...હજી તો મારે વાર છે જવાની...ત્યાર ની માટે થોડુ બાકી રાખી દે...😄😄

તને અત્યારે જ્ઞાન જ લાગશે...પછી તને મારી બધી વાતો યાદ
આવશે....અને મારી પણ હેલ્પ કરી દે થોડી....

ઓકે....મમ્મી......

પછી બનેવ કામ કરે છે.કોમલબેન રસોઈ કરે છે.વિવાન અને
કલ્પેશ ભાઈ પણ વહેલા આવી જાય છે.પછી બધા જમે છે.
આ બાજુ અંયાશી રેડી થવા જાય છે.થોડીવાર માં રેડી થયને નીચે આવે છે.



બ્લેક કલરના આઉટફીટ માં અંયાશી ખુબ જ સરસ લાગતી હોય છે.કોમલબેન અને કલ્પેશ ભાઈ અંયાશી ની તારીફ કરે છે....વિવાન પણ તેને ચીડવતો હોય છે.......

આ બાજુ અંયાશ પણ બ્લેક શુટ માં રેડી થય ગયો હોય છે.
અને તેના ફેન્ડ સાથે તે આનંદ વિલા આવવા નીકળી જાય છે.


આ બાજુ અંયાશી પણ રેડી થયને વેઈટ કરતી હોય છે...


થોડીવાર માં અંયાશ ની ગાડી આનંદ વિલા પહોંચી જાય છે.


આ બાજુ વિવાન અને કલ્પેશ ભાઈ તેનું સ્વાગત કરે છે.થોડીવાર પછી નિશા પાણી લઈને આવે છે.અને બનેવ એકબીજા ને જોતા બોલે છે......


તમે...વોટ અ કો...ઈનસીડટન્સ......(બનેવ એકસાથે બોલ્યા)


તમે બનેવ ઓળખો છો એકબીજા ને (વિવાન બોલ્યો)


હા...અમારી મુલાકાત ટ્રેનમાં થય હતી....પછી બનેવ બધી


વાતો કરે છે.....


બધા હસે છે.....પછી બનેવ વાત કરવા માટે ગાડૅનમા જાય છે....અંયાશ કહે છે.....


યુ લુકીગ નાઈસ....


સેમ ટુ યુ.....તમારે અહી કોઈ સેમીનાર છે એવું પપ્પા એ કીધું હતું......


હા.....તે કાલે છે.....ડોક્ટર્સ નો સેમીનાર છે.....


પછી બનેવ હોસ્પિટલ દિલ્લી અને અમદાવાદ ની વાતો કરે છે.એકબીજા ના વિચારો મળી જાય છે.બનેવ ની હા થાય છે.અને બધાને પણ ગમી જાય છે.અંયાશ ના પેરેન્ટ્સ


ને પણ અંયાશી ગમી જાય છે.



એક વિક પછી એંગેજ થાય છે.અને 1વષૅ પછી બનેવ ના મેરેજ થય જાય છે.........


આમ અંયાશ પણ અંયાશી ને ટ્રેન માં સ્ટ્રેજર બનીને આવે છે.
અને તેનો લાઈફ પાટનર બની જાય છે. અંયાશી ને કયા ખબર હતી કે આ સ્ટ્રેજર જ તેની લાઈફ નો પાટનર બનશે....

આમ આપણી લાઈફમાં પણ ધણા બધા અજાણ્યા વ્યકિત
આવે છે કોઈ આફત બનીને તો કોઈ આપણી લાઈફ ને ખુશ કરવા માટે......