પરાગિની 2.0 - 53 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 53

પરાગિની ૨.૦ - ૫૩




રિની ઉપર રૂમમાં જઈને પરાગને પૂછે છે, તમે આ શું કર્યુ?

પરાગ બેડ પર બેઠો હોય છે. રિની તેની બાજુમાં બેસે છે અને ખભે હાથ મૂકીને કહે છે, તમે આટલી મહેનતથી આ કંપનીને આ પોઝિશન પર લાવ્યા છો અને તમે બધુ સમરને આપી દીધુ? કેમ? મને નહીં પરંતુ દાદી સાથે તો વાત કરવી હતી...!

પરાગ કંઈ જવાબ આપતો નથી અને રિનીને વળગીને રડી પડે છે. પરાગને આમ રડતાં જોઈ રિનીને નવાઈ લાગે છે. તે કંઈ પૂછતી નથી.. પરાગનાં માથે હાથ ફેરવી તેને રડવાં દે છે.

પરાગ રિનીને કહે છે, મારા હાથે મેં એને રમાડ્યો છે... મેં હંમેશા એને મારો સગો ભાઈ માન્યો છે.. મારી વસ્તુ પણ તેની સાથે હું શેર કરતો..! અને આજે અચાનક મારી પાસે આવીને કહે છે, મને ભાગ જોઈએ છે.

રિની પરાગને શાંત રહેવા કહે છે અને કહે છે, તમને ખબર છે સમરને લુચ્ચાઈ કરતાં નથી આવડતી... તમને ખબર જ છે કે આની પાછળ કોણ છે? એક વખત તે શાંત થઈ જશે એટલે આપોઆપ સરખુ થઈ જશે..!

પરાગ- હું હારી ગયો રિની.... મારે આ ફેમીલીને એક કરીને રાખવું હતુ પણ હું ના કરી શક્યો...!

રિની- આમ થોડીને હાર માનવાની હોય..? એક વખત બધુ શાંત થઈ જવા દો.. આપણે ફરી પ્રયાસ કરીશુ...!

રિની પરાગને સૂવડાવી દે છે.

**********


સવારે રિની પરાગને તેના મમ્મીને ત્યાં જાય છે તેવું કહી નીકળી જાય છે. રિની નિશા સાથે વાત કરવા જાય છે.

આ બાજુ દાદી પરાગની રૂમમાં આવે છે. પરાગ તૈયાર થઈને બેસી રહ્યો હોય છે. દાદી પરાગની બાજુમાં બેસે છે. દાદી પરાગને કહે છે, તે નિર્ણય લીધો હશે તો બરાબર જ હશે.. પરંતુ શું સમર એટલો સક્ષમ છે કે તે આખી કંપની સંભાળી શકશે?

પરાગ- આજે નહીં તો કાલે તેને સંભાળવાની તો આવતે ને...!

દાદી- તો પણ...

પરાગ- તમે ચિંતા ના કરશો.. હું હંમેશા તેની પાછળ રહીશ... એને હું ક્યારેય મુસીબતમાં નહીં પડવા દઉં...!

દાદી પરાગને ભેટીને કહે છે, દૂર હતો ત્યારે અને અત્યારે નજીક છે ત્યારે પણ હંમેશા તને જ બધા દુ:ખ પહોંચાડે છે.

પરાગ- ટેવાય ગયો છું દાદી....

સમર બહાર ઊભો રહીને પરાગ અને દાદીની વાતો સાંભળતો હોય છે અને અંદરથી પસ્તાતો હોય છે.


રિની નિશા પાસે જઈને તેને કહે છે કે તે સમરને સમજાવે કે આવું બધુ ના કરે...!

નિશા સોરી કહેતા કહે છે, હું સમર સાથે નથી બોલતી...! એને જે કરવું હોય તે કરે..!


પરાગ કંપની પર જાય છે. રિની પણ ત્યાં પહોંચી ગઈ હોય છે. પરાગ બધા એમ્પ્લોયને ભેગા કરીને અનાઉન્સમેન્ટ કરે છે, થેન્ક યુ આટલી શોર્ટ નોટિસમાં તમે બધા ભેગા થયા.. આજથી કંપનીના નવા સીઈઓ સમર શાહ છે. તમારે હવેથી તેમને રિપોર્ટીંગ કરવાનું રહેશે..!

બધા જ એમ્પ્લોય અંદરો અંદર વાતો કરવા લાગે છે. જૈનિકી પણ ત્યાં હોય છે તેને શોક લાગે છે. તે તરત પરાગને કહે છે, પરંતુ આમ અચાનક?

પરાગ- હા, હવે જે છે તે આ જ છે.

પરાગ બધાને કહે છે, બસ આજનાં માટે આટલું જ... હોપ તમે નવા સીઈઓને કોઓપરેટ કરશો..! હેવ આ નાઈસ ડે ઓલ ઓફ યુ..!

આટલું કહી પરાગ કેબિનમાં જતો રહે છે. જૈનિકા રિનીને તેની કેબિનમાં લઈ જાય છે બધુ પૂછે છે.. રિની જૈનિકાને બધી વાત કહે છે. જૈનિકા રિનીને કહે છે, સમર પણ હવે લુચ્ચાઈ કરશે?

રિની- એ નથી કરતો... કોઈ તેને કરાવડાવે છે અને તે એક જ વ્યક્તિ છે.

જૈનિકા- હમમ... સમજી ગઈ...!


રિની પરાગ પાસે જાય છે અને પૂછે છે, હવે આગળ શું કરવાનું છે પરાગ?

પરાગ રિની તરફ જોતા કહે છે, ચાલને ક્યાંક ફરવા જઈએ?

રિની- હેં? ફરવા?

પરાગ- મને અત્યારે એની જ જરૂર છે....

રિની- ઓકે... ક્યાં જઈશુ?

પરાગ- ગેમ રમવા જઈએ? ગેમ ઝોનમાં?

રિની- ઓકે... જે જીતશે તે જમવાનું બિલ ભરશે...

પરાગ- ઓકે... તો તું ભરવા તૈયાર રહેજે...

પરાગ અને રિની બંને મોલમાં જાય છે અને ગેમ ઝોનમાં જઈ ગેમ રમે છે.

કલાક બાદ પરાગ રિનીને કહે છે, મેં કહ્યુ હતુને કે તું તૈયાર રહેજે...

એટલામાં જ પરાગનાં મોબાઈલમાં માનવનો ફોન આવે છે.

ફોન ઉપાડતાં જ માનવ પરાગને કહે છે, તારે જલ્દીથી અહીં આવવું પડશે... કંપની પર... બધા એમ્પ્લોય હડતાલ પર ઉતર્યા છે.

પરાગ- માનવ, સોરી હું નહીં આવુ શકુ... કંપનીનાં નવા સીઈઓ છે તે જોઈ લેશે...

માનવ- તે લોકો સમરની વાત નથી માની રહ્યા... તમારે જ કંઈ કરવુ પડશે...

પરાગ- હા, હું હમણાં આવું છુ..।!

પરાગ રિનીને કહે છે, કંપની પર જવું પડશે...!


પરાગ અને રિની કંપની પર પહોંચે છે. બધા એમ્પ્લોય બહાર બેઠા હોય છે તેમનાં હાથમાં બોર્ડ હોય છે. જેની પર લખેલું હોય છે, ‘વી વોન્ટ પરાગ સર બેક’ અને બધા હાય હાય બોલાવતા હોય છે.

પરાગ તેમની પાસે જાય છે અને પહેલા તેમને શાંત રહેવાનું કહે છે.. અને તેમને કહે છે, જુઓ.. હવેથી તમારે સમર સાથે જ કામ કરવાનું છે તો આદત પાડી લો...! તમે બધા અંદર જાઓ અને કામ ચાલુ કરો...!

જૈનિકા- ના.. પરાગ તું પાછો આવીશ ત જ કામ ચાલુ થશે..

પરાગ- જૈનિકા... હું જેવુ કહુ છુ તેવુ કરો.... અંદર જાઓ..! જૈનિકા બધાને લઈને અંદર જા...!

જૈનિકા બધાને અંદર જવાનુ કહે છે.

શાલિની પણ ત્યાં જ હોય છે. શાલિની પરાગ પાસે જઈને કહે છે, સારી ગેમ રમે છે. પહેલા બધાને કહે છે કે સમર બોસ છે અને પછી હડતાલ પણ કરાવે છે અને હવે તેમને પાછો મોકલી પણ દે છે.

રિનીને ગુસ્સો આવે છે અને તે બોલે છે, કોણ કેવું છે તે બધાને ખબર જ છે... સમરને ખબર પડશે તો... પરાગ રિનીને રોકી લે છે અને શાલિનીને કહે છે, સોરી.. હવેથી બધા સમરનું કહેલુ જ કરશે..!

આટલું કહી પરાગ રિનીને કહે છે, ચાલ, જઈએ? તારે બિલ ભરવાનું છે યાદ છેને?

રિની- હા...

ગાડીમાં બેસતા જ રિની પરાગને તમે એને સોરી કેમ કહ્યુ? એને શું સોરી કહેવાનુ?

પરાગ- બસ રિની...

પરાગને આટલો શાંત જોઈ શાલિની અકળાય છે.


લંચ કરતા કરતાં રિની પરાગને પૂછે છે, તમે કહ્યુ ના કે તમે આગળ શું કરશો?

પરાગ- ચિંતા ના કરીશ.. તારા હસબન્ડ પાસે હંમેશા પ્લાન બી હોય છે. ટૂંક સમયમાં ખબર પડી જશે..!


શાલિની સમરને કહેતી હોય છે, હવે તું સીઈઓ પણ બની ગયો છે તો તારે મેરેજનું વિચારવું જોઈએ...! મારા ખ્યાલથી ડેન્સી પરફેક્ટ છે તારી માટે..!

સમર- મારા માટે નિશા જ પરફેક્ટ છે. અને હા, ડેન્સી અમેરિકા પાછી જતી રહી છે.

શાલિની- તેની ઈન્ટર્નશીપ તો પતી નથી...?

સમર- મને નથી ખબર...!

સમર નિશાને ફોન કરે છે, નિશા ફોન ઉપાડે છે...

સમર- ફાઈનલી તે મારો ફોન ઉપાડ્યો....

નિશા- ખાલી એટલું કહેવા જ ફોન ઉપાડ્યો કે તું જે અત્યારે તારા મમ્મીનાં કહેવા પર કરે છે તે ખોટું છે... આઈ હોપ તું સમજી ગયો હશે...! તું આવું જ કરવાનો હોય તો મારે તારી સાથે નથી રહેવુ...

સમરને ગુસ્સો આવે છે અને નિશાને કહે છે, તું પણ આવુ કરીશ?

નિશા- આ ગુસ્સાની, લુચ્ચાઈની પટ્ટી ઊતરી જાય ત્યારે ફોન કરજે.... જે દિવસે તું પહેલા જેવો સમર થઈ જઈશ.. ત્યારે હું તારી પાસે પાછી આવીશ..!

સમર- પહેલા જેવો તો ના થઈ શકુ...

નિશા- હા, તો હું પાછી નહીં આવી શકુ... તું એક દિવસ પછતાઈશ... કે તે પરાગ જેવો ભાઈ ગુમાવ્યો છે. બાય.. હવે ફોન ના કરતો..!

આટલું કહી નિશા ફોન મૂકી દે છે. નિશા ખૂબ રડે છે. તે રાત્રે રિની અને એશા નિશા સાથે રોકાય જાય છે.


દિવસો વિતતા જાય છે કંપનીનો જૂનો સ્ટાફ ધીમે ધીમે જતો રહ્યો હોય છે અને નવો સ્ટાફ આવી ગયો હોય છે સિવાય જૈનિકા અને માનવ..! તેઓ બંને ફક્ત પરાગનાં કહેવા પર રોકાયા હોય છે.

આ બાજુ પરાગે તેની નવી ઓફિસનું સેટઅપ કરી લીધું હોય છે. બધુ જ કામ પતી ગયું હોય છે.

સમર, માનવ અને જૈનિકા ત્રણેય બેઠા હોય છે. સમર ગુસ્સામાં જૈનિકા અને માનવને કહે છે, બધા મને મૂકીને જતા રહ્યા છે તો તમે કેમ રહી ગયા? તમે પણ મને અહીં એકલો મૂકીને જતા રહો...!

જૈનિકા- નથી જઈ શક્તા... તારા જેવા સેલ્ફીસ નથીને અમે...!

સમર- જૈનિકા....

જૈનિકા- તારામાં અને પરાગમાં આ જ ફરક છે.... ખબર છે તેને શું કહ્યુ હતુ... હંમેશા મારા ભાઈ સાથે રહેજો... ગમે તેવી પરિસ્થિતિ હોય.. તેને એકલો મૂકીને ના જતા...

સમર- પરાગ... પરાગ... બધા કેમ તેનું જ રટણ કરે છે?

જૈનિકા- કેમ કે તે માણસ એવો છે. પોતાનું નહીં હંમેશા બીજાનું જ વિચારે છે તે..! મગજ શાંત થાય તો વિચારજે..! અને હજી સમય ગયો નથી... તું ઈચ્છે તો પહેલા જોવું થઈ શકે છે..!

આટલું કહી જૈનિકા ત્યાંથી જતી રહે છે. માનવ પણ કંઈ બોલતો નથી બસ સમરની પીઠ થપથપાવી જતો રહે છે.




શું સમરને તેની ભૂલ સુધારશે?

શું તે પરાગને પાછો કંપનીમાં લાવી શક્શે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૫૪