Incomplete love books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ

અધૂરો પ્રેમ

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

DIPAKCHITNIS (DMC) dchitnis3@gmail.com

સવારના છ વાગ્યાનો એલાર્મ તેની રીતે ઈમાનદારીથી વાગીને બંધ થઈ ગયું. ઠંડી સવારની ખુશનુમા હવા ચાલી રહેલ હતી. પક્ષીઓ બધા પોતપોતાના મૂકત ગગનમાં વિહ્વળવા ચાલી નીકળ્યા હતા.

તે જ સમયે પલ્લવીના રૂમમાં આવતાની સાથે તેની માતા બોલી, “આને જુઓ, સવારના છ વાગ્યાનું એલાર્મ બેનબાએ ઉઠવા માટે મુકેલ હતું. સવારના સાત વાગી ગયા તેમ છતાં હજી આ ઉંઘણસી સૂઈ રહેલ છે. રાત્રે સૂતી વખતે તો મોટી મોટી વાતો કરે છે. મમ્મી, કાલે તો ચોક્કસ જલ્દી ઉઠી જઈશ, પરંતુ રોજ સવાર તેની અગાઉની જેમ જ થતી હોય છે.

પલ્લવીની મમ્મી આવી અને આ રીતે બોલી જતી રહી.

અચાનક માતાની નજર પલ્લવીના ચહેરા પર પડી, તે પણ બિચારી શું કરે. સવારે નવ વાગે ઓફિસે જવા નીકળ્યા બાદ ઓફિસથી ઘરે આવતા આવતા રાત્રિના આઠ વાગી જાય છે. કેટલું કામ કરે છે. એક પળ માતાએ વિચાર્યું, અને પછી પલ્લવીને જગાડવાની કોશિશ કરી.

“પલ્લુ, એ પલ્લુ, ઉઠો બેટા, સવારના સાત વાગી ગયા બેટા ઓફિસ નથી જવાનું તારે ?”

“હા....સુવા દે ને મમ્મી, “ પલ્લુ પડખું બદલતા બદલતા બોલી.”

“અરે પલ્લુ બેટા, ઉઠને સવારના સાત વાગી ગયા છે.” માતાએ ફરીથી તેને ઉઠાવવાનો પ્રયાસ કરતા કહ્યું.

“ના હોય ! શું સાત વાગી ગયા ? હા જો સાત વાગી ગયા. તુરત ઉઠી, અને નવાઈ પૂર્વક પૂછવા લાગી.

“અરે મમ્મી, મેં તો વહેલા ઊઠવા માટે સવારે છ વાગ્યાનું એલાર્મ લગાવેલ હતું.”

“હવે એ બધું છોડ અને ફટાફટ તૈયાર થઇ જા.” માતાએ પલ્લુનો પલંગ સરખો કરતાં કરતાં કહ્યું.

પલ્લવીને આજે પણ ઓફિસ પહોંચવામાં મોડું થઈ ગયેલ હતું. બધાની નજરો થી છુપાવીને તે એના પોતાના ટેબલ આગળ પહોંચી ગઈ. આમ છતાં રિયા તેને જોઈ ગઈ હતી. પાંચ મિનિટ પછી તે તેની સામે આવી ઊભી રહી. ઓફિસમાં જરૂરી પત્રો તેના ટેબલ ઉપર મુકતા બોલી, આ પાંચે પાંચ પત્રોની વાર્તાના ડ્રોઈંગ તારે લંચ સમય સુધીમાં તૈયાર કરીને સાહેબના ટેબલે મૂકવાના છે. તેઓ ઓફિસના કામે બહાર ગયેલ છે, જેથી જતા જતા મને આપી ગયેલ હતા, અને તેથી તને કહું છું.

“અરે યાર, લંચ સમય સુધીમાં આ પાંચે પાંચ ડ્રોઈંગ કેવી રીતે પૂરા થઈ શકે ?”

“એ બધું તારે જોવાનું છે. એમાં હું કંઈ ન કહી શકું. અને હા, આ તો સાહેબ મને જતા જતા આપી ગયેલ અને આ મુજબ કહેવાનું મને કહી ગયેલા હતા તેથી મેં તને કહ્યું.” આમ કહેતા રિયા તેના ટેબલ તરફ પાછી ચાલી ગઈ.

બચપણના સમયથી આંખોમાં ચિત્રકાર બનવાનું સ્વપ્ન, પલ્લવી હાલ પૂરું કરી રહેલ હતી. જ્યારે સ્કૂલમાં હતી તે સમયે દરેક નોટમાં કાગળની પાછળની બાજુ ચિત્રકામ કરવાનો તેને ભારે શોખ હતો, પરંતુ હવે સમય કંઈક અલગ હતો. હવે તે તેના સ્વપ્ન તરફ આગળ વધી રહેલ હતી, અને એક મેગેઝિનની કચેરીમાં ચિત્રકામ કરવાનું કાર્ય કરી રહેલ હતી.

પોતાની ખુરશીને તે થોડી આઘી પાછી કરી આરામથી બેઠી તેને આપેલ વાર્તા ના પાંચ પત્રોમાંથી એક પત્ર વાંચવા લાગી. તેની એક ખાસિયત હતી કે તે જ્યારે પણ ચિત્રકામ કરતી ત્યારે તેને આપેલ પત્રનો પુરેપુરો અભ્યાસ કરતી. જેને પરિણામે પત્રોમાં લખેલ લખાણ મુજબ ચિત્રકામ મન મુકીને કરતી.

તેને આપેલ પાંચ વાર્તાના પત્રો પૈકી બે વાર્તાના કાગળ વાંચીને બે વાર્તાના ચિત્રકામ તેણે પૂરા કરી દીધેલ હતા. તેણે ઘડિયાળ સામે જોયું તો બપોરનો એક વાગી ગયેલ હતો. જેને કારણે તે થોડી આકુળ-વ્યાકુળ હતી.

તે વિચારવા લાગી, અરે, જો ને એક વાગી ગયો. હજી સુધી તો બે વાર્તાના ચિત્રકામ થયેલ છે. હજી તો ત્રણ ચિત્રકામ કરવાના બાકી છે. સાહેબ તો લંચ સમય સુધીમાં પાંચે પાંચ વાર્તાના ચિત્રકામ તૈયાર કરવાનું કઈ ગયેલ છે. કેવી રીતે થશે ? આમ વિચારતી તે ફરી પાછી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.

લંચનો સમય પણ થઈ ગયો. ત્રણ વાર્તાનું ચિત્રકામ તેણે પુરુ કરેલ હતું. તે ઘરેથી લંચ લઈને આવેલ હતી તે ડબ્બો ખોલીને ખાતા ખાતા વિચાર કરી રહેલ હતી કે બાકી બે પણ ચાર વાગ્યા સુધીમાં પૂરી કરી દેશે. પરંતુ સાથે સાથે તેના મનમાં એક ડર પણ હતો કે. સાહેબ તો પાંચે પાંચ વાર્તાના ચિત્રકામ પુરા કરી લંચ સુધીમાં માંગેલ હતા.

તે તેનું લંચ પતાવી પલ્લવી સાહેબને જોવા તેમની ચેમ્બર તરફ ગઈ પરંતુ તેઓ તેમની ચેમ્બરમાં ન હતા.

પરંતુ આવતા રિયાને પૂછતાં ખબર પડી કે, સાહેબ જરૂરી કામે બહાર ગયેલ છે.

આટલું સાંભળતા જ પલ્લવીને હાશ થઈ ગઈ અને લંચનો સમય પણ પૂરો થયો હતો.

પલ્લવી પોતાની જગ્યાએ આવી ગઈ. અને હવે પછીની વાર્તા નાની હતી જેને કારણે તેનું ચિત્ર કામ પણ જલદી પૂરું થઈ ગયું. છેલ્લી એક બાકી રહેલ હતી તે વિચારતા પાંચમી વાર્તા છેલ્લી હતી તે વાંચવા લાગી.

