એક ભૂલ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ભૂલ

એક ભૂલ

DIPAKCHITNIS (DMC) dchitnis3@gmail.com

સાંજનો સમય થઈ ચૂક્યો હતો. ગામમાં બજારોની દુકાનો ધીમે-ધીમે બંધ થઈ રહેલ હતી. સાંજનો સમય જેમ જેમ નજીક આવતો જતો હતો તેમ દુકાનમાં બે-ચાર રડ્યાખડ્યા ગ્રાહકો ખરીદી કરવા માટે નજરે પડતા હતા. આ બધાની વચ્ચે એક દુકાન એવી હતી જ્યાં એ દુકાનની બહાર ઘરાકોની લાંબી લાઈન લાગી હતી. લોકો તેમનો નંબર આગળ આવે તે માટે ધક્કામુક્કી કરતા હતા.

“પપ્પા, આ એક જ દુકાન એવી કેમ છે કે જેની આગળ આટલી બધી લાઈન લાગી છે ? આ દુકાનમાં શું વેચાણ થતું હશે ?” કહાને તેના પિતાને પૂછ્યું.

કહાન પોતાના પિતાની સાથે તેની માસી ના ઘરેથી ઓટો રીક્ષા માં પરત આવી રહેલ હતો. કહાને એક દુકાન આગળ આટલી બધી લાંબી લાઈન બાબતમાં આશ્ચર્ય સાથે તેના પિતાને સવાલ કર્યો.

હરેશે કહ્યું, “આ લાઈન છે તે યોગ્ય લાઈન નથી, આ લાઇનમાં સારા લોકો ઉપર રહેલ ન હોય. આ દારૂની દુકાન છે. જ્યાં કેટલાક અવિનાશ અને રણજીત જેવા અનેક લોકો ઉભા રહેલ હોય છે. જે રૂપિયાનો ખર્ચો પોતાના પરી ઘર પરિવાર અને બાળકો માટે કરવાની જરૂર હોય તે ખર્ચ આવા લોકો તેમની દારૂની ખરાબ લતને કારણે તેની પાછળ કરતા હોય છે. આવી ખરાબ આદતના કારણે તેમના પરિવાર પણ અત્યંત દુઃખી હોય છે.

“ પપ્પા, કોણ છે આ અવિનાશ અને રણજીત ?”

હરેશે તેના દીકરાની વાતનો કોઈ જવાબ ન આપ્યો. રીક્ષા મુખ્ય બજારમાંથી પસાર થઈ ઘરની આગળ આવી ઉભી રહી. ઘરમાં અંદર જઈ કહાં તેના દાદા રમણભાઈ સાથે વાત કરવા બેસી ગયો. પરંતુ કહાનના મગજમાં તો દુકાન આગળ ની ખરાબ લાઈન અંગેના વિચારો ગરકાવ થઇ ગયા હતા. તે તેની રીતે તેના બાળ માનસમાં વિચાર કરી રહ્યો હતો કે કેવા હશે એ દારૂ પિવા વાળા લોકો ?

તેના પિતાએ જણાવેલ નામો તેના કાનમાં સતત અને સતત યાદ આવી રહેલ હતા. થોડીવાર પછી તક જોઈ તેણે તેના પિતાને પૂછ્યું શું તમે અવિનાશ અને રણજીત ને જાણો છો. આ સમયે હરેશ કંઈક તેનું કામ કરી રહ્યો હતો. તે બોલ્યો, “ હું કોઈ અવિનાશ કે રણજીત ને જાણતો નથી.” અને ફરીથી તેના કામમાં વ્યસ્ત થઈ ગયો.

હરેશ એ તેના પુત્રને જવાબ તો આપી દીધો, પરંતુ કહાનના મગજમાં જવાબ બાબતે કોઈ સંતોષ નહોતો. તે તેના મનમાં વિચારી રહ્યો હતો કે, “ જો પપ્પા અવિનાશ અને રણજીત અંગે કંઇ જાણતા નથી તો પછી એમણે કેવી રીતે કહેવું કે તે ખરાબ લાઈનમાં ઊભા રહેલ છે ?”

મે મહિનાનો સમય હતો. શાળાઓમાં રજાઓના દિવસો હતા જેને કારણે કહાન તેના દાદા સાથે સવારના સમયમાં બગીચામાં ફરવા જતો હતો. એક દિવસ તે બગીચામાં બીજા બાળકો સાથે રમી રહ્યો હતો, તો તેણે સાંભળ્યું કે કોઈ અવિનાશ ના નામની બૂમ પાડી તેને બોલાવી રહ્યું હતું. કહાને તે વ્યક્તિની સામે જોયું, જેની અવિનાશ કહીને બોલાવી રહેલ હતા.

એક યુવક કેટલાક બાળકોની વચ્ચે બેઠેલ હતો. બાળકો આનંદથી મજા કરી રહેલ હતા. તો આજે અવિનાશ ! જે અંગે પિતાએ જણાવ્યું હતું. આમ વિચારતા વિચારતા કહાન તે યુવક પાસે જઈ ઊભો રહ્યો.

“ શું તમારું નામ અવિનાશ છે ?” કહાને તે યુવકને પૂછ્યું.

“હા, હું જ અવિનાશ છું.”

“ તો તમે જ પેલી ખરાબ લાઈનમાં ઊભા રહો છો ?”

“ ખરાબ લાઈન ! આ શું કહી રહ્યો છું.”

આમ કહેતા અવિનાશ ઉભો થઇ કહાનની તરફ આવ્યો. અવિનાશને તેની તરફ આવતો જોઈ કહાન ગભરાઈ ગયો અને ત્યાંથી દોટ મૂકી તેના દાદા ની પાસે ચાલ્યો ગયો.

અવિનાશ, કહાન દાદાની પાસે આવ્યો તેણે નમસ્કાર કરી તેમનું અભિવાદન કર્યું, અને પૂછવા લાગ્યો, “ આ બાળક મારી પાસે આવી ખરાબ લાઈનની વાત કરી રહેલ હતો”

“કહાન, ખરાબ લાઈનનો શું અર્થ છે તને કાંઈ ખબર છે ?” દાદાએ તેને પૂછ્યું.

“દાદા પપ્પા કહેતા હતા કે, અવિનાશ અને રણજીત.... બસ આટલું જ તે કહી શક્યો.

કહાનના દાદાએ અવિનાશને કહ્યું, માફ કરજે બેટા, બની શકે કે આ નાના દીકરાને તે શું કહેવા માગે છે તે તેને પોતાને જ ખબર પડતી નથી.

અવિનાશ કહાનના દાદાની વાત સાંભળી ત્યાંથી હસતો હસતો પાછો બાળકોની વચ્ચે આવી ગયો. બગીચામાંથી ઘરે પરત આવતા સમયે કહાને તેના દાદાને ખરાબ લાઈન બાબતમાં તેના પિતા હરેશે જે કાઈ જણાવેલ હતું તે બધું પોતાની બાળકની ભાષામાં દાદાને જણાવ્યું.

ઘરે આવ્યા બાદ કહાનના દાદાએ બગીચામાં થયેલ ઘટના બાબતમાં વિગતવાર ચર્ચા કરી અને કહ્યું, “ આ ખરાબ લાઇન અંગેનું ચક્કર શું છે ?” અને તું અવિનાશ અને રણજીતને કેવી રીતે જાણું છું ? દાદાએ તેના દીકરા હરેશને પૂછ્યું.

હરેશે કહ્યું, “પપ્પા. એક દિવસ હું બજારમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે મેં જોયું તો પોલીસ બે યુવાનોને પકડીને જઈ રહેલ હતી. તે સમયે ત્યાં આજુબાજુ જમા થયેલ લોકો કહી રહ્યા હતા કે આ બે અવિનાશ અને રણજીત ચોર છે. આ બંને જણા લોકોને હેરાન-પરેશાન કરે છે. આ બંનેને તો ભારેમાં ભારે સજા મળવી જોઈએ ?”

“ એનો મતલબ એમ કે તું અવિનાશ અને રણજીત ને જાણતો નથી.”

“ના, પપ્પા મેં તો પહેલી વાર એ બંનેને પોલીસની સાથે જોયા હતા.” હરેશે તેના પપ્પાને જણાવ્યું.

હરેશના પિતાએ કહ્યું, “શું તું જાણે છે દારૂની દુકાન ની બહાર લાગેલાંની બાબતમાં અવિનાશ અને રણજીત ના નામ તે કહાન ને જણાવેલ હતા. આ જ કારણે કહાનના નાજુક નાનકડા હૃદય પર અવિનાશ અને રણજીતના નામ અંગે કેટલી ખરાબ ગ્રંથિ બંધાઈ ગઈ. આવજે બગીચામાં જે કંઈ બન્યું તે બરાબર ન હતું.”

હરીશને પોતાને બરાબર ખ્યાલ આવી ગયો તો કે, કહાનને ખરાબ લોકોની લાઈન કહેવા બાબતે તેનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને આ ભૂલ સુધારવી આવશ્યક છે.

બીજે દિવસે સવારે હરેશ તેના પિતા અને કહાન ત્રણેય જણા સાથે બગીચામાં ગયા. અગાઉના દિવસના સવારની જેમ આજે પણ અવિનાશ નાના બાળકોની વચ્ચે બેઠેલ હતો, અને નાના બાળકોની સાથે મજાક મસ્તી સાથે તેમને રમતો રમાડી રહેલો હતો. અને નાની નાની વાર્તાઓ પણ કહેતો હતો. આજુબાજુ પૂછતાં જાણવા મળ્યું કે, અવિનાશ શહેરની પ્રખ્યાત મહાત્મા ગાંધી કોલેજમાં લેક્ચરર હતો અને સાથે સાથે બાળવાર્તા લખનાર લેખક પણ હતો. હરેશે તેના મગજમાં કંઈક વિચાર્યુ અને તે પણ બાળકો ની પાસે જઈ બેસી ગયો. વાર્તા પૂરી થયા બાદ તે અવિનાશની પાસે આવ્યો.

હરેશે આવીને કહ્યું, “ગઈકાલે મારા દીકરાએ આપની સાથે જે ખરાબ વ્યવહાર કર્યો હતો તે બદલ હું અંતઃકરણ પૂર્વક આપની ક્ષમાયાચના ચાહું છું.” અને પછી તેણે દારૂની દુકાન આગળ લાગે લાંબી લાઈન બાબત વિસ્તારથી કહી સંભળાવી. સમગ્ર બાબતો જાણી અવિનાશ પણ હસી પડ્યો.

“હવે હું પૂરી વાત સમજી ચુક્યો છું.” બાળકોનુ મન હૃદય બધી જ સારી નરસી ખરાબ વાતો જલ્દીથી મગજમાં ગ્રહણ કરી લેતા હોય છે. કહાને પણ તે સમજી લીધું કે અવિનાશ અને રણજીત નામની વ્યક્તિઓ સારી હોતી નથી, હશે જે કાંઈ થયું તે ભૂલી જાઓ.

હવે હરેશને તક મળી ગઈ, જો સાચે જ તમે બધી વાત ભૂલી ગયેલ હો તો, કાલે અમારી ઘરે બપોરના સમયે પરિવાર સાથે આવવું પડશે અને બપોરની ચા ને નાસ્તો આપણે સાથે કરીશું.

અવિનાશે પણ હરેશ ની વાત તરત માની લીધી. અને બીજા દિવસે અવિનાશ તેની પત્ની કુંજલ અને દીકરા કેયૂરને સાથે લઇ આવેલ હતો.

તેણે બાળકોની નવી વાર્તાઓ નામની સરસ બુક પણ આવીને કહાનને આપી. કહાન અને કેયુર વચ્ચે પણ સરસ મજાની ભાઈબંધી થઈ ગઈ. વિદાય થતા સમયે અવિનાશે હરેશને કહ્યું, હવે તમારે અમારે ત્યાં આવવું પડશે. મારે ત્યાં નાના બાળકોના પુસ્તકોની મોટી લાઈબ્રેરી છે.

હરેશે કહ્યું, હા ચોક્કસ અમે બધા સાથે આવીશું. આમ ટૂંક સમયમાં બે પરિવાર એકબીજાને સારી રીતે જાણતા થઈ ગયા.

અને એટલું પણ ખરું કે, બની ગયેલ ખરાબ ઘટનાએ નવી દોસ્તીને જન્મ આપ્યો.