નવી શરૂઆત ભાગ-૨ Bhumi Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવી શરૂઆત ભાગ-૨

મારા તૂટેલા સપનાઓ અને ઈચ્છાઓને મનનાં એક ખૂણે દબાવીને હું તૈયાર થઇ. ગુલાબી રંગની સાડી પહેરી હું બહાર આવી ત્યારે મહેમાન આવી ગયા હતા. મેં એક નજર અખિલ પર નાખી. ચા નાસ્તો આપી જતી હતી કે અખિલનાં મમ્મીએ મને એમના પાસે બેસાડી અને માથા પર હાથ ફેરવી બોલ્યા,
“પ્રકાશભાઈ, તમારી દીકરી હવે મારી દીકરી થઈ. મને ખુશી ખુબ જ પસંદ છે. શું કહો છો અખિલ ના પપ્પા !”
“અરે ભાઈ કરો કંકુના ! મને તો દીકરી પહેલેથી જ પસંદ હતી. આ તો બસ રિવાજ છે માટે આવવું પડ્યું.”
કોઈએ ના તો મારી ઈચ્છા જાણવાની કોશિશ કરી કે ના મને સમજી. બસ ગોળધાણા ખવાય ગયા અને પછી બે મહિનામાં જ લગ્ન લેવાઇ ગયા.

અખિલ ને પણ બસ મેં એકજ વાર જોયા અને પછી સીધા લગ્નના મંડપમાં જોયા.અને હું એક દીકરી માંથી કોઈની વહુ,કોઈની પત્ની,કોઈની ભાભી બની ગઈ. અને મેં પણ પછી પરિસ્થિતિ સાથે આગળ વધવાનું વિચારી એક નવા જીવનની ચાહ સાથે આગળ વધી લગ્નની પેહલી રાતે રૂમ માં અખિલની રાહ જોઈ રહી.અને ખુબજ મોડા-મોડા એ રૂમમાં આવ્યા,હું સુઈ ગઈ હતી એટલે એ બાજુમાંથી તકિયો લઈને ત્યાં જ સોફા પર સુઈ ગયા.

બીજા દિવસે સવારે વહેલા મારી આંખ ખુલી ગઈ અને જોયું તો એ સોફા પર સુતા છે,હું ઉઠાડવા ગઈ પણ એમની નીંદરમાં ખલેલ ન પહોંચે એ માટે મેં ઉઠાડ્યા નહિ.અને બ્લેન્કેટ લઇ એમને ઓઢાડી હું નાહવા જતી રહી.થોડા સમય પછી ભીના વાળ ઝટકતી હું બહાર આવી અને એમના ચેહરા પર ભીના વાળમાંથી છાંટા ઉડ્યા અને એ ઉઠી ગયા.


"તું આવી લાગણી ની છાલક ના માર,

પછી સુકાતું નથી આ હ્રદય સવાર સુધી..!!"


આવો શાયરાના વિચાર આવતા જ મારું ધ્યાન અખિલ તરફ ગયું,"ઓહ સોરી મારુ ધ્યાન ન રહયું"


"ઇટ્સઓકે" સામે જોયા વગર જ કહી તે બાથરૂમમાં જતા રહ્યા.મને બહુ અજીબ લાગ્યું.એમણે એવું કેમ કર્યું,એ વિચારી રહી ત્યાં બારણું કોઈએ ઠપકાર્યું મેં ખોલીને જોયું તો રુહી હતી.મને લેવા આવી હતી મેં પણ મારું ઘર પરિવાર માની બધા સાથે દૂધમાં સાકર જેમ ભળી ગઈ.


બધા રીતિ રિવાજ એક આદર્શ પુત્રવધુ જેમ નિભવ્યા.પણ હંમેશા મને લાગતું કે અખિલ આ લગ્નથી ખુશ નથી લગ્ન પછી એક પણ વાર મારા સાથે વાત નહીં કરી સાંજે પણ બહુ મોડા આવે ઘરે અને આવીને કાઈ પણ કહ્યા વગર સુઈ જાય આવી જ રીતે એક અઠવાડિયું વીતી ગયુ. મને લાગ્યું સમય જતાં બધું સારું થઈ જશે આટલો પ્રેમ કરવા વાળો પરિવાર મળ્યો છે મને અને ઘરના બધા સભ્યો સામે એ મારા સાથે બહુ સારો વર્તાવ રાખે છે તો સમય જતાં બધું સારું થઈ જશે પણ એ મારો વહેમ જ હતો.


ના કહેલા શબ્દોના બોઝ થી થાકી જાવ છું,

ક્યારેક ખબર નહિ,

ચૂપ રહેવું સમજદારી છે કે મજબુરી.


એક દિવસ એ ઓફીસ જવા માટે તૈયાર થઇ રહ્યા હતા.મેં એમની ફાઈલો વ્યવસ્થિત કરી લેપટોપ ચાર્જમાંથી કાઢી આપ્યું એમનો હાથરૂમાલ,વોલેટ,અને ઘડિયાળ એમના હાથમાં પકડાવી હું બોલી....


"નાસ્તો તૈયાર છે કરી લો"કેહતા હું રૂમની બહાર જવા લાગી અને એટલા દિવસોમાં પહેલી વાર એમને મને બોલાવી.


"ખુશી"

"હા"

"મારા પાસેથી કોઈ આશા ના રાખશો.આ લગ્નનું મારા માટે કઈ મહત્વ નથી મેં બસ મારા પરિવારના અગ્રહને વશ થઈ કર્યા છે."

થોડું અટકી એમણે ફરી બોલવાનું શરૂ કર્યું.

"

તમને પણ વિનંતી કરું છું,કે આપણા સંબંધ વિશે એમને જાણ ન થાય હાર્ટના પેશન્ટ મારા પપ્પા આ આઘાત જીરવી નહીં શકે નાની બહેનનું ભવિષ્ય ખરાબ થશે....માટે મારી મજબૂરીને સમજવાની કોશિશ કરજો તમને આ ઘરમાં બધું જ મળી રહેશે જે તમને જોઈએ તમારે જોબ કરવી હોય કે આગળ ભણવું હોય હું હંમેશા સાથ આપીશ તમે બસ મારા પરિવાર ને સાચવી લેજો,એટલું કહી બહાર જતા રહ્યા"


ક્રમશઃ