‘પ્રશાંત આચાર્ય’ એટલે ! તેની સાથે કોલેજમાં અભ્યાસ કરતો હતો તે તો નહી ? તેના મનમાં કામનો ભાર વધુ હતું જેથી વિચારવાનું બાજુ એ મૂકી તેના હાથના આગળીઓના ટેરવાં પત્રમાં લખેલ લખાણ પર ફરતાં હતાં. તે નામ પર સ્થિર હતી. પત્રના લખાણ અને અક્ષર જોતાં તેને ચોક્કસ ખ્યાલ આવી ગયો હતો કે આ એજ પ્રશાંત છે જે તેની સાથે કોલેજમાં અભ્યાસ કરતો હતો. આ બધુ વિચારતાં તે પોતાના ભૂતકાળમાં ચાલી ગઈ.

તે સમયે માંડ તેની ઉમર ૧૭-૧૮ ની આસપાસ હતી અને તે કોલેજના પ્રથમ વર્ષમાં હતી. તે જ્યારે ઘરેથી કોલેજ જતી ત્યારે એટલી ખુશી અને ઉમંગથી જતી કે પોતાના મનમાં અનેક સ્વપ્નો લઈને જતી હતી.

તે તેના મમ્મી પપ્પાની એકની એક લાડકવાયી દીકરી હતી. તેની બધી ઈચ્છા મનોકામનાઓને પુર્ણ કરવાનું તેમનું સ્વપ્ન હતું. તે નાનપણથી સ્કૂલમાં પણ ભણવામાં હોશિયાર હતી અને સાથોસાથ તેના ક્લાસની તે મોનીટર પણ હતી.

બીજી બાજુ પ્રશાંત હતો તે તેના નામથી એકદમ વિપરીત હતો. નામ મુજબના ગુણ ન હતાં. શાંત ન રહેવા વાળો છોકરો હતો. ક્લાસમાં પણ શોર-બકોર થતું હોય તો તેનું મુખ્યકારણ પણ તે જ હોય. ભણવાનું તો તેના માટે અગત્યનું ન હતું. શું આ એજ પ્રશાંત તો નહી હોય.

તેના મનમાં એકદમ ચિંતાના વાદળો ઘૂમરાઈ રહ્યા હતા, તો તેણે પત્રની પાછળ ફેરવી ત્યાંથી તેનું લખાણ જોયું આટલું જોતા જ તેને અક્ષર ઉપરથી તેને ખ્યાલ આવી ગયો કે આ વાર્તા લખનાર તે એ જ પ્રશાંત હતો.

તેને નક્કી થઈ ગયેલ કે આ વાર્તા લખનાર તે તેની સાથે કોલેજમાં અભ્યાસ કરતો તે જ પ્રશાંત હતો તેમ જાણતા તે પાછી ભૂતકાળમાં ચાલી ગઈ. વર્ષો પહેલા તેને તેની પર ગુસ્સો આવતો હતો, પણ કોણ જાણે કેમ હવે ધીમે ધીમે ગુસ્સો તેના તરફ ઓછો થવા પામ્યો હતો. જ્યારે તે સ્કૂલમાં બપોરનું લંચ પુરું કરી તે વાર્તાનું ચિત્ર બનાવતી હતી, ત્યારે અચાનક પાછળથી આવી કોપી લઈ ભાગી જતો હતો. ક્યારેક તે સમયે એમ થતું હતું તેના મોઢા પર બે તમાચા મારી દઉ. પરંતુ તે તેમ કરી શકતી ન હતી. હમેશની જેમ આજે બપોરના સમયે ચિત્ર બનાવી રહી હતી, ત્યારે જ વર્ગખંડની બહારથી દોડતો પ્રશાંત તેની પાસે આવ્યો, તે સમજી ગઈ હતી કે ચોક્કસ કંઈ શરારત કરીને ભાગી આવેલ છે. ત્યારે જ તેની પાછળ દિવ્યેશ, જે તેના જ ક્લાસમાં અભ્યાસ કરતો હતો તે આવી પહોંચ્યો તેના હાથમાં લાકડી વાળું ડસ્ટર હતું. પ્રશાંતની તરફ ડસ્ટર નિશાન કરી ફેંકેલ હતું, પરંતુ પ્રશાંતને બચાવવા માટે પલ્લવી એ તેની નોટ વચ્ચે ધરતા પ્રશાંત બચી ગયો હતો તે દિવ્યેશ તરફ તેને મારવા ગઈ પરંતુ તે ભાગી ગયો હતો.

“અરે, શું વાત છે આજે તો તે મને બચાવી લીધો, પ્રશાંત આશ્ચર્ય સાથે તેને પૂછી રહ્યો હતો.”

“ હા, તો શું થયું એમાં ?” તેણે જવાબ આપ્યો.

અચાનક પ્રશાંત એની બાજુ પરત આવ્યો અમે પોતાની બેગમાંથી બીજી નોટ કાઢીને તેણે પલ્લવીને આપી અને કહ્યું, આ લે હવે આ બુકમાં ચિત્ર બનાવજે. આમે ય મને બચાવવામાં તારી બુકને નુકસાન થયેલ છે.

તેણે એ બુક લેવાનો ઇનકાર કર્યો.

સામે પ્રશાંતે કહ્યું, અરે યાર લઈ લે, પહેલા પણ હું ઘણીવાર તને હેરાન કરી ચૂકેલ છું. પરંતુ હવે ચોક્કસ પણે તને હેરાન નહીં કરું.

જ્યારે તેણે બહુ જ કહ્યું એટલે પલ્લવીએ તે બુક લઈ લીધી, જે આજે પણ તેણે તેની પાસે સાચવીને મૂકી રાખેલ છે.

એક દિવસ તેને સ્કૂલમાં જ્યારે અચાનક તાવ આવી ગયો હતો તે સમયે તુરત જ તે શિક્ષક પાસે ગયેલ અને ઘરે લઈ જવા રજા માંગેલ હતી. શિક્ષકે રજા આપતા જ તે તેની બેગ ઉઠાવીને તેને ઘર સુધી મુકવા જાતે આવેલ હતો.

તે દિવસે સાંજે તેને ખબર કાઢવા સાંજના સમયે ઘરે ફરી આવેલ હતો. તેને તેની આટલી બધી ચિંતા થતાં એમ લાગતું હતું કે તેની તરફ તેનું આકર્ષણ વધી ગયું છે આમ તો બંનેને એકબીજા માટે આકર્ષણ વધી ગયેલ હતું.

પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં એક પણ વખત તે તેને મળેલ ન હતો. મુંબઈ જેવા મોટા શહેરમા ન જાણી તે ક્યાં ખોવાઈ ગયો હશે.

“ રિયા, હવે એક કોપી તૈયાર કરી મારી ચેમ્બરમાં મોકલી આપો જલ્દી,” સાહેબ નો અવાજ સાંભળતા તે એકદમ ચોંકી ગઈ. સાહેબ આવી ગયેલ હતા. જતા જતા તેમણે તેની સામે પણ જોયું, “ તમને પાંચ ચિત્રો આપેલ તે પૂરા કરી દીધેલ છે તમે ?”

“ બસ સર એક છેલ્લું બાકી છે,” ખુરશી પરથી ઉભા થઇ તેણે જવાબ આપ્યો.

“ સરસ, તે પણ તૈયાર કરી મને જલ્દીથી મોકલી આપો.”

“ હા સર,” કહી પલ્લવીએ ખુરશી પર બેસી પ્રશાંતે લખેલ વાર્તા વાંચવા લાગી.

દસ મિનિટ વાર્તા વાંચ્યા બાદ જલ્દીથી ચિત્ર બનાવી તેણે પાંચે પાંચ ચિત્રોની ફાઈલ સાહેબને મોકલી આપી.

