કાનુડાને પત્ર Hardik Galiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

કાનુડાને પત્ર

પૃથ્વીવાસી
એક મનુષ્ય
(સમય,તારીખ ની જરૂર નથી )



To
ગોલોક પતિ
કૃષ્ણ વાસુદેવ યાદવ
ગોલોક


વિષય : આ કળીયુગ માં જન્મતાં પેહલા ધ્યાન રાખજે કાનુડા સમય બઉ બદલાઈ ગયો છે

આ તારો પહેરવેશ આઉટડેટેડ થઈ ગયો છે , ધોતી ને ખેસ નહિ ચાલે જિન્સ - ટી શર્ટ પહેરવાની આદત પાડવી પડશે. સાજ શણગાર ને ઘરેણાં નું તો વિચારતો જ નહિ આજકાલ ચેઇન સ્નેચર હવે ધોળા દિવસે લૂંટ ચલાવે છે. મોરપંખ બધા ને ગમે છે પણ જો તું પ્રખ્યાત થઈ ગયો તો એ જ મોરપંખ ના નામે લોકો બદનામ પણ કરશે ને જાતજાતની વાતો બનાવશે ....
તારી પ્રિય એવી આ વાંસળી એ હવે નહી ચાલે હવે ગિટાર વગાડતા શીખી લેજે કેમ કે તારી વાંસળી ની ધૂન પર દોડી આવતી ગોપીઓ હવે નથી રઈ. આજ કાલની ગોપી ને વાંસળી નથી ગમતી. અને હા આ કળિયુગ ની ગોપી તને મળવા નહિ આવે તારે સામે થી જ જવું પડશે એ પણ રાધા થી છુપાઈને નહિ તો રાધા ને મનાવવી અઘરી પડશે, આ રાધા નદી કિનારે બેસી વાતો કરી કે થોડું સંગીત સાંભળીને ને નહિ માને એને કોફી , પિત્ઝા , પાસ્તા , બર્ગર વગેરે થી જ મનાવવી પડશે. હા અત્યારની ગોપી પાસે સમય નથી કે તું જ્યારે ચાહે ત્યારે મળી શકે એટલે એક સારો ફોન પણ વસાવી લેજે એટલે વિડિયો કોલ પર મળી લેવાય. ગોપીઓ ને જ્યાં ત્યાં જોવાની ચેષ્ટા નહિ કરતો કેમ કે જો એણે કેસ કરી દીધો તો તારી સાથે તારા વકીલ સિવાય કોઈ નહિ હોય તું ગમે તેટલી મેહનત કરી પણ પછી જનતા જનાર્દન કોઈ નું નહિ સાંભળે.
સવાર માં ગાયો ચરાવવા જવાની જરૂર નહિ પડે રોજે કંઇક કેટલાય ખાણ દાણ મળે છે. જોગિંગ માટે જોગર્સ પાર્ક છે ત્યાં પાંચ પાંચ કિલોમીટર દૂર થી કાર લઈ ને લોકો બે ચાર કિલોમીટર દોડવા આવે છે. તારે પણ ત્યાજ જવાનું છે.
તારું પ્રિય માખણ હવે એના માટે ચોરી કરતો નહિ કેમ કે એમાં પેહલા જેવો પ્રેમ નથી માત્ર ભેળસેળ છે. તાજુ માખણ તો ભૂલી જ જજે અને મળશે તો પણ અમુલ નું હા ફ્રીજ રાખી લેજે ઘરમાં જેથી સ્ટોક ખાલી થાય એ પેહલા જ મંગાવી લેવાય અને જોગર્સ પાર્કની બાજુ માં જ અમૂલ પાર્લર છે એટલે સવાર નો નાસ્તો તારો ત્યાં જ થઈ જશે.
તારા પરાક્રમ દેખાડવામાં સાંપ , અજગર , કે પ્રાણી પંખી ને મારવામાં ધ્યાન રાખજે મામાં ને મારીશ તો છૂટી જઈશ પણ આ Human rights ને PASA વાળા તને નઈ છોડે એમનું કામ જ છે આ જંગલો કાપવા વાળા ને નઈ પકડે, સૈનિકો પર પથ્થરમારો કરવા વાળા એને નિર્દોષ લાગે છે, સામાન્ય માણસ કંઇક ભૂલ કરશે તો વાત નું વતેસર કરશે.
મિત્રો બનાવતા પેહલા ધ્યાન રાખજે સુદામા હશે નઈ પણ ફાયદો ઉપાડવા બધા સુદામા જ બનશે ને મિત્રતા ના નામે બસ કેહવાની જ મિત્રતા રેહશેે , ઉપરથી આ રાજકારણ જો સહેજ પણ ચૂક થઈ ગઈ તો તારું પૂરું , અત્યાર નો આ માણસ અને ન્યાયતંત્ર અને તેની રાજનીતિ વર્ષોના વર્ષો વિતી જશે જો કેસ થશે તો , પછી દરેક મહિને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે.
હવે એટલી જ પ્રાર્થના છે કે આ કળીયુગ માં જન્મતાં પેહલા ધ્યાન રાખજે કાનુડા સમય બઉ બદલાઈ ગયો છે .

લી.
તારો શુભ ચિંતક
( પૃથ્વીવાસી )