સાપસીડી.. - 2 Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાપસીડી.. - 2

પ્રતિક હવે બરોબર મુંજાયો હતો... મિત્રો ગોવા ફરવા જવાની હઠ લઈને બેઠા હતા..

જવાનું એને પણ મન તો હતુજ ...કારણ દરિયાની મસ્તી ને મિત્રો બધું ક્યારેક જ મળતું હોય છે.

બીજી તરફ તેના બોસ એટલેકે જે મિત્રની કમ્પનીમાં કામ કરી રહ્યો હતો તેમણે કોઈ બિજનેસ ડીલ માટે દુબઈ જવું હતું.

મોજ બને બાજુ હતી. એકવાર હતું ગોવા તો ફરી ક્યારેક થશે ચાલો પહેલા દુબઈની મોજ અને ધંધો પતાવી લઈએ.

એમ તો દુબઈ જવું અને બિજનેસ ડીલ કરવી એટલે પાર્ટીમાં બે ત્રણ જણાને ધ્યાને તો મુક્વુજ પડે.

જો કે ડીલ તો પાર્ટીના જ સંપર્કો થી કરવાનું હતું .ભલેને વાયા મીડિયા હોય.

ફાયદો થોડો પાર્ટીમાં જમા કરીએ તો રાજકીય વજન પણ પડે અને પોતાની કમાણી પણ હતી જ.

પણ પ્રતીકને બે ચાર દિવસ બ્રેક લેવો હતો. મિત્રો સાથે.

બધુજ ભૂલીને સ્કૂલ કોલેજના મિત્રો સાથે મોજ માણવાનો આનંદ પણ કઈ ઔર જ હોય છે.

વળી આ બધા જુના ને બાળપણના ગોઠી યાઓ હતા. એટલે આવતા મહીને પૂરી તયારી કર્યા પછીજ દુબઈ બીસનેસ ટ્રીપ મારવી જેથી પાછા ન પડાય...

એમ મિત્રને અને તેની કમ્પનીમાં સમજાવી પ્રતિક શની રવી ઉપડી ગયો ગોવા ર્મીત્રો સાથે....


ગોવા શની રવી ફરીને પછી અlવતા વીકથી દુબઈની ટ્રીપની તયારી શરુ કરવી છે તેમ મમીને કહી દીધું હતું.


એટલે ઘરના પણ તેની મદદમાં લાગી ગયા હતા.

ગોવાના બીચ પર ફરતા ફરતા તેને વિચારો દુબઈ ના જ આવતા હતા...

જોકે ગુજરાતમાં આવું કોઈ બીચ છે નહી અને નજદીકના ભવિષ્યમાં થશે પણ નહિ એમ પણ લાગતું હતું એટલો અફસોસ થતો હતો.

આવા બે ચાર એમઓયુ તો એણે જ જુદી જુદી પાર્ટી ઓ ના વાઇબ્રન્ટ સમી ટ માં કરાવ્યા હતા.

એ બધા પ્રોજેક્ટ રિપોર્ટો પણ એના સાથમાં થયા હતા.

પણ હજુ કામ પૂરું થાય અને પ્રોજેક્ટ શરુ થાય એમાં બહુ સમય લાગવાનો હતો.

જો કે એને તો કઈ જ કરવાનું નહોતું. પણ પ્રતિક મનમાં જ વિચારતો હતો કે દુબઈની તો વાત જ ક્યાં

કરવી પણ ગોવાને હજુ ટક્કર મારે તેવું ગુજરાત પાસે કોઈ બીચ નથી થયું.


ભલે મોટી મોટી અભિતાભની સાથે જાહેરાતો કરીએ પણ હકીકત તો અલગ જ છે એ તો ખબર જ છે.


ગોવાના વિશાળ ચર્ચો જે પોર્ટુગીઝ સમયમાં થયા હતા અને ગોવાની હરિયાળી તેમજ સ્વછતા અને સોંદર્ય થી પ્રતીકને લાગ્યું કે

તે અમદાવાદના બધા ટેન્શન અને ભાર થી મુક્ત થઇ ગયો છે.

