ઉપકાર કે પરિવાર Hardik Galiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉપકાર કે પરિવાર


ઉપકાર કે પરિવાર

રાજેશ અને સુરેશ વિધુર અને નિવૃત્ત વકીલ અમૃતલાલના દીકરા, આમ જુવો તો બંનેની આર્થિક પરિસ્થિતિમાં ઘણો ફેર. રાજેશ બિઝનેસમેન અને સુરેશ એક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે.
રાજેશની પત્ની વનિતા એક હાઉસ વાઇફ હતી. એક દીકરો કેતન અને એક દીકરી પરિતા સંતાનમાં હતા. પરિતાના લગ્ન સારા ઘરના યુવક અલ્પેશ સાથે થયા હતા. જ્યારે કેતન યુ.એસ. માં સેટલ હતો.
સુરેશની પત્ની કામિની. કામિની પતિને ઘર ચલાવવામાં મદદ કરી શકે, પોતાનો શોખ પૂરો કરવા અને છોકરાને પોકેટ મની આપવા ટિફિન સર્વિસ ચલાવતી. સુરેશને સંતાનમાં એક દીકરો હતો કિરણ. કિરણે પોતાની કોલેજનું બેચલર પૂરું કર્યું હતું.કિરણને આગળ ભણવા માટે યુ. એસ. જવુ હતું, તેના માટેની તેણે તૈયારી શરૂ કરી દીધી.સુરેશ થોડો સ્વાભિમાની એટલે કોઈની મદદ માંગવામાં ખચકાય અને ઉપર થી પોતાનો ભાઈ મદદ કરે તો એવું લાગે કે મારા પર દયા ખાય છે. મોટા ભાઈ એ કીધું કે પપ્પા મારી સાથે રહે તો સારું પણ સુરેશ માન્યો નહિ તેને એવું લાગ્યું કે રાજેશને એવું છે કે હું પપ્પાને નહિ રાખી શકું એમ ? પપ્પાને તો હું જ રાખીશ એટલે અમૃતલાલ સુરેશના ઘરે રેહતાં હતા. રાજેશ મોટો ભાઈ હોવાના નાતે ઘણી વાર મદદ કરતો પણ સુરેશ હંમેશા ઠુકરાવી દેતો.
ચાર દિવસ પછી એટલે કે ૧૨ જૂને અમૃતલાલનો ૭૭મો જન્મદિવસ હતો.
( ફોનમાં.....)
રાજેશ આપડે પપ્પાનો જન્મદિવસ આ વખતે મારા ઘરે ઉજવીશું. તમારે બધાએ મારા ઘરે જમવાનું છે અને દીકરી - જમાઈને પણ બોલાવી લેજો. ભલે ભાઈ તારા ઘરે રાખીશું.
સુરેશ બીજા દિવસે સવારે ઓફિસ ગયો અને ચિરાયુને..."ચિરાયુ જરા આવને...થોડા દિવસ પછી પપ્પાનો જન્મદિવસ છે તો એમને સારો ફોન ગિફ્ટ કરવો છે જરા જોને ઓનલાઈન થોડા ઓછા પૈસામાં સારો ફોન આવતો હોય તો." એમ કરી બંને ફોન જોવા લાગ્યા.
સાહેબ આ ફોન જોવો , ચાર કેમેરા અને ફિગરપ્રીન્ટ સાથે લેવો હોય તો ૨૮૦૦૦ અને ત્રણ કેમેરા અને ફિગરપ્રીન્ટ વગર હોય તો ૨૩૦૦૦ રૂપિયા થાય છે. તો ક્યો ગમશે ??....અરે પપ્પા ક્યાં આ ઉમરે ફોટા ને એવું પાડશે એટલે ૨૩૦૦૦ નો લઈ લઈએ આમ પણ મારું બજેટ ૨૫૦૦૦ સુધી નું જ છે.
જન્મદિવસના દિવસે બધા સુરેશના ઘરે ભેગા થયા, કેક કાપી, રાજેશે ગીફ્ટમાં મોબાઈલ આપ્યો અને સુરેશે પણ મોબાઈલ આપ્યો. જ્યારે ગિફ્ટ ખોલીને જોયું તો બંને એક જ મોબાઈલ લાવ્યા હતા પણ ફર્ક એટલો હતો કે એક ચાર કેમેરા અને ફિગરપ્રીન્ટ વાળો હતો જે રાજેશ લાવ્યો હતો અને સુરેશ એજ મોબાઇલ પણ ત્રણ કેમેરા અને ફિગરપ્રીન્ટ વગરનો લાવ્યો હતો. આ જોઈ સુરેશ ને ગુસ્સો આવ્યો.તમને શું લાગ્યું કે હું વધારે સિસ્ટમ વાળો મોબાઈલ નહિ ખરીદી શકું, દરેક વખતે મને નીચો દેખાડવો છે તમારે. આમ ગુસ્સા એ ઝઘડાનું સ્વરૂપ લીધું પછી અંતે અમૃતલાલે બંને માં સુલેહ કરવી ને સુરેશનો લાવેલો ફોન લીધો અને રાજેશનો ફોન પોતાની પૌત્રી ને ભેટમાં આપ્યો. થોડી વારમાં કિરણબેન અને વનિતાબેન બંને એ જમવાનું પીરસી દીધું પછી જમવા બેઠા. મોડી રાત સુધી બધા બેઠા. વાતો કરી પછી છૂટા પડ્યા.
