રિયુનિયન - (ભાગ 4) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રિયુનિયન - (ભાગ 4)

આગળની કહાની નભય ને ખબર જ ન હોઈ એ રીતે હિરવા ને પૂછી રહ્યો હતો....

" તો આગળ નાટક થયું કે બંધ રહ્યું...?"

"કેમ ત્યારે તું ક્યાં હતો....?" હિરવાએ જવાબ આપવાના બદલે સામે સવાલ કર્યો...

"હું તો બસ...લાયબ્રેરી માં....." નભય એનું બોલવાનું પૂરું કરે એ પહેલાં જ હિરવા બોલી ઉઠી ...

"લાઈબ્રેરી માં કે લાઈબ્રેરી વાળી માં......." હિરવા એટલું બોલીને અટકી ગઈ...

" અરે તું કિચન માં જઈને જોતો જરાક ...." નભય ચિંતા માં આવી ગયો હોઈ એ રીતે બોલી રહ્યો હતો...

" કેમ ...શું થયું...." હિરવા ભારેખમ ચિંતા માં આવી ગઈ અને ઊભી થઈને કિચન તરફ ચાલવા જતી હતી ત્યાં નભય બોલ્યો....

"કંઈ થયું નથી .... બટ જલને કી બૂ આ રહી થી ....."

આ સાંભળીને હિરવા એ એની બાજુમાં પડેલું ઓશીકું લઈને નભય ના મોઢા ઉપર ફેક્યું....

અને કંઇક બબડી ને બેસી ગઈ....નભય હસી રહ્યો હતો...

હિરવા ના ફોનની રીંગ વાગી.... એમાં ભવ્યા નું નામ આવ્યું .....

હિરવા એ ફોન મુક્યા બાદ નભય ને જણાવ્યું કે ભવ્યા અને સમીર ને કઈક કામ આવી ગયું હતું એટલે વહેલા આવી ન શક્યા અને અત્યારે ઘરેથી નીકળી રહ્યા છે એ બંને મુંબઈ થી આવી રહ્યા હતા એટલે કાલે સવાર માં અહી પહોંચી જશે .... ત્યાં કોણ કોણ આવ્યું છે એ પણ ભવ્યા એ પૂછ્યું પરંતુ અહીં કોઈ નથી આવ્યું એવુ કહેવાને બદલે તમે આવીને જ જોઈ લેજો ...એવું કહીને વાત ને ટાળી દીધી હતી....

હિરવા હવે સારા મૂડ માં આવી ગઈ હતી એણે નાટક ના દિવસ ની વાત નભય ને કહેવાની ચાલુ કરી.....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

સમીર બે દિવસ સુધી ન આવ્યો એટલે ચિંતામાં આવીને ભવ્યા એના ઘરે આવી...

સમીર ના ઘરે એના મમ્મી સિવાય બીજું કોઈ હતું નહિ....

એના મમ્મી પાસેથી જાણવા મળ્યું કે સમીર ની બહેનને વડોદરાની હોસ્પિટલ માં એક મહિના માટે ઇન્ટર્નશિપ માટે જવાનું હતું એટલે સમીર એને મુકવા માટે અને રહેવાની વ્યવસ્થા કરવાની મદદ માટે વડોદરા ગયો હતો ....એને તાત્કાલિક જવાનું થયું એટલે એ આવીને તમને કહેવાનો હતો....

બીજા દિવસે સવારે સમીર સ્કૂલે આવ્યો ત્યારે ભવ્યા એની પાસે ગઈ અને બોલી....

" વડોદરા જવાનું હતું તો કહીને જવાય ને .... આમ કહ્યા વગર જવાની શું જરૂર હતી ...."

સમીર ને સમજાતું ન હતું આ છોકરી આ રીતે શું કામ બોલે છે ...એ જ્યારે ગયો ત્યારે એની પહેલા કંઇક અલગ રીતે વાત કરી રહી હતી અને આજે આ રીતે....

"કેમ ...શું થયું ...?" સમીર અચકાતો બોલ્યો..

"કંઈ ખબર જ ના હોય એ રીતે નાટક કરવાની જરૂર નથી...."ભવ્યાં શું બોલી રહી હતી એની જાણ એને પણ ન હતી..

" જે થયું તે ભૂલી જાવ અને કાલે આ નાટક તમારે કરવાનું છે એટલે હવે એનો અભ્યાસ ચાલુ કરો..." રાગ બોલ્યો...

પાછળ ના દસ દિવસ થી જે નાટકનો અભ્યાસ ચાલી રહ્યો હતો ...એની અસર આજે સર ને દેખાઈ રહી હતી... ભવ્યા અને સમીર ખૂબ સારી રીતે અભ્યાસ કરી રહ્યા હતા....

આજે નાટક નો દિવસ હતો....

