સાપસીડી.... - 30 - 31 Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

સાપસીડી.... - 30 - 31

સાપસીડી 30 …


ચૂંટણી પંચ હજુ અlચlર સહિતા અને તારીખો જાહેર કરે એને વાર હતી.

ચૂંટ ણીઓ આવે એટલે ઘણા પ્રવાહો વહેતા થાય છે .

આમ તો જોઈએ તો પ્રતિક ને હજુ માંડ 35 પણ પુરા નહોતા થયા .હજુ બીજl 30 થી 35વરસનું તેનું પોલિટિકલ કેરિયર ગણીએ તો 30 વરસની લાંબી સફર આપણે તેની સાથે કરવી પડે .....અને સાપસીડી ની આ રમત જોતા જોતા થાકી જવાય માત્ર એટલું જ નહીં બોર થઈએ તે અલગ .

આમ પણ 30 પ્રકરણ થયા ...એટલે કે 30000 ઉપર શબ્દો ….2 ભાગ નવલકથાના પણ કરવા પડે. મારી ઈચ્છા તો 20 પ્રકરણમાં આ નવલકથા પુરી કરવાની હતી.


હવે પ્રતિકમાં એટલો રસ તો કોને હોય…આપણે પણ બીજા કેટલા કામો હોય ને વાંચવાનું પણ હોય...ત્યાં ક્યાં પ્રતીક પાછળ પડીએ…...

આમ પણ મોટા સાહેબ ની મીઠી નજર નહીં તોયે મlઠી નજર થી તો હવે પ્રતિક બહાર આવી જ ગયો છે. સમજો કે બચી ગયો છે. એટલે વિધાનસભા નું તો સમજો નક્કી ગમે તેમ કરી જ નાખશે….


નહિતર પણ વિદુરભાઈ તો છે જ….પણ જીતવાનું શુ ? ટિકિટ ક્યાંથી મળે છે અને શું ચેલેન્જ એણે ઉપાડવાની છે તે જ ખાસ તો જોવાનું રહ્યું.


વળી એનું ધ્યેય તો મંત્રી બનવું એ જ મહ્ત્વનું છે… તો પછી ચાલો આગળ જોઈએ... ક્યાં સુધી પ્રતિકનો મામલો લબાય છે...


મંત્રી બનીશ તો શું કરીશ એમ જો કોઈ પ્રતીકને પૂછે તો ઊંઘ માંથી ઉઠીને પણ એ લાંબુ લચક લિસ્ટ કહી દે અને એક ભાષણ જ કરી નાખે એમ છે. એટલેકે એવી એની તૈયારી છે. એક સુંદર પ્રેઝન્ટેશન પણ કરી શકે તેમ છે.


બસ પાર્ટીમાં બધું છોડીને એને મિશનની જેમ એના કામ ની શરૂઆત કરી હતી. ત્યારથી જ અlનુ વિચાર્યું હતું.


સ્વાતિ આમ પણ અમેરિકાનો ગ્રીનકાર્ડ હોલ્ડર હતી .એટલે ગુજરાત આવીને રહેવlનો તો સવાલ જ નહોતો. વિડીયોકોલ માત્ર કરતી હતી.


તેનો ફોન હતો .પ્રતીકને સલાહ જ આપી .બધું છોડીને માત્ર ને માત્ર ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કર. મારો મિત્ર આ વખતે માત્ર જીત નહિ મન્ત્રીપદ પણ મેળવશે.

મને ખાતરી પણ છે અને વિશ્વાસ પણ છે .


તૃપ્તિ ના રોજ આવતા ફોન કોલ્સ માં એક વાત તો રહેવાની જ ….કેટલું આગળ ચાલ્યું …..બધું બરોબર જ જઇ રહ્યું છે ને….આ વર્ષ બહુ સરસ જશે મને ખાતરી છે .સોમનાથદાદા બધું સારું જ કરશે…..

પ્રતિકના માતા પિતા આમ તો કઈ બોલતા નહિ ..પણ મનમાં એમ કે લગ્ન થઈ જાત દીકરાના તો સારું થાત..પોલિટિક્સ માટે તો જિંદગી આખી પડી જ છે. પણ દીકરાની જીદ આગળ કઈ બોલી શકતા નહિ.

ખેર એક વરસ રાહ જોઈએ આટલી જોઈ છે તો…

રો શની તેના કામ અને મિત્રો માંથી ભાગ્યેજ નવરી પડતી હતી. પડ્યા સાહેબે ચૂંટણી પતે તેની રાહ જોવાનું નક્કી કર્યું.


સેવક સમાજના રંગે રંગાયેલા પ્રતીકને હતું ,કે બેચલર રહેવાથી જ દેશના ને સમાજના કામોમાં વધુ ધ્યાન આપી શકાય. અને આમ પણ પાર્ટી અને સમાજમાં જોઈએ તો અપરણીતોનું જ રાજ છે ને….બોલબાલા છે..

તૃપ્તિ તરફથી જો કદાચ પહેલ થઈ હોત તો બાજી કઈક જુદી જ તરફ હોત. પણ એ પણ વળી સેવક સમાજના રંગે જ રંગાએલી હતી ને… એટલે પ્રતીકને ચુંટણી અને ટિકિટ તરફ ,એના ધ્યેય તરફ જ દોરતી હતી.


પ્રતિકના ઘણા મિત્રો વર્ષો થી અમેરિકામાં સેટલ થઈ ગયા હતા. સારું કમાતા પણ હતા . સારી પોસ્ટ પર જોબ કરતા હતા. તેને વારંવાર ત્યાં આવવા પણ કહેતl અને થોડા દિવસ ફરી જl એમ પણ કહેતાં. ઘણા વેકેશનમાં અlવ ફરી જl એમ કહેનlરl પણ હતા.


એકવાર એને થઈ પણ થઈ ગયું કે એકાદ માસ જઈ આવું . બધાને મળી આવું અને થોડું ચૂંટણી ફંડ એકત્ર કરી લઉં કામ આવશે. એ બહાને થોડો પ્રચાર પણ થશે.

જો કે આ વિચાર લાંબો ન ચાલ્યો. ચુંટણી ફંડ તો અહીં બેઠા બેઠા પણ મળી રહેશે. એમl બહુ મોટી વાત નથી. એકલી શાહ કમ્પની જ આ કરી શકે છે. વળી પાર્ટી પોતે જ ફન્ડ આપતી હોય ત્યાં અહીં ત્યાં હાથ નાખવાનો અર્થ નથી .વળી અમેરિકા જવl નું એટલે સ્વાતિ જોડે થઈ જ જવાય… પછી છૂટવાનું અને ફરી અહીં સેટ થાઓ ...એમ બ્રેક અપ પડે તે અલગ….એટલે તરત આ વિચાર પડતો મુક્યો.


પ્રતીકને સોમ બાપુ સામે ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિ થઈ ગઈ..પાર્ટી જાહેર કરી શકે એવી સ્થિતિ પણ ઉભી થઈ ગઈ .સોમબાપુ એટલે મોટું માથું. ધરખમ વ્યક્તિ એને પાર્ટી કોઇપણ રીતે હરાવવા માંગતી હતી. અને સામે એવી જ વ્યક્તિ ઉભી રાખવાની હતી.


એમને પછાડવા મને વધેરવાનો ? એક ક્ષણ પ્રતીકને થઈ ગયું .વિદુરભાઈને પૂછી જ નાખ્યું...મારા જેવા નવા નિશાળીયા નું શુ ગજું કે આ લોકપ્રિય નેતાને હરાવવા?

બાપુને કપડવજમાં તેમના જ ઇલlકlમાં હરાવવા કઈ સેહલl નહોતા. જો કે વિદુરભાઈએ આશ્વાસન આપ્યું કે હજુ કઈ ફાઇનલ નથી.


બીજા રોનક ત્રિવેદી વિપક્ષના અન્ય મોટા નેતા અને ભાનું પ્રતાપ જે પણ મોટા નેતા હતા .એમની સામે પણ એવી જ ચેલેન્જ હતી.


પાર્ટી આવા પાંચ વિપક્ષી નેતાઓની સામે એવાજ કેન્ડીડેટ શોધી રહી હતી .

પ્રતિકને ખાતરી હતી કે તેને કોઈ સલામત સીટ મળવાની નથી . આવી જ કોઈ ચેલેન્જ તેણે સ્વીકારી ને લડત સારી એવી આપવી પડશે.


આમ તો આ બધા જ નામો જે ચાલતા હતા, તેમની સાથે પ્રતીકને ઓળખાણ હતી .તે બધા પણ આ તરવરિયા અને મહત્વાકાંશી યુવાનને ઓળખતા હતા.માત્ર ઓળખતા હતા એમ નહિ પોતાની પાર્ટીમાં ઓફરો પણ ભૂતકાળમાં આપી ચૂકેલા હતા. એમlના ઓછામાં ઓછા એક બે તો ખરા જ..પણ આ બધું તો રાજકારણમાં બહુ જ સહજ છે ચાલ્યા કરે ...

અર્જુન રાઠોડ ની સામે પ્રતિકે લડવું અને તે પણ સાણંદ થી એમ લગભગ નક્કી થઈ રહ્યું હતું. અર્જુન રાઠોડ પણ વિપક્ષનું મોટું માથું કહી શકાય એટલે પ્રતિક માટે આ પણ એક ચેલેન્જ તો કહી જ શકાય. આ સમાચાર આમ તો સો પહેલા તૃપ્તિએ આપ્યા હતા ..અને એ પણ અlલોકને એટલે કે એણે કઈ સાંભળ્યું છે એ બાબતે કે કેમ ….જોતજોતામાં આ વાત બે ત્રણ જગ્યા એથી આવી. જોકે ફોર્મલી કઈ જાહેર નહોતું કરાયું. ન તો વિદુરભાઈએ કે અજયભાઈએ એને કઈ પૂછ્યું હતું.


સોમબાપુનું અને મોટા સાહેબનું તો સેટિંગ થઈ ગયું છે એવી વાતો બહાર આવી હતી.અને સાચી પણ લાગતી હતી. સાહેબને હવે રાજ્યમાં રસ નથી. દિલ્હી જઈ દેશના સર્વોચ્ચ સ્થાને બેસવું છે. આ વાત જાહેર સત્ય જેવી હતી. રાજ્ય મંદા કીની દેવીના હસ્તક સોંપીને જશે એમ પણ બોલાતું હતું, ને સંભળાતું હતું.

એટલે સોમબાપુ વિધાનસભામાં બિરાજે તો સાહેબને કઈ ફરક પડતો નહોતો.

એટલે આ વાત પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું..આજ વાતને આગળ કરીને બીજા મોટા નેતાઓએ પણ મોટlસlહેબ ને મળી લીધું હતું ..દિલ્હી માટે શુભેચ્છાઓ આપવા જ તો...એટલે વાત ધીરે ધીરે થાળે પડી રહી હતી…

ત્યાં સુધી કે લિસ્ટ ધીમે ધીમે બની રહ્યું હતું અને બદલાઈ પણ રહ્યું હતું. જો કે ઘણા બધા હાથો અને માથા આમl હતા .એટલે ફાઇનલ તો દિલ્હીથી જ જાહેર થનાર હતું. લગભગ બધી પાર્ટીઓમાં આમ થતું હોય છે અને આ પlર્ટીમાં પણ દર વખતે એવું થતું આવ્યું છે .આ કોઈ નવી નવાઈની બાબત નહોતી.રાજનીતિ આમ જ ચાલે છે અને ચૂંટણીઓ પણ આમ જ થતી આવી છે.

મોટા સાહેબ બસ હવે જlય છે ...એટલે વિપક્ષી સહિત પાર્ટીમાં પણ એમના વ્યક્તિગત , સ્થાનિક વિરોધીઓ ધીમે ધીમે શાંત ને ઠંડા પડી રહ્યા હતા. હાશકારો ઘણા તો મનાવી રહ્યા હતા.


પ્રતીકને પણ આશા હતી .સાહેબે આડકતરો ઈશારો એને આપી દીધો હતો વાત વાતમાં એક વાર કે મંદા બેનની કેબિનેટમાં એના જેવા યુવાનો બેનને બહુ ઉપયોગી થશે. વિપક્ષના બધા નહિ તો મોટા નેતાઓને સામે ચેલેન્જ આપવાનો પાર્ટી વિચાર લગભગ માંડી વlડે તેમ હતું. પણ વાત બહાર નહિ આવે .

લિસ્ટ ના નામો થોડા થોડા બહાર પડી રહ્યા હતા. બધાને તેયlરીનો સમય આપવાનો હતો. ચૂંટણી જાહેર થlય ત્યાં સુધી લગભગ અડધાથી વધુ નામો જાહેર થઈ જ જાય તેમ હતું. સાણંદ સીટ પર પ્રતિકનું નામ લગભગ નક્કી મનાતું હતું. પાર્ટીએ તેને તૈયારી શરૂ કરી દેવા પણ જણાવ્યું .વિધિસર નામ તો છેક છેલે જ થશે એ તે જાણતો હતો.

પ્રતીક માટે આ વિસ્તાર નજદીકનો અને જાણીતો હતો. ઘણા કાર્યકરો સાથે પણ તે પરિચય માં હતો. પાર્ટી ની છબી જોતા આ વિસ્તારમાં મુશ્કેલી બહુ નહિ પડે તેમ તે માનતો હતો. તો પણ સ્થાનિક કાર્યકરો મિત્રો અને તૃપ્તિ ,અલોક વગેરેની હાજરીમાં સાણંદ ના ફાર્મ હાઉસમાં એક મીટીંગ તેણે કરી જ લીધી. કાચી સ્ટ્રેટેજી પણ તૈયાર થઇ ગઈ.


બસ હવે ઓફિસીયલી નામ જાહેર થાય તેની જ રાહ જોવાની હતી .પછી પ્રચાર ડોર ટો ડોર શરૂ કરવાનું નક્કી કર્યું હતું . સાથે જો મતવિસ્તાર છેલી ઘડીએ બદલાય તો શી સ્ટ્રેટેજી રાખવી તેની વાત પણ ચર્ચાઈ ગઈ. અહીં એની પણ તેયારી રાખવી જરૂરી હતી.


પ્રતિકનું નામ અવિધિસર તો જાહેર થઈ જ ગયું .અને તે પણ sanand સાણંદ થી…ફેરફાર મત વિસ્તારમાં થવાની વાતો ચર્ચાતી હતી .એટલે ટિમ પ્રતિક તેને માટે પણ તૈયાર જ હતી.

જોકે છેલ્લે દિવસે જાહેરાત ફાઇનલી થઇ પણ ગઈ .અને પ્રતિકે છેક છેલે દિવસે જ ફોર્મ ભરી દીધું. પ્રચાર જોર શોરથી શરૂ થઈ ગયો હતો. પ્રતિક ને ખબર હતી કે તૃપ્તિ અને વિદુરભાઈના પ્રયાસો થી

આ શકય બની ગયું. કોઈ વધારે મુશકેલ વિસ્તાર કે ભારે સીટ ન મળી. આમl મહારાજ અને મંદા બેનની દીકરી મીતા નો પણ મોટો રોલ હતો. જોકે મીતા ને આગળ કરવાની એટલે કે ઉભી રાખવાની બેનની ઈચ્છા આ વખતે પણ બર ન આવી.


પાર્ટીને આ ચૂંટણીમાં બમ્પર જીતની આશા હતી. પરતું જીત ગયા વખત જેવી જ રહી. પ્રતીક ના પ્રતિસ્પર્ધી જનશક્તિ પાર્ટી ના એ બરોબર ટક્કર આપી .એટલે એની જીત છેલ્લે સુધી કટોકટ રહી . છેક છેલ્લે માંડ 500 મતે જીત ડીકલેર થઈ... તે પણ બે વખત ફેર ગણતરી પછી... વેલ આ તો ઇલેક્શન અને લોકશાહી છે...

તેમાં બધું જ શક્ય છે. જીત સાહેબની અને ઇન્ડિયા પાર્ટીની થઈ .લગભગ ગયા વખત ની જેમજ 115 સીટો મેળવી પાર્ટી સતા પર આવી .સાહેબનો ત્રીજો શપથ વિધિ પણ દર વખતની જેમ જ આ વખતે પણ હેલિપેડ ના મેદાનમાં મોટી મેદની સામે 5 મંત્રીઓ સાથે થયો. સાહેબને મોટા શો ગમતા અને મેદની, ભીડ એકત્ર કરવાનો શોખ હતો.

એક માસ માં તો બીજl 15 મંત્રી ઓ એ શપથ લીધા .જો કે સાહેબ ની ને પાર્ટીની સુચના પ્રમાણે એક વરસ પછી જ પ્રતિક શપથ લેશે. એ પણ બેનની કેબિનેટમાં ....ત્યાં સુધી બસ આમ જ ચલાવવાનું રહેશે તેમ નક્કી થયું.આમ પણ પ્રતીક માટે હજુ લાંબો રસ્તો છે...હાલ એક વરસ સિટીના ને સેવક સમાજના કે પાર્ટીના જ કામો કરવાના રહેશે.સાથે ધારાસભ્ય નું કસમ પણ ચાલશે ....

આમ પણ પ્રતિક ની જીત મોટી નહોતી. માત્ર 500 મતે અર્જુન રાઠોડને તેણે હરાવ્યા હતા. અર્જુન જનશક્તિ પાર્ટીનો પ્રમુખ હતો અને કડીમાં તેને બહુ ભારે બહુમતથી જીત લીધી હતી. એ બે સીટ પરથી ઉભો હતો.જનશક્તિ પાર્ટી રાજ્યમાં નવી નવી આવી હતી અને 12 સીટ લઈ ગઈ હતી .એ બહુ મોટી જીત કહેવાય.

સેક્યુલરપાર્ટી આ વખતે 50 સીટ થી વધારી શકી નહોતી. બાકીના બીજા.... જો કે આ વખતના પરિણામો ઇન્ડિયા પાર્ટી માટે સહજ હતા.

પ્રતિક માટે તો આ રાજકારણ ની શરૂઆત હતી. જ્યાં આપણે વિદાય લઈશું. કારણ પ્રતિક સાથે બીજા 30/35 વરસ ચાલવાનું શક્ય નથી.

તૃપ્તિ માટે પણ શરૂઆત કહેવાય. કારણ તેનું નામ દિલ્હી ખાતે જlય લોકસભા માટે તેની પ્રબળ શક્યતાઓ જોવાતી હતી. વાતો પણ રમતી હતી.

આ પાર્ટી માટે પતિ પત્ની બંનેને હોદા અને પોસ્ટ મળવી અશક્ય છે. પણ અહીં તો શરૂઆતથી જ ચાલ્યા આવે છે .એટલે આમ અલગ અલગ પોસ્ટ આપી શકાય...નવા જમાના અને બદલાતા સમય ને સંજોગો માં બધું જ શક્ય છે.

અલગ જાતિના પ્રોફેશનલ યુગલ આમ તો પક્ષ માટે આદર્શ જોડું કહી શકાય.