નવી શરૂઆત ભાગ - ૫ - છેલ્લો ભાગ Bhumi Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવી શરૂઆત ભાગ - ૫ - છેલ્લો ભાગ

અખિલે મારી કમર પર હાથ રાખ્યો.એવું જ મારુ આખું શરીર ધ્રુજી ઉઠ્યું.પેહલીવાર કોઈ પુરુષનો સ્પર્શ....મારુ રોમ-રોમ પ્રજ્વલિત થઈ ઉઠ્યું.અને મ્યુઝિકના તાલે અમે ડાન્સ કરવા લાગ્યા.

દેખા હજારો દફા આપકો,
ફિર બેકરારી કૈસી હૈ...
સંભાલે સંભલતા નહિં યેહ દિલ,
કુછ આપમે બાત એસી હૈ...

લેકર ઇજાજત અબ આપસે,
સાંસે યેહ આતી-જાતી હૈ...
ઢુંઢેસે મિલતે નહીં હૈ હમ,
બસ આપ હી આપ બાકી હૈ...

પલભર ના દુરી સહે આપસે,
બેતાબિયાં યેહ કુછ ઔર હૈ..
હમ દૂર હોકે ભી પાસ હૈ,
નજદીકિયા યેહ કુછ ઔર હૈ....

દેખા હજારો દફા આપકો,
ફિર બેકરારી કૈસી હૈ...
સંભાલે સંભલતા નહિં યેહ દિલ,
કુછ પ્યારમેં બાત એસી હૈ...

(સોંગ બહુ લાબું લાગશે પણ આનો એક-એક શબ્દ ખુશી અને અખિલના પ્રેમને અનુરૂપ છે આ ગીતો મારી વાર્તામાં પ્રાણ ફૂંકે છે...)

ડાન્સ પત્યા પછી સૌ કોઈ સુવા જતું રહ્યું.વહેલી સવારે જાન આવવાની હતી.પણ 2 વ્યક્તિની આંખોમાં ઊંઘ નહતી.આજે પાંચમી રાત હતી.કે હું સૂતી નહતી. રૂમમાં જઈને જોયું તો અખિલ લેપટોપ લઈને બેઠા હતા. એમને પૂછવાની ઈચ્છા થઈ આવી કે કેમ નથી સુતા પણ અમારી વચ્ચેના અંતરએ મને રોકી લીધી.3 વાગ્યા હતા.જઈને એમના કપડાં કબાટમાંથી કાઢીને બેડ પર મુક્યા અને કહ્યું.

"હું રુહીને તૈયાર કરવા જાવ છું મમ્મી એ કહ્યું છે 5 વાગ્યે બધાએ તૈયાર થઈ જવું,કેમકે પછી મહેમાનો આવી જશે તો સમય નહિ મળે."
એટલું બોલી હું જવા ગઈ કે મને ચક્કર આવી ગયા.

અને એમણે ઊંચકીને મને બેડ પર સુવાડી અને ડોક્ટર ને કોલ કર્યો.ડોકટરએ ચેકઅપ કર્યા પછી અખિલને કહ્યું.


"હમ કંઈ ચિંતા કરવા જેવું નથી બસ અશક્તિના કારણે ચક્કર આવી ગયા.એમણે લાંબા સમયથી બરાબર જમ્યું કે ઊંઘ કરી નથી.તમારા વાઈફને કહેજો સ્ટ્રેસ ઓછું લે અને જમવાનું અને સુવાનું સમયસર રાખે અને તમે પણ એમનું ધ્યાન રાખજો."

"ઓકે ડોકટર હું ધ્યાન રાખીશ"

"ઓકે ટેક કેર" કહી ડોકટર નીકળી ગયા.
અને એ મારા બાજુમાં આવીને બેઠા મારો હાથ એમના હાથમાં લઈને બોલ્યા.

"મને માફ કરી દે ખુશી મારા પરિવાર માટે તે ઘણું કર્યું છે, દિવસ રાત એક કરીને આ ઘરની બધી જવાબદારી આદર્શ પુત્રવધુ બની નિભાવી છે, મને માફ કરી દેજે ખુશી હું સ્વાર્થી થઈ ગયો. તે જે ત્યાગ આપ્યો જે સમય અને સમજણ સાથે તે આપણા સંબંધ ને માન આપ્યું...એના બદલામાં હું કશું જ નથી આપી શક્યો."

"જેનું હવે કોઈ અસ્તિત્વ નથી એના માટે મેં તને પ્રેમથી, તારા હકથી વંચિત રાખી...પણ હું વચન આપું છું તને હવે કોઈ દુઃખ કોઈ તકલીફ નહિ થવા દવ આજે મને મારી ભૂલનો એહસાસ છે.અને મારી લાગણીઓનો પણ!!"કેહતા તે રડી પડ્યા.
અને મેં આંખો ખોલી,બેઠી થઈ અને બોલી...
"તમારાથી કોઈ ફરિયાદ નથી મને...કેમકે!!!"

"કેમકે?"

"કેમકે હું તમને પ્રેમ કરું છું!અખિલ આઈ લવ યુ"આટલું બોલતા જ મારી આંખોમાંથી આંસુઓની ધાર થઈ.
મને ગળે લગાવતા એ બોલ્યા.

"પ્લીઝ ચૂપ થઈ જા અત્યાર સુધી તું રડી પણ હું વચન આપું છું આજ પછી તારી આંખમાં એક આંસુ નહિ આવવા દવ,ચાલ આજે આપણે પણ નવુંજીવન શરૂ કરીએ."

"હાથ તારો લાવ મારા હાથમાં!
ચાર ડગલાં ચાલીએ સાથમાં!"

અને એમના લંબાયેલા હાથમાં મેં મારો હાથ આપી દીધો અને અમારું એ અમાપ અંતર....હવે અમાપ પ્રેમમાં પરિવર્તિત થઈ ગયું.

Master Stroke👇

તું વાદળ ની જેમ દૂર થી
મારી લીલોતરી જોઈ ને કંઈ નક્કી ના કર,
મારી થોડીક નજીક આવ તો
તને વરસવા ના ધોધમાર કારણ આપું...

•••••••••●••••••••••
....સમાપ્ત....