રિયુનિયન - (ભાગ 1) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

રિયુનિયન - (ભાગ 1)

રીયુનિયન


રીયુનિયન એટલે એવો સમય જ્યાં સ્કૂલ ના દોસ્તો ઘણા વર્ષો પછી એક સાથે થોડાક દિવસો પસાર કરે ....


રીયુનિયન શબ્દ સાંભળીને બધાને પોતપોતાના સ્કૂલ ના દિવસો યાદ આવી જાય છે....સ્કૂલ ની યાદો જ એવી હોય છે જે ક્યારેય ભુલાતી જ નથી ...
એવું પણ નથી કે સ્કૂલ ની યાદો સારી જ હોય....કોઈક વિધાર્થી ની યાદો ખરાબ પણ હોઈ .....
જે જીવનમાં હમેશા યાદ રહે છે.....

આજે હું કંઇક એવી જ સ્કૂલ ની વાત કરવા જઈ રહી છું જેને તમે પણ ક્યાંક ને ક્યાંક જીવ્યા હશો .....અને હું પણ જીવી છું ..
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ધોરણ દસ પૂરું થયું એના સાત વર્ષ પછી.....

આજે ઘણું બધું બદલાઈ ગયેલું હતું....દસમા ધોરણ ના વિદ્યાર્થી આજે મોટા થઈ ગયા હતા....કહેવા જઈએ તો ખૂબ જ મોટા....

કોઈક ભણવાનું પૂરું કરીને નોકરી ની શોધ કરી રહ્યા હતા ....
કોઈક ના લગ્ન થઈ ગયા હતા એટલે એનો પરિવાર સંભાળી રહ્યા હતા...
કોઈક ના લગ્ન એના સ્કૂલ ના પ્રેમી સાથે થયા હતા એટલે એ એના જીવનમાં ખૂબ જ ખુશ હતા.....
જે સ્કૂલ માં બિંદાસ થઈને ફરતા હતા એ આજે એના પરિવાર ને લઈને સિરિયસ થઈ ગયા હતા....
એકબીજા મિત્રો ને મળવાનો સમય પણ કોઈ પાસે ન હતો...

બધાની ઘરે રીયુનિયનનું ઇન્વિટેશન આવી ગયું હતું ..... આ ઇન્વિટેશન કોણે મોકલ્યું છે એની જાણ કોઈને ન હતી ....પરંતુ બધાના ચહેરા ઉપર ખુશી લાવવા માટેનું કામ આ એક કાગળે જ કરી નાખ્યું હતું ....

રીયુનિયનનું આયોજન સ્કૂલની નજીક આવેલા એક ખાલી ઘર જે ઘનશ્યામ ભાઈ નું હતું ત્યાં રાખવામાં આવ્યું હતું....

આ ઘનશ્યામ ભાઈ ના ઘરથી બધા અજાણ્યા ન હતા એની સાથે પણ સારી એવી યાદ જોડાયેલી હતી બધાની....

ઘનશ્યામ ભાઈ નું ઘર ખાલી જ રહેતું હતું ત્યાં જરૂર પૂરતી બધી જ વસ્તુ હતી .....ઘનશ્યામભાઈ મોટા ભાગનો સમય એના આફ્રિકા ના ઘરે જ રહેતા હતા....આફ્રિકા માં એને વિશાળ કેમિકલ ની કંપનીઓ હતી એટલે એ ક્યારેક જ ભારત આવતા હતા....ઘનશ્યામભાઈ એક વિદ્યાર્થી ના કાકા થતા હતા એટલે ઘરની ચાવી એને જ આપીને ઘરનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી હતી.....

પરંતુ બધા પોતપોતાના વિચાર માં હતા આ
રીયુનિયન માં જવું કે નહિ....
કોઈક ને કામ ની ચિંતા હતી તો કોઈકને એના પરિવાર ને મૂકીને જવાની ઈચ્છા ન હતી ...
તો કોઈક એના સ્કૂલના દિવસોમાં બનેલી ખરાબ ઘટનાને કારણે જવા માટે તૈયાર ન હતા.....

બધા પોતપોતાના સ્કૂલના દિવસો ના વિચારોમાં ખોવાઈ જાય છે....

રીયુનિયન દસ દિવસ પછીનું હતું એટલે બધા પાસે દસ દિવસ હતા વિચારવાના જવું કે ના જવું ....

ધીમે ધીમે રીયુનિયનનો દિવસ નજીક આવી ગયો....
પરંતુ બધા હજી એ જ વિચાર માં હતા જવું કે ના જવું....

__________________________________________

આજે રીયુનિયનનો દિવસ હતો....આજથી ચાલુ થઈ ગયો હતો....પરંતુ કોઈ દેખાતું જ ન હતું....ઘનશ્યામભાઈ ના ઘરમાં હમણાં જ સાફસફાઇ કરવામાં આવી હોય એટલું ચમકતું હતું....પાછળ આવેલ ગાર્ડન માં પાણી છાંટી દીધું હતું ....માટીની સુગંધ જોરદાર આવી રહી હતી....ઘર બધા ના જૂના સ્કૂલના ફોટા થી શણગારવામાં આવ્યું હતું ...

પરંતુ હજી કોઈ આવ્યું જ ન હતું ....આ બધી તૈયારીઓ કોને કરી એ હિરવાને સમજાતું ન હતું ....

હિરવા ત્યાં આવી પહોંચી હતી ....એને ખબર હતી ગ્રુપ માંથી કોઈ ગુલ્લી નઈ મારે બધા આવશે જ .....પણ ક્યારે આવશે એ હિરવા જાણતી ન હતી....

આખુ ઘર નિહાળીને હિરવા સ્કૂલ તરફ આવી.....

એની બી.વી.શાહ સ્કૂલ હજી એવી ને એવી જ દેખાતી હતી .....ઉનાળાના દિવસો માં સ્કૂલ માં ખૂબ જ તાપ હતો ....
જે સ્કૂલ માં ખૂબ જ શોર થતો હતો એ આજે શાંત હતી....
સ્કૂલને નિહાળતી હીરવા એના જૂના દિવસોમાં ખોવાઈ ગઈ હતી....

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

હીરવા એ ચોથા ધોરણમાં આ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો ....

હિરવા ખૂબ જ શાંત છોકરી હતી....એ કોઈ રૂપ રૂપનો અંબાર ન હતી ....થોડી શ્યામ હતી....પરંતુ ખૂબ જ નમણી હતી.....બહાદુર ના કહેવાય કેમ કે કૂતરાથી તો ખૂબ જ ડરતી હતી .....ખૂબ જ હોશિયાર હતી....એની આંખો તો દેખાતી જ ન હતી કેમ કે એની ઉપર મોટા મોટા ચશ્મા પહેરતી હતી ....ઊંચાઈ માં બધા કરતાં નીચી હતી....એકદમ પાતળી હતી....એના વાળ મેગી પણ સીધી લાગે એટલા કુરકુરિયા ( કર્લી ) હતા....એનો સ્વભાવ ખૂબ જ સારો હતો ...એના જેવી દોસ્ત નસીબ વાળાને જ મળે એવી હતી હીરવા....


હિરવા આ સ્કૂલ માં નવી હતી એના કોઈ મિત્રો ન હતા....એક ગ્રુપ જે ખૂબ જ મસ્તી કરી રહ્યું હતુ....એને એ જોઈ રહી હતી ... હિરવા જ્યાં બેઠી હતી ત્યાં એની બાજુ વાળી એ એજ ગ્રુપ તરફ આંગળી કરીને કહ્યું હતું કે આ છે ' ડ્રીમ ટીમ '.... આવું ગ્રુપ નું નામ હિરવાએ ક્યારેય સાંભળ્યું ન હતું....અને એ ગ્રુપ સાથે દોસ્તી કરવી ખૂબ જ મુશ્કેલ છે ...એ ગ્રુપ ના બધા વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર અને પૂરેપૂરા મસ્તીખોર હતા...

બ્રેક પડ્યો ત્યારે એ ગ્રુપ માંથી એક વિદ્યાર્થીએ હીરવા ને એની તરફ બોલાવી ....
હીરવા ખૂબ જ ડરી ગઈ હતી....એ ખૂબ જ ધીમે ધીમે એ ગ્રુપ તરફ ચાલવા લાગી... એને મન માં ઘણા બધા વિચારો થવા લાગ્યા એણે શું કામ બોલાવી હશે ....
પરંતુ હીરવા ને એ લોકો સાથે દોસ્તી કરવાનું ખૂબ જ મન થઈ ગયું હતું ....
ડ્રીમ ટીમ ગ્રુપ હીરવા સાથે શું કરવાની છે અને શું કામ બોલાવી છે એની જાણ હિરવા ને ન હતી....

એ ગ્રુપ ના બધા વિદ્યાર્થી નાસ્તો કરી રહ્યા હતા અને હિરવા એની નજીક પહોંચે એની રાહ જોઈ રહ્યા હતા....
હિરવા ખૂબ જ ધીમા પગલે ચાલી રહી હતી...

એ ગ્રુપ પાસે પહોંચી અને બોલી..." હાઈ ...."

ગ્રુપ ના બધા એક સાથે બોલે છે..." હાઈ...ઇ...ઇ...."

ગ્રુપ નો એક છોકરો જેનું નામ રાગ હતું ... એણે હિરવા ને એનું નામ, સરનામું,પહેલા કઈ સ્કૂલ માં હતી , આ સ્કૂલ માં શું કામ આવી....એવી બધી પૂછપરછ કરે છે અને હિરવા શાંતિથી એ બધા સવાલોના જવાબ આપે છે...

હિરવા ખૂબ જ ખુશ હતી ...એની દોસ્તી હવે ડ્રીમ ટીમ ગ્રુપ સાથે થવાની હતી...પરંતુ શું એ લોકો હિરવા ને સ્વીકારશે કે નહિ.... આ સવાલ એના મન માં વારંવાર આવી રહ્યો હતો...

એ લોકો એ હિરવા ને દૂર મોકલીને પોતાની ચર્ચા ચાલુ કરી દીધી... આપણે નાના હોય ત્યારે એવું જ હોય ગ્રુપ ના બધા વિદ્યાર્થી ની હા હોય તો જ ગ્રુપ ના બહાર ના લોકો ને ગ્રુપ માં લેવામાં આવતા ....

થોડી વાર પછી તેમાની એક છોકરી તાની બોલી...
"કાલથી તું અમારી જોડે બેસ જે...."
આ સાંભળીને હિરવા તો ખૂબ જ ખુશ થઈ ગઈ હતી....

_________________________________________

હિરવા ની દોસ્તી સ્કૂલ ના શ્રેષ્ઠ ગ્રુપ સાથે થઈ હતી ....એ બધા વિદ્યાર્થી કરતા હિરવા સાવ અલગ જ હતી....આગળ જોઈએ હવે હિરવા નો નવો સફર....

(ક્રમશઃ)