પરાગિની 2.0 - 52 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 52

પરાગિની ૨.૦ - ૫૨



મહિનો આમ જ નીકળી જાય છે. શાલિની હવે સમરને પરાગ વિરુધ્ધ ભડકાવાનું ચાલુ કરી દે છે. શાલિની સમરને કહે છે, તને નથી લાગતું કે તારે હવે તારા હક માટે લડવું જોઈએ...? તારા પપ્પા તો હવે ક્યારેય પાછા નહીં આવે... અને આ બધુ જ પરાગ લઈ લેશે..! ક્યાં સુધી તું પરાગનાં હાથ નીચે કામ કરીશ..? પોતાની ઓળખ બનાવ..! પરાગનાં મેરેજ થઈ ગયા છે અને હવે તે સેટ પણ થઈ ગયો છે। તું ક્યાં સુધી આમ ફરીશ..? તારા ભાગનાં શેર પણ પરાગે લઈ લીધા..!

સમર પૂરેપૂરો શાલિનીની વાતમાં ભેરવાઈ જાય છે. સમર શેર બાબતે શાલિનીને કહે છે, શેર ભાઈએ લીધા નથી.. સિમિતએ આપ્યા છે.

શાલિની- તે ગમે તે હોય... તારા પપ્પાનાં જ હતાને તો ભાગ પણ સરખો જ હોવો જોઈએ...!

મહિના દરમ્યિાન ડેન્સીને ખબર પડે છે કે સમરની ગર્લફ્રેન્ડ છે છતાં તે સમરને પ્રેમ કરવા લાગી હોય છે.

સવારે સમર તેની મોમ સાથે વાત કર્યા બાદ ઓફિસમાં તેની કેબિનમાં કામ કરતો હોય છે. બધી ફાઈલો ચેક કરતો હોય

છે.. ડેન્સી તેની સામે બેસીને બધા ડોક્યુમેન્ટ ચેક કરતી હોય છે. વચ્ચે વચ્ચે તે સમરને જોઈ લેતી... ડેન્સી તેની જગ્યા પરથી ઊભી થઈને સમરની બાજુમાં જઈને ઊભી રહી જાય છે. સમર તેની કામમાં મશગુલ હોય છે તેને ખબર નથી પડતી કે ડેન્સી તેની બાજુમાં ઊભી છે. થોડી વાર રહીને ડેન્સી સમરની બાજુમાં ખુરશી લાવીને બેસી જાય છે અને ટેબલ પર હાથથી ટેકો લઈને બેસી રહે છે.

નિશા સમરને મળવા કંપની પર જવા નીકળે છે. નિશા ગરમ નાસ્તો બનાવી પેક કરીને સમર માટે લઈ જાય છે. તે વિચારે છે કે બંને સાથે બેસીને નાસ્તો કરીશું અને થોડો સમય સાથે વિતાવીશુ...!

દસ મિનિટ બાદ નિશા કંપની પર આવી પહોંચે છે પરંતુ ડેન્સી હજી સમરની બાજુમાં બેઠી હોય છે.

સમર પાણી પીવા માટે ઊભો થવા જતો હોય છે તો જોઈ છે કે બાજુમાં ડેન્સી બેઠી છે. સમર ડેન્સીને પૂછે છે, શું થયું કેમ અહીં બેઠી છે તુ?

ડેન્સી જવાબ આપવાના બદલે સમરને હોઠ પર કિસ કરે છે અને આ દ્રશ્ય નિશા જોઈ છે. જ્યારે ડેન્સી સમરને કિસ કરે છે તે જ વખતે નિશા સમરની કેબિનમાં પ્રવેશે છે. આ જોઈ નિશાનાં આંખમાં આસું આવી જાય છે. તે નાસ્તાની બેગ નીચે મૂકીને તાલી પાડે છે.

જો કે સમરને કંઈ ખબર પડતી નથી કેમ કે ડેન્સીએ તેને અચાનક જ કિસ કરી હોય છે. નિશા તાલી પાડતા સમરને કહે છે, વાહ...!

સમર તરત નિશા તરફ જઈને કહે છે, તું જેવું સમજે છે એવું કંઈ નથી...!

