હું ફરી મારા સપનાઓને તૂટતા જોઈ રહી રડી રહી જન્મથી તો ખુશી છું પણ મારા નસીબમાં ખુશી છે જ નહીં.મારા હ્ર્દય અને મગજએ લડવાનું શરૂ કરી દીધું હ્ર્દયને દુઃખ હતું સંબંધનું અને.........!
મગજ કહી રહ્યું કે બધું એજ તો થાય છે જે મને જોઇતું હતું હું આગળ ભણવા માંગતી હતી.મારા સપના પુરા કરવા માંગતી હતી અને એ જ તો થાય છે.સારો પરિવાર છે મારા સપનાઓ પુરા કરવાની છૂટ છે તો હવે શું જોઈએ મને....
"તો પછી આ દર્દ કઈ વાતનું છે?"
"મને કેમ તકલીફ થાઇ રહી છે?"
"એવું કેમ લાગે છે.જાણે મારું અડધું અંગ કોઈએ દૂર કરી દીધું મારાથી કે પછી હું હવે એક પત્ની તરીકે વિચારવા લાગી છું?
"કે પછી હું અખિલને પ્રેમ કરવા લાગી છું?"
પણ!જે હોય તે મેં ફરી મારી કિસ્મતના ખેલનો સ્વીકાર કર્યો બધું જેમ છે તેમ ચાલવા દેવું જ યોગ્ય લાગ્યું.
ઊભી રહી જાય છે જિંદગી...
જ્યારે,
મન ભરીને વરસે છે જૂની યાદો.
"ખુશી"મમ્મીનો અવાજ સાંભળીને આંખોમાં આવેલા આંસુ લૂછતી હું બહાર આવી મારી યાદો માંથી અને રૂમમાંથી પણ!!!
બહાર આવી જોયું તો બધા મહેમાન આવી ગયા હતા.બધા વડીલોએ બેસી વાતો કરી.રુહી અને અહાન બંનેએ લગ્ન માટે મંજૂરી પણ આપી દીધી.અને અહાનને અમેરિકા જવું હોવાથી લગ્ન પણ 1 જ અઠવાડિયામાં રાખવામાં આવ્યા...અને તેજ દિવસથી ઘરમાં મહેમાનો આવા લાગ્યા ખુબજ ઓછા સમયમાં બધા જ સગાંવહાલાં આવી ગયા.અને ખુબજ ધામધૂમથી લગ્નની તૈયારીઓ થવા લાગી.
ધીમેધીમે સમય અને દીવસો જતા રહ્યા અને એ દિવસ પણ આવી ગયો.આજે આ ઘરમાં રુહીનો છેલ્લો દિવસ છે એ પોતાના લગ્નને લઈને ખુબજ ઉત્સાહિત હતી.અને હું પણ!
બહેન જેવી નણંદ ઘર છોડીન જવાની હતી,સતત 4 રાતથી હું સૂતી નથી એ ચિંતામાં કે ક્યાંક કંઈ બાકી ના રહી જાય.આજે છેલ્લી રાત હતી રુહીની આ ઘરમાં તેથી બધા નવયુગલ તેમજ બધા કઝિનએ અગાશીમાં બેસી ડાયરો જમાવ્યો હતો.હું પણ બસ કામ પતાવી ત્યાં જ જઇ રહી હતી. અગાશીમાં આવી જોયું તો અખિલ રુહી,મામાની દીકરી અમી, રિષભભાઈ તેમના પત્ની વંદનાભાભી,
પારસ,કૃપાલી,જાનવી, નેન્સી,કૃશાલ,ભાર્ગવ,ધ્રુવ અને કૃષિત બધાએ મળી ડાયરો જમાવ્યો હતો...અને આમાં કોઈ 20 થી નીચે અને 30થી ઉપરની ઉંમરનું નહતું એટલે તમે સમજી જ શકો આજની પેઢીના જુવાનિયાઓ ભેગા થાય એટલે મોજ જ હોય.
હું પણ ત્યાં બધા સાથે અખિલની બાજુમાં જઈને બેઠી.ઠંડી હોવાના લીધે બધાં એ સ્વેટર પહેર્યા હતા અથવા શાલ ઓઢેલી હતી.
હું એકજ એમનમ જઈને બેઠી એ જોઈ અખિલે એમનું બ્લેન્કેટ મારા ફરતે વીંટાળ્યું અને એકદમ મારા નજીક આવ્યા.મારુ હ્ર્દય એક ધબકારો ચુકી ગયું...અને હું શરમાઈ ગઈ વચ્ચે તાપણું હોવાથી બધાએ મારા ચેહરા પરની એ શરમની લાલિમા જોઈ લીધી અને અમી બોલી...
"આયે...હાયે....ભાભીતો શરમાય ગયા"
એ સાંભળી બધા હસવા લાગ્યા...
"અરે અખિલભાઈ તમે તો કંઈક બોલો કે પછી ચોરી-છુપે આમજ ભાભીને જોયા કરશો?"
અખિલને મારા સામે જોતા જોઈ કૃશાલ બોલ્યો.
"ચૂપ કર મારી વાઈફ છે જોવામાં કઈ ટેક્સ થોડો લાગે છે"આટલું બોલો તેમણે મારા ખભા પર હાથ રાખ્યો ફરી મારુ હ્ર્દય એક ધબકારો ચુકી ગયું.
"ભાઈલોગ હું શું કવ?"ભાર્ગવ બોલ્યો.
"બોલ બોલ" બધા એક સાથે બોલ્યા.
"તમારા મતે દુનિયાનું સૌથી મોટું જૂઠ શું છે?"
"એજ કે પ્રેમ એકજ વાર થાય છે"અખિલ હસતા હસતા બોલ્યા.
"સાચી વાત છે એલા મને તો રોજ થતો અને શરૂઆત બાલમંદિરથી જ થઈ હતી."રિષભભાઈ બોલ્યા.
આ સાંભળી પારસે કહ્યું,"યાર અખિલભાઈ,રિષભભાઈ મેં સાંભળ્યું છે કે પ્રેમ આંધળો હોય છે!"
"હા હોય છે તો?"
"પ્રેમ આંધળો હોય છે તો હંમેશા રૂપાળી છોકરી જ કેમ શોધે?"
આ સાંભળીને બધાજ ખડખડાટ હસી પડ્યા.
"અરે યાર!પ્રેમની તો વાત જ ન કરીશ.જે છોકરીનું નામ વર્ષા હોય એ પણ જિંદગીમાં ક્યારેક આગ લગાડી જાય છે."ભાર્ગવ પારસના ખભા પર હાથ રાખતા બોલ્યો.
"જો નસીબમાં જ અંધારું હોયને તો રોશની નામની છોકરી પણ દગો આપી જાય છે"ભાર્ગવને હાઈ-ફાઈવ આપતા બોલ્યો....
ક્રમશઃ