ઓફિસનો સમય પૂરો થઈ જવા આવેલ હતો. સાંજના છ વાગ્યે ઓફિસથી નીકળી પલ્લવી બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહી હતી. થોડીવારમાં બસ આવી ગઈ. બસમાં ચડતા આજુબાજુ નજર કરતા બસમાં ધાર્યા જેટલી ભીડ ન હતી. ગણ્યાગાંઠ્યા પેસેન્જરો હતા. કંડકટર પાસે ટિકીટ મેળવી ટિકિટ લઈ મારી પાસેની સીટ શોધીને તે બેસી ગઈ અને બહારનાં દ્રશ્યો તે જોઈ રહી હતી

તે જે સ્ટેન્ડ પરથી બસમાં બેઠેલ હતી તે સ્ટેન્ડથી તેને જ્યાં જવાનું હતું તે સ્ટેન્ડ આવતા ઓછામાં ઓછો એક કલાક જાય તેમ હતો. આથી તેણે એના પર્સમાંથી મોબાઈલ અને ઈયરફોન કાઢી ગીતો સાંભળવાની તૈયાર કરી રહેલ હતી. એ દરમ્યાન જ તેની બાજુની ખાલી સીટમાં કોઈ આવીને બેસી ગયું.

તેણે એની સામે જોવા નજર ફેરવી તો બાજુમાં બીજું કોઈ નહિ પણ પ્રશાંત બેઠેલો હતો. તેને જોઈ એકદમ ખુશી સાથે બોલી, અરે, “ પ્રશાંત તુ !”

પ્રશાંત તો એકદમ ગભરાઈ ગયો, એણે તેની સામે જોયું, અરે, ‘પલ્લવી તું, આટલા વર્ષો પછી, કેમ છે ?’ અમે આવા અનેક પ્રશ્નો તેણે કર્યા.

“ હું તો બરાબર છું, તું કહે તું કેમ છે ?” પલ્લવીએ જવાબ આપી પ્રશ્ન કર્યો ? તે મનમાં ને મનમાં ખુશ થઈ ગયેલ હતી. અમે વિચારતી હતી હવે આરામથી સમય નીકળી જશે. બસ બે કલાકે પહોંચાડે તો પણ ચિંતા નથી.

“ હું બરાબર છું, તું શું કરે છે હાલ ?”

“એ જ કે, સ્કૂલમાં રીસેશ દરમિયાન કરતી હતી તે ચિત્રકામ.”

“હા, એ જ ચિત્રકામની મારી દુનિયામાં મારું જે સ્વપ્ન હતું તે મે પૂરું કર્યું”

“સ્વપ્ન, કયું ? સારું ચિત્ર કામ કરવાનું.”

“ અને તું શું કરે છે ? નોકરી કરે છે કે નહીં ?”

“હા, ચિત્રકામ કરતાં કરતાં એક દિવસ એબી એન્ટરપ્રાઇઝ માં ઇન્ટરવ્યૂ આપી આવી હતી. મારુ કામ તેમને ગમતા તેઓએ મને નોકરીએ રાખી લીધી.

“ અભિનંદન, કોઈક તો સફળ થયું.”

“ અને તું શું કરે છે ? ક્યાંક નોકરી મળી છે કે નહીં ?”

“ નોકરી તો નથી મળી, પરંતુ એક ખાનગી કંપનીમાં જઉં છું.”

ત્યાં જ પ્રશાંતને કંઈક યાદ આવ્યું. “ પલ્લવી હમણાં જ તે બતાવી તું ક્યાં નોકરી કરે છે ?”

“ એબી એન્ટરપ્રાઇઝ..” પલ્લવીએ કહ્યુ.

“અરે હા, ત્યાં તો હું....”

પલ્લવીએ તેની વાત દરમિયાન વચ્ચે જ કહ્યું, “ તે વાર્તા મોકલી હતી. અમે સંજોગોથી આજે તે વાર્તા મેં વાંચી છે અને તેનું ડ્રોઈંગ પણ સાથે સાથે બનાવેલ છે.

“ પરંતુ, અને કેવી રીતે ખ્યાલ આવ્યો કે તે વાર્તા મે જ મોકલી છે. નામ તો બધાના એક કોઈ શકે.”

“બસ, તારા અક્ષરો ઉપરથી..”

“શું ? મારા અક્ષરો પરથી, તો શું તમે હજી સુધી પણ મારા અક્ષરો યાદ છે.”

