હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ આઠમા ભાગ માં..
સાતમા ભાગ ના પ્રતિભાવ વાંચીને ખૂબ આનંદ થયો.. ખરેખર સારું લાગ્યું કે તમે લોકો એ આટલો સાથ સહકાર આપ્યો છે.. માટે હું તમારો ખુબ ખુબ આભારી છું..
હું ક્લાસ માં ગયો.. બધા મને જે રીતે જોઈ રહ્યા હતા તે રીતે ડર લાગતો હતો પણ મોનિટર મર્દ નું બચ્ચું હોય 🤣 🤣 🤣 🤣 🤣 તે થોડી ડરે..
હું ધીમી ચાલે આસ્થા પાસે ગયો.. તેની આંખો સૂજી ગઈ હતી.. મને પણ દુઃખ થયું કારણકે અમે બધા તેને વધુ પડતું બોલી ગયા હતા..
હું :પલક એ પલક અહીં આવ તો...
પલક :બોલ
હું :આસ્થા ને થોડું સમજાવ કારણકે તે રડી રહી છે..
પલક :શું થયું.. કેમ રડે છે.
હું :(બધું કહેતા ) આવું આવું થયું હતું પાર્કિંગ માં...
પલક :તું પહેલા તારો ગુસ્સો ઓછો કર.. જેનાથી નાની ભૂલ થાય તો પણ તું મચી પડે છે.. છોકરીઓ પર ગુસ્સો ઓછો કર નહીં તો વોટની ભીખ માંગતો બેસીશ...
હું :એ પછી જોઈશું.. પહેલા આનું કૈંક કર
પલક :વાંદરા તું નહીં સુધરે હો.. તને તો ભગવાન પણ નહીં સુધારી શકે... 😊 🤣🤣😂😂😂
હું આસ્થા પાસે જાઉં છું ત્યાં પલક મને ઈશારો કરે છે કે અહીં બાજુ જો..
જોઉં તો એજ.. અનિરુદ્ધ આસ્થા ને જોયા કરે 😂😱
હું પલક ને ઈશારા માં :જવા દે.... 😊
હું આસ્થા પાસે જાઉં છું અને...
આસ્થા સોરી..
આસ્થા :તું કાયમ આવું કરે છે.. કેમ આટલો ગુસ્સો કરે છે
હું :બોલ તારી શું ભૂલ હતી કે આવી રીતે ડ્રાઇવિંગ કરી..?!!?
આસ્થા :મને એવો ડર લાગ્યો કે મોડું થાય તો ગેટ બંધ થઈ જાય તો!!??
હું :બંધ થઈ જાય તો કારણો બતાવી દેવાના પણ આવો કોઈનો જીવ જોખમમાં ન નાખ.... આજે હું છું.. કોઈ બીજું હોત તો... 😊 અને કોઈથી ડરી ને નહીં જીવતી.. તું આજ થી મારી બેન.. બસ...
આસ્થા :thank you so much મને બેન બનાવવા માટે...
હું :હા ચાલ smile કરો..
આસ્થા smile કરે છે અને હું ત્યાંથી જાઉં છું..
ક્લાસ માં થી હું ઓફિસ માં એક વિદ્યાર્થીની અરજી આપવા જાઉં છું ત્યાં ઓફિસ આગળ એક છોકરો જલ્દી માં ન્યુ એડમિશન વાળી છોકરી ને અથડાય ગયો.. છોકરી પડી ગઈ અને રાડો મૂકી.. છોકરા ને ગમે તેમ બોલવા લાગી... હું અરજી આપવા જવાને બદલે ત્યાં તમાશો જોવા લાગ્યો કારણકે હું ગમે તે કામ મૂકીને તમાશો જોવા અને કરવામાં એક્કો છું 😂🤣🤣😂🤣🤣🤣🤣
છોકરો કઈ ન બોલ્યો પણ છોકરી બોલ્યે રાખે 🤣
મને થયું આવા ફાલતુ લોકો માં શું કામ છે.. પોતાનું કામ તો કરીએ એમ હું જતો હતો એમાં એક ના મોઢે સાંભળ્યું
અલ્યા આ આર્યન ના સામે આ છોકરી કેટલું બોલે છે જ્યારે ખબર પડશે કે આ આર્યન છે તો શું હાલત થશે...
હું ચોંકી ગયો કારણકે તે આર્યન હતો અને મેં ત્યાંથી છૂટી જવાનું મુનાસિબ માન્યું કારણકે મારે દિવસ માં બીજી વાર બેઇજ્જતી નથી કરાવવી 🤣😂
આજ માટે આટલો જ ભાગ..
આ ભાગ કેવો લાગ્યો રેટિંગ કોમેન્ટ શેર કરવાનું ભૂલશો નહીં 😅
આજનો સવાલ :.. આપણે કોઈને સાચો પ્રેમ કરતા હોઈએ અને તેને આપની કિંમત કે કદર ન હોય તો શું કરવું?!??
જવાબ આપવા વિનંતી...
જવાબ નહીં આવે તો ભાગ મોડા આવશે 😡😡
મજાક કરું છું 🤣🤣😅😅😂🤣😂😅😅😂😅😅
ખાસ નોંધ :આગલો ભાગ પ્રકાશિત થવાની તારીખ અને સમય અનિશ્ચિત હોવા થી શેડયુલ કરેલ નથી માટે માફી ચાહું છું..
આમ જ પ્રેમ આપતા રહેજો.. જય શ્રી ક્રિષ્ના
© Akshat trivedi