ભૂલ તો થાય.. DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

ભૂલ તો થાય..

ભૂલ તો થાય....

નવવધૂના રૂપમાં લાલ રંગની ચોલી-ચૂંદડીમાંમાં સજ્જ દિવ્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આમ જોવા જઈએ તો કુદરતે તેને ખૂબસૂરત ચેહરો આપેલ આ તેનું તં પણ નાજુક દેખાવડું એટલે સુંદર તો હતી, અને તેમાં આજે લગ્નના શુભ પ્રસંગને અનુરૂપ તેમાં બૂતીપાર્લર અને બ્રાઈડલના મેકઅપને કારણે વધુ સુંદર દેખાઈ રહેલ હતી. આ બધું હતું તેમ છતાં તેના ચેહરા પ્ર કઈક વાંકુર્તા છુપાયેલી જણાઈ આવતી હતી. તેની નજર તેના આજના સભારંભમાં આવી રહેલ મહેમાનો પ્ર હતી. તેની નજર ભારે ઉત્સુક્તાથી કોઈ ખાસ વ્યક્તિના આવવાની રાહ જોઈ રહેલ હોય તેમ સ્પષ્ટ જબાઈ આવતું હતું.

દિવ્યાને આ પ્રકારે પરેશાન વ્યાકુળ જોઈ વીર તેની પાસે જઈ તેનો હાથ પકડી બોલ્યો, “દિવ્યા શું વાત છે, બધુ બરાબર છે ને ?”

દિવ્યા તેના મુખ ઉપર ફિક્કા હાસ્ય સાથે બોલી, “હા, વીર બધુ બરાબર છે, કંઈ નથી, થોડો થાક વધુ લાગેલ છે.”

આ સાંભળી વીરે કહ્યું, “ ઓકે, કાર્યક્રમ તો હજુ મોડા સુધી ચાલશે. જો તારે થોડો સમય આરામ કરવો હોય તો, ઉપર જઈ રૂમમાં આરામ કર તેમાં કઈ વાંધો નહિ.

વીરના આ પ્રમાણે કહેવાથી દિવ્યા તેના રૂમમાં ગઈ અમે તુરંત તેના મોબાઇલ પર કોઈ નંબર ડાયલ કરવા લાગી. તેણે કરેલ નંબર પર રીંગ વાગી રહી હતી, તેનો અવાજ તે સાંભળી શકતી હતી પરંતુ સામેથી ફોન કોઈ રીસીવ કરતું ન હતું. આને પરિણામે દુઃખી થઈ દિવ્યા તેના રૂમમાં સોફા ઉપર બેસી ગઈ.

તેને કાન્તા કાકી ને યાદ આવવા લાગી. આજે જે કાંઈ થઇ રહેલ છે તે તેમના કારણે થઈ રહેલો હતું. તે પોતે તો જ્યારે શહેરમાં આવી ત્યારે શહેરની ભારે ધમાલવાળી જિંદગીથી બિલકુલ અજાણ હતી. આજે કાન્તા કાકી ને કારણે આ સ્થિતિમાં હતી. બાકી જો તે સમયે તેમણે મદદ ન કરી હોત તો, તેની જિંદગી ભારે દોજખ પરિસ્થિતિમાં સપડાઈ ગયેલ હોત. પરંતુ કાન્તાકાકીએ તેને બચાવી લીધેલ હતી.

આજે તેનો પ્રેમ વીર તેની સાથે છે તે પણ કાન્તાકાકીને પરિણામે જ છે. પરંતુ હજી સુધી તે આવ્યા કેમ નહીં ? તેની નજરો તેમની રાહ જોઈ રહી હતી. તેમણે વચન આપ્યું હતું કે હું અને તારા કાકા અમે બંને સાથે તારા લગ્નના સમારંભમાં ચોક્કસ આવીશું.

આ બધું વિચારતી વિચારતી દિવ્યા તેના ભૂતકાળમાં ચાલી ગઈ. પોતાના પરિવાર સાથે જીદ કરીને અભ્યાસ માટેના ઇરાદાથી સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લાના છેવાડાના ગામ એવા કુકરવાડા થી અમદાવાદમાં આવેલ હતી.

