"જો નસીબમાં જ અંધારું હોયને તો રોશની નામની છોકરી પણ દગો આપી જાય છે"ભાર્ગવને હાઈ-ફાઈવ આપતા બોલ્યો.
"સાચું હો એલા મારી સ્કૂલમાં મારા મેડમ પર મને ક્રશ હતોને એમનું નામ પણ રોશની જ હતું.બહુ માર્યો યાર મને!" પારસ બોલ્યો.
"અરે યાર હમણાં કેવું થયું મેં મારી ક્રશને મેસેજ કર્યો કે તને કેવો છોકરો ગમે?"
"તો એણે શું જવાબ આપ્યો ખબર?"
"શું?"
"કે તારા સિવાય કોઈ પણ!!અને તે રાતે અપુન 2 બજે તક રોયા"કેહતા તેણે પારસના ખોળામાં માથું મૂકી દીધું.
આ જોઈ કૃષિત બોલ્યો,"અરે આતો કાંઈ નથી હું જ્યાં રહુ છું ને તે મકાનમલિક એ તો મને ધમકી જ આપી ડાયરેકટ બોલ્યા.બેટા આખું વરસ તો તારી ઘણી બહેનો આવે છે જો રક્ષાબંધન પર એકેય નો આયવીને તો રૂમ ખાલી કરી નાંખજે!"
"એવું જ હોય યાર છોકરી પાછળ સમય વેડફાય જ નહીં સારી નોકરી શોધી લ્યો છોકરી આપો આપ મળી જશે"ભાર્ગવ બોલ્યો.
"અરે તો ટેલેન્ટ પર ડિપેન્ડ છે ભાઈલોગ.જો તમારામાં ટેલેન્ટ હોયને તો નોકરી અને છોકરી બંને સેટ થઈ જ જાય"રિષભભાઈ બોલ્યા.
વંદનાભાભીએ એક કડક નજર ફેંકી કે એ ચૂપ થઈ ગયા.
આ જોઈ અમે બધા ફરી હસી પડ્યા.
"જો યાર જિંદગી છે તકલીફો તો રહેવાની જ અને એ તકલીફો સામે રડવા કરતા સામનો કરવો જોઈએ."નેન્સીએ જ્ઞાન આપ્યું!
પણ કૃષિતને હજમ ના થયું!
"તારું જ્ઞાન તારા પાસે રાખ જો સાંભળો બાળકો હું જ્ઞાન આપું છું.કોઈને પણ તકલીફમાં જોઈને એના સામે હસજો એટલે એ પોતાની તકલીફ ભૂલીને તમને ગાળો આપવામાં બીઝી થઈ જશે."
"મારુ સાંભળો બધાં.... રડવાથી તો સારું છે કે કોઈને 2 થપ્પડ મારીને ભાગી જવું"કૃષિતની વાત સાંભળી કૃશાલ બોલ્યો.
"અરે મારા નાના-નાના ભાઈઓ મારુ જ્ઞાન સાંભળો!!નજર નજરનો ફેર છે આ બધો કાલે જે જાન લાગતીતી એ આજે જાનવર લાગે છે!" રિષભભાઈ આટલું બોલી રહ્યા ત્યાં એમને પીઠ પર એક મુક્કો પડ્યો!અને એ મુક્કો વંદનાભાભીનો હતો.
આ જોઈ અમે બધા ખડખડાટ હસી પડ્યા.
"અખિલભાઈ મને એ કયો લગ્ન શા માટે કરવા જોઈએ?!" ભાર્ગવ બોલ્યો.
"અમમ...લગ્ન એટલા માટે પણ કરવા જોઈએ કે ખબર પડે લગ્ન શા માટે ન કરવા જોઈએ"અખિલ રિષભભાઈ અને વંદનાભાભી સામે જોઇને બોલ્યા.
આવી જ હસી મજાક વચ્ચે જાનવી બોલી,"અરે બહુ થયો ડાયરો હવે ડાયરામાં થોડી રંગત લાવીએ"
"એટલે?"બધા એકસાથે બોલ્યા.
"એટલે એમ કે કંઈક ડાન્સ, કઈક મ્યુઝિક, કઈ મોજ મસ્તી કરીએને યાર!તમે બધા ક્યારના બોલો છો પણ બંને ભાભીઓનું તો વિચારો!"જાનવીની વાતને સમજાવતા કૃપાલી બોલી.
કૃપાલિની વાત સાંભળી નેન્સી બોલી,"હા ગાઇસ!ચાલો કપલ ડાન્સ થઈ જાય?!"
બધા તેઓ ની વાત સાથે સહમત થઈ બોલ્યા,"હા ચાલો કરો શરૂ મેં અખિલ આમે નજર કરી તો સ્માઈલ કરી રહ્યા હતા."
મને ગભરાટ થઈ રહયો હતો.મ્યુઝિક ચાલુ થયું કૃપાલીએ અખિલના હાથમાં મારો હાથ આપી દીધો અને પોતે ડાન્સ કરવા લાગી..
પણ એને શું ખબર!!!
"મારા હાથમાં એમનો હાથ હતો પણ અમારી વચ્ચે અમાપ અંતર"
પતિ-પત્ની હોવા છતાં અમારો કોઈ સંબંધ નહતો.સમાજમાં અમારા સંબંધનું નામ,માન,સન્માન હતું.અર્ધાંગિની નો હક હતો.પણ પ્રેમ નહતો ખુશી નહતી.હતું તો બસ અમાપ અંતર!!
અખિલે મારી કમર પર હાથ રાખ્યો.એવું જ મારુ આખું શરીર ધ્રુજી ઉઠ્યું.પેહલીવાર કોઈ પુરુષનો સ્પર્શ....મારુ રોમ-રોમ પ્રજ્વલિત થઈ ઉઠ્યું.અને મ્યુઝિકના તાલે અમે ડાન્સ કરવા લાગ્યા. ગીત શરૂ થયું કદાચ એ અખિલ નું પણ ફેવરીટ સોન્ગ હશે કે પછી મહાદેવ ની કોઈ ઈચ્છા જે ગીત શરૂ થયું અને અમે બંને એકબીજામાં ખોવાયા....
ક્રમશઃ