હિયાન - ૧૩ Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિયાન - ૧૩

"શું કહ્યું તમે મમ્મી? શું તે માં બનવાની છે? એવું ના હોય. કહી દો તમે કે આ ખોટું છે." હિયા પૂછે છે.

શાલીનીબેનને લાગે છે કે ખોટા સમયે ના બોલવાનું બોલાય ગયું. તેઓ વાત ફેરવવાનો પ્રયત્ન કરે છે.

"બેટા એ વાતને મુક. તને ખબર છે આજે આરવી શું કરતી હતી? એ આંખો બંધ કરીને પુસ્તક વાંચતી હતી. હાહાહાહા.." શાલીનીબેન ખોટું ખોટું હસાવવાનો પ્રયત્ન કરે છે.

"મમ્મી તમે વાત બદલવાનો પ્રયત્ન ના કરો. મને જે સાચું હોય તે કહો."

"બેટા તું એ વાત પર ધ્યાન ના આપ. તું જ વધુ દુઃખી થશે."

"ના હવે હું દુઃખી ન થાવ. બસ હવે જે મને સાચું હોય તે કહો. હું સંભાળી લઈશ મારી જાતને."

"સારું તો સાંભળ. આરવીને ગઈકાલે એની એક ફ્રેન્ડએ કહ્યું કે આયાનની પત્ની માં બનવાની છે અને આ ત્રીજો મહિનો ચાલે છે."

હિયા આ સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે. એને એના આયાન પર વિશ્વાસ હતો. એ હંમેશા આયાનને નિર્દોષ સાબિત કરવા માટેના જ પ્રયત્નો કર્યા કરતી.

"હવે તો તને વિશ્વાસ થઈ ગયો ને કે તારા આયાનએ તને દગો આપ્યો. એક વર્ષ થઈ ગયા એના લગ્નને. હજી પણ તને એવું લાગે છે કે તે પાછો આવશે? અને હવે તો તે એક બાળકનો પિતા બનવા જઈ રહ્યો છે. તું કહેતી હતી તેમ જો એ તને પ્રેમ કરતો હોત તો એ લગ્ન પણ ના કરતે અને જો એણે મજબૂરીમાં લગ્ન કર્યા હોત તો વાત બાળક સુધી પહોંચતે પણ નઈ."

"નઈઈઈઈઈઈ.... મારો આયાન હજી પણ મને જ પ્રેમ કરે છે. મારું દિલ કહે છે કે આ બધું જ જૂઠું છે." આટલું કહેતા હિયા બેભાન થઈ જાય છે.
હિયાની ચીખ સાંભળીને સુનિલભાઈ, ધૃહી, આરવી બધા રૂમમાં આવી જાય છે. પછી તેઓ ડોકટરને બોલાવે છે અને ડોકટર દવા આપીને જતા રહે છે. પછી બધા હિયાને આરામ કરવા માટે રૂમમાં છોડીને બહાર આવે છે.

"અચાનક શું થઈ ગયું કે તે આમ બેભાન થઈ ગઈ? અને તેણે ચીખ શા માટે પાડેલી?" સુનિલભાઈ પૂછે છે.

શાલીનીબેન નજર નીચી કરી લે છે.

"શું તેં તે વાત કરી દીધી તેને?"

"હા..મારાથી બોલાય ગયું."

"શું હા? મેં તમને બધાને કહ્યું હતું ને કે તેને આ ખબર પડવા નથી દેવાની. તો પછી. બિચારી પહેલેથી જ તકલીફમાં છે અને હજી વધારે તકલીફ થશે એને."

"ના પપ્પા મને બિલકુલ તકલીફ નથી થઈ. હું ખુશ છું આયાન માટે. ઉલટું હું આજે એને અભિનંદન આપવા જઈ રહી છું." હિયા દાદર પરથી ઉતરતા ઉતરતા બોલે છે.

"બેટા આ શું કહે છે? તને ખબર છે ને આપણે તેની સાથે સંબંધ નથી રાખતા. એને મળવા જવાની કોઈ જરૂર નથી. યાદ છે ને એ તમારા લગ્નના દિવસે કેવું કેવું બોલ્યો હતો?" સુનિલભાઈ કહે છે.

"હા પપ્પા મને ખુબજ સારી રીતે યાદ છે. પણ મને એના વિશે કોઈ ફરિયાદ નથી. હું હવે બિલકુલ થીક છું."

___________________________________________________

(દૂર કોઈ બીજા શહેરમાં)

એક સુંદર છોકરી બારી પાસે ઊભી ઊભી સામે દરિયાનો નજારો માણી રહી હોય છે. તેનું ધ્યાન બારીની બહાર હોય છે અને પાછળથી કોઈ આવે છે અને તેને વળગી પડે છે.

"શું કરી રહ્યા છે મારું નાનું બેબી અને એની મમ્મી?" તે પુરુષ તે સ્ત્રીને વિતળાઈને પૂછે અને પછી ગાલ પર એક હળવું ચુંબન આપે છે.

"કશું નહિ. અમે માં અને બેબી બંને આ કુદરતી નજારો માણી રહ્યા છીએ." તે સ્ત્રી જવાબ આપે છે.

"હા એ તો મે પણ જોયું. પણ શું વિચારી રહી હતી?"

"આજે ત્રીજા મહિનાની સોનોગ્રાફી કરાવવા ગઈ હતી તો એમાં આપણા બેબીનો નાનો અંશ જોયો તો હું લાગણીશીલ થઈ ગઈ."

"અરે વાહ. આ કામના લીધે મેં મિસ કરી દીધું. મારે પણ આપણું બેબી જોવું હતું."

"ચિંતા ના કર. હું એનો ફોટો લાવી છું. સ્પેશિયલ તું જોઈ શકે એ માટે."

"ઓહ તો પહેલા એ બતાવ ને વહાલી. મને તારા પર અત્યારે ખુબજ વહાલ આવી રહ્યો છે. હું કેટલો ખુશ છું તને જણાવી શકું એક નથી." એમ કહીને તે પુરુષ તે સ્ત્રીને બધું મજબૂતીથી જકડી લે છે.

"બસ કર હવે. આપણા બાળકને ગૂંગળામણ થઈ જશે. છોડ હવે મને."

"ઓહ. સોરી બેબી. ડેડી ને ખુબજ વહાલ આવી ગયો હતો એટલે. ઓહ માય ગોડ. આ આપણું બેબી છે?" તે સ્ત્રી અચાનક જ એક x-ray જેવો ફોટો બતાવતા તે પુરુષ પૂછે છે.

"ના આપણું નથી. તું પણ કેવા સવાલ પૂછે. આપણું જ હોવાનું ને!" આટલું કહેતા તે સ્ત્રીની આંખોમાં આંસુ આવી જાય છે.

"મારી વહાલી રડે કેમ છે હવે? આ તો ખુશીનો સમય છે. આપણે આ બાળકની ખુશીમાં આનંદ માણવાનો હોય છે."

"મને આપણા ઘરવાળાની ચિંતા થાય છે. આપણે આ પગલું ભર્યું ત્યારથી તેઓ આપણને નફરતથી જુએ છે. તો મને ડર લાગે છે કે આપણું બેબી કે જે આ દુનિયા માં પણ નથી આવ્યું તેને પણ તેઓ નફરત જ કરશે ને? આ બેબીને આપણા બે સિવાય કોઈ ફેમિલી નો પ્રેમ પણ ના મળશે. તેનો તો વાંક જ નથી કોઈ તો પણ તેઓ તેને નફરત કરશે."

"અરે વહાલી બસ આટલી જ વાત માટે દુઃખી થાય છે? ચિંતા ના કર હું ખુબજ જલ્દી આ બધું ઠીક કરી દઈશ. અને પછી આપણા ઘરવાળા પણ આ બેબી ને ખુબજ પ્રેમ કરશે. તું બધું મારા પર છોડી દે. હું પ્રોમિસ આપુ છું કે આ બેબીના દુનિયામાં આવવા પહેલાં હું બધું ઠીક કરી દઈશ."

"આશા રાખું કે તે કહેલું સત્ય થાય." આટલું કહેતા તે રડી પડે છે.

"રડ નઈ. નહિ તો આપણું બેબી પણ અંદર બેઠા બેઠા કહેશે કે મારી મમા આટલી ડરપોક છે?" તે પુરુષ નાના બાળક જેવા ચાળા પાડીને બોલે છે.

"તું હવે બાપ બનવાનો તો પણ આ નાના બાળકો જેવા ચાળા બંધ નથી થતા."

(ક્રમશઃ)