મારું નામ ઝીલ વિપુલકુમાર મોદી છે.હાલમાં હું 11 સાઈન્સની સ્ટુડન્ટ છું. મને નાનપણથી વર્તાઓ અને નવલકથાઓ વાંચવાનો ગાંડો શોખ હતો.સાથે સાથે હ્યદયના એક ઊંડા ખૂણામાંથી લેખક બનવાની પણ ઇચ્છા હતી.પણ સમયના વહેણને કારણે અને ભણતરના દબાણને કારણે મારી ઇચ્છાઓનું ગળું દબાતું ગયું.પરંતુ માતૃભારતી પર જોડાઇને મને એવું લાગ્યું કે હું મારી ઇચ્છાઓને પૂરી કરી શકું છું. અને મેં મારા ભણતરમાંથી થોડો થોડો સમય કાઢીને વાર્તા લખવા માંડી.આ મહેનતના પરિણામે આજે હું તમારી સમક્ષ મારી પહેલી વાર્તા મિશન ' રખવાલા ' ' રજૂ કરવા માંગું છું.
- આભાર
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
ઉનાળાના દિવસો હતાં. બપોરના સમયે હદપાર વગરની ગરમી અને લૂ વાતી હતી. અને બીજી બાજુ સાંજના સમયે થોડો ઠંડકનો અનુભવ થતો હતો.
સાંજનો સમય હતો.શહેરના એક મેદાનમાં થોડ છોકરાઓ રમત રમતાં હતાં. થોડી વારમાં અંધારું થવા આવવાનું હતું. તેના હિમાંશુ નામના એક છોકરાએ પોતાના મિત્રોને નજીક બોલાવીને કહ્યું, "અરે મિત્રો, આજે રાત્રે જમીને તમે લોકો મારા ઘરે આવો છો ને.આજે રાત્રે આપણે બધા મારા ઘરના ટેરેસ પર ખૂબ ધીંગામસ્તી કરીશું. અને પછી ટેરેસ પર જ ગાદી કરીને સૂઈ જઈશું. બોલો મંજૂર ? " . "મંજૂર" બધા મિત્રોએ હિમાંશુ ની હામાં હા ભેળવી.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
રાત્રી પડી ગઈ હતી. બધા છોકરાઓ હિમાંશુના ઘરે ભેગાં થઈ ગયા હતાં. બધા મિત્રો મોળે સુધી પત્તાં રમ્યાં, વાતો કરી, ધીંગામસ્તી કરી, અને પછી બધા સૂવાની તૈયારી કરવા લાગ્યાં. તૈયારી કરતાં કરતાં કમલેશે જોયું કે હિમાંશુ કોઈ ખાસ વિચારમાં ગરકી ગયો છે એટલે કમલેશે એને ઢંઢોળતા પૂછ્યું ," અરે યાર ! શું વિચારે છે ? સૂઈ નથી જવું? ઘણું મોળું થઇ ગયું છે.ચાલ, હવે સૂઈ જા." "હા,ચાલ સૂઈ જઈએ."
"ઓય કમલેશ , ત્યાં જોને મેદાનમાંથી કેટલો પ્રકાશ આવે છે!" "હા યાર , પણ ત્યાં તો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ત્યાં એવું કંઇ જ નથી કે જેના લીધે આટલો પ્રકાશ દેખાય !"કમલેશે ચિંતાતુર અવાજમાં કહ્યું. "હા, લાગે છે કે કંઈક તો ગડબડ છે.ચાલ જઈને જોઈએ." હિમાંશુ એ કહ્યું. "હા યાર, ચાલ એક વખત જઈને જોઈએ તો ખરો કે ખરેખર છે શું તે. હું આ બે ઊંઘણસીઓને ઉઠાળું છું"કમલેશે કહ્યું. "ઠીક છે તું આ બંનેને ઉઠાળ હું હમણાં આવ્યો મને થોડું કામ છે તે પૂરું કરીને.''
"કમલેશ, યાર ઊંઘવા દેને. બહુ ઊંઘ આવે છે." તેજસે આળસ મરોડતા કહ્યું. "અરે, તેજાના મને કોઈ શોખ નથી તમને ઉઠાળવાનો .પણ અહીં પાછળ મેદાનમાંથી લાલ રંગનો પ્રકાશ આવે છે. હું અને હિમાંશુ ત્યાં જોવા જઈએ છીએ એટલે તમને ઉઠાળયાં ."કમલેશે ગુસ્સામાં કહ્યું. "હા યાર, ઠીક છે.પણ તું મને તેજાના નહીં કે.પણ હું તમને એકલા નહી જવા દઉં હું અને દિવ્ય પણ તમારી સાથે આવીશું. બોલો મંજૂર? " તેજસે પૂછ્યું
તેટલી વારમાં હિમાંશુ પણ પોતાનું કામ પતાવીને આવી ગયો . "હિમાંશુ ,મને લાગે છે ત્યાં સુધી.. આ પ્રકાશ આવવા પાછળના બે કારણો હોઈ શકે પહેલું એ કે ક્યાં તો પૃથ્વીના પેટાળમાં અમુક પ્રક્રિયાઓ થવાને કારણે આવા જુદા જુદા રંગના પ્રકાશ પૃથ્વીમાંથી નીકળે અથવા તો બીજું કારણ એ પણ હોઈ શકે કે અહીં અમુક પ્રકારના જીવજંતુ જેવી રચના ધરાવતા એલીયન ના કારણ પણ હોઈ શકે. હવે, ખરેખર ત્યાં શું છે તે તો ત્યાં જઈને જ ખબર પડશે. તો જઈએ?"દિવ્ય એ બધાની સંમતિ લેવા માટે પૂછ્યું.
બધા મિત્રો ટેરેસના પાછળના ભાગે આવેલ દાદરથી નીચે ઉતરીને મેદાનમાંથી આવતાં પ્રકાશ તરફ ધીમે ધીમે આગળ વધતાં હતાં.ત્યાં તો લાલ રંગના પ્રકાશનો રંગ બદલાય ને ધીમે ધીમે લીલો રંગ બનવા લાગ્યો. અને પછી તે લીલો રંગ એકદમ તેજ થયો અને આંખના એક પલકારામાં હિમાંશુ અને તેના મિત્રો ત્યાંથી ગાયબ થઈ ગયા.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
હવે, આગળ શું થશે? હિમાંશુ અને તેના મિત્રો ક્યાં ગયા હશે? લાલ અને લીલા રંગનો પ્રકાશ ક્યાંથી આવે છે? તે જાણવા માટે વાંચતા રહો 'મિશન 'રખવાલા' '.