અહીંથી તેની યુનિવર્સિટીમાં આવી અહીંયાની કોલેજમાં તેણે જે જોયું તેનાથી તે ભારે આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઇ હતી. અહીંયા બધા છોકરા છોકરીઓ કોઈપણ જાતની રોકટોક વગર તેમની રીતે બિન્દાસ એકબીજાની સાથે હરતા ફરતા જોઈને તેને નવાઈ લાગતી હતી. કારણ આ પ્રકારનું જીવન તેણે તેના કામમાં ક્યારેય જોયું ન હતું. અહીંયા તો કોઇ એક બિજાને રોકવા-ટોકવા વાળું હતું જ નહીં. જેને જે રીતે જિંદગી જીવવી હોય તે રીતે બિન્દાસ જિંદગી જીવી રહેલ હતા.

દિવ્યા પોતે પણ આ પ્રકારની આઝાદી વાળી જીંદગી જીવવા તૈયાર થયેલ હતી.

બીજી બાજુ તેના ગામમાં તો તેના દાદા-દાદી, માતા-પિતા, કાકા કાકી, ભાઈ બહેન પણ તેના પર રોક-ટોક લગાવવા તૈયાર હતા. નાની મોટી વાતોમાં બધાની મંજૂરી લેવાની જરૂરત રહેતી હતી. પરંતુ અહીંયાં પરિસ્થિતિ સાવ જુદી જ હતી. અહીંયા હવે તે એકલી હતી.

અહીંયા તે પોતાની મરજીની માલિક હતી. તે બધું કરી શકતી હતી, જે તેને કરવાની ઈચ્છા હોય તે તમામ કામ તે કરી શકતી હતી કારણ હવે તેને રોકવા-ટોકવા વાળું અમદાવાદમાં કોઈ હતું જ નહીં.

અમદાવાદમાં આવ્યા બાદ દિવ્યા પોતાના જે અભ્યાસ માટે લક્ષ્ય લઈને આવી હતી, તે કદાચ તેને યાદ રહ્યું નહોતું. અને અહીંયાની સ્વચ્છંદી ઝાક-ઝમારભરી જિંદગીમાં તેં ખોવાઈ ગઈ હતી. તે હોસ્ટેલમાં પોતાની રૂમ પાર્ટનર દીપ્તિ ની સાથે જિંદગીની મજાના સ્વાદ ચાખવા લાગી ગયેલ હતી.

દીપ્તિ તેના કરતા એક વર્ષ સીનિયર હતી. અને બધી જ બાબતોમાં તે સ્માર્ટ અને ચબરાક હતી. તેનો મુખ્ય ધ્યેય માલેતુજાર છોકરાઓને પોતાની લાક્ષણિક મારકણી અદાઓમાં કેવી રીતે ફસાવવા અને કેવી રીતે તેમની પાસેથી ખર્ચો કરાવવો તેમાંથી ભારે પાવરધી અને હોશિયાર થઈ ગયેલ હતી.

આ બધી બાબતોમાં દીપ્તિ બહુ જ ચતુર અને હોશિયાર નથી પરંતુ દિવ્યા, દીપ્તિની આ બધી બાબતોથી સાવ અજાણ હતી.

દિવ્યા પણ કોઇ પ્રકારની સમજણ વગર કોલેજમાં ફક્ત દેખાડો કરવા માટે અને પોતાને કંઈક રોલ મોડલ છે એમ સિદ્ધ કરવા માટે પૈસા ખર્ચ કરવા લાગેલ હતી. તેને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે, એક મધ્યમ વર્ગ અને સંયુક્ત પરિવારમાંથી આવી રહેલ છે. જ્યાં પૈસાનો ખર્ચ હિસાબથી કરવામાં આવતો હોય છે.

