અનસુયાબેન નો કોલ આવી ને પણ 3 4 કલાક થયા હતા. હજી સુધી આયાનના કોઈ ખબર હતા નહિ. બધા ચિંતામાં હોલમાં ભેગા થયા હતા. સુનિલભાઈ, રાહુલના પિતાજી, રાહુલ એમ બધા એ આયાનને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આરવીને હોશ આવી ગયો હતો. તે ખુબજ દુઃખી જણાતી હતી.
*******************************************
અહી હોસ્પિટલમાં આયાન પેલી છોકરીને બોલાવે છે.
અાયાન : સાંભળો હું ઘરે આજે થયેલી ઘટના વિશે કહેવા માંગતો નથી. એ લોકો ખોટા ચિંતામાં મુકાઇ જશે. તમે મને રાહુલને કોલ લગાવી આપો. એ બધું સંભાળી લેશે.
છોકરી : સારું! તમારા મિત્ર નો નંબર આપો મને. હું કોલ કરી આપું.
અાયાન તે છોકરી ને નંબર આપે છે. અને તે રાહુલ ને કોલ કરી આપે છે. અને આયાનને ફોન આપે છે. સામે ફોનમાં રીંગ વાગતી હોય છે. અને રાહુલ ફોન ઉચકે છે.
રાહુલ : હેલ્લો! કોણ?
આયાન : ભાઈ!
આટલું જ બોલતા રાહુલ આયાનને ઓળખી જાય છે અને તે પૂછવા લાગે છે કે ક્યાં છે તું? ફોન કેમ બંધ આવે છે? વગેરે વગેરે..
આયાન : ભાઈ શાંત થા. હું હોસ્પિટલમાં છું. મારું એક્સીડન્ટ થયું હતું અને મારું બેગ અને ફોન એવું બધું ખોવાય ગયું છે. એટલે હમણાં ફોન કર્યો.
રાહુલ : શું? એકસીડન્ટ? તને કંઈ થયું તો નથી ને?
એક્સીડન્ટ સાંભળતા જ આરવી રાહુલના હાથમાંથી ફોન છીનવી લે છે.
આરવી : ભાઇલું સારું તો છે ને? કંઈ વધારે તો વાગ્યું નથી ને. મને માફ કરીદે મારા લીધે જ થયું છે આ બધું.
આયાન : આરું! મને કંઇ જ થયું નથી. મને કાલે હોસ્પિટલમાંથી ડિશ્ચાર્જ પણ આપી દેશે. તું ચિંતા ન કરતી. અને પપ્પા ને કહી દે કે માસીને ત્યાં ફોન કરિદે કે હું Xyz હોસ્પિટલમાં છું.
આરવી : સારું ભાઈલું ધ્યાન રાખજો તમારું. અને માસીને ત્યાંથી કોઈને ત્યાં મોકલું છું.
આરવી બધી વાત ઘરના ને કરે છે. અને સુનિલભાઈ વિનીતભાઈ(રાહુલના માસા) ને ફોન કરીને બધું કહી દે છે અને તેઓ રાહુલ સાથે કારમાં અમદાવાદ જવા નીકળે છે.
રાહુલ : થેંક યું. તમે ખુબજ મદદ કરી મારી. આભાર આપનો. તમે હવે જઈ શકો છો. મારા ઘરેથી કોઈને કોઈ આવી જશે હવે. હા સોરી આ બધા માં હું તમારું નામ પૂછવાનો રહી ગયો.
છોકરી : મારું નામ હિયા છે. અને આમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. અને કોઈ આવે ત્યાં સુધી હું અહીજ બેસું છું.
રાહુલ ફરીવાર હિયા ના મીઠા અવાજ માં ખોવાય જાય છે. અને તે કંઇક અલગ જ અનુભવી રહ્યો હોય છે.
હિયા : ઓ હલ્લો ક્યાં ખોવાય ગયા પાછા? હું અહીજ બેઠી છું કઈ કામ હોય તો કહેજો.
રાહુલ : (હડબડાહત સાથે) ના કંઇ જ નઈ. તમે સુરત કંઇ કોલેજ માં ગ્રેજ્યુએશન કરવાના છો?
હિયા : હું એશ.વી.પી. કોમર્સ કોલેજ માં એડમીશન લેવાની છું. અને તમે?
રાહુલ : અરે ખુબજ સરસ! હું પણ અે જ કોલેજ માં એડમીશન લેવાનો છું. તમે મને તમારો નંબર આપી દો હું તમારી રહેવાની સગવડ કરી દઈશ. હિયા તેનો નંબર એક ચિઠ્ઠી માં લખી આપે છે. આયાન સુરત જઈને નવો મોબાઈલ લઈને કોલ કરશે એમ કહે છે.
એટલામાં જ માલવિકા ચૌહાન ત્યાં આવે છે. અને આયાન ની માફી માંગે છે. અને હિયા ને ધન્યવાદ કહે છે. થોડીવાર માં વિનીતભાઇ અને અનસુયાબેન ત્યાં આવી જાય છે. અને આયાનની ખબરઅંતર પૂછે છે. અને એક્સીડન્ટ કેમ થયું તે પૂછે છે. એક્સીડન્ટ નું નામ સાંભળીને માલવિકા ને આશ્ચર્ય થાય છે. પણ હિયા તેમને ઈશારા માં ચૂપ રહેવાનું કહે છે. માલવિકા પરિસ્થિતિ સમજતા ત્યાંથી નીકળી જાય છે. અનસુયાબેન હિયા તરફ જોઈને આયાન તરફ પ્રશ્નાર્થ રૂપી નજર થી જુએ છે.
આયાન : માસી આ હિયા છે. અને હિયા આ છે મારા માસા-માસી.
હિયા તેમને પ્રણામ કરે છે. અને આયાન તેના માસા માસી ને જણાવે છે કે હિયા એ તેને હોસ્પિટલ સુધી લાવવામાં મદદ કરી હતી. અનસુયાબેન હિયા નો આભાર માને છે.
હિયા : ચાલો તો હું હવે જવ. ઘરે મારી રાહ જોતા હશે.
આયાન હિયા ના ઘરે જવાની વાત સાંભળીને બેચેન થઈ જાય છે પણ તે તેની બેચેની નું કારણ નથી જાણી શકતો. અને હિયા ત્યાંથી જતી રહે છે. બીજે દિવસે વહેલી સવારે સુનિલભાઈ અને રાહુલ અમદાવાદ પહોચી જાય છે અને તેઓ વિનિતભાઈ ના ઘરે ફ્રેશ થઈ હોસ્પિટલ આવે છે. ત્યાંથી તેઓ હોસ્પિટલ જાય છે. આયાનની હોસ્પિટલમાંથી રજા લઈ તેઓ વિનિતભાઇ ના ઘરે જાય છે. ત્યાંથી બપોરનું જમીને તેઓ સુરત જવા માટે નીકળી જાય છે.
(ભાગ ૬ સમાપ્ત)
(ક્રમશ:)
*******************************************
( હિયા ના જવાથી આયાન શા માટે બેચેન થયો હશે? ઘરે જઈને આયાનના ઘરવાળા નું શું રીએકશન હશે? હિયા કોણ હોય છે જે આટલી મક્કમતા થી પોલીસવાળા સામે જવાબ આપે છે અને શા માટે તે આયાનની આટલી મદદ કરે છે? જાણવા માટે રાહ જુઓ આગળના ભાગ ની)
ભાગ ૭ ખુબજ જલ્દી થી.......
આપના પ્રતિભાવ મને નીચેના ઇમેઇલ પર જણાવી શકો છો.
info.a.shadal@gmail.com