મિશન 'રખવાલા' - 5 Secret Writer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન 'રખવાલા' - 5


આગળના ભાગમાં આપણે જોયું કે, મહાવૃક્ષરાજ એટલે કે વૃક્ષોના સરદારના કહેવાથી મહાવૃક્ષ રાજ હિમાંશુ અને તેના મિત્રોને મદદ કરવા માટે આવ્યાં હતાં. હવે આગળ ,

મિશન ' રખવાલા ' - 5

હિમાંશુ હજી પણ એ જ વિચારમાં હતો કે વૃક્ષારાજ તેમને કઈ રીતે મદદ કરી શકશે. ત્યાં પોતાના નામની અજાણી અવાજ સાંભળી તે વિચારોમાંથી બહાર આવ્યો.તેણે અવાજની દિશામાં જોયું તો તે હેરાન થઈ ગયો. વૃક્ષ રાજ એક મનુષ્યના રૂપમાં ત્યાં ઉભા હતાં.
ત્યાં જ વૃક્ષ રાજે કહ્યું,"હિમાંશુ ! તેમને બોલાવ્યો હતો?"હિમાંશુએ આશ્રર્ય સાથે કહ્યું "હા હા મિત્ર ! મારે તારી મદદ જોઈતી હતી."હિમાંશુ એ પોતાની વાત રજૂ કરતાં કહ્યું. ત્યાં જ કમલેશે કોણી મારીને આંખના ઇશારેથી જ પૂછ્યું કે આ કોણ છે.હિમાંશુએ વૃક્ષરાજની ખોટી ઓળખાણ આપતાં કહ્યું," આનું નામ વીર છે. અને તે અહીં નજીકમાં ખાલી મકાન છે.ત્યાં રહેવા આવ્યો છે. અને હા તે પણ આપણી સાથે મિશન રખવાલામાં શામેલ થવા માંગે છે. એટલે મે તેને બોલાવ્યો. " આ વખતે કમલેશે કંઈના પૂછતાંદિવ્યએ પૂછ્યું "એ બધુ છોડ ! તમે શું લાગે છે. એ આપણા મિશનરખવાલા માં આપણી મદદ કરી શકશે?"
"એ આપણી મદદ કરવા માંગે છે. એટલે જ તો મે તેને બોલાવ્યો. છે. "હિમાંશુએદિવયને સમજાવતા કહ્યું. "અચ્છા અચ્છા! ઠીક છે. તું કહે છે.એટલે માનું છું બસ હવે તો ખુશ !"દિવ્ય એ કહ્યું.હિમાંશુ એફક્ત હકારમાં માથુ હલાવ્યું.અને થોડું સ્મિત આપ્યું.

"હિમાંશુ! આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. જે કરવું હોય તે જલ્દી કરવું પડશે. કાલ સાંજ છેલ્લી છે." વીરે ચિંતીત સ્વરે કહ્યું.
"હા જોવો મિત્રો, મારી વાત ધ્યાનથી સાંભળો. આપણી પાસે કાલ સાંજ સુધીનો સમય છે. કંઈક કરવા માટે. આજે મેં વીરને મેદાન પાસેના સ્થળે જવા કહ્યું હતું. તે જગ્યાએથી વીરને એવી જાણ થઈ છે કે જે લોકો વૃક્ષો કાપવા માંગે છે. તેઓ કુલ પાંચ વ્યક્તિઓ છે અને કાલે સાંજે તેઓ વૃક્ષને કાપવાના છે.તો હવે આપણે બને તેટલી જલ્દી તરકીબ વિચારી તેને અમલમાં લાવવાની જરૂર છે. નહીં તો ઘણું મોડું થઇ જશે"હિમાંશુએ ચિંતિત સ્વરે બધાને હકીકત જણાવી.

"હિમાંશુ, મારી પાસે એક પ્લાન છે. આપણે એવું કરીએ કે આપણે વૃક્ષોની આસપાસ ઇલેક્ટ્રીક જાળી ફીટ કરી દઈએ. જેથી કોઈ અંદરજ નહીં આવી શકે "તેજસે પોતાનો ઠેકાણા વગરનો પ્લાન રજૂ કરતાં કહ્યું.

" તેજાના,આપણે એ લોકોને નુકશાન થોડી પહોંચાડવાનું છે? એ સિવાય કંઇ બીજું વિચાર ." હિમાંશુએ અકળાતા કહ્યું. તેજસે પ્રતિઉત્તરમાં તેની ડોકી હલાવી.
એટલામાં જ વીરને વિચાર આવતાં તે બોલ્યો " જુઓ, મિત્રો એક કામ કરી શકાય. એમ પણ આ સોસાયટીમાં વૃક્ષોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. આ સિવાય આપણે ગ્લોબલ વોર્મિગની સમસ્યા પણ ખૂબ નડે છે. જે ફક્ત વૃક્ષો વાવવાથી, તેનું જતન કરવાથી જ દૂર થઇ શકે છે. તો આપણે સોસાયટીવાળા પાસેથી મદદ માંગીએ તો કેવુ ? અને જો તેઓ આપણને મદદ કરવા તૈયાર થઇ ગયા તો આપણને સારું પડશે. " વીરે પોતાનો વિચાર રજૂ કરતાં કહ્યું.

"વાત તો સાચી છે. અરે હિમાંશુ! યાદ છે ગયા વર્ષની ગરમી કેટલી ખરાબ હતી. અરે હું તો ગરમીથી અકળાઇ ગયો હતો.આ બધું વૃક્ષો કપાવા અને એ.સી જેવાં નુકશાનકારક યંત્રોના કારણે જ ગ્લોબલ વોર્મિગની ઈફેક્ટ વધી છે. મેં તો એવું પણ સાંભળ્યું છે કે જો સૂર્યના સીધા કિરણો આપણા શરીર પર પડે તો સ્કીન ડિસીઝ જેવી ઘણી બિમારીઓ થાય . થેક્સ ટુ ઓઝોન વાયુ જે આપણી રક્ષા કરે છે. પરંતુ એ.સી., રેફ્રીજરેટર જેવા યંત્રોના કારણે તે પણ તૂટવા માંડ્યું છે. વીરની વાત પર વિચાર કરવા જેવો છે."દિવ્યએ પોતાની લાંબી વાતને પતાવતા કહ્યું.

"હા દિવ્ય યાદ છે. જેવી ગરમી પડી હતી તેવો જ ધોધમાર અને કમોસમી વરસાદ પણ થયો હતો. બે-ત્રણ દિવસ તો ઘરમાં જ રહેવું પડ્યું હતું."હિમાંશુએ દિવ્યની વાતમાં સૂર પુરાવતા કહ્યું.

"હિમાંશુ, વીરની વાત સાચી છે અને એમ પણ એવું કહેવાય છે કે 'ઝાઝા હાથ રળિયામણા' ઘણા લોકો સાથે હશે તો વૃક્ષો કપાતાં બચાવી શકીશું."કમલેશે પણ હુંકારો પૂરવતાં કહ્યું.

"તેજસ, તુ તો કંઇ બોલ." હિમાંશુએ તેજસ તરફ ફરીને પૂછ્યું. "હા, હું પણ એમ જ માનું છું કે એક વખત સોસાયટીમાં વાત ફેલાવવી જોઈએ.પણ હિમાંશુ હમણાં તુ એ જ કહ્યું આપણી પાસે સમય ખૂબ ઓછો છે. કાલની સાંજ ક્યારે આવી જશે ખબર પણ નહીં પડે અને હમણાં જો આપણે બધાને વાત કરવા જઈએ તો ઘણું મોડું થઈ જશે. "તેજસે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"હા, વાત તો એકદમ સાચી છે હમણાં બધાને ભેગા કરવાં જઈશું તો કોઈ ભેગું નહીં થાય તે રહી વાત બધાને ઘરે ઘરે જઈને કહેવાની તો અડધા લોકો તો અત્યાર સુધીમાં સુઈ પણ ગયા હશે. "તેજસની વાત પર વિચાર કરતાં હિમાંશુ બોલ્યો અને પછી બધા વિચાર કરવા લાગ્યાં.