તે પોતે તેના ઘરની તમામ પરિસ્થિતિથી વાકેફ હતી. આમ છતાં દિવ્યા, દીપ્તિની સંગતને પરિણામે તેના રંગમાં લાગી ગઈ હતી. બસ અત્યાર સુધીમાં તે ફક્ત સિગારેટ અને દારૂમાં બાકી રહેલ હતી. કોણ દીપ્તિ તો તેની રીતે બિન્દાસ પણે સિગારેટ નો ઉપયોગ કરતી હતી. દિવ્યા ને પણ ક્યારેક તો દીપ્તિના સિગારેટ- શરાબના સેવન પછી તેને જે રીતે જોતી હતી તે જોઈ તેને પણ ક્યારેક ઈચ્છા થઈ જતી હતી. આમ છતાં તે કરી શકતી ન હતી. આ વખત તો આવ્યો હતો કે, તેને તેના કુટુંબ દ્વારા માસિક નિયમિત જે રૂપિયા મોકલવામાં આવતા હતા તે તેના સ્વચ્છંદીપણાના ખર્ચાને કારણે પૂરા થઈ ગયેલ હતા. તેણે ગામડે તેની માતા સાથે આ બાબતે વાત કરી તો તેની માતાએ કહ્યું કે દિવ્યા તને જે દર માસે જે રકમ મોકલવામાં આવે છે તેમાં તારો ખર્ચો પૂરો થાય તેમ ગોઠવણ કર. નહીં તો ના છુટકે અમારે તને ગામડે પડો તો બોલાવી લેવી પડશે.

તેની માતા વધુ કંઈ કહેવાની ઈચ્છા રાખતી હતી, પરંતુ તે કંઈ કહે તે પહેલાં જ દિવ્યાએ તેની માતા નો ફોન મૂકી દીધો. અને હોસ્ટેલમાં તેના રૂમમાં આવી ગઈ. આવીને જોયું તો રૂમમાં તેની પાર્ટનર દીપ્તિ તેનો સામાન પેક કરી રહી હતી અને ક્યાંક જવાની તૈયારી કરી રહી હતી. આ જોઈ દિવ્યા એ કહ્યું, ‘ ક્યાંક જઈ રહી છું તું ?’

દીપ્તિ હસતા હસતા પોતાના હાથથી તેની લાક્ષણિક અદામાં જવાબ આપ્યો, ‘હા, જઈ રહી છું મજા કરવા.’

દિવ્યા આશ્ચર્ય સાથે દીપ્તિને જોવા લાગી. ત્યારે જ દીપ્તિ સિગારેટના કશ લેતા લેતા બોલી, ‘ના સમજી મમ્મી ભોળી દીકરી, હું સુહાગની પાસે જાઉં છું. હવે અમે બંને સાથે રહીશું. તેના પિતા પાસે તો બહુ જ રૂપિયા છે, તેને વાપરવા માંતે કોઈક તો જોઈએ ને, તેથી હું જઈ રહી છું, અને આમેય સુહાગ મારી ઉપર બહુજ ફીદા છે.’

આ સાંભળતા જ દિવ્યા બોલી, ‘પણ...., દીપ્તિ તેને વચમાં બોલતા રોકીને બોલી, પણ શું ? મારી બેસ્ટ મિત્ર, મને ખબર છે કેઉં શું કરી રહી છું. જો મારું માનું તો તું પણ આ હોસ્ટેલ નું જીવન છોડી દે અને ખાનગીમાં પીજીમાં રહેવા ક્યાક ચાલી જા. પછી બિન્દાસ પોતાની મરજી મુજબ જ રહેવાનું જ્યારે આવીએ જઈએ કોઈ રોક-ટોક નહીં. બિન્દાસ તારી રીતે વીરની સાથે રહી શકીશ. ચાલ બસ, હું જાઉં છું. ફરી મળીએ છે. આમ કહીને દીપ્તિ પ્રેમી મારકણી અદાઓમા જ ત્યાંથી ચાલી નીકળી.

દીપ્તિ ના હોસ્ટેલમાંથી ચાલ્યા ગયા બાદ દિવ્યા પણ થોડાક જ દિવસોમાં કાંતાબેનને ત્યાં પીજીમાં રહેવા આવી ગયેલ હતી.

અહીંયા આવ્યા પછી ખબર પડી કે, અહીંયા રહેવું એટલું સરળ નથી. લોકો કાંતાબેનની બાબતમાં અનેક પ્રકારની જુદી જુદી વાતો કરતા રહેતા હતા. કોઈ તેમને ખડૂસ, કોઈ પાગલ, તો કોઈએ એમનું નામ સીસીટીવી પણ પાડેલ હતું. કારણ કે તેમની નજરોમાંથી છુપાવવું બિલકુલ નામુંકીન હતું. આજુબાજુની સ્ત્રીઓ તેમની સાથે વાત કરવામાં પણ ડરતી હતી.

કાંતાબેન કે જેઓને બધા કાન્તાકાકીના હુલામણા નામથી સંબોધન કરતા હતા. કાન્તાકાકીની પીજીમાં આવેલ છોકરીઓની વધુ પડતી રોકટોક ને કારણે વધુ સમય કોઈ છોકરી ત્યાં ટકતી ન હતી. પરંતુ અહીંયાં હવે દિવ્યાની તો મજબૂરી હતી. કારણ તે હોસ્ટેલ છોડીને આવી હતી.અને સૌથી મોટી વાત તો એ હતી કે, કાન્તાકાકી રૂમનું ભાડું બીજા બધા કરતા ઓછું લેતા હતા, વધુમાં અહીંયાથી કોલેજ પણ નજીક હતી જેને કારણે રીક્ષા કે બસ ભાડાનો ખર્ચો થતો નહોતો. અને સાથોસાથ મોટી વાત એ હતી કે કાન્તાકાકીના હાથમાં એવો જાદુ હતો કે, તેઓ જમવાનું બહુ સ્વાદિષ્ટ બનાવતા હતા. અને તેમની રસોઈમાં તમે ઘરે માના હાથની રસોઈ ખાતા હો તે આસ્વાદ આવતો હતો.

બધું બરાબર હતું પરંતુ કાન્તાકાકીની રોક-ટોક જરૂર કરતા વધુ હતી. વધારે પડતાં હસ્તક્ષેપને કારણે દિવ્યા અકડાઈ રહેલ હતી.અને તેના વીરની સાથે એવો સમય પણ પસાર કરી ન રહી હતી જેવું તેણે તેના મનમાં વિચારેલ હતું.

કાન્તાકાકીની રોક-ટોક બાબતમાં જ્યારે દિવ્યાએ વીરની સાથે વાત કરી તો, વીરે પણ કહ્યું કે, જો કાન્તાકાકી થોડે ઘણે અંશે કડક હોય તો વાંધો શું છે ? તે અંતે તો તારા સારા માટે જ કરે છે ને, એકાદ-બે વર્ષમાં મારું પ્રમોશન થઇ જશે અને પછી કંપની દ્વારા મને મકાન પણ મળશે અને ત્યાં સુધીમાં તારો અભ્યાસ પૂરો થઈ જશે. પછી આપણે લગ્ન કરી ત્યાં સાથે રહેવા જતા રહીશું.

વીરની આ પ્રકારની વાત જાણી દિવ્યાતો સ્તબ્ધ થઈ ગઈ હતી. તે તો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી જ નહોતી. તે તો ફક્ત વીરને પોતાની માયાજાળમાં ફસાવીને ફક્ત અને ફક્ત પૈસાને કારણે બંધાઇ રહેલ હતી. અને તે પણ દીપ્તિના કહેવાના કારણે તેણે સંબંધો બાંધેલ હતો પણ હવે તો વીર તેની સાથે લગ્ન કરવાનું મનમાં વિચારી રહેલ છે આ સાંભળી દિવ્યા મનમાં ને મનમાં ઉચાટ અનુભવી રહેલ હતી.

આ બધા વિચારોમાં દિવ્યા ઘરે પહોંચી તો તેણે જોયું તો કાન્તાકાકી અને કાકા ક્યાંક બહાર જવાની તૈયારી કરી રહેલ હતા. તેને જોતા જ કાન્તાકાકી બોલ્યા,’ દિવ્યા બેટા, હું અને તારા કાકા એક લગ્નમાં જઈએ છીએ આવતીકાલે રાત સુધીમાં પરત આવી જઈશું. તું તારું પોતાનું અને ઘરનું બરાબર ધ્યાન રાખજે. રાત્રે સૂવાના સમયે દરવાજો વ્યવસ્થિત રીતે બંધ કરીને સુઈ જજે, આમ સૂચના આપી બંને જણા ચાલ્યા ગયા.

મનમાં ને મનમાં બેબાકળી બની ગયેલ દિવ્યાને કાંઈ કરતાં કાંઈ સૂઝતું ન હતું. કે તે શું કરે? ત્યાં જ દિપ્તી નો ફોન આવ્યો.

દિવ્યા એને બધી જ વાતો ફોન ઉપર જણાવી આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો રસ્તો પૂછી રહી હતી. દીપ્તિએ કહ્યું તું કોઈ પણ ચિંતા ના કર, આજે રાત્રે હું તારી રૂમ ઉપર આવું છું. આપણે બંને સાથે પાર્ટી કરીએ અને વિચારીએ કે આગળ હવે શું કરવું.