સમીરે જાંબલી રંગની ધોતી અને પોપટી રંગનું કુર્તુ પહેર્યું હતું ...એની ઉપર કાળા રંગની કોટી અને પાઘડી પહેરી હતી ...હાથ માં વાંસળી લઈને ઊભો હતો એને જોઈને ભવ્યાની ની નજર ત્યાં જ અટકી ગઈ હતી....

બીજી બાજુ ભવ્યા એ વાદળી રંગની કમર થી થોડી નીચી એવી કુર્તી પહેરી હતી અને પીળા રંગનો ચણીયો પહેર્યો હતો માથે જાંબલી રંગની ઓઢણી પહેરી હતી જેના કારણે ભવ્યા ખૂબ સુંદર દેખાઈ રહી હતી....

સમીર અને ભવ્યા એકબીજાને જોઈ રહ્યા હતા અને એ પણ ભૂલી ગયા હતા કે એના નાટક નો સમય થઈ ગયો છે....

આ બંનેની જોડી જોઈને બધાને સાચા હીર અને રાંઝા દેખાઈ રહ્યા હતા....

નાટક ચાલી રહ્યું હતું.....બધા એને જોઈ રહ્યા હતા...છેલ્લે હીર ના હાથ માંથી મીઠાઈ લઈને રાંઝા એ ખાઈ લીધી અને એ પણ જમીન ઉપર પડી ગયો અને મરી ગયો....

નાટક પૂરું થઈ ગયું હતું....બધાની આંખો માં આંસુ આવી ગયા હતા.....બધા તાળીઓથી એ બંનેને વધાવી રહ્યા હતા ....

પરંતુ એ બંને જમીન ઉપર સૂતા હતા એકબીજાને જોઈ રહ્યા હતા ....એ બંનેની આંખો માં આંસુ હતા....

_________________________________________

બસ એ નાટક ના દિવસ પછી આજ સુધી બંને હીર રાંઝા ની જોડી બનીને રહે છે....

ભવ્યા અને સમીર જોડી આખી સ્કૂલ માં હીર રાંઝા ની જોડી થી વખણાઈ રહી હતી....

ડ્રીમ ટીમ ગ્રુપ નુ આ પહેલું કપલ બન્યું હતું...

ધાની અને રાગ બંને એકબીજાને પસંદ કરતા હતા એની આખી સ્કૂલ ને જાણ હતી ....એ બંને પણ જાણતા હતા બંને એકબીજાને પસંદ કરે છે પરંતુ બંનેમાંથી કોઈ સ્વીકાર કરવા તૈયાર જ ન હતા....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

બપોર ના બે વાગી ગયા હતા ....

નભય અને હિરવા ને ખુબ ભૂખ લાગી હતી એટલે ...બંને સ્કૂલ નજીક આવેલ રામુ કાકાની દુકાન પર જવાનું નક્કી કર્યું ....એની નાની એવી દુકાન ત્યાં હશે કે નહિ એની જાણ બંને માંથી કોઈને ન હતી...

બંને ચાલતા ચાલતા નીકળી પડે છે....

પરંતુ થોડા આગળ આવતા એને ખબર પડે છે કે એ દુકાન તો એક વર્ષ પહેલા જ બંધ થઈ ગઈ હતી અને રામુકાકા એના ગામડે જતા રહ્યા હતા....પછી બંને થોડા આગળ આવ્યા ત્યાં એક પણ ખાવાની વસ્તુ મળે એની દુકાન ખુલ્લી ન હતી....

ચાલતા ચાલતા એ ચોપાટી પાસે પહોંચી ગયા ...ચોપાટી ત્રણ વાગે ખુલવાની હતી ....બંને એ બહાર બેસીને આઈસ્ક્રીમ નો કોર્ન લીધો હતો અને ત્રણ વાગવાની રાહ જોઈ રહ્યા હતા....

સાડા ત્રણ વાગી ગયા હતા અને બંને ચોપાટી માં હિંચકા ખાઈ રહ્યા હતા....
ચોપાટી માં એક હિંચકા વાળી જગ્યા જ એવી હતી જ્યાં સૂર્ય નો તાપ ઓછો આવતો હતો ....

ચાર વાગે બંને રામુકાકા ની દુકાન પાસે આવેલ રમેશ ભાઈ ની પાણીપુરી ખાવા માટે બંને પહોંચી ગયા હતા...
રમેશભાઈ ની પાણીપુરી એક વાર ખાવ એટલે આંખ માંથી આંસુ આવ્યા વગર ના રહે...

ત્યાંથી સ્કૂલ પાસે આવેલ ગણિત ના સર ને મળવા જવાનું નક્કી કર્યું ....

સર ના ઘરેથી નીકળી બંને ઘનશ્યામભાઈ ના ઘર તરફ આવી રહ્યા હતા...

સાત વાગવા આવ્યા હતા પરંતુ આ બે સિવાય કોઈ આવ્યું ન હતું.... ભવ્યા અને સમીર પણ સવારમાં આવવાના હતા.....

_________________________________________

દસ વાગવા આવ્યા હતા....

નભય અને હિરવા હવે ટીવી જોઈને પણ કંટાળી ગયા હતા...

બંનેને ભૂખ લાગી હતી....

નભય ફ્રેશ થઈને મેગી લેવા માટે બહાર ગયો...

નભય મેગી લઈને આવ્યો ત્યારે હિરવા ઘરની છત ઉપર ઊભી હતી ....એના વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા....નભય મેગી લીધેલ બેગ લઈને હિરવા પાસે આવે છે....

નભયે હિરવા ને જોઈ રહ્યો હતો....જે હિરવા સ્કૂલ ના સમયમાં હતી આ એ જ હિરવા છે એવી જ શાંત , સ્માર્ટ , હોશિયાર .....આજે તો એ એક વકીલ પણ બની ગઈ છે.....પરંતુ સ્કૂલ ના સમય કરતા પણ વધારે આજે એ સુંદર દેખાઈ રહી હતી....એવી જ થોડી શ્યામ અને નમણી , આંખ ઉપર ના ચશ્મા ન હતા એટલે એની આંખો સામે તો કોઈ પણ ઘાયલ થઈ જાય એવી દેખાતી હતી .....એના વાળ હજી એવા વાંકડિયા જ હતા જેના કારણે હિરવા ખૂબ સુંદર દેખાઈ રહી હતી....

નભય હિરવા ની કમર માં એના હાથ ને સાપ ની જેમ વીંટાળી દે છે ....એક હાથ થી હિરવા ના વાળ પાછળ કરીને એની ડોક અને ખંભા ની વચ્ચે એના હોઠ અને નાક થી ચિત્ર બનાવી રહ્યો હોય એ રીતે વહાલ કરી રહ્યો હતો..... હિરવા ની આંખો અનાયાસે બંધ થઈ ગઈ હતી .... હિરવા એના બંને હાથ નભય ના હાથ ઉપર મૂકી દે છે....

નભય વહાલ કરતો કરતો બોલી ઉઠે છે....
" મારે મેગી લેવા બહાર જવાની જરૂર જ ન હતી ...."

હિરવા પણ એની બંધ આંખ સાથે બોલે છે..." કેમ....?"

" તારા વાળ જ મેગી જેવા છે...." નભય આટલું બોલીને હસવા લાગે છે....

હિરવા નભય ને ધક્કો મારીને એના હાથ માંથી મેગી ની બેગ લઈ લે છે અને મેગી બનાવવા માટે કિચન તરફ ચાલી જાય છે....અને એ ધીમે ધીમે હસી રહી હતી...

નભય હજુ પણ જોર જોરથી હસી રહ્યો હતો ....

_________________________________________

બાર વાગે નભય અને હિરવા બંને ટીવી જોતા જોતા મેગી ની મજા માણી રહ્યા હતા....

નભય મેગી ની સાથે પાણી પીતો હતો....કારણ કે હિરવા એ એટલી તીખાશ પડતી મેગી બનાવી હતી....

એક વકીલ તીખું બોલે એ નભય જાણતો હતો પરંતુ એક વકીલ આટલી તીખી રસોઈ કરે એ આજે પહેલી વાર જોઈ રહ્યો હતો....

ફિલ્મ પૂરું થયું અને એની સાથે બંનેની મેગી પણ પૂરી થઈ હતી....

કોણ ઉપર ની રૂમ માં સુવા જશે અને કોણ નીચેની રૂમ માં સૂવાનું છે એ મેગી બનતી હતી ત્યારે જ નક્કી થઈ ગયું હતું....

ટીવી બંધ કરીને હિરવા ઊભી થઈ રહી હતી ત્યારે નભયે એનો હાથ પકડીને પાછી સોફા ઉપર બેસાડી દીધી .....મેગી ખાવાના કારણે હિરવા ના હોઠ પાસે થોડું બગડ્યું હતું.... નભય હાથ વડે એને સાફ કરી રહ્યો હતો....એ સાફ કરતા કરતા નભય હિરવા ની ખુબ નજીક આવી ગયો હતો અને હોઠ થી એ સાફ કરવાનું વિચાર્યું .... હિરવા અને નભય એકબીજાના ચુંબનમાં ખોવાઈ ગયા હતા....

સવારના ચાર વાગી ગયા હતા....નભય અને હિરવા હજી એ જ હાલત માં હતા.... ઘણો બધો સમય પસાર થઈ ગયો હતો જેની જાણ બંને માંથી એકને પણ ન હતી....

નભય ના ફોન ની રીંગ વાગી ત્યારે બંને અલગ થયા અને બંનેનું ધ્યાન ફોન પર ગયું ....ફોન સામે ટેબલ ઉપર પડ્યો હતો ....ફોન ની સ્ક્રીન ઉપર નામ વાચીને હિરવા દોડીને ઉપર ની રૂમ માં જતી રહી....

એ નામ હતું વાણી......

(ક્રમશઃ)