Hiyan - 4 books and stories free download online pdf in Gujarati

હિયાન - ૪

મિત્રો વાર્તા નો પ્લોટ તો મારી પાસે ખૂબ જ સરસ છે. પણ મારી લેખાનકલા ને અભાવે હું વાર્તા વધુ રસપ્રદ બનાવી શકતો નથી. જેનું મને ખુબજ દુઃખ છે. પણ હું વધુ સારૂ લખવા પ્રયત્ન કરીશ. અને મારા અનુભવી મિત્રો ને વિનંતી છે કે મને આ બાબત માં આપનું માર્ગદર્શન આપે.

*******************************

"બોલો તમે, શું થયું હતું ગઈ કાલે? મને બધી વાત કહો બેટા." સુનિલભાઈ તે બંને ને પ્રેમથી પૂછે છે.
તે બંને એક બીજા બાજુ જુએ છે. પછી આરવી મક્કમ બની ધ્રુહીનો હાથ પકડી તેને આખી વાત જણાવવાનું કહી દે છે. ત્યારબાદ ધ્રુહી ગઈકાલ સવારથી બનેલી બધીજ વાત સુનિલભાઈ ને કહી દે છે. આરવી આ દરમિયાન સુનિલભાઈ ના ચહેરા પરના હાવભાવ જોવાની કોશિશ કરતી હતી. પણ એ જાણી શકતી નથી કે સુનિલભાઈ શુ વિચરતા હશે. વાત પત્યા પછી સુનિલભાઈ થોડીવાર શાંતિથી બેસી રહે છે. કશું જ બોલતા નથી. એટલે આરવીને લાગે છે કે સુનિલભાઈ ને ગુસ્સો આવ્યો હશે એટલે તે રડી પડે છે.

આરવી : (રડતા રડતા) પપ્પા મને માફ કરી દો. મેં ગઈકાલે ભાઈલું ગુસ્સે થયો ત્યારનું જ નક્કી કર્યું છે કે હું હવે રાહુલ સાથે સંબંધ નઈ રાખું. હું હવે રાહુલ સાથે વાત પણ ન કરીશ. પણ પ્લીઝ એક વાર મારી ભૂલ સમજી માફ કરી દો.
આરવીનું આક્રંદ ખુબજ મોટું થતું જતું હોય છે અને તે હવે હિબકે હિબકે રડવા લાગે છે. તે હવે એટલું બધું રડતી હોય છે કે તે ત્યાંજ બેહોશ થઈ જાય છે. તે બેહોશ થઈને નીચે પડતી હોય છે પણ સુનિલભાઈ તેને બચાવી લે છે. ધ્રુહી તરતજ સ્વસ્થતા ધારણ કરી લે છે અને તરતજ તે તેની મમ્મીને બોલાવે છે અને ડોકટરને ફોન કરવા બહાર જતી રહે છે. આ બાજુ સુનિલભાઈ આરવીને બેડ પર સુવાડે છે અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવે છે. શાલીનીબેન પણ આવી ગયા હોય છે. તેઓ પણ રડતા હોય છે. ત્યાં જ થોડી વાર માં ધ્રુહી ડોકટર ને લઈને આવે છે. ડોકટર આરવીને ચેક કરે છે અને કહે છે, " લાગે છે એને કોઈ વાતની ખુબજ ચિંતા છે અને રાત્રે પણ બરાબર સુઈ ન શકવાને કારણે એને તાવ પણ ખુબજ છે અને મેન્ટલ પ્રેસર ને કારણે તે બેહોશ થઈ ગઈ છે. હમણાં તો હવે તે સ્વસ્થ છે. થોડીવાર માં તે હોશમાં આવી જશે."
આમ કહી ડોકટર રજા લે છે. પછી સુનિલભાઈ શાલીનીબેન ને પણ આખી વાત જણાવે છે.

*******************************************

બધાજ પોલીસ ઓફિસર આયાન ને ખુબજ મારતા હોય છે. આયાન ના ચેહરા પર બસ મુસ્કુરાહત હોય છે. તે હસતા હસતા માર ખાતો હોય છે. તે વિચારતો હોય છે, "મારા પર મારા ઘર વારા જ વિશ્વાસ નથી કરતા તો આ અજાણ્યા પોલિસ વાળા શું વિશ્વાસ કરવાના?" આમ વિચારી તે સાચી વાત કરતો નથી.

પેલી છોકરી દૂર ઉભી આ બધું જોતી હોય છે ત્યાં જ તે એક વ્યક્તિને જુએ છે અને તેનો પીછો કરે છે. તે પીછો કરતા કરતા દૂર એક રેલવે ના ગોદામ માં પોહચે છે. જ્યાં પેલી વ્યક્તિ તેમના સાથીઓને મળે છે. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પેલી સ્ત્રી હોય છે જેણે આયાનને પેલુ બાળક સોંપ્યું હોય છે. તે છોકરી એક જગ્યા એ સંતાઈ જાય છે. અને તેમની દરેક વાત નું મોબાઈલમાં વિડિઓ રેકોર્ડિંગ કરી લે છે. અને તે ત્યાંથી પાછી ફરે છે.

આયાન ના ચેહરા પર હસી જોઈને પોલીસવાળા વધુ ગુસ્સે થઈ જાય છે અને તેને વધુ જોરમાં મારે છે. તો પણ આયાન કશું પણ કહેતો નથી. અંતે પેલી લેડી ઓફિસર ખુબજ ગુસ્સે થાય છે અને તેને પેટમાં જોરમાં લાત મારે છે. તે લાત ખુબજ જોરથી વાગી હોય છે. આયાન ખુબજ જોરમાં દુઃખથી રાડ પાડે છે. પણ તે કશું પણ કહેતો નથી. ત્યારે એક પોલીસ ઓફિસર કહે છે ,"મેડમ આને થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ ની જરૂર લાગે છે તો જ તે સાચું બોલશે." ત્યારે પેલી છોકરી ત્યાં આવી જાય છે.

છોકરી : (ગુસ્સામાં) તેને ટ્રીટમેન્ટ ની તો જરૂર છે જ પણ મેડિકલ ટ્રીટમેન્ટ ની જરૂર છે. કેવા રાક્ષસ છો તમે? ખરેખર તો તમને મેન્ટલ ટ્રીટમેન્ટ ની જરૂર છે. આટલી નાની ઉંમર નો છોકરો જે અઢાર વર્ષનો પણ ન થયો હોય તેને આટલી બેહરહમી થી કેવી રીતે મારી શકો?
એકવાર તો પેલી લેડી ઓફિસર કે જેનું નામ માલવિકા ચૌહાણ હોય છે અને જે દિલ્હી પોલીસ કમિશનર હોય છે જે આ બાળકને શોધવા દિલ્હી થી આવેલા હોય છે તે પણ આ સોળ સત્તર વર્ષની છોકરીની વાત સાંભળીને દંગ રહી જાય છે.
માલવિકા : (કડક અવાજમાં) એય છોકરી મુહ સંભાળી ને વાત કર. તને ખબર છે આ કોણ છે? શું કર્યું છે એણે? આ છોકરા એ આપણા સેન્ટ્રલ હોમ મિનિસ્ટર ના છોકરાનું અપહરણ કર્યું છે.
છોકરી : (ખુબજ ગુસ્સા થી) બસ..મને બધી ખબર છે કે આ છોકરાએ શું કર્યું છે અને શું નથી કર્યું. અને તમારી પાસે શું સબૂત છે કે આ છોકરા એ જ અપહરણ કર્યું છે?
માલવિકા : (હડબળાટ સાથે) હા પણ તે બાળક આના જ હાથ માં હતું.
છોકરી : તો શું એણે જ અપહરણ કર્યું છે એમ માની લેવાય? અને આશંકા ના હિસાબે પણ એને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછતાછ કરી શકાય પણ આ રીતે માર ન મારી શકાય.
આ સાંભળતા જ માલવિકાને પણ પોતાની ભૂલ નો અહેસાસ થાય છે. આ બધી વાત આયાન સાંભળતો હોય છે પણ ખૂબ માર ને કારણે તેની આંખો ઘેરાતી હોય છે તેથી તે છોકરી નો ચેહરો જોય શકતો નથી. પણ તેને પેલી છોકરીનો ગુસ્સા માં પણ હજારો ઘંટડીઓ રણકતી હોય એવો મીઠો અવાજ ખુબજ ગમી જાય છે.
છોકરી : (પોતાના ફોન માં ઉતારેલો વિડિઓ બતાવતા) જુઓ આ રહ્યા અસલી ગુનેગાર. તેમને જઈને પકડો અને બીજી વાર અસલી ગુનેગારને પકડવાને બદલે નિર્દોષ પર પોતાનો રોફ ન જમાવતા.

ત્યાં જ આયાન બેહોશ થઈ ને નીચે પડી જાય છે. માલવિકા તરતજ એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ પહોંચાડે છે. પછી માલવિકા અને તેની ટીમ પેલી છોકરીએ બતાવેલા સ્થળ પર પહોંચી અસલી ગુનેગાર ને અરેસ્ટ કરે છે.

(ભાગ સમાપ્ત)
(ક્રમશઃ)

(કોણ હોય છે તે છોકરી? શા માટે તે આયાન ની આટલી મદદ કરતી હોય છે? આરવી અને રાહુલ વિશે ખબર પડ્યા પછી સુનિલભાઈ અને શાલીનીબેન નું શું રિએકશન હશે? જાણવા માટે રાહ જુઓ ભાગ ૫ ની)

ભાગ ખુબજ જલ્દીથી....

આપના પ્રતિભાવ મને મારા ઇમેઈલ પર જણાવી શકો છો. મિત્રો કઈ ભૂલ જણાય તો જરૂર જણાવજો.
Email : info.a.shadal@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED