મમ્મી સાથે ની વાતો Rutvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમ્મી સાથે ની વાતો

મમ્મી સાથે ની વાતો
પ્રિયા કોલેજ ના પહેલા વર્ષ માં આવી . પ્રિયા નવસારી રહેતી હતી એ કોલેજ કરવા માટે અમદાવાદ આવી. પ્રિયા અને એની ફ્રેન્ડ નિરવા એ એક ધર ભાડે લીધું અને એમાં આજે પ્રિયા આવી ગઈ હતી નિરવા બે દિવસ પછી આવવાની હતી રહેવા. પહેલો જ દિવસ અને બધો જ સામાન પ્રિયા એ ગોઠવ્યો . એતો થાકી ગઇ અને ત્યાં જ એની ફ્રેન્ડ હેલી નો ફોન આવ્યો .

" આજે તો હું એટલી બધી થાકી ગઈ છું હેલી કે જેવી પલંગમાં પડીશ તો સીધી બીજા દિવસની સાંજ થશે એમાં નિરવા પણ નથી એટલે બધું મારે જ કરવાનું હતું , સાચે આ મમ્મી કંઈ રીતે કરતી હશે આટલું બધું " પ્રિયા એની સહેલી હેલી સાથે ફોન માં વાત કરી રહી હતી .
" મેં તને કીધું ને કે તું હોસ્ટેલમાં રહે . પણ તું માની જ નહીં અને મેં તને કીધું હતું કે તું પીજી માં રહે ,પણ તું માની જ નહીં . " હેલી થોડી ગુસ્સે થઇ ગઈ
" હા પણ‌ મેં ક્યાં ના પાડી હતી . મમ્મી , એ ના પાડી કે ના તું હોસ્ટેલમાં રહીશ કે ના તો પીજી . તને તો ખબર છે ને કે મેં કેટલી જીદ કરી પણ મમ્મી એ સમ આપી દીધા . મમ્મી ના સમ આગળ તો હું નમી જ જઉ ને યાર . આ પંખો ......" પ્રિયા બોલતા બોલતા ‌પંખા સામે જોયું તો પંખા માંથી કંઈક અવાજ આવ્યો અને પંખો બંધ થઈ ગયો .
" પ્રિયુ શું થયું ?? તું બોલતા બોલતા અટકી કેમ ગઈ ? બોલ પ્રિયુ બોલ ? " હેલી એ પ્રશ્ર્નો નો વરસાદ કર્યો .
" અરે કંઈ નહીં પંખા માંથી અવાજ આવવા લાગ્યો છે અને બંધ થઈ ગયો છે યાર. કાંઈ નહીં હમણાં ઈલેટ્રીષીયન બોલાવું છું . સારું ચાલ પછી વાત કરું છું સાંજ થઈ છે ત્યાં જ ઈલેટ્રીષીયન ને બોલાવી લઉં પછી રાત પડી જશે બાય યાર "
" હા સારું, ચાલ બાય " કહીને હેલી એ ફોન મૂકી દીધો .
પ્રિયા એના મકાન માલિક ને પુછવા માટે ગઈ . એના મકાન માલિક એ ઈલેટ્રીષીયન ને બોલાવ્યો . ઈલેટ્રીષીયન આવ્યો . એણે પંખો ચેક કર્યો . એણે કિધું " પંખો મારે દુકાને લઈ જવો પડશે . હાલ સમો નહીં થાય સવારે આપી જઈશ . " એમ કહી ને ઈલેકટ્રીષીયન જતો રહે છે .
પ્રિયા રાત નું જમવાનું જમી ને બેસી હોય છે ત્યાં એ વિચારે છે કે હું આખી રાત તો અહીં નહીં રહી શકું તો ધાબે જતી રહું .
પ્રિયા ધાબે જઈને પથારી કરી ને બેસે છે ત્યારે મકાન માલિક ના પત્ની અને નાનકડી દીકરી પણ ત્યાં સૂતાં હોય છે . દીકરી એના મમ્મી ને પૂછે છે" મમ્મી , આ દીદી એકલા કેમ આવ્યા છે એમના મમ્મી નથી આવ્યા એમની જોડે એમને બીક નથી લાગતી " દીકરી ના મમ્મી એ કહ્યું " ઢીંગલી એ દીદી મોટા થઈ ગયા છે એ એમના ભણવા માટે આવ્યા છે " દીકરી એ કહ્યું " મારે પણ જવું પડશે " એની મમ્મી ને ભેટી ને કહ્યું . એના મમ્મી એ કહ્યું " ના , ઢીંગલી "
પ્રિયા આ બધું સાંભળતી હોય છે એને પણ એનું બાળપણ યાદ આવે છે . જ્યારે એ પણ એની મમ્મી જોડે વાતો કરતી હોય છે ‌. પ્રિતી આ વિચારો કરતી હોય છે ત્યાં જ એની મમ્મી નો ફોન આવે છે અને એ ફરી થી વાતો કરવાનું શરુ કરી દે છે .