સાપસીડી.... - 29 Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાપસીડી.... - 29

lસાપસીડી…29...

દિલ્હી મોકલાયેલા લિસ્ટ માં પ્રતિક નું નામ નહોતું એમ એને જાણવા મળ્યું. પરંતુ એને એની નવાઈ ન લાગી . જો કે એટલું તો ખ્યાલ આવ્યો જ કે આ વખતે પણ

કોઈ ચેલેન્જ આવશે. કોઈ લિસ્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે એનો એને ખ્યાલ આવી ગયો હતો.


મોટા સાહેબે અને વિદુરભાઈએ જે રીતે તેને તૈયારી કરવા જણાવેલ એથી જ એને આ નો અદાઝ આવી ગયો હતો.


પ્રતિકે શહેરના તેના કામો અને ફરજો પર પૂરતું ધ્યાન આપવું મુનાસીબ સમજ્યું.

પાર્ટી તરફથી, સેવક સમાજ તરફથી તો એને વારંવાર કામો સોંપવામાં અlવતાજ રહેતા. હવે તો મોટાસાહેબ તરફથી પણ સીધી સૂચનાઓ જ મળવા માડી હતી. અને બગલે બોલાવી સૂચના અપાતી તે અલગ.


વ્યાસ એન્ડ શાહ કમ્પનીના માલિકો ના તો સીધા સંબધો મોટા સાહેબ સાથે અને ટોચના નેતાઓ સાથે હતા એટલે એમના કામો કે ફાઈલોને રોકવા સરળ નહોતા .તેમજ બિનજરૂરી સરકારી કે કારકુની દખલગીરી એમના કામમાં શક્ય જ નહોતી. વળી કમ્પની ના ડિરેક્ટરો પણ સરકારી તંત્ર અને તેના વ્યવહારોને

જાણતા હતા .આ બધા પ્રેકટીકલ પણ હતા.


કોર્પોરેશનના મોટા પ્રોજેક્ટો અને કામો તો પાર્ટીના ને મહદ અંશે સાહેબના પોતાના જ ડ્રિમ પ્રોજેક્ટો હતા.

આ વિકેન્ડ માં મહારાજ આવવાના હતા .ફાર્મ હાઉસનું એડ્રેસ એણે લઈ લીઘું ...સાથે સાથે ટાઈમ પણ …


કુંડળી ત્રણેની લીધી .પૂરતી તો નહોતી. સ્વlતી પ્રકરણ તેના માટે પૂરું થઇ ચૂક્યું હતું છતાં સરખામણી માટે પણ એની કુંડળી પણ લીધી . ખાસ તો રોશની અને તૃપ્તિની કુંડળી લીધી.

મહારાજે ત્રણ કુંડળી જોઈ. શરૂઆતમાં તો ઉપરથી જોઈ, બહુ ઊંડાણમાં નહિ.

કારણ બધું પ્રતિકની કુંડળીમાં જ હતું..

પ્રતીકને પૂછ્યું કોણ ઉતાવળમાં છે લગ્નની ? સામેના કે તમારા ?

ખાસ તો મારે ત્રણ વ્યક્તિઓ વિશે જાણવું છે…. પછી મારે કઈ રીતે કામ પડવું તે નક્કી કરીશ…..


….એટલે કે રlજકિય ને બીજા કામો માટે પણ વ્યક્તિઓને ઓળખવી છે? પણ તું તો રાજકારણી છે એટલી સાદી ઓળખ તારા સિવાય કોણ કરી શકે?


…….મહારાજને થોડું અચરજ થયું…'જો આમ નાની બાબતોમાં તુ અમારા જેવા પર ભરોસો કરતા શીખી જઈશ તો અમે તો ન્યાલ થઇ જશું પણ તમે ને તમારૂ રાજકlરણ ઊંધું ચતું થઈ જશે…'


મહારાજે પ્રતીકને સમજાવી એવો આગ્રહ ન રાખવા જણાવ્યુ.પણ પ્રતીક નો આગ્રહ ચાલુ જ રહ્યો.. મહારાજ એ તો જાણતા જ હતા કે અlમાની એક જાણીતી નેતા છે ,બીજી cm ઓફિસની ને અધિકારીઓ માની છે તો ત્રીજી પણ જાણીતી વ્યક્તિની પુત્રી છે..ત્રણેની સરખામણીમાં પણ પ્રતીકને રસ હતો. તે આડા અવળા સવાલો અને પૂછપરછ મહારાજને કરી રહ્યો હતો.

છેલી થોડી મુલાકાતો થી હવે તે સારો એવો મહારાજની નજદીક આવી ગયો હતો. ખુલીને વાત કરતો થઈ ગયો હતો. આમ પણ એનો સ્વભાવ જ એવો હતો એટલે બહુ સહજ આ હતું તેના માટે…

………"જાહેર જીવનની વ્યક્તિઓ માટે સ્ત્રીઓને બિલકુલ અવગણવી શક્ય જ નથી. તારી આસપાસ પણ સ્ત્રીઓ તો રહેવાની જ છે. એ જ તારા કામો કરશે અને પlર પણ પlડશે. એટલું જ નહીં સ્ત્રીઓ તને ફlયદો પણ કરાવશે તેમજ મદદ રૂપ પણ થશે.આ જ તlરl પોતાના માટે સત્ય છે.'


મહારાજે પ્રતિક ના માટે જે યોગ્ય હતું તે કહ્યું…..ત્રણે તેમનl પરિવારને અને પતિને વફાદાર રહેશે. અને સાથ પણ આપશે. હોશિયાર અને ચતુર છે. પોતપોતાની રીતે સંસ્કારી પણ છે. આમl એક તારી જાતની છે બીજી પટેલ અને ત્રીજી બ્રાહ્મણ છે. પણ ત્રણે અંગત સંબંધોમાં ઉદાર ને વફાદાર છે. એટલે ચિતા જેવું નથી. બાકી તું હોશિયાર છે. સમજી ,વિચારી, તપાસીને બધું નક્કી કરી શકે છે….'

…"જો તારે લગ્ન માટે મેળ બેસાડવાના હોય તો ગણત્રી માં વાર લાગશે. અમેરિકા વાળીનું તો જોવાનું નથી .બાકી બેનો સરવાળો મંlડવાનો છે .તો એકાદ વિક પછી ફોન કરીશ તો જ કહી શકીશ.'


…"પણ મારી તને એજ સલાહ છે કે લગ્ન હાલ તો તારે ખુરશી સાથે જ કરવાના છે .જેના પ્રબળ યોગ છે .એટલે તારું સમગ્ર ધ્યાન એમા જ લગાડ. '


"હું પણ તારા કહેવા પ્રમાણે એના જ પ્રયાસમાં લાગેલો છું. મને તારા મંત્રી બનવાના પૂરતા અને ઉજ્જવળ ચાન્સીસ દેખાય છે. આ સોનેરી સમય ગુમાવવા જેવો નથી .'

"લગ્ન માટે તો એકવાર મત્રી થઈ જઈશ પછી બીજી દસ મળી રહેશે.'...


મહારાજે આખરે એને સ્પષ્ટ કહી જ દીધું..

આલોક ને પ્રતિક તેના કામમાં અને રાજકારણમાં જ હાલ તુરંત ધ્યાન આપે તે મહત્વનું લાગતુ હતું. એનો પ્રયાસ પણ એ દિશાનો જ વિશેષ હતો. હાલ બે વરસ બહુ મહત્વના છે પ્રતિક માટે એમ મહારાજ ની જેમ તેને પણ થયું..

તૃપ્તિ એ તો ફોનમાં કહી જ દીધું…" 'તારી વર્ષોની મહેનત અને તપસ્યાનું ફળ આગામી વર્ષે મળનાર છે માટે તન મન ને ધનથી એની પાછળ જ મડી પડ… બીજુ બધું પછી થઈ પડશે.'

પ્રતિકના મમી પપાએ બધા મંlગા ને ઓફરો માટે આંખ આડા કાન કરવા શરૂ કર્યા.એમને લાગ્યું કે પ્રતીક સાથે હમણાં આ વિષય કોઈ જ ચર્ચા ન કરવી …

પડ્યા સાહેબને પણ જવાબ મળી ગયો …".હશે ,રોશની ને પ્રતિક

પોતે જાણે …બધુ હવે તેમના પર જ છે..'


મોટા સાહેબ અને વિદુરભાઈ તેમજ સેવક સમાજ ના ઘણાં આ પ્રકારના નાતજાતના લગ્નો બાબતે સમાન વિચારધારાનાં હતા. …..જો એક જ જ્ઞાતિમાં લગ્નો થયા કરે તો નાત જાતના બંધનો ક્યારેય નહીં તૂટે…

અને જ્ઞાતિના વlડા દેશમાં ને સમાજમાં ચાલ્યા જ કરશે…..

"જ્ઞાતિ બહારના લગ્નો જ નાતજાતના બંધનો તોડી શકશે.' વિદુરભાઈએ એકવાર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય મોટlસlહેબને આપ્યો. સાહેબ પણ સહમત હતા.


જોકે મોટlસlહેબને પોતાના કાર્યાલયની રોશની ને પ્રતિકના લગ્નના સમાચાર સાંભળવાની રાહ હતી. પણ વિદુરભાઈની આ વાતે તેના

પર ઠડું પાણી જ રેડવાનું કામ કર્યું.


બીજી તરફ વિદુરભાઈ પ્રતિકના ને તૃપ્તિ ના લગ્નને આદર્શ માનતા હતા.

જો કે બને માંથી કોઈએ પણ પ્રતીક કે કોઈની પણ પાસે પોતાનો અભિપ્રાય વ્યક્ત નહોતો કર્યો.

પાર્ટીમાં લગ્ન એ બહુ જ અંગત બાબત હતી. પાર્ટીને તેની સાથે કોઈ જ સંબધ નહોતો . અહીં તો માત્ર ને માત્ર સતા અને રlજનીતિને જ મહત્વ અપlતું હતું.

મોટl સાહેબે સ્વીકારી લીધું કે પ્રતીકને પરણાવવા કરતા ધારાસભ્ય બનાવવા

તરફ ધ્યાન આપવું સો માટે હિત કારક રહેશે. વિદુરભાઈ એ પણ પાર્ટી જીતે બહુ મતિથી અને ફરી સતા પર આવે એ જ એમનું કામ છે .અને પ્રતિક જેવા યુવાનો ચૂંટાય તેજ જોવામાં વિશેસ રસ લેવો રહ્યો. પાર્ટીનો યુવા ચહેરો આ વખતે આગળ કરવામાં સોને રસ હતો.


પાર્ટીમાં ચૂંટણી સમિતિ નો સ્પષ્ટ અભિપ્રાય હતો કે હાલ ની ચૂંટણીઓમાં ચૂંટાયેલા ઓને ટિકિટ

આપવી ન જોઈએ. એટલે કે પ્રતિક જેમ કોર્પોરેશનની છેલ્લી ચૂંટણીમાં ચૂંટાયેલાને ગણતરીમાં ન લેવા.

ભૂતપૂર્વ ધારાસભ્યો અને સનગઠનોમાં થી જ પસંદગી કરવાનો રીવાજ આમ તો ચાલ્યો આવતો હતો. વળી ચૂંટણી સમયે અlયારામ ગયારામની પરંપરા ને પ્રહારો તેમજ આક્ષેપ ,પ્રતિ આક્ષેપ લગભગ બધી પાર્ટીઓમાં શરૂ થતાં હોય છે. આ વરસો જૂની પ્રથા છે એમ તો.

દિલ્હી પહોંચેલા લિસ્ટ માં પ્રતિકનું નામ નહોતું એ તો કનફર્મ ...પણ આ બધા હજુ જાહેર થતા થતા તો કંઈક સુધારા છેક છેલ્લી ઘડી સુધી ચાલવાના…વળી અમદાવાદમાં કોઈ સીટ મળવાના ચાનસીસ પણ ન્હોતા.


જો કે એને રસ હતો કે ટેન્ટટિવ પણ એને ક્યાંથી ઉભો રાખવા માંગે છે એ જાણી શકાય .પણ આ જો ને તો ની શકયતા પણ ઓછી હતી. વિદુરભાઈએ માત્ર ઈશારો કર્યો, કે પાર્ટી કોઈ ચેલેન્જ જ આપશે .

દરમ્યાન રાત્રે મહારાજ નો ફોન આવ્યો. "પ્રતીક ...મારી ગણતરી કરતા જે માર્ક્સ આવે છે તેમl તૃપ્તિ પહેલા નંબરે, રોશની બીજા ને સ્વlતી ત્રીજા નબરે આવે છે.' આગળ હવે બધું તારા પર છે…'.