સાપસીડી….8
સ્થાનિક ચૂંટણીઓ આવી રહી હતી
તૃપ્તિને વડોદરા થી મ્યુનિ કોર્પોરેશન માં કોર્પોરેટર ની ચૂંટણી લડવાની ઓફર થવાની સંભાવના હતી. જોકે પાર્ટી
એ તેને સિલેકશન ની કમિટીમાં મૂકી હતી. સામાન્ય રીતે કમિટીમાં મુકાઓ એટલે બીજlને ટિકિટ આપવાનું કામ કરવાનું ..
પોતાને ન પણ મળે …..
જિલ્લાની ચૂંટણી અને હોદાનો અનુભવ તેને થઈ ચૂક્યો હતો.. પેસlની બોલબાલા હતી બધે જ …
કામ તો અહીં કરવાનું જ હતું એ તો સમજયા હવે… એ પણ લગભગ મજુરી અને વેતરૂ કહી શકાય એ રીતનું… અને વળતર પણ મેળવવાનું હતું એની પણ ના નહિ ...બીજે નોકરી કરો કે અહીં કામ કરો ….પણ આમાં તો મlન, મોભો ,હોદ્દો,ગ્લેમર ,સત્તા વિગેરે ઘણું બધુ વિશેષ પણ હતું..
પહેલેથી જ કોઈ કહે કે સિટી ની ચૂંટણી લડવી એટલેકે મ્યુનિ ની એમાં લોકોની
પાણી ની ને ગટરની ફરિયાદો સાંભડયા કરો બસ .…..
આજ કારણ હતું જેથી એ કોર્પોરેટર થવાનું ટાળતો હતો.. મિત્રો પણ આમ તો તૈયાર હતા જ ...કોઈ પણ ચૂંટણી લડવા માટે...હોદા ઓ આવી મોટી પાર્ટીમાં સહેલાઈથી મળતા નથી ....એટલે જે મળ્યું તે પહેલા તો ઝડપથી સ્વીકારી લેવાનું …
પછી જોયું જશે…
જોકે પ્રતીક તો નોકરી કરતો હતો પ્રોફેશનલ હતો. એટલે કોર્પોરેટર થવા એ એવો કોઈ બ્રેક સારી નોકરીમાં લેવો કે કેમ તે હજુ નક્કી કરી શકતો નહોતો. પેસl નો તો સવાલ નહોતો. કlરણ બને બાજુ એની આવડત અને મહેનત થી કમાઈ લેતા કોઈ મુશ્કેલી નહોતી.
વળી હમણાં જ દુબઈમાં મોટા ડીલ કરીને સો પરત આવ્યા હતા અને હવે તેનો અમલ કરવાનો હતો. આવતી કાલે સરકાર ને સેક્રેટરીઓ સાથે મિટિંગો હતી.
બહુ વિચારવું નહોતું, જ્યારે આવી પડશે તયારે જોયું જશે એમ સમજી પ્રતિકે મિટિંગ ને પ્રાયોરિટી આપવાનું નક્કી કર્યું.
શર્મા સાહેબ સાથે મિટિંગ હતી. બીજl ઘણાં સિનિયર ઓફિસરો હતા . આતો વળી ઇન્ટરનેશનલ બીઝનેશ હતો અને પ્રોજેકટ પણ મોટો હતો .ભારત સરકાર સાથે પણ પરામર્શ કરવાનો હતો.
સાહેબની ઈચ્છા એવી કે રાજ્યની કોઈ પણ કમ્પની બીજા રાજ્ય કે દેશમાં વ્યાપાર કરે આપણને સાથે રાખીને કરે ..ખાસ કરીને મોટા અને ખાસ પ્રોજેક્ટો માં ...નાના ની કોઈ બાબત નહોતી.
અને રાજા ને કોણ નારાજ કરે.દરેક ઉદ્યોગ પતિ સાહેબ ની નજદીક આવવાની ને સાહેબની નજરમાં રહેવાની કોશિશ કરતો હતો .જેમાં શાહ એન્ડ વ્યlસ કંપની પણ હતી જ .
ગાંધીનગરના સચિવlલાયના મિટિંગ રૂમમાં પ્રધાનસચિવ ની જ લોબીના કમિટી રૂમમાં અlશરે 3 વાગ્યે સચિવો અને કમ્પનીના ડિરેક્ટરો પ્રમોટરો વચ્ચેની મિટિંગમl રાજય સરકાર ના રોલની પણ ચર્ચા ચાલી .પ્રતિકનો રોલ હતો પ્રેઝન્ટેશન માં મદદ કરવાનો. ..
લાંબી મિટિંગ ચાલી. રાત ના નવ વાગી ગયા .જોકે મિટિંગનો અસલી સોર્સ તો બેક સાઈડમાં હતો. આ તો અધિકારી લેવલની મિટિંગ હતી .અસલી તો શાહ એન્ડ વ્યાસ કંપનીના ડિરેકટર ને સાહેબ વચ્ચે ની બેઠક બાદ ખબર પડે.
રાજ્યના ખાસ મોટા ઉદ્યોગપતિઓ મોટlસાહેબને ગુરુ માનતા હતા..એમને પૂછ્યા વગર કોઈ મોટું કામ કરતા નહિ.
પંડ્યા સાહેબ મીટીંગ પત્યા પછી જતા જતા પ્રતીકને કહી ગયા કે મને મળ્યા વગર ન જતો. એ પણ સિનિયર અધિકારી હતા. પ્રતિકને અને
પ્રતિકના પિતા ને બહુ સારી રીતે ઓળખતા હતા.
પ્રતિકમાં બહુ રસ પણ લેતા હતા. કહો કે હિતેચ્છુ જેવા હતા. આ પંડ્યા સાહેબ આમ તો રિટાયર્ડ થવા ની ઉમરે આવી ગયા હતા પણ પોતાને યુવાન વિશેષ સમજતા હતા . યુવાનો સાથે તેમનો મેળ વધુ રહેતો. વળી રાજયમાં અને સરકારમાં યુવાનોની ભરતીના મોટl હિમાયતી હતા.
એ સો કોઈ જાણતું હતું ..
સામાન્ય રીતે યુવાનોની ભરતી એટલેકે નવી ભરતીના વિરોધીઓની સંખ્યા સરકારમાં વધુ હતી. પંડ્યા સાહેબ જેવા બહુ ઓછા હતા. કદાચ આ જ કારણ હતું કે પ્રતિકમાં તેઓ અંગત રસ લેતા હતા.
પંડ્યા સાહેબનું સ્પષ્ટ માનવું હતું કે પ્રતિક જેવા યુવાનોએ તો સરકારમાં જ નોકરી કરવી જોઈએ. કારણ અlવl યુવાનો જ સમાજની અને દેશની સેવા કરી શકશે.
અને લોકોની પણ. મહત્વનું એ પણ હતું કે પ્રતિક એક પ્રોફેશનલ યુવાન હતો અને સરકારને અવાજ યુવાનોની આજે જરૂર છે.
અથવા તો પ્રતિક જેવાએ અમેરિકામાં નોકરી કરવી જોઈએ. જેથી સમાજનું પણ નામ થાય અને વ્યક્તિનો પોતાનો પણ વિકાસ થાય. પોતાના આ વિચારો એકથી વધુ વાર પંડ્યા સાહેબ પ્રતીકને અને તેના પિતાને કહી ચુક્યાહતા.
એટલુજ નહી તેઓ ખુલેં અlમ ઘણાને આ વાત કહેતા પણ હતા. અનામતના અને બીજા હકને ફાયદાઓ જે મળે છે તે લઈને આપણે સરકારમાં જ નોકરી મેળવવી જોઈએ. તે પછી ભારતીય વહીવટ સેવl ની હોય કે ગુજરાત વહીવટ સેવાની હોય. આથી સમાજની અને લોકોની સેવા પણ થાય અને દેશની સેવા પણ થાય.
પ્રતિક મળતા જ તેમણે ક્યાં ખાતામાં એના જેવાની જરૂર છે તે તો કહ્યું ,પણ
અlગ્રહ કર્યો કે ઘરે અlવીજા . નીરાતે વlત કરીએ. મંત્રી શ્રીનો ફોન આવ્યો હતો એટલે તાત્કાલીક તેમણે જવું પડે તેમ હોઈ લાંબી વાત થઇ શકે તેમ નહોતું.
ખાલી ખબર અતર પૂછ્યા અને અlગ્રહ કર્યો કે એને ગુજરાત સરકારની કે ભારત સરકારની વહીવટ સેવાની પરીક્ષા આપવી જોઈએ અને એમાં સિલેક્ટ થવા પ્રયાસ કરવો જ રહ્યો. એમ પણ ગુજરાતની સેવામાં પસંદ થાઓ તો દસ પંદર વરસ માં તો ભારત સેવામાં પણ નંબર લાગી જ જાય છે. પ્રમોશન મળતા ક્યાં વાર લાગે છે આજકાલ.
પ્રતીકના પિતા ગુજરાત સરકારમાં સેવા નિવૃત થયા હતા અને ઉચઅધિકારી
રહી ચુક્યાહતા. એટલે ઘરના environmentma સરકારી તંત્રની હવા જરૂરથી તેને મળી જ હતી. અlમl કઈ નવાઈ પણ નહોતી. તેના પિતાએ પણ તેને સરકારમાં જ નોકરી કરવા અને મેળવવા પ્રયાસ કરવા કોલેજ્ કાળ થી જ સમજાવ્યો હતો.
જોકે દાદા નો વlરસો હતો એટલે શરૂઆતથી જ ભારત સેવક સમાજના લોકોના સમ્પર્કમાં આવવાનુ અને તેઓ ની સાથે ઉઠવા બેસવાનું બનતું. ઘણા અવારનવાર ઘરે જમવા પણ આવતા. એમની વાતો સંભાળવી પણ પ્રતીકને કીશોર વય થી જ બહુ ગમતી હતી.
દાદા ના કારણે જ પ્રતીક પાર્ટીમાં હતો. એના વિચારો પણ થોડા સમયના આ લોકોના સંપર્ક ના કlરણે ખૂબ બદલાયા હતા .પાર્ટી માં પણ એણે ઘણું કામ તો કર્યું જ સાથે સાથે અનુભવ પણ લીધો. જો કે પાર્ટીએ આજ સુધી તેને ખાસ કોઈ મહત્વનો હોદો કે ટિકિટ આપી ન્હોતી.
પણ પ્રતીક પાર્ટીની વિચારધારl અને કલચર ના રંગે રંગાઈ ગયો હતો. બીજી પાર્ટી માં જવાનો કે પાર્ટી બદલવાનો તો વિચાર સુધા તેને નહોતો થતો.
આજ તેનું પરિવાર બની ગયું હતું. એને કેમ છોડી શકાય . એવો વિચાર જ શક્ય નહોતો.
ભારત સમાજના હજારો સમર્પિત સેવકો અને વડીલો તેના માર્ગદર્શક અને ગુરુ જેવા હતા.પાર્ટીમાં તેના જેવા હજારો કાર્યકરો હતા .તો ભlરત સમlજમાં કઈ કેટલlય સમર્પિત સ્વયંસેવકો ને કોઈ પણ અપેક્ષા વગર નિસ્વાર્થ સેવા કરતા તેણે જોયા હતા.
આ બધા માટે દેશ જ મહlન હતો અને દેશ માટે જ તેમનું જીવન સમર્પિત હતું.
હવે તે ઘણો આગળ નીકળી ચુક્યો હતો.
એના માટે સરકારમાં નોકરી કરવી કે વહીવટી પરીક્ષા આપી ગુજરાત સેવા ના અધિકારી બનવું પંડ્યા સાહેબની શીખ પ્રમાણે લગભગ અશક્ય હતું.