રમૂજી રજાચિઠ્ઠી Hardik Galiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રમૂજી રજાચિઠ્ઠી


પ્રાર્થના પૂરી થયા પછી હાજરી લઈને રાવલ સાહેબે ગઈ કાલે ઘેરહાજર રહેલા વિદ્યાર્થીઓની રજાચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. ના ના વાંચવાનું નહિ પણ મશ્કરી કરવાનું શરુ કર્યું.

હા તો વિદ્યાર્થી મિત્રો

પેહલી ચિઠ્ઠી...

"સવિનય સાથ.... ઓહોહો....!!! એટલો બધો વિનય ક્યાંથી આવી ગયો ભઇ....? અમે તો ગાળો જ સાંભળી છે તમારા મોઢેથીતો, સાહેબ ને બાટલીમાં ઉતારવાના છે કે શું ?"
( બાકીની ચિઠ્ઠી મનમાં વાંચી ને.)
તો વિજયભાઈ તમને તાવ આવ્યો તો...હમમ...હવે ઉતરી ગ્યો ?

વિજય " હા સા'બ હવે સાવ બરોબર.

સાહેબ "સારું સારું બેહી જા"

બીજી ચિઠ્ઠી....

"આદરણીય....અલ્યા ચિંતન્યા ઊભો થા તો જોઇ....આ કોણે લખી દીધું ? ને હું એટલો આદરણીય કે'દી થઈ ગ્યો ? એટલો બધો આદર આપે છો તો ક્યારેક લેશન બેશન સરખું કરી લાવ્ય....! ને તારા બાપા જ બધી વખત માંદા પડે છે ? કૈક નવું બા'નું લાવો હવે.

( આગળની ચિઠ્ઠી મનમાં વાંચી ને ચિંતને ને ઊભો કરે છે.)

ચિંતન "સાચું કવ સુ સા'બ, તમે ક્યો તો મારા બાપુ ને ફોન કરી લ્યો."

સાહેબ "સારું સારું બેહી જા"

તીજી ચિઠ્ઠી...

"માનનીય સાહેબ શ્રી...!!! આજ તો બધા બઉ માન આપે છે. ટાઢા પાણીએ સા'બને પતાવી દેવાના એવું નથી ને કાઇ ? એટલું તો મારી જિંદગીમાં કોઈ દી કોયે નથી આપ્યુ. અને લ્યો આ ભાઈ નું નવું બા'નું ભાઈ અક્ષયના ઘરે કોઈ નો'તું તો ભાઈ ઘર સાચવવા ઘરે રયો તો...! અલ્યા તારું ઘર કોઈ લઈ ગ્યું ? કે ઘર હારે કોઈ બાધવા આવ્યું ? તું ઊભો થા, ને સાચું બોલ...ના મે કીધું નાવા બા'નું પણ એટલું ખોટું નઈ કે ગળા હેઠે નો ઉતરે."

અક્ષય: ના ના સા'બ હું સાચું બોલું છું.

સાહેબ: તું કેટલું સાચું બોલે છો ઇ મને ખબર છે, ઘરે કોઈ નો'તું કે ટેસ્ટ હતી કાલ એટલે નો'તો આવ્યો હે, આવી જાવ આપડે બાર ઊભા રઇ જાવ જાવ. ભાઇસા'બ બઉ મોટી નોટ તમે તો.

હવે ચોથી અને આજની છેલ્લી ચિઠ્ઠી...

"પૂજ્ય સાહેબશ્રી...હા આ આ એક જ સંબોધન બાકી હતું" હવે અગરબત્તી કરો સાહેબ ને...આરતી ઉતારો, ચાંદલા કરી જાવ, હાર પેરાવો.... સાહેબ સમજો છો કે સાધુ બાવા ?

( એક વિદ્યાર્થી ચિઠ્ઠી ટેબલ ઉપર મૂકી ને પાછળ ફરી ને ચાલવા લાગે છે?)

ઓહોહો તમે બાકી હતા એમને ચિઠ્ઠી આપવામાં...અત્યાર સુધી ક્યાં હતો. આ બધું પૂરું થયા પછી યાદ આવે છે કે આપડે પણ ચિઠ્ઠી આપવાની છે એમ ?

( સાહેબ એ ચિઠ્ઠી મોટેથી વાંચે છે.)

સાહેબ તમારી પોસ્ટ ઓફિસ....

( સાહેબ તરત જ પાછળ ફરી ને સવારે ભૂલ થી ભુલાઈ ગયેલું અધૂરું કામ કરતા કરતા બોલે છે...)

હાલો હવે બધા સમાજનો ૭મો પાઠ કાઢો ફટાફટ.

દોસ્તો આપડે પણ આપણી શાળા માં ઘણા બધા નાવા નાવા બહાના સાંભળ્યા હશે. જ્યારે શાળામાં એ બહાના સાંભળીએ ત્યારે તો એવું લાગે કે આ વિદ્યાર્થી સાચું જ બોલે છે પણ હવે એ બહાના સાંભળી ને હસવું નથી રોકી શકાતું યાદ કરી ને પણ એટલું હસવું આવે છે કે આપણે તે સમયે આવા બહાના બતાવતા હતા કે અત્યારે એના પર આપણે ખુદ વિશ્વાસ નથી કરી શકતા કે આવું કંઈ હોઈ શકે.
ઘણી વખતનાં એ સાચા ખોટા બહાના ના કારણે જ આપણી જિંદગી માં અત્યારે આપણે થોડું હસી શકીએ છીએ .
જો તમારી પાસે પણ કોઈ નવું બહાનું હોય તો કોમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો .