-: અંગ્રેજી નું ભણતર :-
શેઠ ઉમાકાંત ભાઈ પોતાના દીકરા રાહુલના અભ્યાસની બાબતમાં બહુ ચિંતિત હતા. તેમનું એક સપનું હતું કે, તેમનો દીકરો મોટો થઈ તેમની જેમ દુકાન ઉપર કરિયાણું ન આવે છે, પરંતુ ભણી-ગણીને મોટો અધિકારી બની. તેમણે સાંભળ્યું હતું કે, આજની આ એકવીસમી સદીમાં અંગ્રેજી વિષયમાં પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે. તેના વગર કોઈ મોટો અધિકારી ન બની શકે. અને તેટલા માટે જ તે તેમના દીકરાને શહેરની અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી હાઈસ્કૂલમાં અભ્યાસ કરાવતા હતા.
રાહુલ નું છમાસિક પરીક્ષા નું પરિણામ જોઈને શેઠ બહુ જ આકુળ-વ્યાકુળ થઇ ગયા હતા. તેનું કારણ એ હતું કે તેમના દિકરાના પરિણામમાં અંગ્રેજી વિષયમાં બહુ ઓછા માર્ક્સ આવેલ હતા. તેમણે મગજમાં વિચાર્યું હતું કે, હવે કોઇપણ સંજોગોમાં રાહુલનું અંગ્રેજી બરાબર પાકુ થાય તે બાબતમાં ધ્યાન આપવું પડશે. કારણ અંગ્રેજીના જ્ઞાન વગર કે અંગ્રેજીમાં વધુ ગુણ મેળવ્યા વગર તે સારો અધિકારી નહીં બની શકે.
બહુ વિચારને શેઠે તેમના દીકરા ના માટે અંગ્રેજીમાં વિષયનું ટીશર્ટ ટ્યુશન રાખવાનું નક્કી કર્યું. તેઓ હવે એક એવા અંગ્રેજી શિક્ષક ની શોધમાં લાગી ગયેલ હતા કે, જે રોજ ઘરે સાંજના સમયે આવે અને એકાદ કલાક અંગ્રેજી વિષય બનાવી શકે. તેઓ તેમના ઓળખીતા જાણીતા બધાને અંગ્રેજી વિષય ભણાવનાર શિક્ષકની જરૂર છે તે બાબત કહી રાખેલ હતું.
જ્યારે બધાને ખબર પડી કે ઉમાકાંત શેઠની તેમના દીકરાને અંગ્રેજી વિષય ભણાવી શકે તેવા શિક્ષક ની જરૂર છે. આ વિગત જાણી અંગ્રેજી વિષયનું શિક્ષણ આપતા હોય તેવા શિક્ષકો તેમના ઘરે આવવા લાગ્યા હતા.
ઉમાકાંત શેઠ જેટલા માલેતુજાર હતા તેટલા કંજૂસ પણ હતા. જેને પરિણામે જે શિક્ષક તેમને ત્યાં હતા તેઓની સાથે ટ્યુશનથી બાબતમાં ભાવતાલ કરવા બેસતા હતા.
“ શેઠજી, હું બીએ પાસ બેરોજગાર છું. આપણા દિકરાને અંગ્રેજી વિષયનું ટ્યુશન આપવા અંગેની વાત કરવા આવ્યો છું.” એક દિવસે એક નવજુવાને શેઠજીની દુકાન પર આવી કહ્યું.
“હા સરસ, રોજ તમારે એક કલાક અંગ્રેજી વિષયનું ટ્યુશન મારા દીકરાને આપવું પડશે.” કેટલી ફી લેશો તમે, શેઠજીએ આવેલ નવયુવાનને ઉપરથી નીચે સુધી જોતા પૂછ્યું.
“ જી, એક મહિનાના 3000 રૂપિયા લઈશ” આવેલ નવયુવાને શેઠજીને જવાબ આપ્યો.
“ 3000 રૂપિયા ? બાપ રે ! લૂંટવાના ધંધા છે કે શું ? રૂપિયા કંઈ ઝાડ પર નથી ઉગતા કે એક કલાક ભણાવવાના તમને 3000 રૂપિયા આપુ. 500 રૂપિયા મહિના ના આપીશ જો તમારે બહાર આવવાની ઈચ્છા હોય તો ભણાવો, નહીં તો નહીં.” 3000 વાત સાંભળીને શેઠજી મૂકી જતા હતા જે જોઈ તે યુવક ત્યાંથી ચાલ્યો ગયો.
બીજે દિવસે બીજા શિક્ષક આવ્યા, તેમણે આવી કહ્યું “શેઠજી મેં સાંભળ્યું છે કે, તમારે તમારા દીકરા માટે અંગ્રેજી ટ્યુશનના શિક્ષક ની જરૂર છે.”
“ હા, સાચી વાત મારા દીકરાને અંગ્રેજીના વિષયનું સારુ ટ્યુશન આપી શકે તેવા શિક્ષકની જરૂર છે. હા, પરંતુ તમારી ફી ની વાત પહેલા નક્કી કરીએ તે સારું. પછી નકામી રકઝકના થાય.” શેઠજીએ કહ્યું.
“ સારુ, શેઠજી તમે મને મહિને ૨૫૦૦ રુપિયા આપજો.”
“ શું કહ્યું, ૨૫૦૦/- રૂપિયા ? ૨૫૦૦/- રૂપિયા આપીશ ખરો પરંતુ તે પાંચ માસના આપીશ, એટલે મહિને ૫૦૦/- રૂપિયા આપીશ. જો તમારે મારા દીકરાને મહિને ૫૦૦/- રૂપિયામાં ભણાવવાની ઈચ્છા હોય તો આજે સાંજથી આવી જશો, બાકી તમારી મરજી. બાકી અત્યારના સંજોગોમાં શિક્ષકોની કોઈ કમી નથી. કેટ કેટલાય બેરોજગારો ફરી રહ્યા છે. શેઠજી એ કહ્યું. શેઠજી તેમની કરિયાણાની દુકાનમાં ગ્રાહકો સાથે કરે તે રીતે તેમને ત્યાં આવનાર અંગ્રેજી શિક્ષક સાથે વ્યવહાર કરતાં હતાં.
આમ તો શેઠજી કરોડપતિ હતા. શહેરના મોટા બજારમાં તેઓ પ્રોવિઝન સ્ટોર ધરાવતા હતા. પરંતુ પૈસા ખર્ચ કરવાની બાબતમાં તે એક નંબરના કંજૂસ હતા. સારી જિંદગી તેમણે દુકાન ઉપર ભાવતાલ નક્કી કરવાની કારણે તે બધી જ વસ્તુ માં ભાવતાલ કરવાની તેમને આદત પડી ગઈ હતી.
જેને કારણે જે કોઈ શિક્ષક આવે તેની સાથે ભાવતાલ કરવા બેસી જતા હતા. જેથી આવેલ શિક્ષક તેઓને નમસ્તે કહી ચાલ્યા જતા હતા.
આ મુજબ અનેક જણા ટ્યુશન માટે આવ્યા પરંતુ શેઠજી તેઓને માસિક ૫૦૦/- રૂપિયાથી વધુ ફી આપવા તૈયારી બતાવતા ન હતા. ધીરે ધીરે આ વાત પુરા શહેરમાં ફેલાઈ ગઈ, કે મોટા શેઠની તેમના દીકરા માટે અંગ્રેજીનું શિક્ષણ આપી શકે તેવા એક શિક્ષક ની જરૂર છે અને તે પણ કે, ટ્યુશનની ફી માસિક રૂપિયા ૫૦૦થી વધુ નહીં મળે. આટલી ઓછી ફી માં કોણ ભણાવવા માટે તૈયાર થાય. આમને આ છેલ્લે કોઈ પૂછવા આવનાર પણ ન રહ્યું.
કેટલાક દિવસો વીતી ગયા હતા. શેઠજી સાંજના સમયે પોતાની દુકાનના કામમાં વ્યસ્ત હતા તે સમયે એક વ્યક્તિ આવ્યા. તેમણે શેઠજીને નમસ્કારના ઉદ્ બોધન સાથે જણાવ્યું, “ શેઠજી મારુ નામ ડૉ. ચેટરજી, હું આ શહેરની નામાંકિત એસ. એમ. પટેલ કોલેજમાં પ્રોફેસર છું, અને આપના દીકરાને અંગ્રેજી વિષયનું ટ્યુશન આપવા ઈચ્છા રાખું છું.
આવેલ પ્રોફેસરની વાત સાંભળી શેઠજીએ કહ્યું,” સાહેબ આ ફી કેટલી લેશો ?
“હમણાં તો પૈસા કે ફી ની વાત જ ક્યાં છે ? તમે જે આપશો તે હું લઈશ. મને તો ફક્ત આપના દીકરાને ભણાવવામાં જ રસ છે.” ડોક્ટર ચેટરજીએ કહ્યું.
શેઠજી આશ્ચર્ય ચકિત થઈ ગયા. આ કેવા પ્રકારનો માણસ છે, જે ફી ની વાત જ નથી કરતો. આમ છતાં શેઠજી થોડીવાર પછી બોલ્યા, “ જુઓ સાહેબ આમ તો હું માસિક રૂપિયા ૫૦૦/- આપવાનો હતો, પરંતુ હું આપને માસિક ૬૦૦/- આપીશ.
“ ઠીક છે, મને કબૂલ મંજૂર છે. હું કાલે સાંજથી આપણા દિકરાને ભણાવવા માટે આવીશ.” આમ કહ્યું અને ડોક્ટર ચેટરજી ત્યાંથી ચાલ્યા ગયા.
શેઠજી મનોમન બહુ ખુશ હતા. કે આટલા સસ્તામાં તેમને તેમના દીકરાને ટ્યુશન ભણાવવા માટે છેલ્લે તેમની મરજી મુજબની ફિ લેનાર શિક્ષક મળી ગયા ખરા. અને તે પણ શહેરની નામાંકિત એસ એમ પટેલ કોલેજના પ્રોફેસર હવે તો મારો દીકરો ચોક્કસ અંગ્રેજીમાં હોશિયાર થઈ જશે.
બીજે દિવસે સાંજના નક્કી થયેલ હતું તે મુજબ ડોક્ટર ચેટરજી શેઠજીના ઘરે આવેલ અને તેમના દીકરા રાહુલને અંગ્રેજીના કેટલાક શબ્દો લખાવ્યા હતા જે બીજે દિવસે તૈયાર કરવાનું કહી ચાલ્યા ગયેલ હતા.
શેઠજી તેમની દુકાન બંધ કરી રાત્રે ઘરે આવ્યા તો તેમનો દીકરો મોટે મોટેથી બોલીને અંગ્રેજીમાં શબ્દો ગોખી રહેલ હતો.
Breakfast-એટલે જોરથી તોડવું, Lady Finger-સ્ત્રીની આંગળી, Butterfly-માખીઓનું ઉડવું, Mango-માણસોનું જવું Rainbow- વરસાદનું રોકાઈ જવું, Carpenter- કારને રંગ કરવાવાળો, Understand- નીચે ઊભા રહેવું, Grandfather- સુંદર પિતા, Grandmother- સુંદર માતા.
દીકરાનું બોલવાનું સાંભળી શેઠજી થોડા નહિ પણ વધુ આશ્ચર્ય ચકિત થઈ ગયા. કારણ થોડું ઘણું તો અંગ્રેજી શિક્ષણનું તેમને જ્ઞાન હતું. તેઓ તેમના દીકરા પર ગુસ્સે થયા, આડું અવળું શું બોલી રહ્યો છું તું ? આ બધા ખોટા અર્થ કોણે લખાવ્યા તને ?