બીજા દિવસે સવારે બધા પોતાના કામમાં પોરવાયા. કિરણ ગાર્ડનમાં મિત્રો સાથે બેઠો હતો એટલામાં એક નાનો ટ્રક સોસાયટીના ગેટ સામે ઊભો રહ્યો. સોસાયટીના પ્રમુખ ચિંતનભાઈ કોઈ છોકરીને લઈ ને અંદર આવ્યા અને ફ્લેટની ચાવી આપી અને પોતાના ઘરે ગયા. થોડી વારમાં એ છોકરીએ કિરણને મદદ માટે બોલાવ્યો.
"વોટ ઈઝ યોર નેમ ?"
"હું દીપ્તિ, અને તુ ?"
"હું કિરણ, બી વિંગ B - 5."કિરણે થોડી સામાન ગોઠવવામાં મદદ કરી, બંને એ વાતો કરી.
"તું એકલી જ છે ?...આઇ મીન ફેમિલી...."
"હા..મમ્મી પપ્પા એક રોડ એક્સિડન્ટ માં..."
" આઈ એમ સોરી"
" ઈટ્સ ઓકે"
" તો અહીંયા...?"
" બેલસોફ્ટ કંપની માં સોફ્ટવેર એન્જિનિયર."
" મારા મોમ ટિફિન સર્વિસ આપે છે. ઇફ યૂ વોન્ટ"
" સ્યોર વાય નોટ"
" તો આજે મારા ઘરે જ જમી લેજે."
" ઓકે."
બપોરે દીપ્તિ કિરણના ઘરે જ જમી.
"કઈ કામ કાજ હોય તો ઘરે આવી જજે બેટા" કામિનીબેને કીધું.
"ઓકે આંટી.
"ઇફ યુ નીડ એનીથીંગ જસ્ટ કોલ મી" એમ કહી ને કિરણને દીપ્તિને પોતાનો નંબર આપ્યો.
સાંજ પડતાં દીપ્તિનો મેસેજ આવ્યો.
" તારા મમ્મી ખરેખર સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે."
" થેંક યુ"
થોડી વાર વાતો કરી ફ્રેન્ડ બન્યા.
થોડા દિવસોમાં તો દિપ્તીનું કિરણના ઘરે આવવા જવાનું શરૂ થયું અને દીપ્તિ એક મહિનામાં પરિવારના સભ્ય જેવી થઈ ગઈ તો બીજી બાજુ કિરણ અને દીપ્તિનો સબંધ વધારે નજીકનો થઈ ગયો.
કિરણને સવારે ઉઠાડવાથી લઈ રાતે સુવા સુધી બધું ધ્યાન દીપ્તિ રાખતી અને કિરણ પણ તેના ફ્લેટ પર વધારે રહેતો. શનિ - રવીની રજાઓમાં બંને બહાર ફરવા માટે નીકળી જતાં. કિરણની યુ. એસ. જવાની તૈયારી પણ શરૂ હતી હવે બસ વિઝા આવે એટલે જવાનું હતું.
અચાનક એક દિવસ અમૃતલાલની તબિયત ખરાબ થઈ અને તેઓ ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કિરણ આખો દિવસ દાદા પાસે રેહવા લાગ્યો. બે અઠવાડિયા થયા હજુ તો અમૃતલાલ હોસ્પિટલમાં જ હતા ત્યાં બીજી મુસીબત આવી. જે ફ્લેટમાં રહેતા હતા એ દબાણમાં આવતો હતો એટલે મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. એક મહિનામાં ખાલી કરી આપવો તેના પછી આ બાંધકામ તોડી પાડવામાં આવશે.
રાજેશે સુરેશને કહ્યું "તું મારા ઘરે સમાન શિફ્ટ કરી દે... "
" મોટા ભાઈ મારે કોઈના ઉપકારની જરૂર નથી" માને તો સુરેશ શેનો.
અમૃતલાલના દવા, કિરણના વિઝામાં બધી સેવિંગ પૂરી થઈ ગઈ પત્નીના દાગીના પણ વેચી દીધા છતાં મોટા ભાઈ પાસે થી એક રૂપિયો પણ માંગ્યો નહિ. ડોક્ટરે હજુ એક ઓપરેશનની જરૂર છે એમ કહ્યું, સુરેશે મોટા ભાઈને વાત પણ ન કરી અને ચિંતામાં પડી ગયો. અમૃતલાલ પરિસ્થિતિ પારખી ગયા અને રાજેશને કહ્યું કે સુરેશને કહ્યા વગર ડોક્ટરને મળે. રાજેશે પૈસા જમા કરાવી આપ્યા. ફરી સુરેશે ઝગડો કર્યો. હું વ્યવસ્થા કરતો હતો તું કેમ લાવ્યો. હું દવા કરાવી શકું એટલો કાબિલ છું. મારે કોઈનો ઉપકાર નથી જોઈતો. રાજેશ કઈ બોલ્યા વગર ઘરે જાય છે.
પંદર દિવસ પછી મહાનગરપાલિકાની બીજી નોટિસ આવી ઘર ખાલી કરવા માટે, સોસાયટી મેમ્બરે ભેગા થઈ કેસ ફાઈલ કર્યો મહાનગરપાલિકા વિરૂધ્ધ. ૪૮ વર્ષ થી આ બિલ્ડિંગ ઉભુ છે હવે અચાનક જ કેમ દબાણમાં આવે છે. જિલ્લા સ્તરે કેસ હારી ગયા. બીજી અપીલ હાઇકોર્ટમાં થઈ એમાં ત્રણ મહિનાનો સ્ટે મળ્યો.
બીજી બાજુ કિરણના વિઝા અપ્રુવ થઈ ગયા. રાજેશને પરિસ્થિતિ ખબર હતી તેથી કિરણની ટિકિટ, અને થોડા પૈસા એના બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કરી આપ્યા.
હાઇકોર્ટમાં પણ કેસ હારી ગયા હાઇકોર્ટ એ છ મહિનાની મુદત માં ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો. અમૃતલાલની તબિયત સારી થવા લાગી. અમૃતલાલને હોસ્પિટલમાંથી રજા આપી ઘરે લાવ્યા.રોજે સોસાયટીના લોકો ખબર પૂછવા આવવા લાગ્યા. બે કોર્ટમાં કેસ હારી ગયા તેની વાત ખબર પડી. અમૃતલાલે સલાહ આપી જો ૧૦૦ પરિવાર ભેગા થાય તો આપડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીએ માત્ર ત્રીસ પરિવારની અરજીથી ઓછો ભારે પડે અને એમ પણ આપણે બે કોર્ટમાં કેસ હારી ચૂક્યા છીએ. તો પરિવારમાં પોતાના ભાઈ હોય તો એમનું પણ નામ ચડાવીએ તો આપડા કેસનો ભાર પડે, જે ફ્લેટ ભાડે છે એમના નામની પણ અરજી કરીએ. બધા આ મુદ્દા પર સહમત થયા.
અમૃતલાલના કેહવાથી સુરેશે કમને રાજેશને વાત કરી, રાજેશે ફરી કોર્ટ જવાને બદલે બીજો ફ્લેટ લેવાની વાત કરી, અને કહ્યું હું પૈસા આપીશ સુરેશે ફરી એક જ વાત ઉચ્ચારી "મારે કોઈના ઉપકારની જરૂર નથી, આતો પપ્પાએ કીધું એટલે, તમારે અરજી પર સહી કરવી હોય તો કરો નહિ તો રેહવાદો એ બધા અમારો પરિવાર છે" રાજેશે બીજે દિવસે સુરેશના ઘરે આવીને અમૃતલાલને બીજો ફ્લેટ લેવાની વાત કરી પણ અમૃતલાલે કહ્યું...
"બેટા, આપણાં માટે ફ્લેટ લેશું પણ બીજાનું શું ?"
"હું અરજી પર સહી કરી આપુ છું." રાજેશે સહી કરી આપી

૧૦૦ અરજીતો થઈ નહિ પરંતુ ૮૨ થઈ હવે અમૃતલાલ પોતે કેસમાં વકીલ બન્યા અને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી. સુરેશે કિરણને વિઝા અને ટિકિટનું પૂછ્યું જવાબમાં કિરણને બધું સાચું કીધું બાપુજીએ બધું કરી આપ્યું છે પણ પરિવાર પર આ મુશ્કેલી છે એટલે હું પછી જઈશ. રાજેશે મદદ કરી આ સાંભળી સુરેશે ગુસ્સામાં કહી દીધું
"મારે કોઈના ઉપકારની જરૂર નથી, મને પૂછ્યા વગર તે કેમ લીધા ?
"તો શું એ અપડો પરિવાર નથી ?" કામિનીબેન બોલ્યા.
"કીધું ને મારે કોઈના ઉપકારની જરૂર નથી"
અમૃતલાલે સુરેશને સમજાવીને શાંત પાડ્યો, અને પરિવારનું મહત્વ સમજાવ્યું.
રાજેશ, સુરેશ, અમૃતલાલ, સોસાયટીના પ્રમુખ ચિંતનભાઈ, ચેરમેન નિરંજનાબેન દિલ્હી કેસ માટે જાય છે. કામિનીબેન, વનીતાબેન, કિરણ, દીપ્તિ ઘરે છે. આજે કેસને તારીખ મળી અને સ્ટે આપ્યો કેસ પૂરો ન થાય ત્યાં સુધી. સોસાયટીમાં કોઈ તે દિવસે જમ્યું નોહતું તેથી કામિનીબેન, વનીતાબેન, દીપ્તિએ બધા ને જમાડ્યા અને બધા ને સમાચાર આપ્યા સ્ટે મળ્યો છે , જ્યાં સુધી કેસ પૂરો ન થાય ત્યાં સુધી.
સુરેશે કિરણને યુ. એસ. જવા માટે કીધું.
"કેસ પુરો થાય પછી આ મુશ્કેલીમાં હું પરિવારનો સાથ છોડવા નથી માંગતો"
" જેવી તારી ઈચ્છા" એટલું બોલી સુરેશે વાત પૂરી કરી.
કેસની તારીખ પર ફરી રાજેશ, સુરેશ, અમૃતલાલ, સોસાયટીના પ્રમુખ ચિંતનભાઈ, ચેરમેન નિરંજનાબેન દિલ્હી કેસ માટે જાય છે. કેસ દરમિયાન ફરી અમૃતલાલ પારિવારિક એકતા પર જબરદસ્ત વિચારો રજૂ કરે છે અને તાર્કિક રીતે પણ કેસ પોતાની તરફ કરવા ડોક્યુમેન્ટ અને બીજા લીગલ મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવેલા ડોક્યુમેન્ટ રજૂ કરે છે.
"પરિવાર જો સાથે હોય તો કોઈ પણ મુશ્કેલી મોટી હોતી નથી, પરિવાર એટલે ભાઈ બહેન હોય એવું જ નથી. શેરી, મહોલ્લા, સોસાયટી, શહેર, દેશ પણ એક પરિવાર જ છે. એટલું જ નહિ સમગ્ર પૃથ્વી એક પરિવાર છે "वसुधेव कुटुंबकम्" . આ સોસાયટીમાં બધા લોકો પરિવારની ભાવનાથી રહે છેે. તેથી બંધારણ આ સમગ્ર સોસાયટીના હિત માં કેસ પૂર્ણ કરે છે"
"આથી મહાનગરપાલિકાને જણાવાનું કે ખોટી રીતે આમ જનતાને પરેશાન કરવી નહિ અને સોસાયટીમાં પડેલી અગવડ બદલ માફી માંગે ઉપરાંત જ્યારથી જિલ્લા અદાલતમાં કેસ ફાઈલ થયો ત્યાર થી આજ સુધીનો વેરો માફ કરે. કોર્ટ ઈઝ એડઝર્ન." જજ દ્વારા નિર્ણય અપાયો.
અમૃતલાલની દલીલ અને કોઠાસૂઝના કારણે કેસ જીતી જાય છે. ફોન દ્વારા સમાચાર ઘરે પોહચે છે. પેહલી ફ્લાઇટ માં બધા ઘરે આવે છે.સોસાયટીમાં બધા અમૃતલાલનું સ્વાગત કરે છે.
કિરણ યુ.એસ. જવાનું માંડી વાળે છે અને પરિવાર સાથે રહેવાનું નક્કી કરે છે.
કોર્ટમાં અમૃતલાલ વકીલના શબ્દો સુરેશનું હૃદયપરિવર્તન કરે છે, ઘરે આવીને સુરેશ રાજેશની માફી માંગે છે. રાજેશ પણ માફ કરે છે અને બધા સાથે જમે છે. રાજેશ એક ફ્લેટ ખરીદવાની વાત કરે છે પરંતુ સુરેશ માટે નહિ. પોતાના માટે સુરેશની સોસાયટીમાં. તેની બાજુ માજ. પરિવાર ક્યારેય ઉપકાર નથી કરતો એ મદદ કરે છે.