પરાગિની 2.0 - 54 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પરાગિની 2.0 - 54

પરાગિની ૨.૦ - ૫૪સમર હવે પોતાને એકલો ફિલ કરતો હોય છે અને ક્યાંક તે સમજી પણ ગયો હોય છે કે પોતાની ભૂલને કારણે જ તેને આવું લાગે છે.

પરાગને જૈનિકા અને મિહીરનાં રિલેશન વિશે ખબર પડે છે. પરાગ જૈનિકાને કહે છે, ચાલો... ફાઈનલી તને કોઈ મળ્યું તો ખરું... વેલકમ ટુ ધ મેડ ફેમીલી..! પરાગ હસે છે અને પછી સમરનું પૂછે છે કે તે કેવો છે? જૈનિકા તેને ઓફિસમાં જે બધુ થાય છે તેના વિશે વાત કરે છે. જૈનિકા સાથે વાત કરી પરાગ ફોન મૂકી દે છે.

રાત્રે સમર પીને આવીને નિશાના ઘર પાસે આવીને બૂમો પાડતો હોય છે... એશા હમણાં બે-ત્રણ દિવસથી નિેસા પાસે રોકાય હોય છે. બંને તેમના રૂમમાં હોય છે.

એશા નિશાને કહે છે, સમર કેમ અહીં બૂમો પાડે છે?

નિશા રૂમની બારીમાંથી બહાર જોઈ છે તો સમર ઊભો હોય છે અને લથડીયા ખાતો હોય છે અને બોલતો હોય છે કે નિશા મને માફ કરી દે..!

નિશા અને એશા ફટાફટ બહાર જાય છે. નિશા તેને અહીથી જતો રહે એમ કહે છે પરંતુ સમર માનતો નથી... એટલામાં મિહીર આવે છે અને તે કેબ બુક કરાવી તેના ઘરે મોકલી દે છે.

અડધો કલાક બાદ નિશા રિનીને ફોન કરે છે.

રિની- હા, નિશા બોલ શું થયુ?

નિશા- શું સમર ઘરે આવી ગયો છે?

રિની- ખબર નહીં કેમ?

નિશા- બસ એમ જ પૂછુ છુ....

એશા નિશાનાં હાથમાંથી ફોન લઈ લે છે અને રિનીને કહે છે, સમર સાહેબ પીને આવ્યા હતા... નિશાને બૂમો પાડતાં હતા... એ તો સારું કે સોસાયટી વાળા ભેગા નહોતા થયા.. નહીંતર આજે તો પોલીસ આવી ગઈ હોત...! તારા ભાઈ એ એને ઘરે મોક્લી આપ્યો છે.

રિની- ઓહ...

એશા- હમ્મ... તું બોલ ઘરે બધુ ઠીક તો છેને? તું અને પરાગ?

રિની- હા, ઠીક છે.. પરાગ તેમનાં નવા કામમાં બિઝી રહે છે... હું આ સરબત બનાવુ છુ... ખબર નહીં સવારનાં ચક્કર આવે છે. અત્યારે પણ થોડા થોડા આવે છે.

એશા નિશાને કહે છે આ વાત... નિશા એશાને ફોન સ્પીકર પર કરવાનું કહે છે... સ્પીકર પર કરતાં જ નિશા રિનીને પૂછે છે, બીજું કંઈ થાય છે તને? એટલે એવું કંઈ કે વજન વધવુ કે પછી વોમિટીંગ?

રિની- ના.... કેમ?

નિશા- મારો કહેવાનો મતલબ છે કે કદાચ પ્રેગ્નન્સી પણ હોય શકે...?

રિની- ના હવે... ઓવરલોડ કામ ના લીધે કદાચ હોય શકે....

એશા- તારે ટેસ્ટ કરાવી લેવો જોઈએ...

રિની- શું હું પ્રેગ્નન્ટ હોઈ શકુ?

એશા- એ તો તને જ ખબર અને ટેસ્ટ કરાવે તો ખબર પડેને...!

નિશા- એક કામ કરજે કાલે તું હોસ્પિટલ આવી જજે આપણે ટેસ્ટ કરાવી લઈશુ..

રિની- ઓકે... હા, પણ હમણાં તમે કોઈને આ વાત કહેતા નહીં....

નિશા- હા, ડોન્ટ વરી અમે કોઈને નહીં કહીએ..!

રિની બાય કહીને ફોન મૂકે છે. ફોન મૂક્યા બાદ રિની કિચનમાં બધુ સરખું કરતી હોય છે. પરાગ કિચનમાં આવે છે અને રિનીને જોઈને કહે છે, તને ફરી ભૂખ લાગી ગઈ કે શું? આજકાલ બહુ ખાઈ છે તુ..! રિની.. એવું નથી લાગતુ કે તું થોડી જાડી થઈ ગઈ છે.

રિની- બસ હા... શું તમે પણ... હું કંઈ જાડી નથી થઈ... એટલું જ વજન છે...

પરાગ- શું કરતી હતી..?

રિની- સરબત બનાવતી હતી... ચક્કર જેવું લાગતું હતુ...

પરાગ- અત્યારે ના પી.. સૂઈ જા એટલે સારું લાગશે...!

પરાગ રિનીને ઉપર રૂમમાં લઈ જાય છે.


સવારે નિશા રિનીને ફોન કરીને કહે છે, તું હોસ્પિટલ ના જઈશ.. પહેલા અહીં ઘરે આવી જા.. પછી આપણે ત્રણેય સાથે જઈને ટેસ્ટ કરાવીશુ..!

રિની ફોન મૂકી તૈયાર થઈને નીચે નાસ્તો કરવા જાય છે. રિની તેનું પર્સ લઈને બહાર નીકળવા જતી હોય છે કે આશાબેન અને રીટાદીદી બંને સામે ઊભા હોય છે. રિની તેમને જોઈને પૂછે છે, મમ્મી.. રીટાદીદી તમે અહીં કેમ? સવારે? કંઈ થયું છે? હું તો ઘરે જ જતી હતી...

આશાબેન- પહેલા તું સોફા પર બેસ...

આશાબેન તેમના પર્સમાંથી પ્રેગ્નન્સી ટેસ્ટીંગ કીટ કાઢે છે.. તે જોઈ રિની પૂછે છે, આ શું છે મમ્મી?

રીટાદીદી- ગુડ ન્યૂઝની કીટ છે.

આશાબેન- ટેસ્ટીંગ કીટ છે...

રિની- નિશાએ કહી દીધુ તમને એમ ને..!

આશાબેન- ના... તારો ભાઈ સાંભળી ગયો હતો એશા અને નિશાની વાત...

રિની- એક નંબરના ચાપલૂસ ભાઈ છે.

આશાબેન- તુ આ કીટ લે અને જા ટેસ્ટ કરી આવ...

રિની- હા.. પણ તમે ધીમે બોલો... પરાગ ઘરે જ છે.

એટલામાં દાદી આવે છે અને આશાબેનને પૂછે છે, શું થયુ? તમે કેમ અહીં? અને શેની કીટ છે?

રિની દાદીને કહે છે, દાદી ધીમે...

આશાબેન- પ્રેગ્નન્સી કીટ છે...

દાદી ખુશ થઈ જાય છે અને રિનીને કહે છે, બસ ખુશખબરી આપજે બેટા...

રિની- હા, દાદી ધીમે.. પરાગ ઘરે છે... પ્લીઝ...

દાદી- હા... તું મારા રૂમમાં વોશરૂમ છે ત્યાં જઈ આવ અને ટેસ્ટ કરી આવ..

રિની- એક મિનિટ... શું આ ટેસ્ટ કરવો જરૂરી છે?

એટલામાં જ પરાગ નીચે આવતો હોય છે પરંતુ બધાનો અવાજ સાંભળી તે દાદર પર જ ઊભો રહી જાય છે અને તેમની વાત સાંભળે છે.

આશાબેન- હા, જરૂરી છે...

રિની- હા, પણ હું પરાગ સાથે જઈને પણ આ ટેસ્ટ કરાવી જ શકુ છુને..?

દાદી- હા.. એ પછી કરાવી આવજે.. પહેલા ઘરે તો કન્ફર્મ કરી લે... ટેસ્ટ કરી લે અને મને જલ્દીથી ખુશખબરી આપ... કેટલા દિવસ પછી આ ઘરમાં ખુશીઓ આવશે...!

આશાબેન- તારે આ ટેસ્ટ આજે જ કરવાનો છે...

રીટાદીદી- ટેસ્ટનું રીઝલ્ટ અમે કોઈને નહીં કહીએ...

રિની- ઓકે.. તમે કહો છો એટલે જઉં છુ...!

પરાગને ખ્યાલ આવી જાય છે કે બધા પ્રેગ્નન્સી ટેસ્ટની વાત કરી રહ્યા છે. રિની અંદર રૂમમાં જતી હોય છે કે પરાગ નીચે ઉતરે છે.. રિની તરત કીટ પાછળ સંતાળી દે છે અને તેના જીન્સનાં પાછલા પોકેટમાં મૂકી દે છે.

રિની પરાગને કહે છે, તમે નીચે આવી ગયા... ઓફિસ જાઓ છો?

પરાગ- હા... તું પાછળ શું સંતાળે છે?

રિની- કંઈ નહીં...

રિની તેના બંને હાથ આગળ લઈ લે છે અને પરાગને હાથ બતાવતા કહે છે, કંઈ નથી... તમને મોડું નથી થતુ?

પરાગ- હા, બસ જાઉં જ છુ... નવી ઓફિસમાં કામ છે..!

પરાગ નીકળી જાય છે અને પછી રિની દાદીની રૂમમાં જાય છે.

રિની દાદીનાં રૂમમાં જઈ વોશરૂમમાં જાય છે. રિની ખુબ જ નર્વસ હોય છે.

રિનીને અંદર ગયે અડધો કલાક થઈ જાય છે. આશાબેન દરવાજો ખખડાવીને કહે છે, રિની કેટલી વાર? દસ જ મિનિટ લાગે છે ટેસ્ટ કરતા તો...!

રિની- હા, મમ્મી... આવું છુ... શાંતિ રાખ..!


આ બાજુ ઓફિસ ગયા બાદ પરાગ ખૂબ જ ખુશ અને એક્સાઈટ હોય છે કે તે પપ્પા બનવાનો હશે...! માનવ પણ ત્યાં જ હોય છે. પરાગે તને હેલ્પ માટે બોલાવ્યો હોય છે. માનવ તેને ઓફિસ માટે બધુ કહેતો હોય છે.. પરાગ માનવને કહે છે, મારે તને એક વાત કહેવી છે...

માનવ- હા, બોલ....

પરાગ- મને લાગે છે રિની પ્રેગ્નન્ટ છે...

માનવ પહેલા ફક્ત હા નો જવાબ આપે છે... પછી તેને લાઈટ થતાં કહે છે, શું? સાચે માં?

પરાગ મોટી સ્માઈલ સાથે હા કહે છે. માનવ પરાગને તરત ગળે લગાવી લે છે અને કહે છે, હું બહુ જ ખુશ છુ... હું ચાચુ બનવાનો છું...

પરાગ- હા... અને હું પપ્પા....

માનવ- યસ... પરાગ શાહને હવે કોઈ ડેડી કહેશે...

પરાગ- હા, પણ હજી કન્ફર્મ નથી.. મેં ફક્ત તેમની વાત જ સાંભળી છે.

માનવ- ડોન્ટ વરી ગુડ ન્યૂઝ જ હશે...!


ઘરે રિની કીટ લઈને બહાર આવે છે અને કહે છે, આની પર બે લાઈન બતાવે છે એટલે....?

રીટાદીદી- અરે... યે... એનો મતલબ તું પ્રેગ્નન્ટ છે...

આશાબેન- હું દાદી બનવાની છું...

દાદી- અને હું પરદાદી....!

શાલિની ઉપર ઊભી સાંભળે છે કે રિની પ્રેગ્નન્ટ છે. તે બસ મનમાં બબડતી હોય છે કે બધા ખુશ થઈ જાઓ... થોડા દિવસ માટેની આ ખુશી છે..!

રિની બધાને ના કહે છે આ ન્યૂઝ પરાગને કોઈ નહીં આપે... હું જાતે આપીશ...!

બધા રિનીને હા કહે છે.

રિની પરાગને સરપ્રાઈઝ આપશે કે પરાગ રિનીને?

શું પહેલા જેવુ બધુ થઈ જશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો નવો ભાગ પરાગિની ૨.૦ - ૫૫


રેટ કરો અને રિવ્યુ આપો

Bhaval

Bhaval 8 માસ પહેલા

Bhimji

Bhimji 12 માસ પહેલા

Pannaben Shah

Pannaben Shah 1 વર્ષ પહેલા

Krishna Gujarati Pipalia

Krishna Gujarati Pipalia 1 વર્ષ પહેલા

Priti Purohit

Priti Purohit 1 વર્ષ પહેલા