"ફ્રેન્ડસ, એક કામ કરી શકાય. આપણે આજે રાત્રે ભેગા મળીને સોસાયટીમાં પહોંચી રહે એટલા જાહેરાતના કાગળ બનાવી દઈએ. પછી કાલે સવારે આખી સોસાયટીમાં વહેંચી દઈશું." તેજસને વિચાર આવતા તેણે બધાને જણાવ્યું.

"હા, એકદમ સરસ આઇડીયા છે.તો ચાલો મિત્રો હમણાંથી જ આ પ્લાનને અમલમાં મૂકીએ જેથી કાલે સાંજે આપણે સફળ બનીશું." હિમાંશુએ ઉત્સાહ બતાવતાં કહ્યું.

બધા પોત પોતાના ઘરેથી જરૂરી સામગ્રી લઈને થોડી જ વારમાં પાછા હિમાંશુના ઘરે ભેગા થયાં. બધાએ કામ વહેંચી લીધું. હિમાંશુ બધા અવ્યવસ્થિત કાગળોને વ્યવસ્થિત કાપીને એક સરખા કરી રહ્યો હતો.દિવ્યના અક્ષરો મોતીના દાણા જેવા સુંદર હતાં એટલે તે કાગળ પર મરોળદાર અક્ષરમાં સંદેશો લખીને કમલેશને આપતો હતો.કમલેશને ચિત્ર દોરવાનો શોખ હોવાથી તે કાગળ પર વૃક્ષ બચાવોને લગતાં ચિત્રો દોરવા લાગ્યો. તેજસને કલર કરવાનો શોખ હોવાથી કમલેશે દોરેલ ચિત્રોમાં જુદા જુદા રંગ ભરવા લાગ્યો. અને છેલ્લે વીર કાગળો પર બનેલ સંદેશા, ચિત્રો અને રંગને તપાસીને તેને એક જગ્યાએ ગોઠવતો જતો હતો.સાથે સાથે કોઈને મદદની જરૂર હોય તો તેને તેના કામમાં મદદ કરતો હતો.આમ, સવાર સુધીમાં તેમણે ઘણાં બધા એવા કાગળો તૈયાર કરી લીધા હતાં.

સવારે સૂર્યદાદાની કિરણ હિમાંશુના ઘરના ટેરેસ પર ડોક્યું કરવા આવી.હિમાંશુ અને તેના મિત્રોની આંખોમાં ઊંઘ સ્પષ્ટ દેખાતી હતી. કમલેશ અને તેજસ તો બેઠા બેઠાં જ સૂઈ ગયા હતાં.દિવ્યને અને હિમાંશુને પણ ઊંઘ આવતી હતી.જ્યારે વીરની આંખોની ઊંઘ ગાયબ હતી.

સવાર પડતાં જ પક્ષીઓના કલબલાટે કમલેશ અને તેજસની ઊંઘમાં ખલેલ પાડી. હવે બધા જ કાગળ પરફેક્ટ તૈયાર થઈ ગયા હતાં ખાલી વહેંચવાના જ બાકી હતાં.

આ સોસાયટી યુ આકારે વિસ્તરાયેલ હતી. કુલ પચાસ જેટલા રો-હાઉસ આ સોસાયટીમાં હતાં. બધાએ દસ દસ ઘર વહેંચી લીધા અને સવાર સવારમાં કાગળ વહેંચવા માટે નીકળી પડ્યાં. થોડી વારમાં કાગળ વહેંચાઈ ગયા.હવે હિમાંશુ અને દિવ્યને ખૂબ જ ઊંઘ આવતી હતી. કમલેશ અને તેજસે તો બેઠા બેઠા ઝોકું ખાઈ લીધું હતું.
તેઓ ૧૧ વાગ્યે મળવાનું નક્કી કરી પોત પોતાના ઘરે જઈ સૂઈ જવા છૂટા પડ્યાં.

શું સોસાયટીના લોકો હિમાંશુ અને તેમનાં મિત્રોને મદદ કરશે? શું સાંજે તેઓ વૃક્ષોને કપાતાં અટકાવી શકશે.જાણવા માટે વાંચતા રહો 'મિશન રખવાલાં '. તમારા અમૂલ્ય પ્રતિભાવ આપવા માટે ખૂબ ખૂબ આભાર.