મિશન 'રખવાલા' - 6 ( અંતિમ ભાગ) Secret Writer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન 'રખવાલા' - 6 ( અંતિમ ભાગ)

આગળના ભાગમાં આપણે જોયું કે, હિમાંશુ અને તેના મિત્રો સાથે વૃક્ષરાજ પણ તેમની મદદ કરવા મિશનમાં શામેલ થયાં અને પ્લાન મુજબ સોસાયટીના દરેક ઘરમાં મિશન રખવાલાની ખબર પહોંચાડવામાં આવી હતી. હવે આગળ,

મિશન ' રખવાલા ' - 6 ( અંતિમ ભાગ)

હિમાંશુ અને તેના મિત્રો ૧૧ વાગ્યે મળવાનું નક્કી કરી પોતાના ઘરે જઈને સૂઈ ગયા.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

થોડી વાર પછી,

૧૧ વાગવામાં થોડી વાર હતી.હિમાંશુ, કમલેશ અને તેજસ ત્રણેય મેદાનમાં ભેગા થઈ ગયાં હતાં. અને વીર તથા દિવ્ય ની રાહ જોતા હતાં. થોડી વારમાં દિવ્ય પણ આવી ગયો. બધા હવે વીરની રાહ જોતાં હતાં.બીજી બાજુ હિમાંશુને તેની ચિંતા થવા લાગી તે વિચારતો હતો કે, "વૃક્ષરાજ (વીર) હજી કેમ ન આવ્યા ? બધું બરાબર તો હશેને?"તે વિચારતો હતો ત્યાં જ વૃક્ષરાજ (વીર) આવ્યા. હિમાંશુને રાહત થઇ.

"સોરી મિત્રો ! એક કામમાં બીઝી હતો એટલે લેટ થઈ ગયું." વીરે નજીક આવીને કહ્યું. "હિમાંશુ હવે તો વીર પણ આવી ગયો છે.હવે બોલ શું કરવાનું છે?"કમલેશે હિમાંશુને પૂછ્યું.

હિમાંશુ કંઈ વિચારતો હતો. તો તેણે કમલેશ ની વાત નહીં સાંભળી. કમલેશે ફરી એ જ વાત કહી. આ વખતે હિમાંશુ અચાનક વિચારોમાં ખલેલ પડતાં કમલેશને પૂછ્યું," હા.. બોલ શું કહેતો હતો?"

હિમાંશુને વિચારોમાં ખોવાયેલો જોઈને તેજસે હિમાંશુને પૂછ્યું "શું વાત છે હિમાંશુ ?" તું ક્યારનો કંઈ વિચારે છે?"."તેજસ, હું એમ વિચારું છું કે સોસાયટીમાં આપણે કાગળ તો વહેંચી દીધા, પણ આપણો સાથ કેટલા લોકો આપશે. એ હજી સુધી કંઇ જ ખબર નથી પડી." હિમાંશુએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"હિમાંશુ, તારી વાત સાચી છે. પણ જો આપણે એક કદમ આગળ વધારીશું. તેમ તેમ લોકો પણ આપણી સાથે જોડાશે.પણ આપણે કદમ આગળ વધારવા માટે વિચાર કરતાં રહીએ અને કદમ આગળ જ ના વધારીએ તો ત્યાં જે થવાનું હશે તે થઈ જશે. મને એમ થાય છે કે આપણે વૃક્ષોને બચાવવા માટે ત્યાં જવું જોઈએ." દિવ્યએ હિમાંશુને સમજાવતા કહ્યું.

"દિવ્ય તારી વાત સાચી છે. ચાલો તો મિત્રો ત્રણ વાગ્યે આપણે ફરી આ મેદાનમાં મળીએ અને ત્યાં જઈએ. એમ પણ કાગળમાં ત્રણ વાગ્યાનો સમય આપ્યો છે.તો ત્યારે ખબર પડી જ જશે કે કેટલા લોકો આપણી સાથે જોડાય છે. અને ના પણ જોડાય તો આપણે તો જશું જ!" હિમાંશુએ પોતાનો નિર્ણય જણાવતા કહ્યું. બધાએ હિમાંશુ ની વાતમાં સહમતી બતાવી બધા છૂટાં પડ્યાં. હિમાંશુએ વૃક્ષરાજ સાથે એકાંતમાં વાત કરવી હતી પરંતુ તે વાત ના કરી શક્યો.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

બધા પોતપોતાના ઘરે જઇ કામ પતાવવા લાગ્યા. સમયસર જમીને થોડો આરામ કરી લીધો. ત્રણ વાગ્યાના સમયે સોસાયટીમાં થોડી હલચલ થવા લાગી. હિમાંશુ મેદાન પર પહોંચવા ઉતાવળો થતો હતો. તે સમય કરતાં પહેલા જ ત્યાં જવા નીકળી પડ્યો. પાંચ દસ વ્યક્તિઓ પહેલેથી જ ત્યાં ઉભા રહીને વાતો કરતાં હતાં. થોડી વારમાં હિમાંશુના બાકી મિત્રો પણ આવી ગયા. હિમાંશુ બધાને જોઈને ખુશ થયો. સોસાયટીના પંદર વીસ વ્યક્તિઓ વૃક્ષોને બચાવવા માટે સહકાર આપવા માંગતા હતાં. જેમાં વૃદ્ધો, જવાનો, બાળકો, સ્ત્રીઓ બધા જ ભેગા હતાં. બધા થોડીવારમાં વૃક્ષો પાસે પહોંચી ગયાં.

બસ થોડી જ વાર થઈ હશે. ત્યાં તો એક મોટી ગાડી મેદાન સામે આવીને ઊભી રહી. તેમાંથી કેટલાક લોકો નીચે ઉતર્યા. લોકોની ભીડ જોઈને બધાને નવાઈ લાગી. બધા એકબીજાને પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યાં.

પંદર વીસ વ્યકિઓમાં સોસાયટીના પ્રમુખ પણ હતાં. તેઓ આગળ આવ્યા અને ગાડીમાંથી ઉતરેલા વ્યકિત સાથે વાત કરવા લાગ્યાં. પ્રમુખે ત્યાં જઈને કહ્યું, "તમે લોકો આ વૃક્ષોને નહીં કપાવી શકો". "તમે અમને નહીં રોકી શકો.મારું નામ ખૂબ જ મોટું છે."પેલા વ્યક્તિઓમાંથી એક વ્યક્તિએ કહ્યું. "જોવો અમે વનવિભાગમાં gkd કમલેઈન dkfkd કરશું. તો તમે કંઈ પણ નહીં કરી શકો તમે આ વૃક્ષોને નહીં કાપી શકો. "

છેલ્લે કેટલી સમજાવટ બાદ તેઓ માન્યા અને ગાડીમાં બેસીને જતા રહ્યાં. હિમાંશુ અને પ્રમુખ સહિત બધાએ રાહતનો શ્વાસ લીધો. પછી બધા પોતપોતાના ઘરે જવા લાગ્યાં.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

રાત્રે ફરી એકવાર હિમાંશુના ટેરેસ પર બધા ભેગા થયાં પરંતુ વીર ક્યાંય દેખાતો ના હતો. થોડી વાર પછી દૂર હિમાંશુએ એક ગોળો જોયો તે સમજી ગયો કે કદાચ વૃક્ષરાજ પોતાની સવારીમાં આવે છે.આ વખતે હિમાંશુના મિત્રો જાગતા હતાં. ગોળો નજીક આવ્યો સાથે સાથે અંદરનું દ્રશ્ય પણ સ્પષ્ટ દેખાવા માંડ્યું હતું. હિમાંશુ એ અંદર એક નહીં પણ બે આકૃતિ જોયી. તે સમજી ગયો કે બે માંથી એક વૃક્ષરાજ હશે અને બીજું કોણ હતું તે સમજી ના શક્યો. જેમ જેમ ગોળો નજીક આવતો ગયો તેમ તેમ હિમાંશુ ની મૂંઝવણ દૂર થતી ગઇ. વૃક્ષરાજની સાથે બેઠેલા બીજા કોઈ નહીં પરંતુ મહાવૃક્ષરાજ હતાં. હિમાંશુ અને તેના મિત્રોની સમજદારી ને કારણે તેમનું જીવન બચી ગયું હતું. તેથી તેમનો આભાર માનવા મહાવૃક્ષરાજ પોતે તેમને મળવા અને આભાર વ્યક્ત કરવા આવ્યાં હતાં. આભાર માનીને બંને ત્યાંથી જતા રહ્યાં.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

"હિમાંશુ, ઉઠતો ઘણું મોડું થઈ ગયું છે."હિમાંશુની મમ્મીએ તેને ઢંઢોળતા કહ્યું. મમ્મીનો અવાજ સાંભળી તે ઊઠી તો ગયો પરંતુ તે ફરી વિચારે ચઢ્યો આ સ્વપ્ન હતું કે હકીકત. પણ હવે તે વિચારીને તે ખુશ થયો કે વૃક્ષોને કપાતા અટકાવવામાં તેઓ સફળ થયાં હતાં.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *


પ્રિય વાચક મિત્રો,
તમારા સહકાર અને પ્રતિભાવ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત કથા એક કાલ્પનિક કથા હતી. પરંતુ આ કથા દ્વારા વૃક્ષોનું મહત્વ દર્શાવવાની એક નાનકડી કોશિશ હતી. વૃક્ષો જીવનના અભિન્ન અંગ છે. તેમના વગર કદાચ આપણું જીવન અશક્ય જ હોત તો વૃક્ષોને વધુ વાવો અને તેનું જતન કરો. મારો આશય કોઈના હ્યદયને ઠોસ પહોંચાડવાનો નથી. મારા લીધે કોઈને અસગવડ થઈ હોય અને લેખનમાં ભૂલ ચૂક થઇ હોય તો માફ કરજો.
Thank you ..
- secret writer.