અધૂરો પ્રેમ - ભાગ 9 અક્ષત ત્રિવેદી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ - ભાગ 9

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ નવમા ભાગ માં 🙏😊

સૌથી પહેલાં તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો આજરોજ 7 દિવસ ની અંદર 100 કરતા પણ વધુ રેટિંગ મળી ગયા છે અને ખાસ વાત એ છે કે આઠમા ભાગ માં ખરેખર એટલા સરસ પ્રતિભાવ મળ્યા છે... જે લોકોએ પર્સનલ માં અને પ્રતિભાવ માં પ્રશ્ન ના જવાબ આપ્યા છે તે બધાનો ફરી થી ખૂબ ખૂબ આભાર માનું છું 🙏😊
હું આજે એક ખુશી શેર કરવા જઈ રહ્યો છું..
આજ થી એક વર્ષ પહેલા મેં મારી લેખક તરીકેની સફર અહીં શરૂ કરી હતી તે આજે પણ શરૂ છે અને આજે મારી અહીં લેખક તરીકેની બર્થડે છે તો કેક થી celebration તો બને છે 🎊🎉🎉🎉🎊🥳🥳🎂🎂🎂🎂..ભલે મારા followers ન વધ્યા પણ અનુભવ મળતા ગયા તેમ લેખનશૈલી સુધરી છે અને આગામી દિવસોમાં આ બાબત પર વધુ પ્રયત્ન રહેશે... માટે આ એક વર્ષમાં જેવો પ્રેમ આપ્યો તેવો અત્યારે પણ આપતા રહેજો..

****************************************
હું ક્લાસ માં આવ્યો પણ આર્યન અને તે અજાણી છોકરી વચ્ચેની બોલાચાલી ભૂલાઈ ન હતી 🤣 વારેવારે તે બંને જ યાદ આવે અને એ ડર હતો કે ક્યાંક આજે આર્યન ભટકાય ન જાય તો સારું... આ ડર ને લીધે મારું 3 લેક્ચર માં તો ધ્યાન ન રહ્યું હતું 😭

રિસેસ માં હું ક્લાસ માં થી મારા યાર દોસ્તો સાથે નીચે કેન્ટીન માં જતો હતો ત્યારે સ્પીકર માં અવાજ આવ્યો કે બધા મોનિટર નીચે કેમ્પસ માં આવે અને કોઈ પણ છોકરા નીચે જોઈએ નહીં મોનિટર સિવાય..

હું બે ઘડી તો વિચાર માં પડી ગયો કે મેડમ ને વળી શું થયું?!??!!!!!!!

પાછો
પછી મને લાગ્યું કે હશે કોઈ કામ અને અમે બધા અને બીજા અન્ય ક્લાસ ના મોનિટર મળીને બધા ને ઉપર મોકલવા લાગ્યા..

પછી અમે લોકો નીચે ગયા અને જોયું તો 8 મોટી ઉમર ના વિદ્યાર્થીઓ હતા એમાં થોડી બરાબર નજર કરી તો...... ખતમ... 😱આર્યન ત્યાં જ હતો અને મારી મસ્ત બેંડ વાગી કારણકે તેની સામે થી જાઉં તો શક થાય અને ખબર પડી જાય... 😱😱😱😱😱😭હું કઈ ન બોલતા એમ ને એમ ઊભો રહ્યો...ત્યાં છોકરીઓ ને પણ જોતા પેલી છોકરી તેની સામે ઊભી હતી G. S વોટિંગ લડવા 😱મને થયું કે હવે ઝગડા વધી જશે.. ત્યાં જીનલ મેડમ આવ્યા અને સાથે અમારા પ્રિન્સીપાલ પણ હતા...

જીનલ મેડમ અને પ્રિન્સીપાલ અમને સંબોધતાં બોલ્યા કે આ તમારા G.S ના ઉમેદવારો છે..તે લોકો નો પરિચય તમને આપી દઉં..

છોકરાઓ માં આર્યન, દર્શક, ધ્રુવ અને ધવલ...

અને છોકરીઓ માં પ્રિયંકા, અસ્મિતા, પ્રકૃતિ અને યશસ્વી...

આ 8 સ્ટુડન્ટ માં થી જે 4 જીતશે તે સ્કૂલ ના G. S રહેશે...

કાલ થી બે દિવસ પ્રચાર અને શુક્રવારે ચુંટણી માટે મતદાન થશે

ચાલો... મળીએ કાલે.. બાય..

અમે બધા જતા હોઈએ છીએ અને મારી બૂટની દોરી ખુલી જાય છે એટલે હું દાદર પર સાઇડ માં દોરી બાંધી રહ્યો હતો અને બધા ઉમેદવારો ઉપર જઈ રહ્યા પણ આર્યન ની સામે પેલી છોકરી ઘૂરકિયું કર્યા કરતી હતી 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣

મને થયું કે કેટલા લોકો મને આવા મળ્યા છે 😭બધા મને જ શું કામ ભટકાય છે 😁🤩🤟(જેઠાલાલ ની જેમ હું પણ એક દુઃખી આત્મા હતો કારણકે જેમ જેઠાલાલ ને નટુ કાકા અને બાઘા મળ્યા હતા તેમ મને આખો ક્લાસ મળ્યો હતો 😢 🤣🤣🤣🤣

બસ આજ માટે આટલું જ છે તમને આ ભાગ કેવો લાગ્યો.. રેટિંગ, પ્રતિભાવ અને ગમે તો શેર કરજો.. નવો ભાગ બપોરે સુધી આવી જશે 😎

આજનો સવાલ :તારીખ 11 જુન:::પ્રેમ માં અત્યારે લોકો પ્રેમ કેમ જોતા નથી????

જવાબ આપજો...
નહીં તો ભાગ નહીં આવે 😡😡😡







Hum majak kar rahe hain.. 😂🤣🤣

ખાસ નોંધ :આ ભાગ 11 જૂન ના રોજ રાત્રે 11 વાગ્યા સુધી લખાય ગયો હતો પણ ભૂલો ચેક કરતા હું સુઇ ગયો હતો એટલે મોબાઈલ ના કી બોર્ડ પર આંગળીઓ રહેવાથી વધારે બગડી ગયુ હતું તેથી સવારે 5 વાગ્યે ઊઠીને આ સુધારા કર્યા છે.. મોડું થવા માટે માફ કરજો ☺️ 🙏🙏🙏🙏🙂

© Akshat trivedi