પુનર્જન્મ - 10 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 10

પુનર્જન્મ 10

રેસ્ટોરન્ટના ટેબલ પર બરાબર દસ વાગે અનિકેત હાજર થઈ ગયો હતો. શિસ્ત વગરનું જીવન સફળ થતું નથી એવું એ માનતો હતો. અને સમયપાલન એ શિસ્તનો એક ભાગ જ છે. પછી મનમાં વિચાર આવ્યો કે શિસ્ત રાખવા થી પોતે સફળ થયો છે ?
વેઈટર બાજુમાં આવીને ઉભો રહ્યો. એણે કોફી અને સેન્ડવિચનો ઓર્ડર આપ્યો. સવા દસ વાગે સચદેવા આવ્યો.
' સોરી , હું થોડો લેઈટ થઈ ગયો.'
' ડોન્ટવરી , ઇટ્સ ઓકે. '
અનિકેત જાણતો હતો કે પોતે જે કામ લઈને બેઠો છે એમાં ધીરજ એ અગત્યનો ગુણ છે. અકળાવાથી કામ થતું નથી. વેઈટર આવ્યો. સચદેવા એ એનો ઓર્ડર આપ્યો.
' મોનિકા મેડમ ફોરેન થી આવી ગયા છે. '
કોફીનો મગ હાથમાં લઇ અનિકેત સચદેવાની સામે જોઈ રહ્યો.
' ત્રણ દિવસ પછી સ્ટેજ શો છે જેમાં એ પરફોર્મ કરશે. તમારે શો જોવો હોય તો ટીકીટ આપું. '
' શ્યોર , હું આવીશ.'
' બે ટીકીટ ચાલશે? '
' યસ ઇટ્સ ઓકે. વધુની જરૂર નહીં પડે પણ જરૂર હશે તો મેસેજ કરીશ.'
સચદેવા એ બે ટીકીટ મૂકેલું એક કવર અનિકેત સામે મુક્યું. અનિકેતે એ કવર ગજવામાં મુક્યું.
' મોનિકા મેડમ આવી ગયા છે એટલે તમારું કામ તમે ચાલુ કરી શકો છો. આઈ મીન તમે એમના ઓળખીતા થવા માંગતા હોવ તો ઓળખાણ વધારી શકો છો. જો એના માટે અમારી કોઈ જરૂર હોય તો કહેજો. અને જો તમે અજાણ્યા બની કામ કરવા માંગતા હોવ તો અલગ વાત છે. ચોઇસ ઇઝ યોર્સ.'
' હું વિચારીશ. '
સચદેવા એ એક બીજું કવર ટેબલ પર મુક્યું.
' આ કવરમાં એમનું શિડયુલ અને બીજી વિગતો છે. જોઈ લેજો. કોઈના હાથમાં ના આવે.'
અનિકેતે કવર લઈ એક નાનકડી બેગમાં મુક્યું.
વેઈટર બિલ ટ્રે માં લઈ ને આવ્યો. સચદેવા એ બિલ ચૂક્વ્યુ. અનિકેત પાર્કિંગમાં રાખેલી જીપમાં ચાવી ભરાવતો હતો અને સચદેવા આવ્યો.
' નાઇસ જીપ. '
' થેન્ક્સ.'
' નાઇસ ટુ મીટ યુ. '
અનિકેતે હાથ મિલાવ્યા અને જીપ પાર્કિંગ માંથી બહાર કાઢી.

*************************

અનિકેત હોટલ સાનિધ્ય પર ગયો. ઘનશ્યામ અને મોહન મળ્યા. જમી ને એ બહાર નીકળ્યો. જેલ માંથી લાવેલ લિસ્ટ પરથી તૈયાર કરેલ લિસ્ટ પર નજર નાંખી અને રવાના થયો.

*************************

ઘરે આવ્યો ત્યારે રાતના દસ વાગ્યા હતા. જીપનો અવાજ સાંભળી મગન બહાર આવ્યો. અનિકેતે ખડકીનું તાળું ખોલ્યું ત્યાં સુધી મગન બાજુમાં ઉભો રહ્યો.
અનિકેત ફ્રેશ થઈ ખાટલા કેટલાક કાગળો અને સચદેવાએ આપેલ કવર લઈને બેઠો. આજના દિવસના કામ પર નજર નાંખી. ત્રણ માણસ કામના હતા. તેમની વિગતો નોટ કરી.બે જગાએ ઓફીસ જોઈ હતી. તે નોટ કર્યું. અને સચદેવાએ આપેલ કવર ખોલ્યું. એક કવરમાં બે ટીકીટ હતી. કોઈ ફંક્શનની ટીકીટ હતી. ત્રણ દિવસ પછી સાંજે સાતથી દસ. સમય મગજમાં ફિટ કર્યો અને બીજું કવર ખોલતી વખતે ગૂગલ પર સર્ચ કર્યું મોનિકા રોય. સુધીર....
કેટલાક વિડીયો અને મોનિકા સુધીર ની કેટલીક વિગતોની લિન્ક સામે આવી. સુધીરના ભૂતકાળ વિશે કોઈ ખાસ વિગત ન હતી. ફક્ત એટલી જ માહિતી હતી કે એ એક સ્ટ્રગલ કરતો કલાકાર હતો. મોનિકા પણ એડ ફિલ્મ અને સ્ટેજ પર કામ કરતી હતી. થોડા પરિચય પછી ચાર વર્ષ પહેલાં મોનિકા એ એની સાથે લગ્ન કર્યા. સ્ટ્રગલ છતાં સુધીર ને ફિલ્મ લાઈનમાં ખાસ સફળતા મળી નહતી. મોનિકા જગન્નાથ રોયની એક માત્ર દીકરી હતી. માતા નાનપણમાં જ મૃત્યુ પામી હતી અને મોનિકા 20 વર્ષની થઈ ત્યારે પિતાનું પણ અવસાન થયું અને એ જગન્નાથ ની ત્રણ મિલો , ચાર ફેકરીઓ અને બે ઈમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીની માલિક બની. લગ્ન પછી સગા કહી શકાય એવો એક માત્ર સુધીર જ હતો. અનિકેતે મગજમાં કેટલીક વાતો ગોઠવવાની કોશિશ કરી. અને સચદેવા એ આપેલું બીજું કવર ખોલ્યું.
એક કાગળમાં મોનિકા નું શિડયુલ હતું. બીજા એક કાગળમાં મોનિકાની બીજી વિગતો હતી. બધી વિગતો અને એનું શિડયુલ ધ્યાનથી વાંચ્યું અને મગજમાં ફિટ કર્યું. એના શિડયુલને યાદ રાખ્યું. સવારે છ વાગે ઉઠી. સાત થી આઠ ફાર્મ હાઉસ માં જ કસરત, દસ વાગે ઓફીસ જવા રવાના, રસ્તામાં મહાદેવના મંદિરે દર્શન, સાંજે સાડા પાંચ વાગે ઘરે પરત. શનિ રવિ ઓફીસમાં રજા. એ દિવસોમાં એડ કે સ્ટેજ શો કે અન્ય કાર્યક્રમ જે અલગ અલગ હોય છે. એ પ્રોગ્રામ જેમ શક્ય હોય તેમ અનિકેત ને જણાવવા માં આવશે.
મોનિકાના ત્રણ મેકઅપ વાળા ફોટા હતા. ત્રણ મેકઅપ વગરના ફોટા હતા. અનિકેતે એના ફોટા હાથમાં લીધા. કોઈ એક્ટ્રેસ જેવી લાગતી હતી. મનમાં વિચાર આવ્યો. સુંદર, ખૂબ જ સુંદર. એક્ટ્રેસ હશે તો બોલ્ડ પણ હશે. અને બોલ્ડ હશે તો લગ્ન પહેલા પ્રેમસંબંધ પણ હશે. કદાચ લગ્ન પછી પણ હોય. અભિનેત્રી વિશેના ખ્યાલ મગજ પર તરવા લાગ્યા. શુટિંગના ઈન્ડોર આઉટડોરનો માહોલ નજર સમક્ષ આવ્યો.

એના ગોરા , માંસલ હાથના કોમળ હાથની આંગળી પરની વીંટી એના હાથને મોહક બનાવતી હતી. અનિકેતે એના હાથ પર હાથ મુક્યો. એણે અનિકેત સામે જોયું અને ચોપડા ભેગા કરી એના ઘરે ચાલી ગઈ. અનિકેતને સ્નેહા નું વર્તન સમજાયું નહીં. આજે એ દાખલા શીખવા બેઠી હતી.છેલ્લા બે વર્ષથી દાખલા શીખવા બેસતી હતી.એના શરીરનો આછેરો સ્પર્શ ક્યારેક થતો પરંતુ ક્યારેય આવી રીતે એને પકડવાનો પ્રયત્ન કર્યો નહતો.બે વર્ષના સબંધ પછી , છ મહિનાથી હિંમત એકઠી કરતો અનિકેત માંડ આજે એના હાથ પર હાથ મૂકી શક્યો હતો. અને એ તોફાની સામે જોયા વગર ચાલી ગઈ.

રાતના બાર વાગ્યા. પણ એનો મેસેજના આવ્યો. ના એનો કોલ આવ્યો. એનો કોલ આવતો ત્યારે અનિકેત ગભરાતો. પણ આજે એ એના કોલની રાહ જોઈને બેઠો હતો. મન થયું હું કોલ કરું. પણ ડર લાગ્યો. આજે એને ખબર પડી સ્નેહા વગર એ અધુરો હતો , આજે ખબર પડી એ સ્નેહા ને ચાહતો હતો , આજે એને ખબર પડી સ્નેહા વગર જીવી શકે તેમ ન હતો. એ ખાટલામાં પડખા ઘસતો રહ્યો. એક વાગે એનો મેસેજ આવ્યો. ગુસ્સા માં લાલચોળ સિમ્બોલનો.
અનિકેતે મેસેજ કર્યો: ' સોરી.'
એણે સામે કોઈ રિપલાઈ ના આપ્યો.
દસ મિનિટ દસ કલાક જેટલી લાંબી લાગી. અનિકેતે ફરી મેસેજ કર્યો ' સોરી.
' એણે જવાબ લખ્યો:' તો?'
અનિકેતે હિંમત એકઠી કરી લખ્યું:' આઈ લવ યુ સ્નેહા... '
એણે લખ્યું:' હાથ પકડવો હોય તો ઘોડે ચડીને આવો.'
' એટલી રાહ જોવાની. '
' હા. '
' બાપ રે. '
' એમાં શું બાપ રે. હિંમત હોય તો બોલો કાલે જ કરી લઈએ. '
' ઉંમર ખબર છે ? '
' તો શું થઈ ગયું. '
' એવું લાગે છે તું મને જેલમાં મોકલીશ. '
' એવો સમય આવશે તો હું જેલમાં જઈશ. તમને નહિ મોકલું. '

અનિકેત પડખું ફર્યો. જાણે આ હજુ ગઈ કાલની જ વાત હતી.ના... ના... સાત વર્ષ તો જેલ માં કાઢ્યા. ક્યાંથી ગઈ કાલની વાત હોય.સાત વર્ષ.. એણે એકલાએ...

( ક્રમશ : )