“હા, મિસ્ટર પ્રશાંત.”

“અરે વાહ, તો હવે તો તું આખો દિવસ ડ્રોઈંગ કામ જ કરતી હોઈશ અને કોઈ તને હેરાન પણ નહીં કરતું હોય, મારી જેમ ? “

“હા, એ તો છે.”

“ જો, હું બધું જાણું છું ને ?”

“ પરંતુ, એક વાત હું નથી જાણતો પ્રશાંત.”

“ કઈ વાત હું નથી જાણતો.”

વારંવાર મને સ્કૂલની વાતો યાદ આવે છે. મે તો વિચારેલું હતું કે બતાવી દઉ. પરંતુ શી ખબર ઉપરવાળાએ એવો મોકો મને ન આપ્યો. વિચારીને પલ્લવી બોલી. “ પ્રશાંત હું તને પસંદ કરું છું.”

“શું....?”પ્રશાંત આશ્ચર્ય ચકિત થઈ બોલ્યો જાણે એને કંઈ ખબર જ ન હોય.

“ત્યારથી કે આપણે સ્કૂલમાં સાથે ભણતા હતા અમે હું એ પણ જાણું છું કે તું પણ મને પસંદ કરે છે. કરું છું ને ?”

પ્રશાંતે છોકરીઓની જેમ શરમાતા તેની મૂડી હલાવી હા કહી.

તે જ સમયે બસ એક સ્ટેન્ડ ઉભી રહી. શાંત થઈ અમે એકબીજાને જોવા લાગ્યા.

“તારું લગ્ન નથી થયું હજી સુધી ?” પ્રશાંતે સવાલ કર્યો.

“ના, અને તારૂ લગ્ન પણ બાકી છે ?”

“હા, મેં પણ હજી લગ્ન નથી કર્યું.”

કોણ જાણે કેમ પલ્લવી મનમાં કંઈક વિચારતી રહી અને બોલવાનું બંધ કર્યું.

“ કેમ શું થયું પલ્લવી ? તું ચૂપ કેમ થઈ ગઈ ?”

“પ્રશાંત, કદાચ મારી જિંદગીમાં તું જ નહીં હોય. કારણ આવતીકાલે જ મારા એંગેજમેન્ટ છે, આજે આટલા વર્ષો બાદ આજે આપણી મુલાકાત થઇ.”

બંને જણા એકબીજાને મોટો ઝટકો વાગ્યો હોય તેમ ઉદાસ થઈ ગયા.

કેટલોક સમય એમ જ શાંતિ પથરાઈ રહી.

“કંઈ નહિ પલ્લવી, પ્રેમનો રંગ ક્યાંકને ક્યાંક અકબંધ તો હંમેશા રહેતો હોય છે.” પ્રશાંતે ઉદાસ મન થી કહું.

“ એટલે ? પલ્લવીએ પૂછ્યું.

“ એનો મતલબ એ કે આપણે સાથે રહીએ કે ન રહીએ, તારા ચિત્રો અને મારા શબ્દો હંમેશા સાથે રહેવાના છે ક્યાંકને ક્યાંક.” પ્રશાંત હલકા મુસ્કાન સાથે બોલ્યો.

“મને ખબર ન હતી કે પ્રશાંત, હું આટલો બધો સમજદાર હોઈ શકીશ.”

ત્યાં જ કંડક્ટરે મોટા અવાજે કહ્યું, “કરોલબાગ.”

“ ઓકે, પ્રશાંત, મારુ સ્ટેન્ડ આવી ગયું જવું છું. બાય બાય.”

“બાય, પ્રશાંતે પણ સામે કહ્યું.

બસમાંથી ઉતરી ને આંખો સમક્ષ જ્યાં સુધી એક બીજાને જોઈ શકતા હતાં ત્યાં સુધી જોતાં રહ્યા.

આમ બંનેનો પ્રેમ પતિ-પત્ની તરીકે ન બંધાઈ શક્યો પરંતુ એક્બીજાએ શબ્દો અને ચિત્રોથી પ્રેમને સાચવવાના કોલ આપ્યાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED