વારસ ની તરસ...... The Stranger girl....Apexa...... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસ ની તરસ......

તરસ....આજે બધાને ધણી બધી વસ્તુની તરસ છે.પ્રેમની
સપનાઓની, જીંદગીની,અને બીજી ધણી બધી.એમ આજે જય અને તેના ફેમીલીને દિકરાની તરસ હતી.જયના મેરેજ થયા તેને આજે 10 વષૅ થય ગયા હતા.તેને એક ફુલ જેવી
એક પરી હતી.તેનુ નામ માહી હતું.તે આજે 7 વષૅ ની થય
ગઈ હતી.

જય ના ફેમીલીમાં બધા દિકરાને ખુબ જ માન આપતા હતા
અને દિકરીને બિલકુલ નહીં.માહીનો જન્મ થયો ત્યારથી જય ક્યારેય તેને રમાડતો પણ નહીં.અને વાત પણ ન કરતો.
આ વાતનું માહી પર ખુબ અસર થતું.તે બધું સમજતી હતી.
કોમલ પણ જયને ધણી વખત કહેતી તો તેની સાથે ફાઈટ
કરવા લાગતો.તેથી માહી પણ કયારેય તેની મોમ ને કંઈ જ
ન કહેતી.અને કોમલ રડતી હોય તો માહી પાસે જઈને આંસુ
લુછતી અને કહેતી....

મમા...રડ નહીં......

અને કોમલ તેને હગ કરી લેતી.કોમલ ને પણ માહી પછી ધણા બધા મીસકેરેજ થય ગયા હતા.કારણ કે બધી વખત
છોકરી જ હોય.કોમલના સાસુ-સસરા પણ આ બાબતે તેને
મહેણા મારતા રહેતા.જય આજની જનરેશન નો યુવાન હતો પણ વિચાર તેને નાઈટીઝ ના હતા.તેના મોમ-ડેડ ની જેમ....

એક વખત કોમલ કંઈ કામ માટે બહાર ગઈ હતી.જય ઓફિસથી ધરે આવ્યો અને તેની તબિયત સારી ન હતી.
માહી ઘરે હતી.જય તેની રુમમા આવીને સુઈ ગયો.જયના
મોમ શારદાબેને પુછયું.....

શું થયું જય...કેમ આજે વહલા ધરે...

મમ્મી...તબિયત થોડીક ખરાબ છે....

ઓકે...બેટા આરામ કર..અને દવા લઈ લેજે....

માહી આ બધું જોતી હતી.તે થોડીવાર પછી રુમમાં ગઈ
અને જોયું તો જયને ખુબ જ ફીવર આવ્યો હતો અને
તે સુતો હતો...અને તે કીચનમા જઈને એક બાઉલમાં પાણી
લઈને અને એક રુમાલ લઈને આવી.પછી જય પાસે જઈને
માથા પર ઠંડા પાણીની પટી કરવા લાગી.અને જયને એવું હતું કે કોમલ પટી કરે છે....

ત્યા થોડીવારમાં કોમલ ધરે આવી..અને શારદાબેન બોલ્યા

મહારાણીને રખડવાની જ ખબર પડે છે.ઘરમા પતિની
તબિયત ખરાબ છે ને...આજે દિકરો હોત તો એનો કારોબાર
સંભાળત...ખબર નહીં કેવી અભાગી વહુ આપી છે તે મને...

કોમલ શારદાબેનની વાતો મનમા પણ લેતી નથી.કારણકે આ બધું તો રોજના માટે થય ગયું હતું.તે રુમમાં જાય છે
અને જોવે છે તો માહી જયના માથે પટી કરતી હોય છે
આ જોઈને તે ખુબ જ ખુશ થાય છે.ત્યા કોમલ જય પાસે
જઈને બોલે છે.....

શું થયું જય...તારી તબિયત...

હા....ત્યા જોવે છે તો કોમલ તો સામે છે તો પટી કોણ કરે
છે મારી....ત્યા તે માહી ને જોવે છે.અને જય કોમલ પર ગુસ્સે થય જાય છે.માહી ત્યાથી ચાલી જાય છે.અને જય
બોલે છે.....

તને રખડવાની જ ખબર પડે છે..અહીં તારા પતિની તબિયત
ખરાબ છે......

જય...મારે કામ હતું એટલે બહાર ગઈ હતી અને તમે ઓફીસ ગયા ત્યારે તો બધું બરાબર હતું.

અવાજ બંઘ કર...મારે તારી કોઈ વાત નથી સાંભળવી.
અહીંથી જા...મારે આરામ કરવો છે....

પછી કોમલ ત્યાથી ચાલી જાય છે.અને માહી પાસે જઈને
હગ કરી લે છે...

મને ખબર છે માહી...તે સારું જ કર્યુ છે.પણ એક દિવસ
તને તારા ડેડ જરુર અપનાવશે......

પછી એક દિવસ જય ઓફીસ જતો હોય છે ત્યા તે કોમલ
પાસે તેનો મોબાઈલ અને રુમાલ માંગે છે પણ કોમલ બીઝી
હોવાથી તે સાંભળતી નથી.એટલે માહી દોડીને જયને રુમાલ અને મોબાઈલ આપવા જાય છે.જય ગુસ્સાભરી
નજરે માહી સામે જોવે છે અને તેના હાથમાંથી લઈ લે છે
આ બધું જ કોમલ ના સસરા લાલજીભાઈ જોતા હોય છે.
તે પણ ખુશ થતા હોય છે અને માહી ને કહે છે....

તે ખુબ સારું કર્યુ.એક દિવસ તારા બાપનું દિલ જરુર પીગળશે...અને તને હગ કરશે....

હા...દાદાજી..એ દિવસ પણ જલદી આવે અને મારે પણ એક ભાઈ આવે...મને પણ રમવા મળે અને ડેડી ને પણ
તેનો દિકરો મળે અને મમા ને પણ આમ રોજ રડવું ન પડે
અને બા પણ મમાને ન રડાવે....

હા...બેટા તારી પ્રાર્થના ભગવાન જરુર સાંભળશે.પછી
લાલજીભાઈ વિચારતા હોય છે નાની છે પણ કેટલી સમજ
છે ભગવાન તું એની પ્રાર્થના જરુર સાંભળજે....

આમ ને આમ માહી ધણી વખત જયની મદદ કરે છે.અને
એક દિવસ માહીની સ્કુલ મા કાડૅ કોમ્પીટીશન હોય છે.
ત્યારે પણ માહી જયના નામનું કાડૅ બનાવે છે અને ફસ્ટૅ
નંબર આવે છે...પછી માહીના ટીચર જયને સ્કુલમા બોલાવીને કહે છે....

તમારી માહી ખુબ જ હોશિયાર છે...બધી બાબતમાં...
સ્ટડી અને કોમ્પીટીશન માં પણ..બિલકુલ તમારી જેમ
આજે તો કમાલ કરી નાખ્યુ...તમારા નામનું કાડૅ બનાવ્યું છે
જોવો તમે...કોઈ કહે જ નહીં કે આ નાની બાળકી એ બનાવ્યું છે....શું ટેલેન્ટ છે તેનામાં....મોટી થયને તમારું નામ
રોશન કરશે....

પછી જે જય માહીની કોઈપણ વસ્તુ જોતો ન હોય તે જય
આજે માહીનુ કાડૅ જોવે છે..અને શોક થય જાય છે

પછી જય વિચારે છે કે હું જ માહી સાથે કયાંક ને કયાંક
રોંગ કરું છું.તે પણ મારી જ દિકરી છે.મને ભગવાને દિકરો
આપ્યો નથી તો એની સજા હું માહીને કેમ આપું છું.જયને
તેની ભુલનો અહેસાસ થાય છે......

પછી જય સાંજે તેના ધરે બહાર ગાડૅનમા હિંચકા પર બેઠો
હોય છે ત્યા લાલજીભાઈ આવે છે અને તેની પાસે બેસે છે.
અને બોલે છે.

શું વિચારે છે...જય...માહી વિશે વિચારે છે.......?

અને જય લાલજીભાઈ ને હગ કરીને રડવા લાગે છે...
સોરી ડેડ....મે માહી સાથે ખુબ જ રોંગ કર્યુ છે.મને ભગવાને
દિકરો નથી આપ્યો તેની સજા હું કયાંક ને કયાંક માહી ને
આપતો હતો.તેમાં તેનો શું વાક હતો....

તને તારી ભુલ સમજાઈ ગઈ એ જ મોટી વાત છે અને આજે તો દિકરી એ જ દિકરો છે.દિકરી બધા જ કામ કરી
શકે છે.એક દિકરાથી પણ વધારે...બે કુળને તારે છે દિકરી..
અને ભગવાન દિકરી પણ તેના જ ધરે આપે છે જયા તેનું
જતન થાય છે.......

પછી બીજા દિવસે જય માહી માટે ધણા બધા કપડા, ઢીંગલી, અને સાઈકલ લાવે છે.આ બધું જોઈને માહી તો
જયને હગ કરી લે છે...અને જય કહે છે....

આ બધું જ મારી દિકરી માટે છે અને માહી આજથી મારો
દિકરો છે.....સોરી...બેટા...હું હવે આજથી બધી કમી પુરી
કરીશ...જે બધી બાકી છે તે....

માહીના આંખમા પણ આંસુ આવી જાય છે અને તે પણ
ખુશ થય જાય છે પછી જય તેને ખુબ જ પ્રેમ કરે છે.
બધે ફરવા લઈ જાય છે.અને થોડા ટાઈમ પછી શારદાબેનને
પણ તેની ભુલનો અહેસાસ થાય છે.અને તે પણ માહીને
ખુબ સાચવે છે.અને થોડા ટાઈમ પછી કોમલ ફરી પ્રેગનન્ટ
થાય છે.અને આ વખતે જય પણ ચેકઅપ કરાવવા દેતો નથી...અને કોમલ ને કહે છે...

કોમલ..જે પણ આવશે મને કોઈ પ્રોબ્લેમ નથી.દિકરી પણ
આવશે તો મારો દિકરો છે એ....

નવ મહિના પછી કોમલના કોખમા એક દિકરાનો જન્મ
થાય છે અને બધા ખુશ થય જાય છે.માહીને પણ એક
ભાઈ મળી જાય છે.અને જયને પણ છોકરો....

આજે સમાજમાં દિકરી કે દિકરો બધા સરખા છે.પણ આજે
ધણા બધા પરીવાર એવા છે કે જે આ કુરિવાજો ને માને છે.
પણ આજે તો દિકરા કરતા દિકરી આગળ છે.અને હમેશાં રહેશે.એક દિકરી બે પરીવારને સંભાળે છે.અને દિકરો તો
એક જ કુળને તારે છે.તો પણ આજે ધણી બધી જગ્યાએ
દિકરીને દિકરા જેટલું માન અપાતું નથી.

તેથી હું હમેશા એટલું જ કહીશ...દિકરી અને સ્ત્રી જેવું આ
સમાજમાં કોઈ નથી.તેના જેવું કોઈ નહીં થાય....તેથી હમેશાં તેને માન-સમ્માન હમેશાં આપજો...તેના વિના તો
આ દુનિયા પણ અધુરી છે..........

.....✍✍💞💞💞