એક નવી જ તાજગી અને ફ્રેશનેસ ગોવાની આબોહવામાં તેને મળી હોય તેમ અનુભવ્યું.


પીવા માટે બીયર અને વાઈન ની તો અહી કોઈ ખોટ ગુજરાત જેવી નહોતી. પણ ખાવામાં તો સી ફૂડ અને નોન વેજ જ બધે હતું.


પંજાબી કે ગુજરાત જેવું ફૂડ તેને બે દિવસ ન મળ્યું...


નવી સ્ફૂર્તિ અને તાજગી સાથે મિત્રો સાથે પરત અમદાવાદ આવ્યા પછી તે દુબઈની તેયારીમાં લાગી ગયો.


ત્યાં તો મંગળવારે જ પાર્ટી કાર્યાલયમાં બોલાવ્યો. ફોન હતો અજયભાઈ નો...

મીટીંગ અગત્યની હતી. એજન્ડા ફોન પર ડિસ્કશ કરવા નો નહોતો..


બસ આ જ તકલીફ હતી આ પાર્ટીમાં...બીજે તો માત્ર ચુંટણી હોય ત્યારે જ કામ હોય પણ અહી તો બાર માસ બસ નોકરી કરતા પણ વધુ કામ કામ ને કામ ....

ખાસ કરીને પ્રતિક જેવા યુવાનો અને તરવરીયા લોકોનો પાર્ટી પણ બરોબર કસ કાઢતી હતી.


એમ જુઓ તો કોઈ વેતન વગરજ વરસોથી પ્રતિક વૈતરું જ કરતો હતો....

કોઈ હોદો કે ટીકીટ ની તો હજુ વાતજ નહતી... હજુ બે ચાર વરસ તો કામ કરો...ઘણાં સિનિયરો હજુ બાકી છે …..

આવો જ જવાબ મળતો રહેતો...અને પ્રતીક ને ઉતાવળ હતી….


યુવાન હતો.ઝડપમાં માનતો હતો…


કlલ કોણે દીઠી છે એ તેની થિયરી હતી...

સાજના બધા ભેગા થયા ….

મુખ્યવlત હતી કે સેમિનાર કરવાનો હતો. બધી જવાબદારી અમુક લોકોને સોંપવામાં આવી હતી


પ્રતીક મહત્વનો ભાગ ભજવવાનો હતો. એની પાસે આવા બધા કામોનો મોટો અનુભવ હતો.એનું મેઇલિંગ લિસ્ટ પણ ઘણુંજ મજબૂત હતું. અપડેટ પણ હતું…


એટલે એના વગર તો ન જ ચાલે…

આવતા મહિને જ તારીખ પlડવાની હતી. વળી પ્પાર્ટીની ભૂમિકા હતી પણ સેમિનાર તો મુખ્ય સંગઠન માંથી એટલેકે વિચાર પ્રવાહનો કરવાનો હતો. વક્તાઓના નામો તો પlર્ટી એ જ મિટિંગ માં ફાઇનલ કરી નાખ્યા …


ટાઈમ બચે ને...સ્વામીજી જ આવવાના હતા એમને તારીખ. ને સમય આપી દીધો હતો. એમના પ્રવાસો અને પ્રવચનો મંચની વિવિધ શાખાઓમાં અને કેન્દ્રો દ્વારા દુનિયાભરમાં ચાલતા રહેતા. એટલે માગવાથી તો

ટાઈમ મળે તેમ જ નહોતો. આ તો સામેથી મળી ગયો હતો.


અને આ લોકોએ તો સ્વામીજીની પાસે ક્યારનુંય કહી રાખેલ.


એટલે જેવો તેમનો ફોન આવ્યો કે યુવા નેતૃત્વ એ આ તક ન જવા દેવાય એમ સમજી તરત તૈયારીઓ શરૂ કરી જ નાખી..આમ પણ આ લોકોનું માળખું અને ફ્રેમવર્ક એવરેડી જેવું જ રહેતું. બસ રાતો રાત કોઈ

ઈવેન્ટ હોય કે આદેશ થાય તો બધા જ તૂટી પડતા અને પાર પાડી દેતા...એમ આ બધાનો નંબર અવલ રહેતો.


બસ આ જ ખૂબી હતી એ લોકોની જે બીજી કોઈ પાર્ટી પાસે નહોતી.


ડેડીકેટેડ અને સમર્પિત કાર્યકરો એમની પાસે જ હતા ..એની કોઈ જ ખોટ નહોતી…

આ તરફ દુબઇ બિઝનેસ ટ્રીપની તડામlર તૈયારીઓ ચાલતી હતી…


કહો રાત દિવસ પ્રોજેક્ટો અને ડિઝાઈનો તૈયાર કરાઈ રહી હતી… કન્સ્ટ્રક્શનનું કામ અને પ્રોજેક્ટો મેળવવા શાહ એન્ડ વ્યાસ કમ્પનીએ રીતસરની યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી હતી..


ઓફિસનું સીન જ જોવા જેવું હતું..જાણે મોરચે લડવા જવાનું કેમ ન હોય. ચારે બાજુ સેમ્પલો અને પ્રોજેક્ટો ...અન્ય સરસમાન તો ખરો જ ..


.કમ્પની એ હમણાં હમણાં E કંપની પણ સાઈડમાં. ખોલી હતી .એના માટે પણ કૉન્ટ્રેક્ટ મેળવવાના હતા.


મોટી ટીમ જવાની હતી. પ્રતીક જેવા ડઝનેક પ્રોફેશનલો અને બીજા અડધો ડઝન માલિકો એટલેકે બોર્ડ ડિટેક્ટરો ,કમ્પનીના સિનિયર ઓફિસરો બધા મળીને કાફલો પુરા 18 થી 20 જણlનો થવા જતો હતો.


ટ્રાવેલ એજન્ટ ની મદદથી પ્રતીકે સારામાં સારી હોટલોમાં 1 ડઝનથી વધુ રૂમો બુક કરવી લીધા હતા. સાથે સાથે ફ્લાઇટની ટિકિટો અને ટેક્ષી ઓ તો હોટલ દ્વારા જ મેળવી લીધી હતી. ઇન્ટરનેશનલ ટ્રીપમાં પ્રતીક કોઈ રિસ્ક લેવા માંગતો ન્હોતો .


એટલે જ શહેરની પ્રસિધ્ધ ગુપ્તા ટ્રાવેલ્સને જ એડવાન્સ 25 લાખ પેમેન્ટ કરીને બધી જ વ્યવસ્થl કરાવી દીધી હતી.


આ તરફ પાર્ટીના સેમિનાર ના કામો ચાલતા હતા….આમ તો આખી ટિમ હતી...ગ્રુપના બધા ને જવાબદારીઓ સોંપાઈ ગયી હતી.


પ્રતિકે પોતે પરત આવે ત્યાં સુધી પોતાના ગ્રુપ ના લોકોને વધારાના પોતાના ભાગે આવે તેવા કામો સોંપી દીધા હતા. અને તૈયારીઓ શરૂ કરી નાખી હતી. બસ મત્રીશ્રીની રજા લેવાની હતી.


આમ તો અજયભાઈને અને બીજા કેટલાક અગ્રણી ઓને તેના દુબઈના કાર્યક્રમની જાણ હતી. એટલે જ અlગ્રહ હતો કે મત્રીની જાણ વગર હેડક્વાર્ટર ન છોડવું.


શરૂઆતમાં તો મંત્રી જાડેજા સાહેબે સાફ ના પાડી દીધી કે ઇવેન્ટ પુરી ન થાય ત્યાં સુધી પ્રતીક તું જઇ નહિ શકે. જાણે બધું બને બાજુ પ્રતીક વગર અટકી ન જવાનું હોય તેવી સ્થિતિ થઇ ગઈ હતી...