પરાગિની ૨.૦ - ૫૫ (અંતિમ ભાગ)
ઘરમાં દાદી બહુ જ ખુશ હોય છે કે તેઓ પરદાદી બનવાના હોય છે. પરાગને આ વાત ખબર હોય છે પરંતુ તે એવું રાખે છે કે તેને નથી ખબર...! શાલિનીને ખબર હોય છે પરંતુ તેને કોઈ રસ નથી હોતો.. અને સમર ... સમરને તો એ જ નથી ખબર હોતૂ કે ઘરમાં શું ચાલી રહ્યુ છે...!
કંપનીમાં પણ તે કંટાળી ગયો હોય છે... તેનાથી પરાગ જેવું હેન્ડલીંગ નથી થતુ... પરાગ કંપનીમાં ના હોય તો પણ કંપનીમાં બધા જ બરાબર કામ કરતાં... જ્યારે સમરને તો દસ દિવસમાં ફાંફાં પડી જાય છે. તે શાલિનીને ફોન કરીને કહી દે છે કે મોમ બસ હવે મારાથી આ બધુ નહીં થાય... હું બધા શેર્સ ભાઈને પાછા આપી દઈશ...!
શાલિની તેને સમજાવે છે કે જરાં હિંમત અને ધીરજ રાખ બધુ સરખુ થઈ જશે..!
સમર એકલો પડી ગયો હોય છે..!
દાદી રિનીને ઓફિસ જવાની ના કહે છે અને આરામ કરવાનું કહે છે... રિની બપોરે તેનું કામ પતાવી પરાગને કહી ઘરે આવતી રહે છે.. સાંજે પરાગને એક ક્લાયન્ટ સાથે મીટિંગ હોય છે તેથી તે ઘરે મોડો આવવાનો હોય છે. રાત્રે સાડા નવ વાગ્યે રિનીને ભૂખ લાગે છે. તેને કંઈક તીખું ખાવાનું મન થતાં પરાગને ફોન કરે છે. ફોન ઉપાડતાં જ રિની પરાગને પૂછે છે, તમને ડિસ્ટર્બ તો નથી કર્યાને?
પરાગ- ના, બસ ગાડીમાં જ બેઠો...
રિની- હા, તો મારી માટે કંઈ ખાવાનું લઈ આવજોને... તીખું હા.।।
પરાગને ખબર હોય છે છતાં નાટક કરતાં કહે છે, કેમ જમી નથી તુ..?
રિની- જમીને પણ ફરી ભૂખ લાગી છે.. અને કંઈક તીખું ખાવાની ઈચ્છા થઈ છે..!
પરાગ હસીને હા કહે છે.
રિની હસીને ફોન મૂકી દે છે... અને પછી તેના પેટ પર હાથ ફેરવીને બોલે છે, મને અને તને બંનેને ભૂખ લાગી છે.. ડોન્ટ વરી તારા ડેડી હમણાં જ કંઈક મસ્ત લઈને આવશે..!
બે દિવસ બાદ પરાગની બર્થ ડે હોય છે તેથી રિનીએ નક્કી કર્યુ હોય છે કે તે દિવસે જ તે પરાગને સરપ્રાઈઝ આપશે...! જો કે પરાગને અણસાર આવી ગયો હોય છે કે રિની મારા જ બર્થ ડે પર મને સરપ્રાઈઝ આપશે એમ...!
પરાગનાં બર્થ ડેનાં દિવસે....
રિની વહેલી ઊઠીને તૈયાર થઈ ગઈ હોય છે. પરાગ હજી સૂતો હોય છે. સાત વાગતાં જ રિની રૂમનાં બધા જ પડદાં ખોલી નાંખે છે અને પરાગને ઉઠાડી દે છે.
રિની- ચાલો ઉઠો...
પરાગ- અમ્મ... સુવા દેને...!
રિની- પરાગને ઉઠાડી દે છે... આજે આટલો ખાસ દિવસ છે અને તમે હજી સૂઈ રહો છો..!
પરાગ- અરે હા... મારે તો મુંબઈ જવાનુ છે... અગિયાર વાગ્યાની ફ્લાઈટ છે...!
રિની- હેં...? પરાગ આજે તમારી બર્થ ડે છે અમે તમે મુંબઈ જાઓ છો?
પરાગ- જવું પડે એવું જ છે. ડોન્ટ વરી હું ત્રણ વાગ્યે તો ત્યાંથી નીકળી જઈશ... સાંજે આપણે સાથે હઈશુ...!
રિની- આખો દિવસ તો જતો રહેશેને પણ....
પરાગ- કામનાં લીધે જ જાઉં છુ... સોરી...
રિની પગ પછાડતી રૂમની બહાર જતી રહે છે. પરાગ હસીને બાથરૂમમાં જતો રહે છે.
શાલિની સમરનાં રૂમમાં જાય છે. રાત્રે સમરે ખૂબ પીધી હોય છે અને પરાગ તેને ઘરે લઈને આવ્યો હોય છે. શાલિની સમરને ઉઠાડે છે અને કહે છે, ચાલ બેટા ઉઠ.. કંપનીએ જવાનું છે હજી...! તારા મોબાઈલમાં કોઈનો ફોન આવે છે.. સમર તરત બેઠો થઈને પૂછે છે, નિશાનો છે?
શાલિની મોં બગાડતા કહે છે, ભગવાન કરે એનો કોઈ દિવસ ફોન ના આવે..!
સમર ફોન લઈ પહેલા વાત કરી લે છે. શાલિની સમરની બાજુમાં બેસે છે અને તેને કહે છે, બેટા... ડેન્સી બહુ જ સારી છોકરી છે... તું એક વાત માનીશ?
સમર- હા, બોલ...
શાલિની- તું ડેન્સી સાથે મેરેજ કરી લે..
સમર શાંતિથી જવાબ આપતાં કહે છે, સારૂં હું તેની સાથે મેરેજ કરી લઈશ પરંતુ હું કંપની ભાઈને પાછી આપી દઈશ.. આ બાબતે મારે કોઈ એક્સક્યૂઝ નથી સાંભળવા..! આટલું કહી સમર રૂમની બહાર જતો રહે છે અને શાલિની કંઈ બોલી નથી શકતી..!
પરાગ તૈયાર થઈને નીચે આવે છે. બંને સાથે બ્રેકફાસ્ટ કરે છે. રિની પરાગને કહે છે, ઓફિસ જતાં મને મમ્મીનાં ઘરે મૂકી જજો..!
પરાગ ઓફિસ જતાં રિનીને તેની મમ્મીને ઘરે મૂકવા જાય છે અને તેને મૂકીને પછી ઓફિસ પર જાય છે.
એશાને ઓફિસમાં રજા હોવાથી તે રિની સાથે રોકાવાનું વિચારે છે. નિશા તો સવારની હોસ્પિટલ જવા નીકળી ગઈ હોય છે. નિશા વિચારે છે કે તે સમર સાથે વાત કરશે.. તેથી તે કંપની પર જાય છે. કંપની પર જાય છે અને તેને ડેન્સી મળે છે. ડેન્સીને જોઈને નિશા કંઈ બોલતી નથી તે સમરની કેબિન તરફ જવા લાગે છે. ડેન્સી તેની પાછળ જાય છે અને તેને રોકીને કહે છે, સમરને મળવા આવી છે? પરંતુ... સમર હજી નથી આવ્યો...!
નિશા- ઓકે તો હું અહીં બેસીને વેઈટ કરીશ...!
ડેન્સી- અને હા... એક ન્યૂઝ આપવાની તો રહી ગઈ... મારી અને સમરની એન્ગેજમેન્ટ થવાની છે.
આ સાંભળી નિશા ઊભી થઈ જાય છે અને કંઈ નથી બોલતી.. ત્યાંથી તે જતી રહે છે.
શાલિનીએ ડેન્સીને ફોન કરીને પાછી બોલાવી હોય છે અને તેને ડેન્સીને વચન આપ્યું હોય છે કે તે સમરને મનાવશે તારી સાથે મેરેજ કરવા માટે...!
નિશા રડતી રડતી નીચે જતી હોય છે કે તેને જૈનિકા મળી જાય છે. જૈનિકા નિશાને રડતાં જોઈ પૂછે છે કે શું થયુ?
નિશા કંઈ જવાબ આપતી નથી... જૈનિકા તેને તેની કેબિનમાં લઈ જાય છે. તેને બેસાડે છે અને પાણી આપે છે પીવા માટે...! નિશા જૈનિકાને બધી વાત કહે છે. જૈનિકા સાંભળીને હેરાન રહી જાય છે.. તેને એવું લાગે છે કે શું સાચેમાં આ સમર જ છે?
સમર કંપનીએ આવે છે તેને ખબર પડે છે કે નિશા તેને મળવા આવી છે. તે સાંભળીને ખુશ થઈ જાય છે. તે તરત નિશાને મળવા જાય છે. એક એમ્પ્લોય સમરને જણાવે છે કે જૈનિકા મેમ કોઈ છોકરીને તેમની સાથે ઉપર લઈ જતા હતા..! સમર તરત જૈનિકાની કેબિનમાં જાય છે... ત્યાં જોઈ છે તો નિશા બેસીને રડતી હોય છે. જૈનિકા સમરને જોઈને બોલે છે.. સમર...!
નિશા તરત સમર બાજુ જોઈ છે... તે ઊભી થઈને સમર તરફ જાય છે. સમર તરત નિશા પાસે જાય છે અને પૂછે છે, તું મારી પાસે પાછી આવીને?
નિશા- પહેલા વિચાર તો એવો જ હતો પરંતુ હવે નથી...
સમર- શું બોલે છે તુ.?
નિશા- મેં સાંભળ્યુ કે તું સગાઈ કરવા જઈ રહ્યો છે..!
સમર કંઈ બોલતો નથી...
નિશા- મને મારો જવાબ મળી ગયો...!
સમર- એવું કંઈ નથી બસ મેં ગુસ્સામાં હા પાડી દીધી હતી...!
નિશા તરત સમરને લાફો મારી દે છે અને કહે છે, બસ સમર... તું મેરેજ કરવાનો છેને...! હું પણ હવે મેરેજ કરીશ...!
સમર- ના... એવું નથી... પ્લીઝ એવું ના કરીશ...
નિશા- હું પણ મેરેજ કરીશ જો તું...
આટલું કહી નિશા ત્યાંથી જતી રહે છે.
આશાબેને રિની માટે તેનું ફેવરેટ જમવાનું બનાવ્યુ હોય છે. બપોરે જમીને રિની બેઠી હોય છે. કલાક બાદ તેને ફરી ભૂખ લાગતાં આશાબેન તેને નાસ્તા જેવું બનાવી આપે છે. રિની નાસ્તો કરતી હોય છે અને પરાગનો ફોન આવે છે.
રિની ફોન ઉપાડી પરાગને પૂછે છે, થઈ ગયું કામ?
પરાગ- હા, શું કરે છે તું?
રિની- આ ભૂખ લાગી છે તો નાસ્તો કરુ છુ...
પરાગ- મને આ જ આશા હતી તારી પાસેથી... હું નીકળી ગયો છુ.. કલાકમાં ત્યાં પહોંચી જઈશ... સાંજે ડિનર પર જવાનું છે તો ઘરે જઈને તૈયાર થઈ જજે..!
રિની- હા, બસ આ ખાયને નીકળુ...
પરાગ ફોન મૂકે છે.
રિની ખાયને ઘરે જવા નીકળે છે. ઘરે જાય છે તો ઘરની એક મેઈડ રિનીને કહે છે, દીદી.. સરે તમારા માટે કપડાં મોકલ્યા છે તે બેડ પર મૂક્યા છે.
રિની હા અને થેન્ક યુ કહી ઉપર જાય છે. રૂમમાં જઈને જોઈ છે તો પેસ્ટલ ગ્રીન કલરનું વનપીસ બેડ પર મૂક્યુ હોય છે. રિની તે જોઈને ખુશ થઈ જાય છે. તે ન્હાવા જતી રહે છે અને ત્યારબાદ તૈયાર થાય છે. તે તૈયાર થઈને પર્સ હાથમાં પર્સ જ લેતી હતી કે તેને બહાર લડવાંનો અવાજ આવે છે. તે પર્સ લઈ ફટાફટ બહાર જાય છે.. જોઈ છે તો શાલિની અને તેની પર્સનલ મેઈડ લડતાં હોય છે તે પણ દાદર પાસે ઊભા રહીને... શાલિની તેનો હાથ પકડી તેને કાઢી મૂકવાનું કહેતી હોય છે અને મેઈડ તેન હાથ છોડવાની કોશિશ કરતી હોય છે અને એમાં બંનેની ઝપાઝપી થાય છે. દાદી આવીને તેમને છોડાવવાની કોશિશ કરે છે. રિની પણ તેમને રોકવાની કોશિશ કરે છે. દાદી રિનીને ના કહે છે કે તું વચ્ચે ના પડીશ.. ક્યાંક તને વાગી જશે તો..? રિની સાઈડ પર ઊભી રહેવા જતી હતી કે શાલિનીનો હાથ તેને વાગે છે અને તેનું બેલેન્સ ખોરવાય જતાં તે દાદર પરથી પડે છે.. જોકે તે બેઠી જ પડે છે. રિનીને પડતાં જોઈ દાદી જોરથી ચીસ પાડે છે. તેઓ તરત જ ડ્રાઈવરને બોલાવે છે. તે મેઈડ ફટાફટ નીચે જઈ રિનીને ઊભી કરે છે. દાદી મેઈડને કહે છે કે તે પકડીને રિનીને ગાડીમાં બેસાડે.. દાદી રિની જોડે ગાડીમાં બેસે છે. દાદી ડ્રાઈવરને ફટાફટ ગાડી હોસ્પિટલ તરફ લઈ જવાનું કહે છે. રિનીને ખાસ કંઈ વાગ્યુ હોતું નથી..!
પરાગ ઓફિસ પર હોય છે. તે કલાક પૂરો થવાની રાહ જોતો હોય છે. પરાગ ખરેખરમાં કંઈએ નથી ગયો હોતો.. તે સવારથી રિની માટે સરપ્રાઈઝ તૈયાર કરતો હોય છે. તેને ખબર હોય છે કે રિની તેને આજે બર્થ ડે પર સરપ્રાઈઝ આપશે એમ...!
હોસ્પિટલમાં ડોક્ટર રિનીનું ચેકઅપ કરતાં હોય છે. એટલામાં જ પરાગનો ફોન રિનીનાં ફોન પર આવે છે. રિની દાદીને કહે છે, તમે ફોન ઉપાડીને કહી દો કે રિની ઉપર રૂમમાં છે નહીં તો વોશરૂમમાં..!
રિની ઈશારાથી ડોક્ટરને ચૂપ રહેવાનું કહે છે. દાદી ફોન ઉપાડે છે. દાદીનો અવાજ સાંભળતા પરાગ દાદીને પૂછે છે, દાદી રિની ક્યાં છે?
દાદી - રિની ઉપર રૂમમાં ગઈ છે કંઈક ભૂલી ગઈ છે અને તેનું પર્સ નીચે હતું... તારો ફોન આવતો હતો તો મેં ઉપાડી લીધો..!
પરાગ- ઓકે.. તેને કહેજો ઘરેથી નીકળી જાય ડ્રાઈવર લેવા આવશે અને મોડું ના કરે..!
દાદી- હા, બેટા...
ફોન મૂકતા જ દાદી રિનીને કહે છે, પરાગને જણાવવું જોઈએ..!
રિની- ના દાદી... જો કંઈ પ્રોબ્લમ જેવું હશે તો હું જણાવી દઈશ..!
ડોક્ટર ચેક કરીને કહે છે કે સદ્નસીબે તમારાં બેબીને કંઈ નથી થયું અને તમને પણ..!
દાદી ભગવાનનો આભાર માને છે અને કહે છે, હે નાથજી મારા છોકરાંઓ પર તમારા આર્શીવાદ રાખજો..!
ચેકઅપ બાદ રિની ઘરે જાય છે અને બીજી ગાડીમાં બેસી જાય છે જે પરાગે મોકલી હોય છે.
આ બાજુ શાલિની ગભરાય ગઈ હોય છે. તેને ડર હોય છે કે જો પરાગને ખબર પડશે તો શું થશે?
શાલિની સમરને ફોન કરી ઘરે બોલાવે છે. સમર ઘરે આવી તેની મોમને પૂછે છે, શું થયું મોમ?
શાલિની- ચાલ બેટા અહીંથી જવું પડશે..!
સમર જોઈ છે કે બધો સામાન પેક કરેલો હોય છે.
સમર- મોમ ક્યાં જઈએ છે આપણે? હવે તમે શું કર્યુ?
શાલિની- બેટા.. મેં જાણી જોઈને નહોતુ કર્યુ.. મારી વાત પર વિશ્વાસ કર એક એક્સીડન્ટ જેવું છે..
સમર- શું થયું મોમ?
શાલિની- રિની દાદર પરથી પડી ગઈ... ખબર નહીં એનું બેબી...
સમર- શું?
શાલિની- મારો અને મેઈડનો ઝગડો થયો હતો એમાં એ વચ્ચે આવી... અને એ વખતે દાદર પરથી પડી... પરાગને ખબર પડે એની પહેલા આપણે અહીંથી નીકળી જવું જોઈએ..
સમર- એક મિનિટ મોમ... શું રિની પ્રેગ્નન્ટ છે? બેબી કેમ છે?
શાલિની- મને નથી ખબર...
સમરને સમજ નથી પડતી કે શું કરવુ..?
આ બાજુ ગાડી નવા ઓફિસ પાસે આવીને ઊભી રહી જાય છે. રિની અંદર જાય છે. નવી ઓફિસની જગ્યા પરાગની મમ્મીનું ઘર હોય છે. રિની અંદર જઈને જોઈ છે ઓફિસ ડેકોરેટ કરી હોય છે. પરાગ રિની પાસે આવે છે અને હાથ પકડીને તેની કેબિનમાં લઈ જાય છે. રિની નવી ઓફિસ જોઈ ખુશ થઈ જાય છે. રિની પરાગને સૌથી પહેલા બર્થ ડે વિશ કરે છે અને કહે છે કે બર્થ ડે ગીફ્ટ બહુ જ સ્પેશિયલ છે. પરાગ તેને રોકતા કહે છે, એક મિનિટ પહેલા હું એક ગીફ્ટ આપીશ..! પરાગ તેને નાનું બોક્સ આપે છે. રિની ખોલીને જોઈ છે તો તેમાં ન્યુ બોર્ન બેબીનું ટી-શર્ટ આવે તે હોય છે. રિની તે જોઈને પરાગને પૂછે છે, તમને ખબર હતી?
પરાગ સ્માઈલ સાથે હા કહે છે, મેં તમારી વાત સાંભળી લીધી હતી. રિની મોં બગાડતા કહે છે, તમે મારી સરપ્રાઈઝ બગાડી..!
પરાગ રિનીને હગ કરી લે છે અને કિસ કરીને કહે છે, મને તો તારા જેવી ક્યુટ ઢીંગલી જોઈએ છે.
બંને ડિનર કરે છે.. ત્યારબાદ પરાગ તેને આખી ઓફિસ બતાવે છે. બંને કેબિનમાં જઈ તેને એક સ્લાઈડ બતાવે છે જેમાં બંને ફોટોસ હોય છે..!
પાંચ વર્ષ બાદ......
શાલિની અમેરિકા જતી રહી હોય છે. સમરે તેની પોઝિશન અને શેર્સ પરાગને પાછા આપી દીધા હોય છે. પરાગે તેની નવી કંપની બ્લોસમ ડિઝાઈન્સ સાથે મર્જ કરી દીધી હોય છે. દાદી દાદા સાથે ગામે રહેવા જતાં રહ્યા હોય છે.
પરાગ અને રિનીને ટવીન્સ થયા હોય છે.. એક છોકરો અને એક છોકરી.. જે અત્યારે ચાર વર્ષનાં હોય છે. માનવ અને એશાને બે વર્ષનો એક છોકરો હોય છે. સમર અને નિશા બ્રેકઅપ કર્યાનાં એક વર્ષ બાદ પાછા એક થઈ ગયા હોય છે અને હમણાં તેઓ મુંબઈ રહેતા હોય છે. પરાગે તેની નવી બ્રાંચ મુંબઈ ખોલી હોય છે અને ત્યાંનું કામ સમર સંભાળતો હોય છે. સમર અને નિશાની સગાઈ થઈ ગઈ હોય છે. જૈનિકા અને મિહીરનાં પણ લગ્ન થઈ ગયા હોય છે.
આજે પરાગ અને રિનીનાં ઘરે બધા ભેગા થવાનાં હોય છે. અર્શ અને આર્શા બંને ગાર્ડનમાં રમતાં હોય છે. પરાગ તેમને ઉપર બોલાવે છે. માનવ અને એશા તો સવારનાં આવી ગયા હોય છે. તેમનો છોકરો મલય ઉપર અર્શ અને આર્શાનાં રૂમમાં સૂતો હોય છે. આર્શા ઉપર રૂમમાં જતા એશાને કાલીઘેલી ભાષામાં કહે છે, માસી તમે ચિંતાના કરતા મલયને અને નહીં ઉઠાડીએ..!
એશા આર્શાનાં ગાલ પર હાથ ફેરવતાં કહે છે, ઓહ.. મારી ઢીંગલી સારુ... મલયનું ધ્યાન રાખજે હા ને..!
આર્શ અને આર્શા દોડીને ઉપર જતાં હોય છે કે રિની તેમને શાંતિથી જવાનું કહે છે અને આર્શાને કહે છે, તું બોલે છે કંઈ બીજું અને કરે છે કંઈ બીજુ... ભયલુંને ઉઠાડતી નહીં..!
રિની હસીને એશાને કહે છે, આર્શા દેખાય છે ભોલી પણ બહુ શરારતી છે.
પરાગ- મારા છોકરાઓ છે તો એવાં જ હોય ને..!
માનવ- સમર અને નિશા હજી આવ્યા નહીંને?
એટલામાં જ નિશા અંદર આવતા કહે છે, અમે આવી ગયા..!
ત્રણેય બહેનપણીઓ એકબીજાને ગળે લાગે છે. પરાગ, માનવ અને સમર પણ એકબીજાને ગળે લાગે છે. છએ જણાં સાંજ સુધી ગપ્પા મારે છે, સાથે મુવી જોઈ છે અને પહેલાની જેમ સાથે રહેતા થઈ જાય છે.
સમાપ્ત.
પરાગિની નવલકથાનો અહીં અંત થાય છે. તમારા સૌનો ખુબ આભાર આટલો સારો પ્રતિસાદ અને પ્રેમ આપવા બદલ..!
ધન્યવાદ..!