દિવ્યા ને ઈચ્છા ન હતી કે, દીપ્તિ તેને ત્યાં આવે, પરંતુ તેને ન આવવા માટે તે કહી શકતી ન હતી. દીપ્તિ શરાબ અને સિગારેટ તથા બે ચીઝ પિઝા લઈને દિવ્યાની રૂમ પર પહોંચી.

દીપ્તિને આ બધું લાવેલું જોઈને, દિવ્યા અકળાઈ ઉઠી અને બોલી, ‘ તું આ બધું શું લઈને આવી છું ?’ કાન્તાકાકીને જો ખબર પડી જશે તો મને કાઢી મૂકશે.

‘અરે યાર, શું કામ ગભરાવું છું, કોઈને કાંઈ ખબર પડવાની નથી. અને એમેય તારી કાકી તો કાલે રાત્રે આવવાની છે ને ?’ આમ કહી દીપ્તિ એક ગ્લાસમાં શરાબ અને સાથે સિગારેટની લહેજત માણવાની ચાલુ થઈ ગઈ.

આ બધા વચ્ચે દિવ્યા વીરની જણાવેલ બાબતો અંગે પરેશાન હતી. અને તેમાં તે પણ સિગારેટ લઇ તેની લહેજત માણવા લાગી. ત્યાંજ દીપ્તિએ તેના પાકીટમાંથી એક નાની પડીકી કાઢીને દિવ્યાને આપતા કહ્યું,ળે આ લેવાનો પ્રયત્ન કર, આ જાદુઈ પડીકી છે. આને લેતા જ તારી બધી તકલીફ તારા મગજમાંથી દૂર થઈ જશે.

આ વાત સાંભળીને દિવ્યા એ તો તરત જ એ પડીકી ખોલીને લઈ લીધી. થોડા સમય પછી તે બેહોશ થવા લાગી. આ જોઈ તેને એ જ હાલતમાં છોડી ને દીપ્તિ ત્યાંથી ચાલી નીકળી હતી.

જ્યારે દિવ્યા ભાનમાં આવી તો તેને ખ્યાલ આવ્યો કે તે હોસ્પિટલના પલંગ પરથી. જ્યાં તેની સામેના ટેબલ ઉપર કાન્તાકાકી મોટી આંખો કાઢીને બેઠેલા હતા અને કાકા ડોક્ટર સાથે કંઈક વાતો કરી રહેલ હતા.

દિવ્યા ભાનમાં આવેલ જોઈ, કાન્તાકાકી તે બેઠેલા હતા ટેબલ પરથી ઉભા થઇ આવી દિવ્યાના કપાળ ઉપર વહાલથી ચુંબન કર્યું. દિવ્યા પુષ્કળ પ્રમાણમાં ગભરાયેલી હતી. કાન્તાકાકીની સામે જોવા લાગી. ત્યાં જ કાન્તાકાકીએ દિવ્યા નો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, બેટા, લગ્નમાં પહોંચ્યા પછી મેં રાત્રે અનેક વખત તને ફોન કરેલો હતો. પરંતુ કોઈ જવાબ ન મળવાને કારણે ડરના માર્યા અમે તે જ સમયે ઘરે પરત આવી ગયા. અહીંયા આવીને જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો, અને તુ બેહોશ પડેલ હતી. અને રૂમમાં શરાબની બોટલ, સિગારેટના ઠૂંઠા અને ડ્રગ્સનું પેકેટ પડ્યું હતું. આ બધું જોઈ અમને ખ્યાલ આવી ગયેલ હતો કે તારી સાથે કોઈ અઘટીત બિના બની ગયેલ છે.

પછી થોડીવાર રહી કાન્તાકાકી ધીમે રહી બોલ્યા, ‘ તમે બધા એમ વિચારતા હશો કે, હું આટલી બધી ખડૂસ કડક કેમ છું ? બસ આજે તને ખ્યાલ આવી ગયો હશે કે હું આટલા માટે જ કડક છું. કારણ આ ડ્રગ્સના રવાડે મેં મારા દીકરાને ગુમાવી નાખેલ છે. ‘

‘અને હા, મારા મનમાં એક પ્રકારનું ખુન્નસ છે કે, કોઈ માતા-પિતા પોતાના દીકરા-દીકરીને આ કારણથી ગુમાવી ન બેસે. મારો દીકરો પણ તારી જેમ કેટલાય સપનાઓ સાથે અભ્યાસ કરવા મુંબઈ ગયેલ હતો. પરંતુ ત્યાં જઈ ખોટી સંગતને કારણે ડ્રગ્સના રવાડે ચડી ગયો, ત્યાં તેને રોકટોક કરવા વાળું કોઈ ન હતું.

એક વખત આખું અઠવાડિયું પસાર થઈ ગયું. આમ છતાં તેના તરફથી કોઈ ફોન આવ્યો ન હતો. અને અમે ફોન કરીએ તો તે ઉપાડતો ન હતો. જેને કારણે કંટાળીને અમે સીધા તેની પાસે પહોંચી ગયા, અને જઈને જોયું તો તેને ડ્રગ્સ વધુ પ્રમાણમાં લઈ લીધેલ હતું, અને છેલ્લા એક અઠવાડિયાથી તેને રૂમમાં બેહોશ પડેલ હતો. તેને જોવાવાળું પણ કોઈ ન હતું. એ જ હાલતમાં તેને અહીંયાં લઈ આવ્યા ઘણી બધી દવાઓ કરાવી તેમ છતાં અમે તેને બચાવી ન શક્યા તેનો હજી પણ આજે અફસોસ છે.

આ બધું કહેતા કહેતા કાન્તાકાકીની આંખોમાં આંસુ આવી ગયા. આ જોઈ દિવ્યાની આંખો પણ ભરાઇ આવી અને આજે તે અહેસાસ કરી રહેલ હતી કે ભલે કાન્તાકાકીએ તેને જન્મ નથી આપ્યો પરંતુ આજે માની ગરજ તેમણે સારી છે.

કાન્તાકાકી એ કહ્યું, વધુ પડતા ડ્રગ્સને કારણે તું બેહોશ થઈ ગઈ હતી આજે બે દિવસો બાદ તુ ભાનમાં આવેલ છે.

આ બધું સાંભળી દિવ્યાની આંખો શરમથી ઝુકી ગયેલ હતી. તે જ સમયે કાન્તાકાકી બોલ્યા, ‘બેટા ભૂલ તો બધા થી થતી હોય છે પરંતુ તે ભૂલમાંથી સબક લઈ આગળ વધવાનું હોય છે. અને જીવનમાં સમજદારી અને હોશિયારીથી આગળ વધીને સમયને સુધારી દેવાનો હોય છે.’

પછી કાન્તાકાકી હસતા હસતા બોલ્યા, જો બેટા વીર એક સારો છોકરો છે. અને તને તે પ્રેમ પણ કરે છે અને તું પણ તેને પ્રેમ કરું છું એમ મારું માનવું છે. નહીં તો આટલા લાંબા સમયમાં તું પણ દીપ્તિની જેમ બીજા અનેક મિત્રો બદલી શકી હોત.

વીર તરફથી કેટલી વાર તને ફોન કરેલ હતો. અમે તેને જણાવેલ હતું કે તું અમારી સાથે લગ્નમાં આવેલ છે અને તુ લગ્નના બીજા કામમાં વ્યસ્ત છે. તેમ કઈ વાત કરાવેલ ન હતી.

દરવાજા પર અવાજથી દિવ્યા એકદમ ચોંકી ગઈ અને પાછી વર્તમાનમાં આવી ગઈ. દરવાજો ખોલતા જ સામે કાન્તાકાકી અને કાકા ઊભા રહેલ હતા. તેમને જોતાં જ દિવ્યા એકદમ ખુશ થઈ ગઈ અને કાન્તાકાકીને વળગીને રડી રહી હતી. તેને શાંત રાખતા કાન્તાકાકી બોલ્યા, “બેટા રડવાનું નથી, તું હવે સારી એન્જીનીયર પણ થઇ ગયેલ છે અને સફળતાના શિખર સર કરી દીધેલ છે. જે જોવા તું આ મહાનગરી માં આવેલ હતી. આજે તારે માટે અને અમારે માટે પણ અત્યંત ખુશીનો દિવસ છે. હવે આંસુ બંધ કર અને ચાલ વીર અને બીજા બધા પાર્ટીમાં નીચે તારી રાહ જોઈ રહેલ છે.

Dipak Chitnis(DMC) dchitnis3@gmail.com