મિશન 'રખવાલા' - 4 Secret Writer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન 'રખવાલા' - 4

ગોળો જેમ જેમ નજીક આવતો હતો તેમ તેમ હિમાંશુ સિવાય તેના મિત્રો સૂઈ જાય છે. હિમાંશુ ને નથી સમજાતું કે એવું શા માટે થયું.હવે આગળ,...

મિશન 'રખવાલા'- 4

ગોળો નજીક આવતો હતો.ધીમે ધીમે તેમા રહેલી વસ્તુ સ્પષ્ટ દેખાવા માંડી હતી. થોડી વાર પછી એ ગોળો બરાબર હિમાંશુની સામે આવીને અટકી ગયો. ગોળોમાં રહેલી વસ્તુને જોઈને એને ખૂબ જ આશ્ચર્ય થયું. "અરે વૃક્ષોના સરદાર , તમે ?" હિમાંશુએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

તેઓ ધીમેથી ધરતી પર ઉતર્યાં. અને હિનાંશુને શાંતિથી કહ્યું," હું મહાવૃક્ષરાજ નથી. હું તો તેમનો સેવક છું. હું વૃક્ષરાજ છું અને તેમનો નાનો ભાઈ છું. તમારી ભાષામાં કહું તો હું એક ગવર્નર છું". "પણ આ મહાવૃક્ષરાજ કોણ છે?"હિમાંશુએ પૂછ્યું. "જેને તમે વૃક્ષોના સરદાર કહો છો એ જ અમારા મહાવૃક્ષરાજ છે. "વૃક્ષરાજે મંદ મંદ હસતાં કહ્યું.

"અચ્છા, એવું છે."હિમાંશુ ફરી કોઈ વિચાર કરવા લાગ્યો. તેને વિચાર કરતો જોઇવૃક્ષરાજને હસવું આવી ગયું.અને તેમણે હિમાંશુ ની મૂંજવણ દૂર કરવા કહ્યું. "તારા મનમાં શું પ્રશ્ર છે એ હું જાણું છું. મારા આવવાથી તારા મિત્રો કેમ સૂઈ ગયા તે જ ને ?" વૃક્ષરાજે પૂછ્યું. "હા એ જ પૂછવું હતું."

"તો સાંભળ આ ગોળો કોઈ મામૂલી ગોળો નથી. આ ગોળો અમારા વૃક્ષલોકની સવારી છે.જયારે કોઈ વૃક્ષ આ ગોળામાં બેસીને વિચરણ કરતું હોય ત્યારે જો કોઇ મનુષ્ય આ ગોળાને જુએ તો તે વ્યક્તિ તરત જ ઊંઘમાં સરી પડે છે. અને થોડીવાર પછી જયારે તેઓ જાગે છે ત્યારે તેમને ગોળા વિશે કંઈ પણ યાદ નથી હોતું. "વૃક્ષ રાજે હિમાંશુના મનના સવાલોનું સમાધાન કરતા જણાવ્યું.
"ઓ! એવું છે.તો પછી હું કેમ ના સૂઈ ગયો ?"હિમાંશુએ થોડું વિચાર્યા પછી પૂછ્યું. "એ એટલે કેમકે મહાવૃક્ષરાજે તારા માટે એક સંદેશો મોકલાવ્યો છે. એટલે તારા પર આ ગોળાની અસર ના થઈ." વૃક્ષરાજે કહ્યું.

"મારા માટે ? પણ મારા માટે શું સંદેશો છે ? હું અને મારા મિત્રો મેદાનના વૃક્ષોને કપાતાં બચાવવા માટે પ્લાન બનાવવા માટે જ ભેગાં થયાં છીએ. મે એમને આ વિષે વાત કરી દીધી છે."હિમાંશુ એ પોતાની વાત રજૂ કરતાં કહ્યું.

"હા તો, ધ્યાનથી મારી વાત સાંભળ. મને અહીં તારી મદદ કરવા માટે મોકલવામાં આવ્યો છે અને મહાવૃક્ષરાજે તને સંદેશો એવો મોકલાવ્યો છે કે જે વૃક્ષોને કાપવા માંગે છે તે કુલ પાંચ વ્યક્તિઓ છે. અને આ પાંચ લોકો પહેલાં નક્કી કર્યું હતું એ મુજબ તે લોકો બે દિવસ પછી વૃક્ષ કાપવાના હતાં , પરંતુ તે લોકોએ આજે નક્કી કર્યું એ મુજબ તે લોકો કાલે સાંજે વૃક્ષ કાપવાના છે. એટલે આપણે જે કરીએ એ જલ્દી કરવું પડશે. " વૃક્ષ રાજે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. " પણ તમે અમારી મદદ કઈ રીતે કરશો? " હિમાંશુએ પૂછ્યું, " એ બધુ તું મારી પર છોડી દે. " વૃક્ષ રાજે હસીને જવાબ આપ્યો.

ત્યાર પછી વૃક્ષ રાજે પેલા ગોળા પર હાથ મૂક્યો અને ગોળો ઝાંખો થઈને ગાયબ થઈ ગયો.ત્યારબાદ આકાશમાંથી લીલી વીજળી વૃક્ષરાજ પર પડી અને ત્યારે વૃક્ષ રાજ ત્યાંથી ગાયબ થઈ ગયા.હવે, કમલેશ, તેજસ અને દિવ્ય ધીમે ધીમે ઊંઘમાંથી બહાર આવવા માંડ્યા.

હિમાંશુ હજી પણ એ જ વિચારમાં હતો કે વૃક્ષારાજ તેમને કઈ રીતે મદદ કરી શકશે. ત્યાં પોતાના નામની અજાણી અવાજ સાંભળી તે વિચારોમાંથી બહાર આવ્યો.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

વૃક્ષરાજ એવું તે શું કરશે ? કે જેથી હિમાંશુ અને તેના મિત્રો ને વૃક્ષરાજ મદદ કરી શકશે.હિમાંશુને બોલાવવા વાલું કોણ હશે ? શું હિમાંશુ અને તેના મિત્રો કોઈ સારો પ્લાન બનાવીને વૃક્ષોને કપાતા બચાવી શકશે ? જાણવા માટે વાંચતાં રહો. મિશન ' રખવાલા '