નિશા- મારી આંખોથી જોયું છે જે હમણાં થયુ તે... અને તું કહે છે કે એવું કંઈ નથી..!

સમર- મારી વાત તો સાંભળ..

નિશા- હવે મારે તારી વાત નથી સાંભળવી... તેને કિસ કરી તો તુએ એને રોકી ખરી? નહીં ને? હવે તું એની સાથે જ રહેજે...

આટલું કહી નિશા તેની બેગ લઈને બહાર નીકળી જાય છે. નિશા રડતી રડતી લીફ્ટમાં જતી રહે છે. સમર પણ તેની પાછળ આવે છે. પરાગ લીફ્ટમાં જ હોય છે. નિશાને રડતા જોઈ પરાગ તેને પૂછે છે, શું થયુ નિશા કેમ રડે છે?

સમર નિશાને કહેતો હોય છે, મારા અને ડેન્સી વચ્ચે કંઈ જ નથી.

પરાગ સમરને પૂછે છે, શું થયું સમર? તમે બંને લડ્યા?

સમર ગુસ્સામાં પરાગને કહે છે, તમારે વચ્ચે બોલવાની જરૂર નથી... અમારા બંનેની મેટર છે હું જોઈ લઈશ..!

સમરનાં આવા વર્તનથી પરાગને આંચકો લાગે છે પરંતુ તે કંઈ બોલતો નથી.

નિશા રીક્ષામાં બેસીને હોસ્પિટલ જતી રહે છે. સમર પણ પાછળ ગાડી લઈને જાય છે. નિશા હોસ્પિટલમાં પહોંચી જાય છે. સમર તેની પાછળ પાછળ જતો હોય છે પરંતુ નિશા તેની બાજુ જોતી પણ નથી..! નિશા તેના સ્ટાફ પાસે જાય છે અને તેમને બેગ આપતા કહે છે, આમાં ગરમ નાસ્તો છે... થોડો વધારે છે બધા કરી લેજો.. મારી ઈચ્છા નથી..!

આટલું કહી ત્યાંથી જતી રહે છે.

સમર નિશાની પાછળ આવતો હોય છે. નિશા સમરને કહે છે, મારા કામનો સમય થઈ ગયો છે. તમે અહીંથી જતા રહો..!

સમર- પણ મારી વાત તો સાંભળી લે...

નિશા- પછી... મારે પેશન્ટને જવા જવાનું છે... પછી વાત કરીએ..

આટલું કહી નિશા જતી રહે છે.


સાંજે ઘરે જતી વખતે રિની પરાગને જોઈને સમજી જાય છે કે પરાગને કંઈ થયું છે. રિની પરાગને પૂછે છે, પરાગ.. કંઈ થયું છે તમને?

પરાગ કંઈ જવાબ નથી આપતો...! રિની ફરીથી પૂછવાનું ટાળે છે. બંને ઘરે પહોંચે છે. પરાગ ચૂપચાપ ડિનર કરીને તેની રૂમમાં જતો રહે છે. સમર ઘરે પાછો આવ્યો નથી હોતો..! ઓફિસની ટેરેસ પર બેસી રહ્યો હોય છે.

રિની ઉપર જઈને રૂમમાં પરાગની બાજુમાં બેસે છે અને તેને પૂછે છે, શું થયું પરાગ? સમર પણ હજી ઘરે નથી આવ્યો? તમે બંને લડાયા છો?

પરાગ રિનીને કહે છે, અમે બંને નથી લડાયા... તેની અને નિશા વચ્ચે કંઈ થયું છે.

રિની- શું થયું?

પરાગ- મને નથી ખબર...

રિની- હા, પણ એમાં તમે કેમ ઉદાસ છો?

પરાગ તેને લીફ્ટ વાળી વાત કહે છે. રિની પરાગને સમજાવે છે અને આરામ કરવા કહે છે. બીજા દિવસે રિની નિશાને મળવા ઘરે જાય છે.

અઠવાડિયું થઈ જાય છે સમર નિશાને ફોન કરતો પરંતુ નિશા ફોન કટ કરી દેતી..! નિશા સમર સાથે વાત કરવાનું ટાળતી...

શાલિની સમરને રોજ કહ્યા કરતી કે તું પરાગ સાથે વાત કર શેર બાબતે અને તારો હિસ્સો પણ માંગી લે..!

સમરની હિંમત નહોતી થતી આવી વાત કરવાની પરાગ સામે..! તે પરાગની જ હોટલમાં બેસીને ખૂબ પી છે અને પરાગને ફોન કરી હોટલ પર બોલાવે છે. પરાગ તેને પકડીને ઉપર રૂમમાં લઈ જાય છે અને બેડ પર બેસાડે છે. પરાગ સમરના શૂઝ ઉતારે છે.

સમર પરાગને કહે છે, ભાઈ તમે કેમ આટલા સારા છો? મેં તો દિવસે તમારી સાથે બહુ રૂડલી વાત કરી હતી પણ તમે મને લડ્યા પણ ના.. કેમ?

પરાગ- અત્યારે તું આરામ કર.. આપણે પછી વાત કરીશુ..!

સમર- ના... મારે વાત કરવી છે એટલે જ મેં ડ્રિંક કર્યુ છે... બાકી મારામાં હિંમત નથી કે તમને ડાયરેક્ટ કહી શકુ...

સમર થોડી વાર ચૂપ રહે છે અને પછી પરાગને કહે છે, ભાઈ... મને મારો ભાગ જોઈએ છે.... અને મારા હિસ્સાનાં શેર પણ... તમારા હાથ નીચે કામ કરીને થાકી ગયો છુ... મારે પણ હવે બોસ બનવું છે...! મોમ મને બહુ દબાણ કરે છે મારો ભાગ માંગવા માટે... પહેલા મારે આ બધુ નહોતુ જોઈતુ પરંતુ હવે જોઈએ છે...!

આ સાંભળીને પરાગને આઘાત લાગે છે પરંતુ તે કંઈ જતાવતો નથી અને સમરને સૂવડાવી દે છે. પરાગ હોટલનાં પાછળનાં ગાર્ડનમાં જઈને બેસી રહે છે. પરાગની આંખમાં આસું આવી જાય છે કે પોતે એવી તો શું ખોટ રાખી છે કોઈ વસ્તુ કે પ્રેમમાં કે સમરએ આજે આવું કર્યુ?

રિની પરાગને ફોન કરે છે અને પૂછે છે, ક્યાં છો પરાગ તમે? અગિયાર વાગી ગયા છે..!

પરાગ કંઈ બોલતો નથી... અને ફક્ત એટલું જ કહે છે, તું સૂઈ જા.. હું સમર સાથે હોટલ પર છુ..! સવારે આવીશ ઘરે..!

આટલું કહી પરાગ ફોન મૂકી દે છે અને ત્યાં જ બેસીને સૂઈ જાય છે. રિની મહેસૂસ કરે છે કે ચોક્કસ પરાગને કંઈ થયું છે. સવારે વાત કરશે તેવું વિચારીને સૂઈ જાય છે..!


પરાગ સવારે ઊઠે છે અને પહેલા ઉપર રૂમમાં જાય છે ત્યાં જોઈ છે તો સમર નથી હોતો..! તે સમરને ફોન કરે છે પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હોય છે. પરાગ નીચે રિસેપ્શન પર જઈને પૂછે છે તો જાણવા મળે છે કે સમર હોટલ પરથી નીકળી ગયો હોય છે. પરાગ રિનીને ફોન કરે છે અને પૂછે છે, સમર ઘરે આવ્યો છે?

રિની નીચે જ હોય છે અને તે બહાર જોઈ છે તો સમર ગાડીમાંથી ઉતરતો હોય છે. રિની પરાગને કહે છે, હા, હમણાં જ ઘરે આવ્યો છે.

પરાગ ઓકે કહી ફોન મૂકી દે છે.

પરાગ ઘરે પહોંચે છે. ફ્રેશ થઈ નાસ્તો કરી રિની સાથે કંપની પર પહોંચે છે. પરાગ રિનીને વકીલ બોલાવવાનું કહે છે.. રિની પરાગને પૂછે છે, કેમ વકીલ?

પરાગ- તું બોલાવ તો ખરી સાંજે ખબર પડી જશે...!

પરાગ ઘરનાં બધાને મેસેજ કરીને કહે છે, સાંજે ડિનર પછી અગત્યની વાત કરવાની છે તો બધા હાજર રહેજો..!

બપોરે વકીલ આવે છે.. પરાગ તેમને બધી વાત કરે છે અને કહે છે, કાલ સુધીમાં પેપર તૈયાર કરી દેજો..!


મિહીર અને જૈનિકા મહિના દરમ્યિાન ખાસાં એવા નજીક આવી ગયા હોય છે. જૈનિકાને પહેલા મિહીર નહોતો ગમતો પરંતુ ધીમે ધીમે તેને ગમવા લાગ્યો હોય છે. તેઓ રિલેશનમાં હોય છે તે વાત બધાથી છૂપાવે છે પરંતુ રિનીને ખબર પડી જાય છે. તે વિરોધ નથી કરતી પણ બંને માટે ખુશ થાય છે.


રાત્રે ઘરે બધા જમી લે છે. બધા સોફા પર બેઠા હોય છે. પરાગ ગોળ ગોળ વાત કરવાને બદલે સીધી જ વાત ચાલુ કરી દે છે, પપ્પાના જે શેર હતા જે તેમને સિમિતને વેંચ્યા હતા અને સિમિતએ મને આપ્યા છે. હા, શેર હજી કોઈનાં નામ પર નથી.. પરંતુ સમરએ તેનો ભાગ માંગ્યો છે તો તે બધા જ શેર હું સમરનાં નામ પર કરવા જઈ રહ્યો છુ.. મને તે શેરમાં કોઈ રસ નથી..!

દાદી પરાગને વચ્ચે રોકતા કહે છે, પરાગ તું આ શું કહે છે? સમર શું કામ માંગવાનો?

દાદી સમરને પૂછે છે પરંતુ સમર કોઈ જવાબ નથી આપતો એટલે દાદી સમજી જાય છે.

રિનીને તો શોક લાગે છે તે કંઈ બોલતી નથી.

પરાગ આગળ બોલતા કહે છે, કાલથી સમર કંપનીનો નવો સીઈઓ હશે..!

દાદી અને રિની બંને સાથે જ બોલે છે, પરાગ.. તમે આ શું કહી રહ્યા છો?

પરાગ- તમે જે સાંભળ્યુ એ... પપ્પા તો હવે આવે નહીં... કોઈએ તો કંપની સંભળાવી જ પડશે ને તો સમર કેમ નહીં..?

દાદી- પરંતુ બેટા તું આજ દિન સુધી સંભાળતો આવ્યો જ છે ને...!

પરાગ- હવે સમર સંભળાશે...

પરાગ સમર સામે જઈને ઊભો રહે છે અને કહે છે, ઓલ ધ બેસ્ટ મારા નાના ભાઈ... તને મારા કરતાં પણ વધારે સક્સેસ મળે...! હું હંમેશા તારી સાથે જ રહીશ.. બધી જ પરિસ્થિતિમાં યાદ રાખજે.. આટલું કહી પરાગ તેના રૂમમાં જતો રહે છે.

દાદીને તો આઘાત લાગે છે. તે કંઈ બોલતા નથી અને ત્યાંજ બેસી જાય છે. સમરનાં મોં પર પસ્તાવાનાં ભાવ હોય છે પરંતુ તે કંઈ બોલતો નથી. રિની પરાગની પાછળ રૂમમાં જાય છે. સૌથી ખુશ શાલિની હોય છે. તેને મનમાં ઘણી હાશ થાય છે... તે મનમાં બોલતી હોય છે, ફાઈનલી... મારું કામ પાર પડ્યુ..!


રિની રૂમમાં જઈ પરાગને પૂછે છે, તમે આ શું કર્યુ?




નવા સીઈઓ બન્યા બાદ સમર કંપનીને સંભાળી શક્શે?

શું સમર તેની ભૂલ સુધારી શક્શે?

નિશા, એશા, માનવ, જૈનિકા અને કંપનીનાં બધા કર્મચારી શું રિએક્શન આપશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦- ૫૩