રિયુનિયન - (ભાગ 8) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રિયુનિયન - (ભાગ 8)

" આ લગન સ્વીકારવામાં નહિ આવે....."

બધાએ પાછળ ફરીને જોયું ત્યારે ભવ્યા અને સમીરની આંખો પહોળી થઇ ગઈ હતી....

"અમારી વગર તમે લગ્ન કરશો તો એ સ્વીકારવામાં નહિ આવે ...."

એ ભવ્યા ના પપ્પા હતા ....એની સાથે સાથે એના મમ્મી અને એનો નાનો ભાઈ પણ હતો...
સમીર ના મમ્મી પપ્પા એની મોટી બહેન અને જીજાજી ....બધા આવ્યા હતા...

બધાને આ રીતે જોઈને ભવ્યા દોડીને એના મમ્મી પપ્પા પાસે આવીને ભેટી પડી અને રડી પડી...

સમીર એની પાસે આવ્યો અને એના મમ્મી પપ્પા ને મળ્યો....

ભવ્યા અને સમીર ડરી ગયા હતા ... એ બંનેના પરિવાર એના લગ્ન નહિ થવા દે....

પંરતુ એવું કંઈ પણ બન્યું નહિ...

બંનેના પરિવાર રાજી ખુશી થી લગન માટે તૈયાર હતા ...

"ચાલો હવે જલ્દી....શુભ મુહૂર્ત પૂરું થઈ જશે ...." પંડિતજી નો અવાજ સાંભળીને બધા માંડવા પાસે આવ્યા અને બંનેના લગન ચાલુ થયા....

ભવ્યા અને સમીર ખૂબ જ ખુશ દેખાતા હતા ....

બીજી બાજુ નભય વારંવાર હિરવા ને જોઈ રહ્યો હતો .... હિરવા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી....

" આપણા મેરેજ ક્યારે થશે ...." વાણી નભય પાસે આવીને એના હાથ ફરતે હાથ વીંટાળી ને બોલી રહી હતી....

નભય ની નજર હિરવા ઉપર જ હતી....એની બાજુમાં એનો હાથ પકડીને ઉભેલી વાણી નો અવાજ એને હિરવા નો અવાજ સંભળાયો...

"જલ્દી જ થઈ જશે ...તું હા પાડે તો...." નભય બોલી રહ્યો હતો...

" હા પાડે તો?.... મારી તો હા જ છે બેબી...." વાણી એ કહ્યું ....

ત્યારે નભય ને ખ્યાલ આવ્યો કે એની બાજુમાં વાણી ઊભી છે ....

" હું તો મજાક કરતો હતો...." નભય એ વાત ને ફેરવવા માટે સ્માઈલ કરીને વાણી ને કહ્યું અને ત્યાંથી દૂર જતો રહ્યો...

વાણી ને જાણ હતી નભય હિરવા ને જોઈ રહ્યો હતો પરંતુ એ કંઈ બોલી નહિ.....
_________________________________________

લગ્ન પૂરા થઈ ગયા હતાં....

પરંતુ અત્યાર સુધી કોઈને એ વાત ની જાણ ન હતી કે ભવ્યા અને સમીર ના પરિવાર ને અહી કોણે આમંત્રિત કર્યા હતા...

આ સવાલ બધાના મનમાં ફરી રહ્યો હતો..

ત્યારે બધાને જાણવા મળ્યું કે.....

હિરવા અને નભય એ મળીને બંનેના પરિવાર ને ફોન કરીને સમજાવ્યા હતા...

( રસોઈ બનાવવા માટે જરૂરી સામાન લેવા માટે હિરવા અને નભય બંને બહાર ગયા હતા ....પરંતુ તે લોકો મોડા આવ્યા હતા એનું કારણ આ હતુ....)

ત્યારે હિરવા ને એવું લાગી રહ્યું હતું કે ભવ્યા ખુશ તો છે પણ એની ખુશી લાંબા સમય સુધી નહિ રહે.....જો એના લગ્ન માં એનો પરિવાર એની સાથે હશે તો એ જીવનભર ખુશ રહેશે....

એની પાસે એના પરિવારમાંથી કોઈનો નંબર ન હતો....પરંતુ નભય ની મદદ થી ભવ્યા ના ફોનમાંથી નંબર લઈને એને ફોન કર્યો...

આજે પણ એના શબ્દો ભવ્યા ના પપ્પા ને યાદ હતા.... એ ભૂતકાળ માં સરી પડ્યા હોય એ રીતે હીરવા એ બોલેલા શબ્દો યાદ કરી રહ્યા હતા....

_________________________________________

હિરવા ના કહેવાથી નભય એ ભવ્યા ના પપ્પા નો નંબર તો લઇ લીધો હતો પરંતુ શું કામ એવું કર્યું એ નભય જાણતો ન હતો...

જ્યારે હિરવા એ ફોન કર્યો અને એની સાથે વાત કરી રહી હતી ત્યારે નભય ને વાતની જાણ થઈ હતી...

"નમસ્તે અંકલ , હું હિરવા .... ભવ્યા ની ફ્રેન્ડ...."
હિરવા એટલું બોલી રહી ત્યા જ ભવ્યા ના પપ્પા એ ફોન મૂકી દીધો...

હિરવા એ બીજી વાર ફોન કર્યો અને કહ્યું....

"જો તમે ઈચ્છતા હોય તો તમે તમારી ભવ્યા ને ઘરે લઈ જઈ શકો છો....હું જાણું છું એ ક્યાં છે...."

"ક્યાં છે અમારી ભવ્યા ....." ભવ્યા ના પપ્પા નો અવાજ ગળગળો થઈ ગયો હતો...

" હું જાણું છું તમે તમારી ભવ્યા ને ખૂબ જ પ્રેમ કરો છો...." હિરવા એની વાત પૂરી કરે એ પહેલા ભવ્યા ના પપ્પા બોલી ઉઠ્યા...

" હા દીકરા, પ્રેમ તો કરું જ ને.... એ મારી દીકરી છે...બસ એ ખુશ રહે એટલું જ ઈચ્છુ છું.... એ જેને પ્રેમ કરે છે એની સાથે એ પ્રેમલગ્ન કરવા ઈચ્છે છે એ ક્યારેય ખુશ ન રહી શકે એની સાથે કેમ કે બંનેની જાતિ અને ધર્મ અલગ છે....." ભવ્યા ના પપ્પા રડી રહ્યા હોય એ રીતે બોલી રહ્યા હતા...

" જો તમને પ્રેમ નો અસ્વીકાર છે તો બધા યુગો યુગો થી રાધા અને કૃષ્ણ ના પ્રેમ નો સ્વીકાર શું કામ કરે છે .....અને જો તમને પ્રેમલગ્ન નો અસ્વીકાર છે તો ભગવાન શિવ પાર્વતી ના લગન ને કંઈ રીતે સ્વીકારવામાં આવે છે.....

ધર્મ અને જાતિ તો બસ નામ છે એક માણસ ને બીજા માણસ થી દૂર રાખવાનું....બધાને ખબર છે ભગવાન,રબ,ખુદા,ઈશ્વર ....આ બધા નામ નો મતલબ એક જ છે ઉપરવાળો... જેણે આ દુનિયા બનાવી છે....

હું સમજી શકું છું તમારા ધર્મ અને જાતિ અલગ છે જેથી તમે એના પરિવાર મા તમારી છોકરી નહિ આપી શકો....તમને ડર છે કે એ તમારી છોકરી ને સારી રીતે ખુશ નહિ રાખી શકે...કે પછી એની છોકરી તમારી ઘરે આવશે તો ઘર ને નહિ સાચવી શકે..... એ તો એક છોકરીના સંસ્કાર ઉપર હોય છે..... ધર્મ અને જાતિ ઉપરથી એના સંસ્કાર ને ના પારખી શકાય....

તમે તમારા છોકરા ને આવું શીખવશો તો એ પણ આવું જ શીખશે....અને આવું જ ચાલ્યા કરશે .....ધર્મ અને જાતિ ના નામે કેટલા એવા પ્રેમ હશે જે અધૂરા રહી જાય છે.....પ્રેમ જ નહિ એના કારણે યુદ્ધ પણ થાય છે....

એક દિવસ એવો ના આવે જ્યારે આ દુનિયા માં પશુ પક્ષી સિવાય ધર્મ અને જાતિ જીવતું હશે ...બાકી માણસો એ ધર્મ અને જાતિ ના નામે એકબીજાને મારી નાખ્યાં હશે....

ગમે ત્યારે તો આ તફાવત દૂર કરવાનો જ છે તો એની શરૂઆત આપણે જ કેમ ન કરીએ....તમારી છોકરી ખુશ રહે એની માટે તમે એને સારો પરિવાર તો શોધી આપશો....પણ શું તમને વિશ્વાસ છે તમારા જ ધર્મ અને જાતિ વાળા સારા હશે....છોકરી ને જે છોકરા સાથે પ્રેમ છે એ સારો છે એનો પરિવાર સારો છે તો વચ્ચે ધર્મ અને જાતિ ને લાવીને એનું જીવન બગાડવું શું તમને યોગ્ય લાગે છે..?" હિરવા બોલી રહી હતી...

"તમને મારી વાત માં થોડુક પણ સાચું લાગ્યું હોય તો એના લગન માં આવીને આશીર્વાદ આપશો એવી અમારી આશા છે..."

ત્યારબાદ હિરવા એ ક્યાં લગ્ન છે,કોની સાથે છે,કોણ કરાવે છે એ બધી માહિતી આપી અને ફોન મૂકી દીધો....

"તને શું લાગે છે એ અહી આવશે...? " નભયે હિરવાને પૂછ્યું...

પરંતુ આ સવાલનો જવાબ હિરવા પણ જાણતી ન હતી...

_________________________________________

હિરવા ના આવા શબ્દો સાંભળીને બધાને હિરવા ઉપર ગર્વ થઈ રહ્યો હતો....

ભવ્યા અને સમીર ના પરિવાર એ ખુશી ખુશી લગ્ન કરાવ્યા અને એ લોકોના દસ દિવસ પૂરા થઈ જાય પછી ઘરે આવી જવાનું પણ કહ્યું અને ત્યાંથી જતા રહ્યા...

ભવ્યા હિરવા ને ભેટી પડી....હિરવા ના કારણે આજે એના પરિવારે એના આ લગ્ન સ્વીકારી લીધા હતા....

સાંજ થઈ ગઈ હતી બધા ખૂબ જ થાકી ગયા હોવાથી વહેલા સૂઈ ગયા હતા ....

રાગ વિચારી રહ્યો હતો કાલે એ ધાની ને પ્રપોઝ કરી દે તો કેવું રહેશે...ધાની ને નહિ ગમે તો.... એ પણ મને પસંદ કરે છે તો એને ગમશે જ...

આનવ રાગ ના ચહેરા ના હાવભાવ ઉપરથી જ સમજી ગયો હતો એ શું વિચારે છે...

" અરે ભાઈ કેટલું મોડું કરવાનું છે હવે જણાવી દે....જણાવે શું... એ તો જાણે જ છે ....તારે ખાલી કહેવાનું જ છે ...." આનવ એકલો એકલો બોલીને સૂઈ ગયો ...

_________________________________________

સવારમાં ઉઠીને ધાની ગાર્ડન માં ફરી રહી હતી....

ધાની પહેલી વાર આઝાદી અનુભવી રહી હતી....

આજની સવાર માં ખુશી ની લહેરો દેખાઈ રહી હતી....

રાગ પણ સાંજના વિચારોમાં ખોવાયેલો હતો ..... એ આખા ઘરમાં ફરીને ગાર્ડન તરફ આવ્યો....

વાદળી રંગની કુર્તી...વિખરાયેલા ખુલ્લા વાળ....સવારની તાજગી ભરેલો ચહેરો ....ગાર્ડન ની વચ્ચે ઊભી રહેલી ધાનીને રાગ જોઈ રહ્યો હતો...

રાગ ધીમે ધીમે ધાની તરફ આવી રહ્યો હતો.....

આનવ રાગને શોધવા માટે બહાર આવ્યો ....રાગને ધાની તરફ જતા જોઈને એ સમજી ગયો કે આજે રાગ ધાની ને કહી દેવાનો છે.... એ દોડીને અંદર ગયો અને બાકી બધાને બોલાવી લાવ્યો ....

ધાની ની નજીક પહોંચીને રાગ એક પગ વાળીને નીચે બેઠો અને એક હાથ ઉપર કરીને બોલ્યો...

" ધાની....."

ધાની એ પાછળ ફરીને રાગ તરફ જોયું...

" આ શું..?..પ્રપોઝ કરે છે?..." પનવ દૂર ઊભો રહીને બોલી રહ્યો હતો...

"એને ક્યાં આવડે છે પ્રપોઝ કરતા...." આનવ અને સમીર બોલ્યા....અને બધા હસી પડ્યા ...

"મને પ્રપોઝ કરતા તો નથી આવડતું પણ મે આખી રાત વિચારીને બે લાઈન યાદ કરી છે ....બોલું...?" રાગ ધાનીને પૂછી રહ્યો હતો...

રાગ ના આવા શબ્દો સાંભળીને ધાની ને હસુ આવી રહ્યું હતું એને હકાર માં માથું હલાવ્યું ....

"ના હું તને ખોવા ઈચ્છું છું, ના તારી યાદ માં રોવા ઈચ્છું છું....
જ્યાં સુધી જિંદગી છે, ત્યાં સુધી હું તારી સાથે રહેવા ઈચ્છું છું....
હું તને પ્રેમ કરું છું, બસ એજ વાત આજે હું તને કહેવા ઈચ્છું છું... "

"અરે એ તારું પ્રપોઝ કઈ રીતે સ્વીકારશે...." નભય દૂરથી બોલી ને ગાર્ડન મા આવેલા ગુલાબ ના ફૂલ પાસે આવ્યો અને એક ફૂલ તોડ્યું....

"રા .....ગ...." નભય જોરથી બોલ્યો અને ગુલાબ નું ફૂલ રાગ તરફ ફેંક્યું....

રાગે એ ફૂલ પકડી લીધું અને ધાની તરફ કર્યું...

ધાની એ હસતાં હસતા એ ગુલાબ નું ફૂલ લઇ લીધું....

" હું જાણું છું મે ખૂબ જ મોડું કરી દીધું છે...પણ તું અત્યારથી જ મારી સાથે તારું જીવન....." રાગ બોલવાનું પૂરું કરે એ પહેલા સમીરે આગળની લાઈન પૂરી કરી...

"...વ્યર્થ કરવા તૈયાર છે...." અને બધા હસી પડ્યા..

" હા હું તૈયાર છું...." ધાની બોલી...અને હસવા લાગી...

રાગ શરમ અનુભવી રહ્યો હતો અને એ હસતો હતો...

બધાએ તાળીઓ પાડી....

"હાશ....ચાલો આજે તો રાગે એના દિલની વાત કહી જ દીધી.... અમને તો એમ હતું કે તમે હવે સીધાં બીજા જનમ માં જ કહેવાના હશો...." સમીર બોલ્યો અને બધા ફરીવાર હસી પડ્યા...

" આઈ લવ યુ ધાની...." રાગ ધાની ની આંખો માં જોઈને બોલ્યો...

" આઈ લવ યુ ટુ....રાગ..."ધાની ધીમા અવાજે બોલી...

બધા પોતપોતાની વાતો માં મશગૂલ હતા એટલે ધાની અને રાગ ને કોઈએ સાંભળ્યા ન હતા...સિવાય હિરવા અને નભય ...

હિરવા અને નભય એ બંનેના આ શબ્દો સાંભળીને બંને એકબીજાને જોઈ રહ્યા હતા....

જે વાણીની ચકોર નજર થી બચી ના શક્યું....

(ક્રમશઃ)