friendship books and stories free download online pdf in Gujarati

દોસ્તી

દોસ્તી, મિત્રતા, ફ્રેન્ડશીપ

દોસ્તી બધા ના જીવન માં હોય છે ના ના ના દોસ્તી નહીં પરંતુ દોસ્ત બધાં ના જીવન માં હોય છે સાહેબ
દોસ્તી ની કોઈ વ્યાખ્યા નથી હોતી

પણ તેને જેટલી વ્યાખ્યા આપો એટલી ઓછી છે
હા, પણ એક વાત સાચી દોસ્તી ની કોઈ ઉંમર નથી હોતી , દોસ્ત તો બાળપણ માં પણ હોય , દોસ્ત જુવાની માં પણ હોય અને ઘડપણમાં પણ હોય છે
‌‌ અમુક દોસ્ત બાળપણથી લઈને ઘડપણ સુધી સાથે હોય છે અને અમુક બાળપણ માં જ હોય છે જુવાની માં નથી હોતા તો અમુક જુવાની માં હોય છે તો બાળપણ માં નથી હોતા કોઈક બાળપણ અને જુવાની બંને માં નથી હોતા પણ ઘડપણમાં હોય છે
" એવો વિચાર ના કરો કે મોટા માણસ મારા મિત્ર થાય , એવો વિચાર કરો કે મારા મિત્રો મોટા માણસ થાય "
મિત્ર અમીર કે ગરીબ નથી હોતો , મિત્રતા માં તો દિલ મળવા જોઈએ બસ , મિત્રતા માં અમીરી કે ગરીબી જોવાતી નથી પરંતુ જેનામા માણસાઈ અને પ્રામાણિકતા હોય તેને જ મિત્ર કહેવાય .
" જ્યારે તમારો મિત્ર તમને ઈજ્જત આપીને બોલાવે ત્યારે સમજી લેવું કાં તો એને તમારું કંઇક કામ હશે કાં તો તમે કંઈક મોટી ભૂલ કરી રહ્યા છો "
જ્યારે આપણે કોઈ મુશ્કેલી માં હોયએ ત્યારે આપણી બાજુમાં આવીને ખાલી ઊભો રે ને એટલે આપણું બધું જ ટેન્શન દૂર. જીવનમાં સારા દોસ્ત મળે છે એમ નથી હોતું સાહેબ જીવનમાં આપણને એવા દોસ્તો પણ મળે છે જે પોતાના સ્વાર્થ માટે આપણી જોડે દોસ્તી કરતાં હોય છે એવાં દોસ્ત ને આપણી દોસ્તી ની પડી નથી હોતી પણ પોતાના સ્વાર્થ ની જ પડી હોય છે આપણને ખબર નથી હોતી કે એવા મિત્ર આપણું જીવન બગાડે છે અને પોતે રાજી થાય છે . જ્યારે ચાલુ ક્લાસમાં વાતો આપણે કરતા હોઈએ અને ટીચર એને ક્લાસ ની બહાર કાઢે ત્યારે એનું મોઢું જોવા જેવું હોય છે અને લેક્ચર પત્યા પછી એને એના પછીના બે લેક્ચર સુધી મનાવવા નું પછી અંતે તો પાછા જેમ હતા તેમ જ . આ જ તો છે મિત્રતા પહેલા મિત્ર ને હેરાન કરવાનું પછી એને મનાવવાનું . ચાલું લેક્ચર એ નાસ્તો કરવાનો પછી ધીરે થી પાણી પીવાનું કેટલી મજા આવતી ને . જ્યારે સર કહેતા કે આ બહુ ડાહ્યો અને શાંત છે ત્યારે બાજુમાં બેઠાં બેઠાં એના વીરુદ્ધ બોલવાનું કેટલી મજા આવતી ને .

" મિત્રતા એટલે વાત વિના ની વાતો અને નાત વિનાનો નાતો "
મિત્રતા માં નાત જાત ના હોય , મુસ્લિમ - હિન્દુ , હિન્દુ - પંજાબી , શિખ - પંજાબી , શિખ - ઈશાઇ વગેરે. માણસ તો બધા સરખા હોય છે આ જ્ઞાન જાત તો આપણે જ બનાવી છે પણ મિત્રતા તો માણસ ના દિલ મળવા થી થાય છે જ્ઞાન જાત થી નહીં આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે . તો પછી આ બધા ભેદભાવ શું કામ ??

" દોસ્ત ક્યારેય દોસ્ત થી નારાજ નથી થતાં "

દોસ્તી માં નારાજગી ક્યારેય હોતી જ નથી નાં એટલે હું એમ કહું છું કે દોસ્ત નારાજ થાય પણ જલદી થી માની પણ જાય છે. જે જલ્દીથી માને નહીં ને તો એ દોસ્ત ના હોય .

" સાચી દોસ્તી "
હું કહું અને તમે સાંભળો એ
" સાચી દોસ્તી"

. તમે કહો ને હું સાંભળું એ
" સાચી દોસ્તી "
પણ હું કે તમે કંઈ ના બોલો અને તેમ છતાં બઘું
જ સમજાય જાય તે
" સાચી દોસ્તી "

દોસ્તી માં સામેવાળો કંઈ જ ના બોલે ને તો પણ આપણે સમજી જઈએ ને એ
"સાચી દોસ્તી"

જેની કોઈ ગેરંટી નથી તેનું નામ "મોત"
અને જેની પૂરેપૂરી ગેરંટી છે એનું નામ
" દોસ્તી "
હાથ ફેલાવીને હૈયું આપી દે તે
" સાચો મિત્ર "

દોસ્તી નો અર્થ
" પ્યારું દિલ, જે ક્યારેય નફરત ના કરે ,
એક પ્યારી પ્યારી‌ મુસ્કાન , જે ક્યારેય
ફિક્કી ના પડે , એક અહેસાસ જે ક્યારેય
દુઃખ ના દે , અનેએક એવો સંબંધ જે
ક્યારેય ખતમ ન થાય ........‌.‌."
"દોસ્તી એટલે એવા સંબંધ કે જ્યાં
ભગવાન પણ‌ પૂર્ણવિરામ નથી
મુકી શકતાં. "

મિત્ર એટલે કોણ ??
આપણી સફળતા જોઇને આપણા
કરતાં પણ વધુ ખુશ થાય , મુશળધાર
વરસાદ માં પણ તમારા આંસુને અલગ
પાડી ઓળખી જાય , તમારી આંખમાંથી
પડતાં આંસુને ઝીલી લે , જેના પર તમે
આંખ બંધ કરી ને વિશ્વાસ કરી શકો .
‌‌
દરેક ના જીવન માં ઢગલો ભરી ને મિત્ર હોયતે
જરૂરી નથી ભલે ચપટી મિત્રો જ હોય , પણ
આવા હોય તો પછી તમારા જીવનની રુપ રેખા
કોઈ વિખી ના શકે .


મિત્રતા તો કૃષ્ણ અને સુદામાની જેવી હોવી જોઈએ જ્યારે સુદામાને ખબર પડી કે આ ચણા જે ખાય તે ગરીબ થાય કે તેના ઘરે ગરીબી આવે એટલે તેમણે બધા ચણા ખાઈ લીધા કારણે શ્રી કૃષ્ણ ને ઘેર ગરીબી ના આવે એટલે પોતાના ઘરે ગરીબી આવે તેમ તેમણે કર્યું એટલે જ તો જ્યારે સુદામા દ્વારકા નગરી ના રાજા પાસે ગયા પણ તેમણે ત્યાં કીધું કે હું શ્રી કૃષ્ણ નો મિત્ર સુદામો‌ દ્વારપાળો હસવા લાગ્યા અને એક દ્વારપાળ અંદર જઈને કહ્યું કે કોઇક સુદામો આવ્યો છે આ વાત સાંભળીને કૃષ્ણ ભગવાન દોડતા દોડતા સુદામા પાસે જાય છે
કૃષ્ણ ભગવાન સુદામા ને પોતાના મહેલમાં લઈ ને આવે છે અને તેમના પગ ધોયા બાદ તેમને પોતાના સિંહાસન પર બિરાજમાન કર્યા પછી એમને બહુ સરસ રીતે રાખ્યા પછી તે જ્યારે આવતા હતા ત્યારે તેમના પત્ની એ જોડે પૌંઆ લાવ્યા હતા પણ અહીં આ તો આટલું સોનાનુ મહેલમાં રહે છે તો આટલી બધી પટરાણી ઓ છે દાસ - દાસીઓ ઓ છે તો આ પૌંઆ તો મારે એને આપવા ન જોઈએ એમ વિચારી ને એમણે આ પૌંઆ પોતે ખાવા જ જતા હતા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન એ પૌંઆ છીનવી લીધા અને પોતે ખાવા લાગ્યા સુદામા ના ઘરે ગરીબી હતી તે બધી દૂર થઈ ગઈ .

"જીવનમાં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો
જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ
સાચું માર્ગદર્શન તો જરૂર આપે ."

જેમ શ્રીકૃષ્ણ એ અર્જુન ને મહાભારતમાં માર્ગદર્શન આપીને પાંડવો ને વિજય પ્રાપ્ત કરાવ્યો હતો . શ્રીકૃષ્ણ તો પાંડવો ના ભાઈ હતા પણ ત્યારે તેમણે અર્જુન ને ભાઇ નહીં પરંતુ એક દોસ્ત / મિત્ર તરીકે માર્ગદર્શન આપ્યું .

દોસ્તી / મિત્રતા

રફ્તાર આ જીંદગીની એવી બનાવી છે ,
કે દુશ્મન ભલે આગળ નીકળી જાય ,
પણ કોઈ દોસ્ત પાછળ નહીં છુટે .....
બાળપણ માં કોઈ પણ મિત્રો પાસે ઘડિયાળ ,
નોતી પણ સમય બધા પાસે હતો ,
અને અત્યારે ઘડિયાળ બધા પાસે છે પણ ,
સમય કોઈની પાસે નથી ........
યાદ કરું છુ કે નહીં એનો વિવાદ રહેવા ,
દે દોસ્ત , જરૂર પડે તો ખાલી યાદ કરજે .....
તારો ભરોસો ખોટો નથી પડવા દઉં .......
લોકો કહે છે કે આ જમીન પર
કોઈ ને ભગવાન નથી મળતો,
કદાચ એમને આ જમીન પર તારાં,
જેવો મિત્ર નહીં મળ્યો હોય ....
સમુદ્ર ને જોવા કિનારા ની જરૂર પડે છે ,
દિવસ ને જોવા માટે રાત ની જરૂર પડે છે,
દોસ્તી કરવા માટે ડીલ ની નહીં ,‌
પણ બે આત્મા વચ્ચે ના વિશ્વાસ ની જરૂર પડે છે....
ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે ,
પ્રેમ ની જરૂર દિલ માં પડે છે,
મિત્રોની વગર અધુરી છે જીંદગી,
કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે......
આપનો ખરો મિત્ર તો એ છે ,
જે ઍલામૅ ની જેમ ખરાં સમયે ,
રણકીને આપણને ચેતવી દે ..........
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ,
ના કરાય વ્હાલા ,
કારણ કે સાચાં મિત્રો ના ક્યાંય સેલ ,
ના ભરાય .....
દોસ્ત તારી દોસ્તી માટે‌ દુનિયા છોડી દેઈશ,
તારી તરફ આવશે તુફાન તો તેની‌,
દિશા બદલી દઈશ .
પણ જો તે છોડ્યો મારો સાથ તો ,
તારાં હાડકાં તોડી દઈશ ..
એક ગુલાબ નું ફૂલ મારો બગીચો હોઈ શકે, પંરતુ મારો એક એકલો મિત્ર તો મારી દુનિયા છે...
દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી ,
પણ જેમની સાથે થાય છે એ લોકો ,
જીવનમાં ખાસ બની જાય છે .........
ખુશી શોધું તો દુઃખ જ મળે છે ,
આ દુઃખ જીવનમાં બધે જ મળે છે ,
જે જીવનનાં બધાં દુઃખ વેંચી લે ,


એવા મિત્રો ખુબ જ ઓછાં મળે છે ......




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED