રિયુનિયન - (ભાગ 6) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રિયુનિયન - (ભાગ 6)

પનવ અને અનિશા પહોંચી ગયા હતા ...

એની સાથે સાથે વાણી પણ આવી પહોંચી હતી....

વાણી ને જોઇને હિરવા ના ચહેરા ઉપર નો રંગ ઊડી ગયો હતો....જેની નોંધ હાજર તમામ લોકોની સાથે વાણી એ પણ લીધી હતી....

" આવો આવો પધારો...." સમીર બોલ્યો..

" વાણી તારી સાથે નભય નથી આવ્યો...?" ભવ્યા એ વાણી ને પૂછ્યું...

હિરવા ની નજર તરત વાણી તરફ આવી જેની જાણ વાણીને હતી...

" ના...એ મને એરપોર્ટ થી અહી મૂકીને એના કઈક કામ માટે બહાર ગયો છે ....સાંજ સુધીમાં આવી જશે..."વાણી બોલી રહી હતી..

બધાને મળીને વાણી હિરવા પાસે આવી...

" હાય હિરવા...." વાણી એ હીરવાને કહ્યું...

હીરવા કંઈ બોલ્યા વગર એક સ્માઈલ કરીને ત્યાંથી જતી રહી ...

જેની નોંધ પણ વીણા એ લીધી હતી ....

_________________________________________

બધા એકસાથે બેસીને વાતો કરી રહ્યા હતા...

હીરવા બેઠી બેઠી વાણી નું નિરીક્ષણ કરી રહી હતી....

વાણી સ્કૂલ ના સમય પર સુંદર હતી એનાથી પણ વધુ સુંદર લાગી રહી હતી....એના ચેહરા ઉપર નો મેકઅપ કોઈને પણ એની તરફ આકર્ષિત કરી દે એવો હતો ...લાલ કલરના ફ્રોક માં એ વધારે રૂપાળી અને હિરોઇન જેવી લાગી રહી હતી....એના વાળ રેશમી હતા....એના હોઠ આછા લાલ રંગેલા હતા...બે ઇંચ વાળી સેન્ડલ માં વધારે ઊંચી લાગી રહી હતી....

" હિરવા ....ક્યાં ખોવાઈ ગઈ..." અનિશા એ હીરવા ને હચમચાવી ને પૂછ્યું....

" શું થયું...?" હીરવા બોલી...
હીરવા વાણી નું નીરીક્ષણ કરવામાં ખોવાઈ ગઈ હતી એટલે એને જાણ જ ન હતી અનિશા એને શું કામ બોલાવી રહી હતી ...

" કંઈ થયું નથી ...પણ તારું ધ્યાન ક્યાં છે....કોઈક ના વિચારોમાં ખોવાયેલી લાગે છે..." અનિશા હિરવા સાથે રમત કરી રહી હતી...

" ના..ના એવું કંઈ નથી..." હીરવા ખોટી સ્માઈલ કરીને બોલી..

હીરવા ના ફોન ની રીંગ વાગી ....

ફોન રાગ નો હતો ...

"હા...રાગ બોલ...." હીરવા બધાના ચહેરા તરફ જોઈને ફોન માં વાત કરી રહી હતી...

ભવ્યા અને સમીર ના ચહેરા ઉતરી ગયા હતા...જે બધા એ જોયું હતું...

ફોન મુક્યા બાદ હિરવા બોલી ....

" રાગ થોડા સમય માં જ અહી પહોંચે છે..."

સમીર ઊભો થઈને એની બેગ લેવા માટે ઉપર જતો હતો...પનવ એ સમીર નો હાથ પકડ્યો અને કહ્યું...

" ભલેને એ આવતો....તારે ક્યાં એની સાથે બોલવું છે....તું અમારી સાથે તો અહી રહી શકે ને ...."

બધાના ચહેરા ઉપર ઉદાસી છવાયેલી દેખાઈ રહી હતી....

" તમે લોકો પ્લીઝ....એવું કંઈ નહિ કરતા જેના કારણે આપણું રીયુનિયન સારું ન રહે....એ બધી જૂની ઘટના છે એને અત્યાર સુધી યાદ રાખીને શું છે ....ધાની ,રાગ ,તાની ,આનવ બધા જ આવશે ....એ પણ તમને જોઇને આ રીતે કરશે ....તો રીયુનિયન કઈ રીતે સફળ થશે.... આ દસ દિવસો ને આપણે યાદગાર બનાવવા જોઈએ અને તમે નાના બાળકો ની જેમ ભૂતકાળ માં બનેલી ઘટના ને યાદ રાખીને બેઠા છો..." હીરવા એક શ્વાસ માં બોલી રહી હતી...

કોઈ કંઈ બોલ્યું નહિ....હોલ માં શાંતિ છવાઈ ગઈ હતી...

બધાને એના જૂના દિવસો યાદ આવી ગયાં....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ધોરણ બાર ના પરિણામ અને કોલેજ ના એડમિશન ની વચ્ચે ગ્રુપ ના લોકો એ એક દિવસ સાથે રહીને એ દિવસ ને યાદગાર બનાવાનું વિચાર્યું હતું...

ડ્રીમ ટીમ ગ્રુપ ધોરણ દસ પછી અલગ થઈ ગયું હતું અને સાયન્સ - કોમર્સ એમ બે ભાગ મા વહેંચાઈ ગયું હતું....

ધોરણ દસ પછી ધાની ,અનિશા, પનવ ,સમીર ,વાણી ,નભય, હિરવા કોમર્સ માં હતા...
જ્યારે રાગ ,તાની ,આનવ ,ભવ્યા સાયન્સ માં હતા ....જેના કારણે ગ્રુપ બે ભાગ માં વહેંચાઈ ગયું હતું અને મળવાનું પણ ઓછું થઈ ગયું હતુ....

ઘનશ્યામ ભાઈ ના ઘરે એક દિવસ સાથે રહેવાનું નક્કી થયું હતું....

બધા એક સાથે અહી ભેગા થયા ....બધા ખૂબ જ ખુશ હતા ....સાથે સાથે દુઃખી પણ હતા કારણ કે કોલેજ માં હવે કોઈ સાથે રહેવાનું ન હતું....

કોણ સાથે કોલેજ માં હશે કોણ નહિ એની જાણ કોઈને ન હતી ...

આજે બધા ખૂબ જ ખુશ હતા ....ઘનશ્યામભાઈ ના ઘરમાં એક મિનિટ પણ શાંતિ છવાયેલી ન હતી ....બધા ખૂબ જ શોર કરી રહ્યા હતા ....રમત રમી રહ્યા હતા...ગીતો ગવાય રહ્યા હતા...ડાન્સ કરી રહ્યા હતા...

અનીશા અને પનવ ના નવા નવા લગ્ન થયા હોવાથી એને બિનજરૂરી સલાહ અપાય રહી હતી ...

ધાની અને રાગ ધોરણ દસ પછી કોમર્સ અને સાયન્સ ના કારણે અલગ થઈ ગયા હોવાથી એક બીજાને જોવાનો સમય એક વાર પણ ગુમાવી રહ્યા ન હતા....

તાની અને આનવ સ્કૂલ ના સમય ની જેમ જ એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હતા....જેની મજા બધા એક ફિલ્મ ની જેમ માણી રહ્યા હતા....અને હસી રહ્યા હતા...

બધા વાતો કરી રહ્યા હતા .... વચ્ચે વાણી બોલી ઉઠી...

" સાચું કોમર્સ ખૂબ જ અઘરું હતું....ખબર નહિ હવે કોલેજ માં શું થશે..."

" શું કોમર્સ અઘરું આવે ....એક વાર સાયન્સ ના ક્લાસ માં બેસી તો જો ખબર પડે શું અઘરું આવે એ..." રાગ બોલ્યો..

" હા ...મારું તો માનવું છે ધોરણ દસ પછી અઘરા માં અઘરી લાઈન સાયન્સ ની હોય છે..." ભવ્યા વટ થી બોલી રહી હતી..

" કોમર્સ ના ક્લાસ માં એક વાર બેસીને એકાઉન્ટ ના દાખલા નો જવાબ લાવીને બતાવ એટલે હું માની જાય કે તમારું સાયન્સ અઘરું આવે છે...." અનીશા ઊભી થઈને બોલી રહી હતી...

" હા હો ભવ્યા .... અનીશા સાચું કહી રહી છે....એકાઉન્ટ ના દાખલા સામે તમારું સાયન્સ કઈ ના કહેવાય ....કેમ પનવ શું કહેવું તારે...." સમીર બોલી રહ્યો હતો..

" હા કોમર્સ અને સાયન્સ......." પનવ એનું બોલવાનું ચાલુ કરે એ પહેલા જ રાગ વચ્ચે બોલી ઉઠ્યો..

" હવે પનવ ને શું પૂછવાનું એને તો ધોરણ બાર માં પણ બે પરિક્ષા આપવી પડી...." રાગ એટલું બોલીને જોર જોર થી હસવા લાગ્યો ..

" ના હો રાગ....તું અહી ખોટો પડે છે ....પનવ ને ભલે ધોરણ બાર ની બે પરિક્ષા આપવી પડી....પરંતુ અત્યારે એકાઉન્ટ ના દાખલા નો જવાબ પનવ સિવાય કોઈક ને જ આવતો હશે ક્લાસ મા....." ધાની ઊભી થઈને બોલી રહી હતી....

" તો તમે બધા ધ્યાન નહિ આપતા હોઈ ...." તાની બોલી...

" હા સાચી વાત છે ... એક કલાક ફિઝીક્સ અને કેમેસ્ટ્રી ના ક્લાસ માં બેસી જો તો ખબર પડે .....એક કલાક તો વધારે કહેવાય તું તો પંદર મિનિટ પણ બેસી શકે નહિ ..." રાગ સમીરને કહી રહ્યો હતો..

તાની અને આનવ સાથે સાયન્સ માં સાથે હતા છતાં બંને વચ્ચે ઝઘડો ચાલુ હતો....

આ વાત ના કારણે બધા વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થઈ રહ્યો હતો..... હિરવા અંદર જમવાનુ બનાવી રહી હતી અને નભય એની મદદ કરી રહ્યો હતો એ બંને બહાર આવ્યા...

બધા પોતપોતાનો સામાન લઈને ઘરે જવા માટે પણ નીકળી પડ્યા હતા....

સમીર ભવ્યા ને લઈને ત્યાંથી જતો રહ્યો હતો....રાગ પણ એની બેગ લઈને ત્યાંથી જતો રહ્યો...

" અરે આ બધા ક્યાં ગયાં છે ....અને તમે કેમ આ રીતે બેઠા છો...." હીરવા બહાર આવીને બોલી..

" અમે જઈ રહીએ છીએ હીરવા ..... અમારા ઘરેથી ફોન આવ્યો એટલે જવું પડે એમ છે ...." અનીશા હીરવા પાસે આવીને બોલી...

" પણ શું થયું છે...." હીરવા અનીશા ને પૂછી રહી હતી ..

અનીશા અને પનવ બંને કંઈ બોલ્યા વગર ત્યાંથી જતા રહ્યા ...

તાની અને આનવ બંને એકબીજા સાથે ઝઘડો કરીને ત્યાંથી જતા રહ્યા...

હવે વાણી હિરવા અને નભય સિવાય કોઈ બાકી રહ્યું ન હતું...

બધી વાત વાણી એ હીરવા અને નભય ને જણાવી...

હીરવા કોઈને કંઈ સમજાવે એ પહેલા જ બધા ત્યાંથી નીકળી ગયા હતા ...

_________________________________________

એ દિવસ પછી કોઈ એકબીજાને મળ્યું ન હતું ....

હીરવા બધાને સમજાવવા માટે કોઈકના ઘરે ગઈ હતી તો કોઈક ને સમજાવવા માટે ફોન કર્યા હતાં....

બધા એ પોતપોતાની રીતે કોલેજ માં એડમીશન લઇ લીધુ હતુ....

પનવ પાસ થઈ ગયો હતો એટલે ... અનીશા અને પનવ બંને એ એક કોલેજ માં એડમીશન લીધું હતું.....

સમીર અને ધાની બંને એક કોલેજ માં આવ્યા હતા....

ભવ્યા અને રાગ બંને એક કોલેજ માં હતા ....

વાણી હિરવા અને નભય ત્રણેય એક કોલેજ માં હતાં....

તાની અને આનવ એ અલગ અલગ કોલેજ માં એડમીશન લેવાની કોશિશ કરી હતી પરંતુ બંનેને એક કોલેજ માં જ એડમિશન મળ્યું હતું....

એક કોલેજ માં હોવા છતાં એકબીજાને ક્યારેય મળતા ન હતા....

વાણી હિરવા અને નભય એક કોલેજ માં હતા છતાં મળવાનું ક્યારેક જ થતું હતું....

આ રીતે એ ઘનશ્યામભાઈ ના ઘરે બનેલી નાની એવી ઘટના બાદ ગ્રુપ આખુ વિખરાઈ ગયું હતું....

ત્યાર પછી આ રીયુનિયન ના દિવસે બધા મળવાના હતા....

રીયુનિયન નું આયોજન કોણે કર્યું છે એની જાણ કોઈને હતી નહિ ...છતાં આજે બધા અહી આવ્યા હતાં ....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

રાગ અહી પહોંચી ગયો હતો....હાજર બધા લોકોને જોઈ એના ચેહરા ઉપર પણ કઈક અલગ દેખાઈ આવતું હતું....પરંતુ હીરવા ના કહેવાથી કોઈ કઈ બોલ્યું નહિ....

બધા એક સાથે બેસીને બધાના આવવાની રાહ જોઈ રહ્યા હતા.....
બધા વચ્ચે વાતચીત ઓછી થઈ રહી હતી....જે વાણી અને હિરવા નોંધી રહી હતી....

કોઈક ગાર્ડન માં હતા તો કોઈક સ્કૂલ ને જોવા માટે નીકળી પડ્યા હતા....

એક સાથે ન બેસવાના કારણે બધા અલગ અલગ ફરી રહ્યા હતા....જે બધાને સમજાતું જ હતુ....

વાણી ના ફોન ની રીંગ વાગી ....

ફોન નભય નો હતો....

ફોન મુક્યા બાદ વાણી એ જણાવ્યું કે નભય ધાની ને લઈને આવી રહ્યો છે...

બધા નભય અને ધાની ની રાહ જોઈ રહ્યા હતા ....

એટલી વાર માં તાની આવી પહોંચી હતી ...

તાની બધું ભૂલી ગઈ હોય એ રીતે બધાને મળી રહી હતી અને બોલી રહી હતી ....
તાની સ્કૂલ ના સમય માં પણ એવી જ હતી ....કોઈ બોલે કે ન બોલે તાની નું બોલવાનું તો ચાલુ જ હોય...

થોડા સમય રાહ જોઈ ત્યાં નભય ધાની ને લઈને આવી પહોંચ્યો હતો એની સાથે સાથે આનવ પણ આવ્યો હતો ....

આનવ ને જોઈને તાની બોલી ઉઠી ....

" આ પણ આવી ગયો.....હવે હું અહી નથી રહેવાની.....હું જાવ છું ....." એટલું બોલીને એ ચાલવા લાગી ...

" હા જા તું ....મને પણ કોઈ શોખ નથી તારી સાથે રહેવાનો....." આનવ બોલ્યો..

એ બંનેને જોઈને બધા હસી પડ્યા.....

હિરવા એ બંને ને સમજાવીને શાંત કરી દીધા હતા....

ડ્રીમ ટીમ ગ્રુપ આખુ અહી પહોંચી ગયું હતું ....પરંતુ બધા એક બીજા સાથે ઓછું બોલતા હતા ...

_________________________________________

વાણી અને નભય સાથે મળીને હિરવા એ બધાને એકસાથે કરી દેવાનું વિચાર્યુ...
એ ત્રણેય ની કોશિશ થી બધા એકબીજા સાથે બોલવાનું ચાલુ કરી દીધું હતું ....પરંતુ રાગ અને સમીર વચ્ચે હજી પણ એવું જ રહ્યું હતું ....

ભવ્યા એ સમીર ને સમજાવ્યો પરંતુ સમીર એક નો બે ન થયો...

સાંજ પડી ગઈ હતી .....આજનો દિવસ પણ પૂરો થઈ જવાનો હતો....

" આજે જે થયું એ ભૂલીને કાલથી નવી શરૂઆત કરીએ....."આનવ ઊભો થઈને બધા ના ચહેરા તરફ જોઈને બોલી રહ્યો હતો ....

બધા લાંબો સફર કરીને આવ્યા હતા એટલે થાકી ગયા હોવાથી આનવ ની વાત મા સકારાત્મક થઈને જમ્યા પછી સૂવાનું નક્કી કર્યું....

સમીર અને રાગ હજુ બોલતા ન હતાં..... એ બંનેને આ રીતે જોઈને કોઈને ખાસ મન લાગતું ન હતું ....

" હવે તમારે એ વાત ને ભૂલવાની છે કે નહિ ...." ભવ્યા સમીર અને રાગ ને કહી રહી હતી....

" સાયન્સ અને કોમર્સ માંથી શું અઘરું છે શું નથી .....એવી વાત ને લઈને આટલો મોટો ઝઘડો કરવાની શું જરૂર છે .....તમે બંને તો હવે નાના બાળકો ની જેમ વર્તન કરી રહ્યા છો...." વાણી બોલી રહી હતી...

" હીરવા હવે તું જ કઈક સમજાય....." આનવ એ હિરવાને કહ્યું....

હીરવા આગળ આવી અને બોલી....

" તમે તે દિવસે આ કોમર્સ અને સાયન્સ ના અભ્યાસ ના માટે ઝઘડો કરી રહ્યા હતા ....
હું તમને એક વાત જણાવું કે એક તો આ દુનિયા માં અઘરું કંઈ છે જ નહિ....જ્યારે એ વસ્તુ આપણને ન આવડે ત્યારે જ એ અઘરી લાગે છે .....
તમે અત્યારે પહેલા ધોરણ નો અભ્યાસ કરી લીધો છે એટલે તમને એ સહેલું લાગશે ....પરંતુ એ પહેલાં ધોરણ માં ભણતા બાળકને પૂછો તો એ એમ જ કહેશે કે પહેલું ધોરણ ખૂબ અઘરું છે....
તમે કોલેજ માં ભણતા હોય ત્યારે અગિયાર બાર સહેલું લાગે ....પણ જ્યારે એ જ અગિયાર બાર માં ભણતા હતા ત્યારે એ અઘરું લાગતું હતું......
તમે જ એને નામ આપી દીધું છે કે સાયન્સ અઘરું છે અને કોમર્સ સહેલું....પણ એક કોમર્સ ના વિદ્યાર્થીને જ ખબર છે એનું કોમર્સ કેવું છે....
જે કોમર્સ માં હોય છે એ ક્યારેય નહી સમજી શકે કે સાયન્સ કેટલું અઘરું છે અને સાયન્સ વાળા કોમર્સ ને નહિ સમજી શકે......
એનાથી પણ વધારે મને એ કહેતા શરમ આવે છે કે તમે ડ્રીમ ટીમ ગ્રુપ ના સભ્યો થઈને આવી નાની વાત ને લઈને દોસ્તી તોડવા તૈયાર છો...
અભ્યાસ ગમે એવો હોય એમાં નીચું કે ઊંચું નથી આવતું ....
જે અભ્યાસ ના લીધે જ આપણી દોસ્તી થાય છે ....તો શું હવે એ અભ્યાસ ના કારણે જ દોસ્તી તોડવાની હોઈ છે?...
કોમર્સ અને સાયન્સ જ નહિ પરંતુ જે આર્ટસ કરે છે કે પછી કોઈ બીજો અભ્યાસ કરે છે એ પણ સહેલું નથી............." હીરવા બોલી રહી હતી અને બધા એને શાંતિ થી સાંભળી રહ્યા હતા....

સમીર અને રાગ ને એની ભૂલ સમજાઈ રહી હતી....

એ બંને સમજી ગયા હતા કે આવી નાની વાત ને લઈને બંને ઝઘડી બેઠા હતા....

બંનેને પોતાના ઉપર જ હસુ આવી રહ્યું હતું... બંને ધીમું ધીમું હસી રહ્યા હતાં ..

એ બંનેને જોઈ ને બાકીના બધા પણ હસી પડ્યા...

સમીર અને રાગ એકબીજાને ગળે વળગી પડ્યા....

"આ વાત ઉપર કઈક ઠંડુ થઈ જાય....." આનવ બોલ્યો..

"હું બધા માટે ઠંડુ લઈને આવું...." હિરવા બોલી...

હીરવા બધા માટે ઠંડુ લેવા માટે કિચન તરફ આવી ....

હિરવા ની પાછળ પાછળ નભય પણ ત્યાં આવી પહોંચ્યો....

"વાહ હિરું.....બાકી એમ સમજાવી દીધા એ બંનેને તે...." નભય અંદર આવતા જ બોલ્યો ...

"તું અહી શું કામ આવ્યો છે...." હીરવા બોલી...

" અરે....હું તને યાદ કરાવવા આવ્યો છું કે તને ખબર છે ને ડ્રીમ ટીમ ગ્રુપ માટે ઠંડુ લઈને જાવાનું હોઈ ત્યારે સાથે બરફ પણ લઈને જવાનું હોય એ લોકોને ખૂબ જ ઠંડુ જોયે છે..." નભય હીરવા પાસે ધીમે ધીમે આવી રહ્યો હતો અને બોલી રહ્યો હતો...

હિરવા એ નભય તરફ જોયું એને નભય ની આંખો માં કઈક અલગ દેખાઈ રહ્યું હતું ...

નભય એની સાવ નજીક આવી ગયો હતો.... એ હિરવા નો હાથ પકડે એ પહેલા જ હિરવા એ એની પાસે પડેલો બરફ લઈને નભય ના શર્ટ ની અંદર નાખી દીધો અને જોર જોરથી હસવા લાગી....

નભય ને ખૂબ ઠંડુ લાગી રહ્યું હતું એણે કૂદકા મારી મારીને એ બરફ કાઢ્યો....અને પાસે પડેલો બીજો બરફ લઈને ફ્રીઝ પાસે ઉભેલી હિરવા પાસે ગયો....

હિરવા નો હાથ પકડીને એની તરફ કરી....

હિરવા નભય ની ખૂબ નજીક આવી ગઈ હતી....

નભયે બરફ થી હિરવા ના ગાલ ઉપર લાઈન દોરવાની ચાલુ કરી....ધીમે ધીમે એ બરફ હિરવા ના ગળા પાસે આવ્યો....હિરવા ની આંખો બંધ થઈ ગઈ હતી...

બરફ ના કારણે હિરવા ના ગાલ ઉપરનું જે પાણી થયું એ નભય એના હોઠ થી પીવા જઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાણી આવી પહોંચી....

( ઠંડુ લેવા માટે એટલી બધી વાર લાગી હતી જેના કારણે મદદ કરવા માટે વાણી કિચન તરફ આવી....)

(ક્રમશઃ)