“ પપ્પા, આજે જે નવા શિક્ષક મને અંગ્રેજી વિષય ભણાવવા માટે આવેલ હતા તેમણે મને લખાવેલ હતાં. કાલે આવીને તેઓ મોઢે લેવાના છે એટલે હું ગોખીને મોઢે કરી રહેલ છું.
“સારું રહેવા દે, તું મોઢે ના કરીશ આ બધું આડું-અવળું છે. કાળે તારા શિક્ષકની ખબર હું લઇશ. શેઠજીએ તેમના દીકરાને કહ્યું.
બીજા દિવસે શેઠજી ગુસ્સે થઈ બેઠા હતા, “ડોક્ટર ચેટરજી આવતા જ તેમની પર ગુસ્સે થઈ ગયા.” સાહેબ તમે તો કહેલ કે, હું અંગ્રેજી વિષયમાં પ્રોફેસર તરીકે શહેરની એસ. એમ. પટેલ કોલેજમાં પ્રોફેસર છું. પરંતુ તમને એટલું ખબર નથી કે,Mango-એટલે કેરી થાય,Butterfly-એટલે પતંગિયું થાય,Carpenter-એટલે મિસ્ત્રી થાય અને Breakfast-એટલે સવારનો નાસ્તો થાય.
“શેઠજી મે મારી રીતે ખોટું નથી ભણાવ્યું, અને હું અંગ્રેજી વિષયનો પ્રોફેસર છું તે વાત પણ સાચી છે. માને આ બધા શબ્દોના સાચા અર્થની પણ ખબર છે.
“તો પછી મારા દીકરાને આડા-અવળા અર્થ કેમ સમજાવ્યા અને લખાવ્યા ?”
બહુજ સામાન્ય વાત છે. શેઠજી જેવી કામની ફી મળતી હોય તે મુજબ જ કામ હોય ને? તમે તમારી દુકાનમાં બધીજ પ્રકારનો સમાન રાખો છો આમ છતાં તમે ગ્રાહકને તે જે રીતે તમને પૈસા આપો તે પ્રમાણમાં તમને માંળ આપોને ?
સાધારણ ચોખાના નો ભાવ આપેલ હોય ટેને તમે બાસમતી ચોખા તો નહિ આપો ને? વનસ્પતિ ઘી નો ભાવ મુજબ રૂપીયા આપે તે ગ્રાહકને શું ચોખ્ખું ઘી આપશો તમે ?
આ જ વાત મારી સાથે બનેલ છે. તમે માને ટ્યુશનની ફી જો મહિને રૂપિયા ૬૦૦/- આપો તો મારે તે મુજબ જ, Breakfast-એટલે જોરથી તોડવું, Lady Finger-સ્ત્રીની આંગળી, Butterfly-માખીઓનું ઉડવું, ની રીતે જ ભણાવવું પડે ને ? Butterfly-એટલે પતંગિયું અને Breakfast-એટલે સવારનો નાસ્તો તો ત્યારે જ થાય જ્યારે તમે મને ટ્યુશનના મહિને રૂપિયા ૩૦૦૦/- આપો. આ બધુ તો મે મારી વાત આપના સુધી પહોંચડવા માંતે કરેલ હતું, હવે તમે નક્કી કરો કે હું આપણા દીકરાને ટ્યુશન આપું કે જતો રહું. તમારા મુજબ ઓછી ફી માં કોઈ સાચું અને સારું શિક્ષણ તમારા બાળકને નહિ આપી શકે. ફી ની રકમ ઓછી મળતાં તે લાપરવાહીથી રાહુલ ને ભણાવશે અને રાહુલ ને નુકશાન થશે. ડૉ.ચેટરજીએ કહ્યું.
“નહી, નહી..સાહેબ, તમે પાછા ન જશો હું તમને મહિને રૂપિયા ૩૦૦૦ /- આપીશ તમે મારા દીકરાને ભણાવો.” શેઠજી બોલ્યા....
ડૉક્ટર ચેટર્જીની વાત શેઠજીના મગજમાં બરાબર સમજમાં આવી ગઈ....
DIPAKCHITNIS (DMC) dchitnis3@gmail.com