Sapsidi - 28 books and stories free download online pdf in Gujarati

સાપસીડી... - 28

સાપસીડી…..28…


અંબાજી અlલોક સાથે જતા જતા પ્રતિકે રોશનીને કહેલ , તારે અંબાજી દર્શન કરવા આવવું હોય તો ચાલ અમે લોકો જઇ રહ્યા છીએ. રોશની એ કહ્યું, મીટીંગ છે ,અનુકૂળતા નથી .

અlલોકનો સ્પષ્ટ અભિગમ હતો કે પ્રતિકે હાલ ટોટલ ધ્યાન તેની વિધાનસભા ચૂંટણી પર જ કેન્દ્રિત કરવું અને રોશની બાબતે કોઈ નિર્ણય ન કરવો..

પ્રતિક પણ કંઈક આવા જ અભિગમનો હતો.


પ્રતિકના માતા ને પિતા પણ થોડા વખતમાં સમજી ગયા કે પ્રતિક ઈચ્છા થશે ત્યારે જ આ અંગે નિર્ણય કરશે એના ઉપર કોઈ દબાવ કરવાનો સવાલ જ નથી .

અંબાજીમાં પૂજા કરી દર્શન કરી થોડા રિલેક્સ થઈને નવી તાજગી સાથે બને પરત ફર્યા .

અંબાજી જતા રસ્તામાં અલોકે તેની છાનબીન મા તેને જાણવા મળેલી કેટલીક બlતમીઓ share કર્યા વગર ન રહી શકયો.

રોશનીનું લફરું આવા આ ડે સેક્રેટરી જોશી સાથે ચlલતું હોય તેમ મને કોઈ કહેતું હતું..બને એક જ બેચના છે એટલે મને પણ બેસે છે.છતાં તું તારા સોર્સ થી ચકાસી લેજે.


વળી ચૌહાણ પણ બહુ નજદીકનો લાગે છે. બને લગભગ સાથે હોય છે એમ મારા સોર્સ કહે છે….


હશે….મારે જે ગામ જવાનો વિચાર હજુ કર્યો નથી ત્યાં ક્યાં આવી માથાકૂટ માં પડવું...પ્રતિકે વાત ટૂંકાવી. ..

....તું મને કહે કે વિધાનસભામાં ટિકિટ મેળવવા કેટલા ખર્ચવા પડશે.આ વખતે ચાન્સ નથી જવા દેવો..વળી માત્ર કામ નથી જોવાતું તું પણ આ જાણે છે. કારણ અત્યારે જ જીતી શકાય પાર્ટીની ફેવરનો વેવ છે. ….


પાર્ટી લેવલે કે દિલ્હીમાં કે ગમે ત્યાં જેટલા પણ થાય બસ ખર્ચી જ નાખવા છે .પછી કમાઈ લેતા વાર નહિ લાગે……


એણે પોતે જ જવાબ વાળ્યો….. આ વર્ષના અંત સુધી એકાદ કાચું લિસ્ટ તૈયાર થઈ જનાર છે એમ પણ જાણ માં આવ્યું છે. ….


મૂળ વાત પર બનેએ જોર આપ્યું. કારણ આજ મહત્વનું હતું. અનામત બેઠક પર ધરખમ નામો ચાલતા હતા . નવા ના ચાન્સ લાગે કે કેમ તે કહેવાય તેમ નહોતું. વળી એને આ વખતે સરસપુરની જે ટિકિટ પર થી લડવા કહેવાયું અને તેણે જીતી પણ બતાવી તે બહારની ઓપન સીટ હતી.

આમ લગભગ પ્રતિક માટે બનતું આવેલ .અનામત વગર જ જનરલ જગ્યાઓની ઓફર આવતી અને તેને તે ચેલેજ સમજી સ્વીકારી લેતો. પ્રતીક માટે અનામત એ આપણને મળેલ એક વધારાનો લાભ જ, તક જ માત્ર છે પણ એ જ એક માત્ર રસ્તો નથી.


એ સાફ છે કે આપણેને હોસ્પિટલોમાં અનામત ની રાહ નથી જોતા કે ડોકટર પાસે જવા પણ અનામત વાળો જ જોઈએ તેમ નથી માનતા .તો જનરલ સીટો પર પણ ચેલેન્જ તરીકે નસીબ અજમાવવું રહ્યું. ક્યાં સુધી આ અનામત ની માળા જપીશું અને એને જ નિસરણી સમજી લઈશું.


આપણે આપણી તમામ લાયકાતો અને ક્ષમતા અજમાવવી જ રહી. જે આપણા સૌ માં છે. અને સો સાથે જ ચેલેન્જ પકડવી જોઈએ.

એણે એકથી વધુ વlર એના આ વિચાર પાર્ટી અને સમાજમાં અનેકો ને કહેલ .એટલું જ નહીં એમ પણ કહી ચુકેલો કે એને તક મળે જનરલ સીટ પર પણ લડી શકે છે.

આલોક પણ પ્રતિકના આ વિચારને મlન આપતો અને સ્પોર્ટ પણ કરતો રહેતો.


ખરેખર જોઈએ તો લગ્નની બાબતમાં પણ આ જ સમીકરણો હતા ને….અનામતના લાભો લેવા તો નાતમાં ને જાતમાં જ લગ્ન કરવાના હતા ને ...


.....બહારના આવે તો લગભગ આ લાભો ઘણાખરા જતા કરવા પડતા હોય છે .અને મળે તો પણ કઈ કેટલીય કાકલૂદી ને આજીજી ઓ કરી વગ લગાડવી પડે. અને સાંભળવા મળે તે જુદું...એટલે તો પડ્યાસાહેબ અને પ્રતિકના મમી પપl ઇચ્છતા કે તેમની વચ્ચે સંબધ થાય ..જેથી બાળકોને અનામત નl લlભો ચાલુજ રહે ..

પછી લગ્નેતર સંબધો અને વ્યવહાર બને ચાલુ રાખતા હોય છે ..એટલે કે લગ્ન અનામત માટે નાતમાં અને સંબધો મનગમતા સાથે..અlવું તો આપણા સમાજમાં ઘણે ઠેકાણે ચાલે છે.. જીવનભર..

પ્રતિક ને મગજમાં એવો વ્યવહાર બેસતો નહોતો. પ્રતીક હકીકતે તેની નાત-જાત પ્રત્યે બહુ ગંભીર નહોતો. તેને મન આ બધું મનઘડનત હતું. એ ધાર્મિક હિંદુવાદ પ્રત્યે ઝૂકી ચુક્યો હતો. સેવક સમાજના વિચારોમાં તેનું ઘડતર થયેલું. પ્રતીક વિશેષ માનવતા વાદી , હિન્દુવાદી હતો એમ કહેવું વિશેષ યોગ્ય રહેશે.

ભારતના સમૃદ્ધ પ્રાચીન વlરસl અને સંસ્કૃતિનો પ્રેમી હતો. એમl એનું વlચન અને ચિંતન પણ ખૂબ હતું. અનેક વાદ વિવાદો ચર્ચાઓ માં પણ ખૂબ રસ પૂર્વક જોડાતો. આમ પણ તત્વજ્ઞાન અને ધર્મ માં તેનું વાંચન ને ચિંતન મનન વિશેષ હતું.

આગlમી માસે રેર બુકની સંસ્કાર કેન્દ્ર ની લાઈબ્રેરી નું ઉદઘાટન મોટા સાહેબના હસ્તે કરવાનું હતું. રાત દિવસ આ કાર્યને આખરી ઓપ અપાઈ રહ્યો હતો ..સાહેબની તારીખો પણ મુખ્યમંત્રી દ્વારા cmo પાસેથી મળી ચુકી હતી..


બીજી નાની લાયબ્રેરીઓ ખાસ કરીને રેર બુકની જ વળી નરોડા, બોપલ ,શાહીબાગ ને નારણપુરા ખાતે શરૂ થનાર હતી.જે સ્થાનિક કોર્પોરેટરો કરવાના હતા. મુખ્ય લાયબ્રેરી સાહેબ શરૂ કરાવે પછી એમનો ટર્ન હતો.

દરમ્યાન કેટલાક ઓવરબ્રિજ ગત ટર્મમાં કામ શરૂ થયેલ તે પુરા થતા ઉદ્ઘાટન કરવાનું હતું. તો આ ટર્મમાં શરૂ કરવાના પ્રોજેકટ અને ઓવરબ્રિજ તેમનું ખાતમુહરત પણ તુરત માં કરવાનું હતું.


સમય નીકળતો હતો અને કામો ઝાઝા હતા ...સમય ખૂટતો હતો.

સ્વચ્છતા ના પ્રોજેક્ટ જે તેના માટે બહુ મહત્વના હતા તેમાં તો તંત્ર અને કમિશનર, અધિકારીઓ વગેરે ખૂબ જહેમત ઉઠાવતા જ હતા. દરેક મંત્રી ઓ કે શહેરના નેતાઓ રાજ્ય કક્ષા ના હોય કે રાષ્ટ્રીય કક્ષાના પોત પોતાના વિસ્તારમાં અને શહેરમાં વિકાસના કોઈ ને કોઈ પ્રોજેક્ટો કરવાના પ્રયાસો ચાલ્યા જ કરતા હતા.


બોપલ અને નારાણપુરlમાં મલ્ટી કોમ્પ્લેક્ષ હોલ તો વળી શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અધતન અને ભવ્ય સ્ટેડિયમ ના કામો પણ યુદ્ધના ધોરણે ચાલુ હતા અને ગમે ત્યારે પુરા થતા ઉદઘાટન કરવાનું રહેતું હતું. ઘણા કામો નેતા ઓની ગ્રાન્ટના પણ હતા .તેમજ વિદેશી ગ્રાન્ટ પણ હતી. જો કે દેખરેખ રાખવી પણ મહત્વનું હતું.

હેરિટેજ સીટી નો દરજ્જો પામેલ શહેર હવે મેગા સીટી અને સ્માર્ટ સીટી તરફ ઝડપથી ગતિ કરી રહ્યું હતું.


તૃપ્તિ નો ફોન હતો .રેર બુક ની લાયબ્રેરી માટે એણે શહેરની પ્રસિદ્ધ હસા મહેતા લાયબ્રેરી અને સેન્ટ્રલ લાઈબ્રેરી સાથે ચર્ચા કરી ફાઇનલ કર્યું હતું. સ્ટે કમિટીમાં પણ આને અનુમતિ અપાઈ ગઈ હતી.

બને લાયબ્રેરીમાં એક રૂમ રેર બુક માટે ફાળવી તેના પુસ્તકો જનતાને અપીલ કરી એકત્ર કરાયl હતા. લોક ભાગીદારી માંથી બનાવવામાં આવી હતી.

મુખ્ય લાયબ્રેરી સાહેબના હાથે ખુલી મુકતા જ આ લાયબ્રેરીઓ પણ શરૂ કરાય એવું પ્લાનિંગ હતું. ડીઝીટલ બુક્સ પણ અહીં તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્કાર કેન્દ્ર માં અમદાવાદ ખાતે પણ ગુજરાત યુનિવર્સિટીની મદદથી ડીઝીટલ બુક્સ તૈયાર કરવાની યોજના હતી.

પ્રતિકે સાહેબ પાસે સમય ન હોતl બધા જ આયોજનનો રિપોર્ટ પ્રેઝન્ટેશન તરીકે વિડીયોમાં સાહેબ ને પાર્ટી તેમજ સંબધીતોને મોકલી આપ્યો.

બે દિવસ બધાજ ઉદ્દઘાટનો ,ખાતમુહરત વગેરેના હતા .શહેરના પદાધિકારીઓ એમl જ વ્યસ્ત હતા.


રેર બુકની સંસ્કાર કેન્દ્ર ની લાયબ્રેરીની શુભ શરૂઆત સાહેબના હસ્તે થઇ ગઈ .તેઓ પ્રતીક પર ખુશ હતા.

...લોકભાગીદારી થી આવી સરસ યોજના અમલમાં મુકાઈ એ પણ રેકર્ડ સમયમાં ….

પ્રતીકને અલગ બોલાવી અભિનંદન તો આપ્યા જ સાથે સાથે કહી પણ દીધું … ગુજરાતમાં ગમે ત્યાથી ચૂંટણી લડવાની તૈયારી છે ને તારી…

…...સાહેબ આપનો આદેશ સર માથl પર …પ્રતિક ને તો જે જોઈતું હતું તે મળી જ ગયું મlનો...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED